નટરાજનું ત્રીજું નેત્ર – ડૉ. શરદ ઠાકર

ઈંગ્લેન્ડના લેંકેશાયર પરગણાના એક ટાઉનની આ વાત છે. ડૉ. કે.કે. ઠાકરની સર્જરીના (ખાનગી ક્લિનિકને ત્યાં સર્જરી કહે છે) વેઈટિંગ હોલમાં દર્દીઓની મોટી લંગાર પોતાના વારાની રાહ જોઈને બેઠી છે. ડૉ. ઠાકર આપણાં ગુજરાતના જ છે. છેલ્લા ત્રીસ વર્ષથી તેઓ ઈંગ્લેન્ડમાં છે. ખાસ્સી નામના જમાવી છે. દર્દીઓમાં ધોળિયાઓ છે, હસબીઓ છે, ભારતીયો, પાકિસ્તાની, બાંગ્લાદેશીઓ (છેલ્લા ત્રણેયને ત્યાં એશિયનો તરીક જ ઓળખવામાં આવે છે) પણ છે. ડૉક્ટર એક પછી એક દરદીને તપાસતા જાય છે. ગોરી નર્સ નવા પેશન્ટને અંદર મોકલે છે, પછી પોતે પણ અંદર જાય છે. દરદીનું કામ પતે એટલે નર્સ બહાર આવીને બીજા પેશન્ટને અંદર લઈ જાય છે. બધું જ એપોઈન્ટમેન્ટ પ્રમાણે, શાંતિથી ચાલી રહ્યું છે; ક્યાંય કશી જ ધક્કામુક્કી, ધાંધલ-ધમાલ, ઉતાવળ, ઝઘડા, ખોટી બહાનાબાજી કશું જ નથી.

દરદીઓને બેસવાના બધા જ સોફાઓ ભરાઈ ગયા છે. હજી પણ નવાં દરદીઓ આવતાં જ જાય છે. છેવટે આપણાં ચાર-પાંચ ગુજ્જુઓની બુદ્ધિ કામે લાગે છે. દર બે સોફાની વચ્ચે એશ-ટ્રે મૂકવા માટે કે ફલાવર પોટ મૂકવા માટે એક-એક નાનું ટેબલ ગોઠવેલું છે. એ જો હટાવી લેવામાં આવે તો ત્યાં પણ દરદી બેસી શકે. એક ટેબલ પર તો કાંસાની મોટી નટરાજની મૂર્તિ મૂકેલી છે. આખા હોલની શોભા જ આ મૂર્તિને લીધે છે. પણ આ મૂર્તિને જો કામચલાઉપણે ત્યાંથી ઉઠાવીને ક્યાંક બીજે સ્થળે ગોઠવી દેવામાં આવે તો ઓછામાં ઓછાં ત્રણ માણસો એ ખાલી પડેલી જગ્યા પર ગોઠવાઈ જઈ શકે.
‘લ્યો રમણભાઈ, આવો બાપલા, કમ ઑન ! જરા હાથ લગાડો; આ શંકરબાપા ડીલે જરા ભારે છે, મારા એકલાથી ઊપડે એમ નથી. આવો ભાઈયું…. જરા જાળવીને ! ઓલી કોર ન્યાં કણે બારણાં પાસે… જરા જાળવીને હોં બાપા…. બસ, લ્યો હવે હાંઉ કરો..’ કાઠિયાવાડી જગુભાઈએ હાકલ કરીને ચાર-પાંચ જણને મજૂરીએ જોતર્યા અને ‘જોર લગા કે હઈસા…’ કરીને નટરાજની મૂર્તિને સર્જરીના બારણાની બહાર ગોઠવી દીધી.

ડૉ. ઠાકર જ્યારે તમામ દર્દીઓને તપાસીને પરવાર્યા ત્યારે બપોરના સાડા ત્રણ થવા આવ્યા હતા. આળસ મરડીને એ ઊભા થયા. ઘરે જવા માટે કન્સલ્ટિંગ રૂમમાંથી બહાર નીકળ્યા અને એમણે ત્રાડ પાડી : ‘સિસ્ટર, વ્હોટ ઈઝ ધીસ ? હુ એઝ થ્રોન ધ રૂમ ઈન્ટુ ડીસઓર્ડર ?’ નર્સ ગભરાઈ ગઈ. દોડાદોડ કરતી જાય, બધું ગોઠવતી જાય અને સાહેબને આમ થવાનું કારણ આપતી જાય. બાકીનું બધું તો ગોઠવાઈ ગયું, પણ નટરાજની મૂર્તિ ક્યાં ? નર્સ હાંફળી-ફાંફળી થઈ ગઈ. એને ખબર હતી કે એ ‘ઈન્ડિયન ગોડ’ નહીં મળે તો ડૉક્ટર એની ધૂળ કાઢી નાખશે. બહુ કલાત્મક અને વજનદાર મૂર્તિ હતી એ; ડૉ. ઠાકરને બહુ વહાલી હતી એ મૂર્તિ ! મોંઘી પણ હશે જ. પણ અત્યારે એ છે ક્યાં ? ડૉક્ટર અને નર્સ છેક બહાર સુધી તપાસ કરી આવ્યા, પણ વ્યર્થ; મૂર્તિ જાણે ઊડીને આકાશમાં જતી રહી હતી. ડૉ. ઠાકર ગમગીન થઈ ગયા. સિસ્ટરને ખખડાવવાનો કોઈ અર્થ નહોતો. એ પણ બાપડી છેક સવારથી દોડધામમાં હતી. તો શું દર્દીઓમાંથી જ કોઈ હાથફેરો કરી ગયું હશે ? મૂર્તિ પાછી તો મેળવવી જ જોઈએ. આમ કેમ ચાલે ? દિન દહાડે આંખ સામેથી મૂર્તિ ઉપડી જાય એ તો કેવી રીતે સહન થાય ?

તરત જ એમણે પોલીસને જાણ કરી. ઈંગ્લેન્ડની પોલીસ બહુ બાહોશ ગણાય છે. ફોનનું રિસિવર નીચે મૂક્યું ત્યાં આખી ટુકડી આવી ગઈ. ‘યસ, ડૉક્ટર ! વ્હોટ ઈઝ ધ પ્રોબ્લેમ ?…. નટ્ટરાજ ? વ્હોટ ઈઝ નટ્ટરાજ ?’ ડૉક્ટરને એક પગે ઊભા રહીને તાંડવ નૃત્યનો પોઝ આપીને સમજાવવું પડ્યું. પોલીસવાળા અડધું સમજ્યા, બાકી અડધું હા-એ-હા કર્યે રાખ્યું. પછી ચાલી તપાસ ! પહેલી પૂછપરછ તો ત્યાં ય મૂળ માલિકની જ હોય ! ‘તમને કોના ઉપર ડાઉટ છે ?’ ડૉક્ટર મૂંઝાયા. કોઈનું નામ આપે અને જો એની પાસેથી મૂર્તિ ન મળે તો સામેવાળો બદનામીનો દાવો માંડે ! વળી દરદી ઉપર ચોરીનું આળ મૂકતાં સો વાર વિચાર કરવો પડે. નકામી વાત ચૂંથાઈ જાય તો પ્રેક્ટિસ પર અસર પડે. પોલીસવાળાને સાફ કહી દીધું : ‘સોરી, મને કોઈના ઉપર શંકા નથી.’ પોલીસવાળા ખભા ઊંચા કરીને ચાલતા થયા.

તો એનો અર્થ એવો થયો કે ચોરને મૂર્તિ હજમ થઈ ગઈ ? ના, ડૉક્ટરે મનમાં ગાંઠ વાળી કે મૂર્તિને એમ જતી ન કરાય. જે કામ પોલીસવાળા કરવાના હતા એ આપણે કરીએ. એણે નર્સને બોલાવી : ‘સિસ્ટર, આજે આપણે જેટલાં પેશન્ટ્સ જોયા એમના નામનું એપોઈન્ટમેન્ટ લિસ્ટ કાઢો. એમાંથી એકએક નામ તપાસ કરો.’
નર્સને સમજ ન પડી : ‘સર, એમાં તો દોઢસો-બસો નામ છે. કેટલાંને શંકાની નજરે જોશો ?’
ડૉક્ટર હસ્યા : ‘અમારી ગુજ્જુ બુદ્ધિ તને નહીં સમજાય. જો, એ બસોમાંથી સ્ત્રીઓ એક તરફ કાઢી નાખ. કહું કેમ ? નટરાજની ભારે મૂર્તિ ઊંચકવાનું એકલ-દોકલ બાઈ માણસનું કામ નહીં. તું જ કહેતી હતી ને કે એને બહાર મૂકતી વખતે અડધું કાઠિયાવાડ કામે લાગ્યું હતું ? તો પછી ? માટે ઓરતમાત્ર બાકાત કરી નાખ. હવે જેટલાં ભારતીયો છે, અરે, જેટલાં એશિયનો છે એમની બાદબાકી કરી નાખ. હિંદુની વાત તો સમજ્યા, પણ કોઈ મુસલમાન પણ મારી મૂર્તિની ચોરી ન કરે. અહીં આવેલો દરેક એશિયન કરોડપતિ બની ગયો છે. એને ચોરી જ કરવી હોત તો અમારું એશિયા ક્યાં ખોટું હતું તે અહીં ઈંગ્લેન્ડ સુધી લાંબા થાય ? માટે એટલા ઓછાં કરી નાખ. હવે બોલ, બાકી કેટલાં વધ્યાં ?’
નર્સે ઝડપથી છેકાછેકી કરી અને પછી જવાબ આપ્યો : ‘અઢાર જણા બચ્યાં છે.’
‘એમાંથી જાડા-પાડા, ઊંચા-તગડા કેટલાં ?’
‘એક.’
‘નામ બોલ.’
‘વિલિયમ ડેવિડ. ટૂંકમાં જેને આપણે વિલ તરીકે ઓળખીએ છીએ તે.’
‘ઝટ સરનામું આપ મને.’ નર્સે સરનામું આપ્યું. ડૉક્ટરે કાગળની ચબરખી પર ટપકાવી લીધું.

પાંચમી મિનિટે ડૉ. ઠાકરની વોલ્વો કાર બિલના હાઉસના ઝાંપા પાસે ઊભી હતી. ડૉક્ટર બિલના ઘરની ડૉરબેલ દબાવતાં પહેલાં એક વાર થંભી ગયા. ચોર નક્કી આ બિલ જ છે એમાં શંકાને સ્થાને નથી. સર્જરીના બારણા પાસે મૂકેલી નટરાજની મૂર્તિ રોડ પરથી કોઈને ઝટ નજરે પડે એમ નહોતી. વળી બિલ એક જ એવો તગડો માણસ હતો, જે આવી ભારે મૂર્તિને એકલે હાથે ઉપાડીને પોતાની ગાડી સુધી લઈ જઈ શકે. ચોરીમાં ભાગીદારી બહુ ઓછા માણસો કરતા હોય છે. એમાંય તે સાવ અજાણ્યા દર્દીઓને કોઈ આવી વાતમાં ન નોતરે. પણ ડૉક્ટર અચકાયા એનું મુખ્ય કારણ જુદું જ હતું. બિલના ઘરમાં જઈને વાત કેવી રીતે કરવી ? ‘લાવ મારી મૂર્તિ’ એમ તો કહેવાય નહીં. ધાકધમકી કે મારામારી પણ થાય નહીં. મૂર્તિ તો એણે સંતાડી દીધી હોય. ઊલટું ગૃહપ્રવેશ એ જ ગુનો બની જાય. તો પછી કરવું શું ? મનોમન ગણતરી માંડીને એમણે બેલ દબાવી. બારણું ખૂલ્યું. સામે બિલની પત્ની ઊભી હતી. ડૉક્ટરને જોતાંવેંત ગભરાઈ ગઈ. ડૉક્ટરને લાગ્યું કે અડધી બાજી તો એમણે જીતી લીધી.
‘બિલ છે ઘરમાં ?’ એમણે પૂછ્યું.
‘હા, કેમ ? શું કામ પડ્યું એનું ?’
‘મારે તો કંઈ કામ નથી એનું….. હું તો એને ચેતવવા માટે આવ્યો છું.’ ડૉક્ટરે ગબડાવ્યું. અંદરથી ભારે ધરખમ અવાજ આવ્યો. બિલ લાલઘૂમ આંખે પૂછી રહ્યો હતો : ‘શું છે ડૉક્ટર ? મને શેની ચેતવવાની ધમકી આપો છો ?’

હવેની પળો બહુ નાજુક હતી. ડૉ. ઠાકરે એક-એક શબ્દ તોળી તોળીને બોલવાનું શરૂ કર્યું : ‘જો, બિલ ! મારી સર્જરીમાંથી નટરાજની મૂર્તિ ચોરાઈ છે. હું એમ નથી કહેતો કે એ તેં ચોરી છે. ઓફ કોર્સ, મેં પોલીસમાં ફરિયાદ તો નોંધાવી છે કે ચોરને એણે મૂર્તિ ઉઠાવીને એની કારમાં મૂકતાં જોઈ લીધો છે. હવે એ સાક્ષીએ જે માણસનું વર્ણન આપ્યું છે તે તદ્દન તને જ મળતું આવે છે. ઊંચાઈ, બાંધો, ગાડીનો નંબર, ચોરે પહેરેલાં વસ્ત્રો આ બધું અત્યારે પોલીસવાળા જાણી ચૂક્યા છે. મને ખાતરી છે કે બિલ તો કદી ચોરી કરે એવો છે જ નહીં, પણ કદાચ આવી કલાત્મક મૂર્તિ જોઈને જો એ લઈ ગયો હોય તો બધું ઘરમેળે પતાવી દઉં… નાહકની પોલીસ આવીને તને એરેસ્ટ કરે એના કરતાં…. પણ જવા દે કંઈ નહીં ! તને ખલેલ પહોંચાડવા બદલ હું દિલગીર છું….’ ડૉક્ટરે જવાની તૈયારી કરી, પણ હવે બિલ એને જવા દે તો ને ? ડૉક્ટરે ઘણી કોશિશ કરી જોઈ, પણ નટરાજની મૂર્તિ સાથે લીધી ત્યારે જ બિલ માન્યો. છેક નીચેના ભંડકિયામાંથી વજનદાર મૂર્તિ ઊંચકીને હાંફતો હાંફતો બેવડો વળી ગયેલો બિલ જાતે વોલ્વો કારનો દરવાજો ખોલીને મૂર્તિની ગાડીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી આવ્યો.

પછી ડૉક્ટરના બંને હાથ ઝાલીને એણે રીતસર દયાની ભીખ માગતો હોય એમ બે-ત્રણ વરદાનો માગી લીધાં : ‘પહેલું તો એ વચન આપો કે હવે પોલીસને મારું નામ નહીં આપો.’
‘ભલે’ ડૉક્ટરે કહ્યું : ‘હું એમને કહી દઈશ કે મૂર્તિ ચોરાઈ જ નહોતી. અમારી નર્સે ક્યાંક આડા હાથે મૂકી દીધી હશે, તે જડી ગઈ છે. જો કે મારી નર્સથી એના શરીરનો ભાર પણ માંડ ઊપડે છે. એ નાજુક ગોરીયણથી આ નટરાજ બાપા ઊંચકાઈ શકે એ વાત જો સાચી માને તો ઈંગલેન્ડની પોલીસમાં અને અમારા ભારતની પોલીસમાં કંઈ ફરક નહીં રહે. બીજું વચન માગ.’
બિલે માંગી લીધું : ‘તમારા દર્દીઓના લિસ્ટમાંથી મારું નામ કમી ન કરી નાખશો. આવી મૂર્તિ તો નસીબમાં હશે, તો બીજી પણ ‘કમાઈ’ લઈશ, પણ તમારા જેવો સારો ડૉક્ટર બીજો નહીં મળે.’ (ત્યાં દરદીઓની યાદી સરકાર તરફથી દરેક ડોક્ટરો માટે નક્કી થયેલી હોય છે – આપણાં રેશનિંગ કાર્ડની જેમ ! અન્યોન્યની ફરિયાદ પ્રમાણે એમાં સરકાર ફેરફાર કરી આપે છે.)
ડોક્ટર હસ્યા : ‘સારું, જા ! વચન આપ્યું.’ પછી મનમાં બબડ્યા : ‘મારે શું, માત્ર હવે પછી તું સર્જરીમાં આવે, ત્યારે નર્સને સૂચના આપવી પડશે કે આ જાડીયા પર નજર રાખજે.’
બિલ કરગરી પડ્યો : ‘બસ….! હવે ત્રીજું વરદાન નથી માગતો. માત્ર પેટમાં દુ:ખે છે એટલે પૂછી લઉં છું… તમે ઈન્ડિયન લોકો લીધેલી વાતનો તંત કેમ નથી મૂકતાં ? અને તમારા ‘ઈન્ડિયન ગોડ’ની મૂર્તિ આટલી ‘હેવી’ કેમ બનાવો છો ? મારી તો કેડ તૂટી ગઈ ! અને તમને ખાનગીમાં પૂછી લઉં કે હું આજ સુધીમાં પાંત્રીસેક મૂર્તિઓની ચોરી કરી ચૂક્યો છું. એક પણ ધર્મ મેં બાકી રાખ્યો નથી અને છતાં આજ સુધી હું પકડાયો નથી. તમારા આ ‘ગોડ’ મને ‘ડાયજેસ્ટ’ કેમ ન થયા ?’

ડૉ. ઠાકર પાસે આ છેલ્લા પ્રશ્નનો જવાબ નહોતો. એમણે ગાડીમાં બિરાજમાન મૂર્તિ સામે જોયું. નટરાજ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને જાણે માર્મિક રીતે હસી રહ્યા હતા !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાનેશ્વરીગીતાનાં જ્ઞાનલક્ષણો – અનુવાદ : ઉષા
જીવનનું જાગરણ – દેવેશ મહેતા Next »   

41 પ્રતિભાવો : નટરાજનું ત્રીજું નેત્ર – ડૉ. શરદ ઠાકર

 1. Niraj says:

  વાહ વાહ.. It is hard to digest the pinpointing of one person…

 2. payal patel says:

  હમેશા ની જેમ ખૂબ સુન્દર લેખ્.
  I have been reading Dr.Sharad Thakar’s articles since 12 years, a big fan of him.
  Always eager to read his articles.

  Payal Patel,
  Melbourne, Australia.

 3. dhiraj thakkar says:

  Just one thing to say……..
  Dr. sharad thakar is great

 4. dhara says:

  dr. creats the story from an ordinary situation.he has good vision of making an article interesting.

  dhara

 5. Amit Patel says:

  સાચી વાત છે.
  ભારતીય ‘ગોડ’ ‘ડાયજેસ્ટ’ ન થયા.
  🙂

 6. PAREKH ANANT says:

  શ્રિમાન

  બધાજ લેખો ખુબજ સારા લાગ્યા

  અનન્ત્

 7. Sapna says:

  Dr. sharad thakar is the best

 8. Rajni Gohil says:

  Here Dr. Thakaar’s positive attitude worked wonderfully.
  ભગવાનમાં વિશ્વાસ કેટલું સુંદર પરિણામ આપે છે. હાથ જોડીને બેસી રહેવાથી કંઇ ન વળે. ડૉક્ટરે કેટલું સરસ બુદ્ધિપૂર્વક કામ કર્યું? હિમ્મતે મર્દા તો મદદે ખુદા. આટલું આ વાર્તા પરથી શીખીએ તો કેવું સારું!

 9. Urvi Pathak says:

  ઉત્તમ કાયમની જેમ જ

 10. rutvi says:

  બહુ જ સરસ ,
  ડોક્ટર શરદઠાકરની વાર્તા નો રીડગુજરાતી પર કેટલા વખતથી રાહ જોતી તી ,

  તેમની વાર્તા હંમેશ સરસ હોય છે ,

 11. Veena Dave,USA. says:

  wah, wah, evergreen. great Thakarsaheb.

 12. Chirag Thakkar says:

  Hi,
  I am a fan of Sharad Thakar and been reading him for a long time..
  Good story as always..
  Thumbs up for the writer..
  JSK.

 13. dipak says:

  Dr. Thaker always great & very creative.I am his fan.

 14. nayan panchal says:

  મજા આવી ગઈ. આ તો ગુજ્જુ બુધ્ધિનો કમાલ છે.

  નયન

 15. Chetna.Bhagat says:

  ખુબજ સરસ ઉત્ત્મ લેખ…. !!!!!!!!!!

 16. vinod gundarwala says:

  Its really a nice strory.
  Many congrates to DR.Thaker
  Its Great writing about LORD SHIVA..
  Om Namah Sivay….

  with regard
  vinod

 17. Saumil says:

  Completely FILMY article…Gujarati literature is losing its value due to ‘pseudo-writers’ like you…If you still dont get it, pick up any article/book by the likes of Shri Chandrakant Bakshi, Shri Gunvant Shah, Shri Suresh Dalal and you will know what I mean!!!

 18. rutvi says:

  hello saumil ,
  i think YOU SHOULD READ http://www.divyabhaskar.co.in/literature/navlika on every monday( for sunday’s artilce ) and thursday ( for wednesday’s article – doctor ni dayri ) and you will get what type of article he writes. he is not pseudo writer , read his more articles.
  if you are living in india , read divyabhaskar newspaper on sunday ( ran ma khilyu gulab ) and wednesday ( doctor ni dayri ) and you will get it AND YOU ALSO WILL KNOW WHAT I MEAN

  rutvi

 19. Saumil says:

  Hello Rutvi,

  Let me clarify my position first…this was not intended to be a personal attack on the author…Also I might have not read as much about him or his other columns..my opinion and comment was ONLY for the article above and I still think this one is very melodramatic and doesnt rank high in literary platforms…And I would also recommend you read some of the articles by the authors I have mentioned. From this article, this author doesnt seem to be a classy one at all…he might be the flavor of the moment…but only and only CLASS IS PERMANENT!

 20. jayesh says:

  its gujju style superb article

 21. snehal shah says:

  ઘનિ જ સરસ અને જ રિતે દોક્ત્રે વત કરિ તે સરસ રજુ કરિ ચ્હે. સ્નેહલ અમ્દાવાદ્

 22. સુરેશ જાની says:

  સરસ વાર્તા. સાચી છે?

 23. Rajan says:

  ઠંડા પોર ના ગપ્પા ને સત્યકથા નિ જેમ રજુ કરનાર એટલે ડો.ઠાકર.. હું પણ એમને ૧૨ વરસ થિ વાંચુ છું એટલે આવી ભુલો ગણી વાંચિ છે..
  રણમા ખીલ્યુ ગુલાબ-૨૦૦૧ મા એક સ્ટોરિ મ એમણૅ લખ્યુ તુ કે એક બાપુ નિ ટાટા સફારી મા એમનિ ફેમિલી સાથે એક પડોસ ની છોકરી ફરવા જતી.. પછી એ છોકરી સફારી ને લિધે બાપુના પ્રેમ મા પડી ને પરણીત બાપુ ને જ પરણી ગઇ.. પછી લખ્યું તું કે આ વાત ને આજે ૧૫ વરસ થૈ ગ્યા હવે પેલી એ વાત નુ ધ્યાન રાખે છે કે બાપુ પર બીજી કોઇ કન્યા ફિદા ન થાય.. અને અંતે લખ્યું તું કે સત્યકથા..!!
  હવે ૨૦૦૧ થી ૧૫ વરસ ફ્લેસબેક મા જાઓ તો ૧૯૮૬ મા “ટાટા સફારી” હતી જ ક્યાં..?!?
  ટુંક મા અંતે “સત્યકથા” ના લખો તો ચાલે..

 24. naresh says:

  હા.હા.હા.
  યુ આર રાઇટ રાજન..!

 25. Saumil says:

  You are perfectly right Rajan 🙂

 26. અનિલ લિમ્બાચીયા says:

  શ્રીમાન શરદભાઈ

  હું આપશ્રીની દિવ્યભાસ્કરમાં આવતી રણમાં ખીલ્યુ ગુલાબ અને ડો.ની ડાયરી માં આવતા લેખ નિયમિત પણે વાંચુ છું. ઘણા લેખો તેમાંથી જીવન અંગેની સમજ આપી જાય છે. અવિરતપણે આવા સુંદર લેખો અમને વાંચવા મળે તેવી અપેક્ષા અને આપશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છા સહ….

  પત્ર વ્યવહાર માટે આપનું સરનામુ આપશો તો આનંદ થશે.

  લિ. અનિલ પી. લિમ્બાચીયા
  પાલનપુર

 27. SAKHI says:

  story is ok but I enjoy reading Dr.Thakar’s artical.

 28. સરસ વાર્તા. વાંચવાની મજા આવી. જાણે સત્ય ઘટના હોય એવો ભાસ ઉત્પન્ન કરે છે.

 29. neha says:

  હુ તો ડો.શરદ ને વાચતી વખતે ફક્ત વર્તા ની રીતે જ વાચુ ચુ. એટલે વધુ નથી વિચારતી. બસ મજા આવવી જોઇએ. ને મજા ની બાબતે તો શરદભાઈ મજા જ કરાવે ચે. એમના દવાખાના પાસે તી રોજ પસાર થઉ. તો મલવા ની ઈચ્ચા થાય ચે. જોઇએ, ક્યારે મલુ. આ વાર્તા મા પણ મજા આવી. Verry good.

 30. payal soni says:

  shri.sarad thakar ji. dar vakhat ni jem aa varta khub j gami. aavi j rite lakhta raho aeva amara vachko na aashis 6.

 31. Ketki Raval, Sydney says:

  બહુ જ સરસ…..Keep it up such goodwork Dr. Sharad….

 32. Gargi says:

  તમારા આ ‘ગોડ’ મને ‘ડાયજેસ્ટ’ કેમ ન થયા ?’
  ha ha ha…………Dr.Uncle……….you are great!!!!

 33. riddhi says:

  TAME ATLI SARAS VRTA LAKHO 6O KEVI RITE?MANE KHUB GAMI

 34. Jagruti says:

  ખુબજ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.