જૂનું ઘર – ઉપેન્દ્ર પંડ્યા

સૂના આ ઘરમાં આજે કેટલે વર્ષ હા ! ફરી
મૂકું પગ, રહે ત્યાં તો સ્મૃતિનાં પૂર ઊછળી.

વળેલાં કેડમાંહેથી, માળાને હાથમાં લઈ
જપતાં, લાકડી-ટેકે ચાલતાં દાદીમા અહીં.

મારું-તારું રહ્યું ના કૈં એમને, કિંતુ જો કદી
પડું માંદો જરી તો તો જપે જાપ ઘડી ઘડી

નિશાળે ન જાઉં ત્યારે, કરે મા રાતી આંખડી;
એકદા આવીઓ મોડો, ત્યાં તો કેવી રડી પડી !

અમે બે ભાઈ નાના ને પિતાજી નિત્ય હીંચતા,
હિંડોળો આજ તે જોતાં, જોઉં છું આજ ઝૂલતા.

રખે ને બાળ બે જાગે, ધીરાં શાં ડગ માંડતા,
આવીને મધરાતે યે મીઠો કર પસારતા !

ભર્યું જે દાદીમાથી ને પિતા મા ભાઈબેનથી,
ઘર છે તેનું તે આજે – આજે હા જીવતું નથી !

ગયું તે તો ગયું, તેને સંભારી સાચવી રહું,
તો યે અશ્રુ ઝરે શાનું ? ન જાણું હર્ષ-શોકનું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનના રંગ – હરિશ્ચંદ્ર
નસીબદાર – નયનાબેન ભ. શાહ Next »   

16 પ્રતિભાવો : જૂનું ઘર – ઉપેન્દ્ર પંડ્યા

 1. nayan panchal says:

  અત્યંત સુંદર રચના.

  નયન

 2. Hiral Thaker "Vasantiful" says:

  સરસ રચના. ઘર એટલે જ તો કેહવાય છે જ્યાં પરિવાર વસે છે…સ્વજનો વસ છે ને આત્મિયતાની હુંફ મળે છે.

  “ગયું તે તો ગયું, તેને સંભારી સાચવી રહું,
  તો યે અશ્રુ ઝરે શાનું ? ન જાણું હર્ષ-શોકનું !”

 3. mohit says:

  “અહીં છે એવો સરંજામ નથી મળવાનો
  તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો
  લાખ જન્નત ભલે દેશે મને તું મારા ખુદા
  મારા ઘર જેવો આરામ નથી મળવાનો!”
  ઉપેન્દ્રભાઈએ શેખાદમ આબુવાલાની આ ગઝલ અને જે આજે છૂટી ગયું છે તે જૂના ઘરની તથા ત્યાં પસાર થયેલા બાળપણના દિવસોની યાદ તાજી કરાવી દીધી.સુંદર,હ્યદયસ્પર્શી રચના!
  “ભર્યું જે દાદીમાથી ને પિતા મા ભાઈબેનથી,
  ઘર છે તેનું તે આજે – આજે હા જીવતું નથી !”

 4. Rajni Gohil says:

  મારા જેવા ઘાણાને લાગતું હશે કે ઉપેન્દ્રભઇ પંડ્યાએ આપણી જ વાત કરી છે. આ વાંચતાં સહેજે ભૂતકાળમાં સરી પડાય છે. બચપણની મીઠી યાદ કોને આનંદ ન અપાવે? જૂનું ઘર – દદીમાનો પ્યાર, માની માવજત, પિતાજીના કડક સ્વભાવે તો મને વિનયી બનાવ્યો. અને નિશાળમાં તો મારા જ્ઞાનનો મજબૂત પાયો નંખાયો તે તો કેવી રીતે ભુલાય? ખુબજ સુંદર કાવ્ય છે.

 5. kamlesh patel says:

  balpan ni yadon thi aankh bhini thai gai.mata pita pase aapava mate prem sivay kainj nahatu toye garibi man temne je khumari thi amne uchherya te garibi na divso yad aavigaya.

 6. P Shah says:

  સુંદર રચના !
  સૂના આ ઘરમાં આજે કેટલે વર્ષ હા ! ફરી
  મૂકું પગ, રહે ત્યાં તો સ્મૃતિનાં પૂર ઊછળી…..આ શેર ખૂબ ગમ્યો.

 7. ભાવના શુક્લ says:

  નિશાળે ન જાઉં ત્યારે, કરે મા રાતી આંખડી;
  એકદા આવીઓ મોડો, ત્યાં તો કેવી રડી પડી !
  …………………………………
  અહા સુંદર ભાવ!

 8. સુરેશ જાની says:

  એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જુના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઉજાસ આંખે ઉડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે.


  બીજું પણ એક ઘર છે, જે હમણાંજ ખાલી થયું છે. તેમાં વસનારાં, તેને તજીને બીજે રહેવાં જતા રહ્યાં છે. બચેલો, કોઈ કામ વીનાનો સામાન, ગાભા, ડુચા, નકામા કાગળો, ખસી ગયેલા ફર્નીચર પાછળથી હવે ડોકીયાં કરતાં કરોળીયાનાં જાળાં, ફર્શ ઉપર ભેગાં થયેલાં ધુળ અને કચરો અને ખાસ તો વીદાય થઈ ગયેલાં જીવતરના અભાવના ઓથારથી ભરાતાં ડુસકાં અને ડુમો – આ ખાલી ઘરના સમસ્ત અસ્તીત્વને ઘેરું અને સોગીયું બનાવી રહ્યાં છે.
  ———————–
  ખાલી ઘર .. બે શક્યતાઓ ..
  આખો લેખ વાંચો

  http://gadyasoor.wordpress.com/2007/10/29/vacant_house/

 9. S. R. Bhatt says:

  બહુજ સરસ કવિતા. દિલ મા વસિ ગઇ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.