મહોબત – દિલીપ રાવલ

મહોબતના પરચા હજુ એના એ છે,
આ પાંપણના પરદા હજુ એ ના એ છે.

જુદી વાત છે કે તમે પંથ બદલ્યો,
આ ડામરના રસ્તા હજુ એ ના એ છે.

હશે, એમને કંઈ વિવશતા હશે ભઈ,
આ ખુદના દિલાસા હજુ એ ના એ છે.

ગમો છો તમે પણ, જમાનો વિકટ છે,
તમારા ખુલાસા હજુ એ ના એ છે.

વીતી છે વસંતો તમારા સ્મરણમાં,
અમારા તમાશા હજુ એ ના એ છે.

તમે ચાંદની લઈને વહેતા થયા’તા,
અમારે તો તડકા હજુ એ ના એ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડાળ ફૂલોથી… – અંજુમ ઉઝયાન્વી
વાચકોનું સર્જન – સંકલિત Next »   

16 પ્રતિભાવો : મહોબત – દિલીપ રાવલ

 1. saurabh desai says:

  very nice one…

  હશે, એમને કંઈ વિવશતા હશે ભઈ,
  આ ખુદના દિલાસા હજુ એ ના એ છે.

 2. Margesh says:

  Really very nice one….

  વીતી છે વસંતો તમારા સ્મરણમાં,
  અમારા તમાશા હજુ એ ના એ છે.

  તમે ચાંદની લઈને વહેતા થયા’તા,
  અમારે તો તડકા હજુ એ ના એ છે.

 3. mohit says:

  It is really very nice one!
  પ્રિય પાત્ર છોડીને ચાલ્યું ગયું હોવા છતાં તેના પ્રત્યેની લાગણી ભૂલાવી ન શકેલા હ્રદયની વેદનાનો પડઘો પાડતું કાવ્ય. પ્રેમિકા તો ચાલી ગઈ પરંતુ પ્રેમ તો એનો એ જ છે!

 4. Pradipsinh says:

  Tamare lila ler 6 , haju amare to kado ker j 6

 5. […] source: ReadGujarati.com […]

 6. nayan panchal says:

  સત્યભામા, જાંબુવતીને નથી યાદ કરતુ કોઈ,
  સદીઓ વીતી તોય રાધા-કૃષ્ણ હજૂ એના એ છે.

  નયન

 7. pragnaju says:

  સુંદર્
  ઘડીભરમાં નથી થાતી મહોબત જિંદગીભરની,
  હૃદય લેતાં હૃદયને આપતાં બહુ વાર લાગે છે

 8. Hema says:

  Priy patra dur thai jay to kai ana pratye no prem thodo badali jay? A to avo j rey chhe. Ane aaj vat no padagho kavya ma pade chhe.

  Hema

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.