આજ સાંભરે…. – દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે.

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો.
આઘે લે’ર્યું ને આંબી કોણ ઊઘડે….

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ તણખા ઊડે રે જૂની ધૂણીએ,

અમને દાદા દેખાય પેલી ડેલીએ….
માડી વાતું રે વાવે આ ઉજ્જ્ડ ઓટલે,

ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે,
ઊંચે મોભને મારગ કોણ ઊતરે….

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો,

આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અષ્ટકોણ – સંકલિત
ગઝલ-ગરબી – અશરફ ડબાવાલા Next »   

11 પ્રતિભાવો : આજ સાંભરે…. – દલપત પઢિયાર

 1. Vikram Bhatt says:

  મા-બાપ, દાદા-દાદીની યાદો તાજી કરતું સરસ તળપદી ગીત.

 2. pragnaju says:

  ખરતાં હાલરડાં ઝૂલે રે અદ્ધર ટોડલે,
  ઊંચે મોભને મારગ કોણ ઊતરે….
  સરસ

  કોઈ દી સાંભરે નૈ
  મા મને કોઈ દી સાંભરે નૈ
  કેવી હશે ને કેવી નૈ
  મા મને કોઈ દી સાંભરે નૈ
  થઈ પારકાં જે આજ વિખૂટા પડી ગયા
  કયારેક આપણા હતા એ આપણાની …
  ગલી, આંગણું, ઘર મને સાંભરે એ

 3. nilam doshi says:

  સરસ ગીત..સાચી રે સગાયુ સાંભરે રે….

 4. nayan panchal says:

  ખૂબ સુંદર.

  આભાર.

  નયન

 5. kanu yogi says:

  I know dalpat padhiyar not for his designation BUT for his dedication to the poor communities and his poems , articles, live songs { bhajans} etc.This poem, many years ago I heard in Khedbrahma village of sabarkantha along with my guru and friend Dr. Bhgvandas Patel in a public programme by dalpat padhiyar and the drops were in everyone’s eyes.This is the real effect of poet’s words to the mass. Only the words from the heart can do this miracle.All credit goes to Dalpat Padhiyar. My congratulations to him.We can expect other poems from him on this platform .I liked his poem very much.
  Kanu Yogi , Rajpipla ,Dist. Narmada.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.