કાવ્યસંચય – ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી

[(હ્યુસ્ટન) અમેરિકા સ્થિત ગુજરાતી સાહિત્ય સરિતા પરિવાર તરફથી – પસંદગી પામેલ કૃતિઓ.]

યૌવનના ઉછાળા – વિજય શાહ

યૌવનના ઉછાળા હોય કદીક આકરા
અને થાય કે કરી નાખું ઘણું
કર્યા પછી જો સફળતા મળે
તો લાગે આખું જગ વામણું

પણ જો કદીક નિષ્ફળતા મળે તો
કોકની છાતીમાં માથું નાખીને રડવું હોય તો
મા ના સમું નથી કોઈ સ્થાન જગમાં…
વલોપાત અને નિષ્ફળતાનાં ઝેરને ઓકવા
બાપનાં કાન સમું નથી કોઈ સ્થાન જગમાં….
તમારા સુખે સુખી અને તમારા દુ:ખે દુ:ખી એવા
સમભાગિયા માબાપ સમુ કોઈ નથી જગમાં….

વાતો એમની કદાચ જુના જમાનાની
ગમા કે અણગમાને ઉપજાવનારી
પણ શ્રદ્ધા સદા કરજો તેમાં છૂપાઈ છે
ફક્ત સદભાવના અને ચિંતા તમારી…


કોઈ કોઈનું રહ્યું નથી – ‘મનુજ’ હ્યુસ્તોનવી

કોઈ કોઈનું થયું નથી ને કોઈ કોઈનું રહ્યું નથી.
ચટ્ટાનો છે ચારે તરફ ને રસ્તા જેવું રહ્યું નથી.

સંતાકૂકડી રમતા રહે છે કાળ અને અહીં કિસ્મત,
જીવન દાવ દીધા કરે, પણ, મૃત્યુ છૂપું રહ્યું નથી.

વર્ષ વિત્યું, વર્ષાઓ વીતી, ચ્હેરે વળ વરતાયાં, તો-
વાવડ આવ્યા છે વતનથી વ્હાલું કોઈ રહ્યું નથી.

કરવી છે જ્યાં ફસલ તારે, પ્રેમનાં પાણી સીંચી,
ક્યાંથી આવે નીર હવાડે, કૂવામાં જ રહ્યું નથી.

આવ્યો છું હું જે ઠેકાણે, સાચું ઠેકાણું ન્હોતું, ને –
જાવું છે એ ઠેકાણાંનું, ઠેકાણુંય રહ્યું નથી.

પા પા પગલી કરતા પડતા તેડી લેતા સહુ મને,
હાથ પકડવા ‘મનુજ’નો, પણ, આજે કોઈ રહ્યું નથી.


ક્યાં સુધી ? – સુરીના બક્ષી

સફરમાં રહેશે જુઠી આશાનો
        સથવાર ક્યાં સુધી ?
જુઠા દિલાસા, જુઠા સાંત્વનોનો
        આધાર ક્યાં સુધી ?
દોસ્તો હોતા નથી બધા
હાથ મિલાવનારા
એ સત્યનો કરશો તમે
        ઈન્કાર ક્યાં સુધી ?
દંભી આ દુનિયા ને દંભી
એના સંબંધો
છોડી એને પહોંચો કિનારે
        રહેશો મઝધાર ક્યાં સુધી ?
શોધો વફાનાં મોતી
સીધા સાદા ઈન્સાનોમાં
રહેશો જુઠી ચમકદમકના
        ખરીદાર ક્યાં સુધી ?
મનની શાશ્વત શાંતિ છે
સંતોષની સીમાઓમાં
પડછાયાનો હાથ પકડી
        રહેશો ભ્રમના અસવાર ક્યાં સુધી ?
દોસ્ત હોતા નથી
બધા હાથ મિલાવનારા
એ સત્યનો કરશો તમે
        ઈન્કાર ક્યાં સુધી ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાર્ટુન – મહેન્દ્ર શાહ
સાંજનું સ્વરૂપ – પ્રણવ ત્રિવેદી Next »   

14 પ્રતિભાવો : કાવ્યસંચય – ગુજરાતી સાહિત્ય સરિતા તરફથી

 1. સુરેશ જાની- ડલાસ says:

  બહુ જ સુંદર કવિતાઓ છે , વિજયભાઇ

 2. vijay says:

  Thank you Mrugeshbhai

 3. Renuka Shah says:

  MARA DIKRANE AA KAVITA VANCHAVI ANE TE MNMA BAHU J RADYO
  ANE BOLYO HA MA TARI VAT SACHI CHHE JYARE NISHFAL THAYIAE TYARE TARI HUMF BAHU J SARI LAGE CHHE. PAN SVIKARVU AGHARU HOY CHHE.

 4. nayan panchal says:

  “પણ જો કદીક નિષ્ફળતા મળે તો
  કોકની છાતીમાં માથું નાખીને રડવું હોય તો
  મા ના સમું નથી કોઈ સ્થાન જગમાં…
  વલોપાત અને નિષ્ફળતાનાં ઝેરને ઓકવા
  બાપનાં કાન સમું નથી કોઈ સ્થાન જગમાં….”

  સરસ રચનાઓ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.