ગઝલ-ગરબી – અશરફ ડબાવાલા

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરી ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમરોમમાં રે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આજ સાંભરે…. – દલપત પઢિયાર
અય મેરે બિછડે ચમન ! – હરિશ્ચંદ્ર Next »   

9 પ્રતિભાવો : ગઝલ-ગરબી – અશરફ ડબાવાલા

 1. sudhir patel says:

  ફરી અહીં ગઝલ-ગરબી માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 2. P Shah says:

  લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
  અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !…..
  વાહ ! સુંદર ગરબી માણવા મળી.
  આભાર !

 3. pragnaju says:

  મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
  કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

  જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
  એની ગરબી ગવાય રોમરોમમાં રે !
  ખૂબ સુંદર પંક્તીઓ

 4. nayan panchal says:

  સુંદર રચના.
  આભાર.

  નયન

 5. hardik says:

  very nice beautiful & hearty toching

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.