હૃદયકુંજની મુલાકાતે – મૃગેશ શાહ

આજે ગાંધી નિર્વાણ દિન. પૂ. મહાત્મા ગાંધીજીના જીવન અને રચનાત્મક કાર્યોનું સ્મરણ કરવાનો દિવસ. એ પરમ ચેતનાને વંદન કરીને કશુંક આત્મસાત કરવાનો; કશુંક પામવાનો દિવસ. આમ તો રીડગુજરાતી પર અવારનવાર આપણે ગાંધીજીના અનેકવિધ લેખો દ્વારા તેમના જીવનદર્શનને સમજવાનો પ્રયત્ન કરતા જ રહીએ છીએ તેથી વિશેષ કોઈ વિસ્તાર ન કરતાં આજના દિવસે આપને ‘હૃદયકુંજ’ની સફરે લઈ જવા ઈચ્છું છું. હજુ કદાચ વર્ષોથી અમદાવાદમાં રહેનારે પણ તેની મુલાકાત ન લીધી હોય તેમ બને ! અમદાવાદના સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ)ને કાકા કાલેલકર સાહેબે ‘હૃદયકુંજ’ એવું સુંદર નામ આપ્યું છે કારણ કે સ્વતંત્રતાની ચળવળના તમામ મહત્વના નિર્ણયો અને કાર્યોનો શુભારંભ તે સ્થાનેથી થયો હતો. ગત માસમાં આ પવિત્ર ભૂમિના દર્શન કરવાનો મને સુયોગ સાંપડ્યો જેનું ફોટો-આલ્બમ આજે આપણે માણીશું.

જરાક આંખ બંધ કરો અને વિચારો કે આપણા જ જેવો બે હાથવાળો એક માણસ, એક સામાન્ય નાગરિક, પોતાની સત્ય અને અહિંસાની વિચારધારાને દ્રઢતાથી પકડીને વિરાટ સત્તા સામે એકલે હાથે ઝઝૂમવાની શરૂઆત કરે છે, અનેક જગ્યાએ લોકજાગૃતિ માટે વક્તવ્ય આપે છે, સામાયિકો માટે 8,781 જેટલા લેખો લખે છે, અનેક મુસાફરીઓ-પદયાત્રાઓ કરે છે – માત્ર એટલું જ નહિ આયુર્વેદિક, નેચરોપથી, ધ્યાન, ચિંતન, મનન, રામનામ, ધર્મ, ગૃહસ્થ જીવનના ધર્મો, સામાજિક નીતિ, રાજનીતિ, અર્થશાસ્ત્ર…. અરે, અધધધ…. કહી શકાય એટલા બધા વિષયોનો સ્પર્શ ગાંધીજીએ કર્યો છે. સાબરમતી આશ્રમની મુલાકાત લેતા એક જ વિચાર મનમાં ગૂંજ્યા કરે છે કે ગાંધીજી એક જ જન્મમાં જાણે દસ જન્મનું કામ કરી ગયા. મનમાં એમ વિચાર આવે કે આ વ્યક્તિ જમતો ક્યારે હશે ? સૂતો ક્યારે હશે ?

આજે દૂરસંચારના આપણી પાસે અઢળક સાધનો છે. અમુક વસ્તુનું તો રીતસર માર્કેટિંગ કરવામાં આવે છે – એ પછી ‘પોઝેટિવ થિંકિંગ’ ના પુસ્તકો ભલે ને કેમ ન હોય. પણ તેમ છતાં એક વ્યક્તિની ઓળખ કે વિચાર દુનિયાના બીજા છેડે પહોંચતા ઘણી વાર લાગે છે… કદાચ પહોંચી જાય તો પણ લોકો પર એટલી અસર છોડી શકતા નથી. જ્યારે એ જમાનામાં ભૌતિક ઉપકરણોના અભાવ વચ્ચે પણ દૂર દૂરના પ્રદેશમાં રહેતો છેવાડાનો માણસ જેણે ગાંધીજીને કદી જોયા પણ ન હોય..એ એમ કહેતો કે ‘હું ગાંધીજીના વિચારો પર જીવન જીવવાનો પ્રયત્ન કરું છું….’ આ તે વિચારોની કેવી વ્યાપક્તા ! કેવો પ્રભાવ ! કોઈકે સાચું જ કહ્યું છે કે ઉત્તમ માનવીય ગુણો ફૂલો જેવા છે….એને બસ ખીલવા દો, ભમરા એની મેળે આવશે. એનું માર્કેટિંગ ન કરો.

‘રામનામ’ વિશે ગાંધીજીની એક સુંદર નાનકડી પુસ્તિકા છે. ગાંધીજીએ આત્મકથા અને લેખોને બાદ કરતાં ઘણું સાહિત્ય મોટેભાગે પુસ્તિકા સ્વરૂપે આપ્યું છે. આ પુસ્તિકામાં ‘રામનામ’ વિશે એમના વિચારોની ઊંચાઈ જે દેખાય છે એ ભાગ્યે જ જગતના કોઈ પુસ્તકમાં શોધી જડે. કેટલી સ્પષ્ટ, સરળ અને સહજ વાત. એમ લાગે છે કે ગાંધીજી શબ્દોથી નહીં પણ અનુભૂતિથી લખતા હતા. ગાંધીજીને ખરા અર્થમાં સમજવા માટે ‘ગાંધીજી વિશે’ લખાયેલા સાહિત્ય કરતાં ‘ગાંધીજી એ’ લખેલ સાહિત્ય ખરેખર વાંચવું જોઈએ તો જ એ મહાત્માના વિચારોની ઊંચાઈને આપણે કંઈક સમજી શકીએ.

બીજું મહત્વનું પાસું મને એમના જીવનમાં દેખાય છે કે તેમણે અનેક નવા શબ્દોને જન્મ આપ્યો. ‘સર્વોદય’, ‘અંત્યોદય’, ‘સત્યાગ્રહ’ અને બીજા અનેક શબ્દો. એક જાણે આખો યુગ ઊભો થયો. નરસિંહ મહેતાના યુગની જેમ ગાંધી યુગ. કલા, સંસ્કૃતિ, સાહિત્ય જેવા અનેક વિધ-વિધ ક્ષેત્રો સુધી ગાંધી વિસ્તરર્યા. આ વડના મૂળિયાનો વ્યાપ ક્યાં ક્યાં સુધી છે એની પર હજી સંશોધન ચાલી રહ્યું છે. 34,000 થી વધારે તો પત્રો એમણે એમના જીવનકાળ દરમિયાન લખ્યા. મને એમ થાય કે એ જ હાથપગ અને એજ આપણા જેવો માણસ…. આપણા જેટલા જ ચોવીસ કલાક…. અને તોય કેટ-કેટલા કામ એમણે કર્યા ! અને આપણે ચોવીસ કલાક પછી પણ ફરિયાદ કરતા હોઈએ છીએ કે આ કામ બાકી રહ્યા અને પેલા કામ ન થયા ! અનેક મુલાકાતીઓ, ભરચક ભીડ, પુષ્કળ કાર્યક્રમો, ક્ષણોમાં મોટા નિર્ણય લેવા પડે તેવી પરિસ્થિતિ અને તોય પ્રાર્થનામાં બેસે ત્યારે પ્રશાંત અને પરમ સ્વસ્થ ચિત્તની અવસ્થા. આમ જુઓ તો સતત ઉદ્યમી અને આમ જુઓ તો નિષ્કામ. એક બાજુ તમને સતત બોલતા લાગે, બીજી બાજુથી જુઓ તો મૌન.

આજની ભૌતિકતા સામે ફક્ત પચાસ-સો વર્ષ પહેલા આ દુનિયામાં કોઈ વ્યક્તિ આવું જીવન જીવી ગયો એ વાત જ કેટલી આશ્ચર્ય પમાડે એવી છે ! ગાંધીજીની નબળાઈઓ વિશે પણ ઘણું લખાય છે. ક્યારેક કોઈકને એમ પણ લાગે છે કે મહાત્મા હોવા છતાં આવો વિરોધાભાસ કેમ ? પણ હકીકતે મહાત્મા છે એટલે જ તેમાં એ નબળાઈઓ છે. ફક્ત નબળાઈઓ જ નથી, એનો સ્વીકાર પણ છે. નાનું બાળક રમતા રમતાં પડી જાય તો એકદમ ગભરાઈને રડી ના ઊઠે એટલે એની જોડે એના પિતા પણ બાળકની જેમ ખાલી ખાલી પડી જવાની નકલ કરે છે અને એનું ચિત્ત બીજે વાળી લે છે, એમ મને લાગે છે કે ગાંધીજીમાં કોઈક માનવ સહજ નબળાઈ બુદ્ધિમાનોને દેખાતી હોય તો એ માનવીની સહજ વૃત્તિઓનું પ્રતિબિંબ જ છે. ગાંધીજી એ પ્રતિબિંબ ઝીલીને સંદેશો આપી રહ્યા છે કે જુઓ મને પણ તમારી જેમ ગુસ્સો આવે છે, જુઓ હું પણ ક્યારેક જડતા કરી બેસું છું…. જુઓ મને પણ ડર લાગે છે….. – આ બધી આપણા જેવી વૃત્તિઓ દર્શાવી શક્યા એટલે જ આપણે તેમને ‘બાપુ’ કહી શકીએ છીએ. બાકી તો એ ફક્ત ‘મહાત્મા’ બની રહેત ! હકીકતે તેમનામાં એ વૃત્તિઓ છે જ નહીં. એ તો આપણે ડરીને જીવનથી હારી ન બેસીએ અથવા ‘મેં તો આટલી ભૂલો કરી હું કંઈ થોડો મહાન બની શકું ?’ – એમ ન કહીએ એ માટે તેઓ આપણા જેવું જીવી ગયા.

ગાંધીજી વિશે લખવાનું મારું ગજું નથી પરંતુ સાબરમતી આશ્રમની મુલાકાત લેતા જેટલાં વિચારો મનમાં ઘૂંટાતાં ગયા તેને નોંધી લેવા પ્રયાસ કર્યો હતો જે આપની સમક્ષ પ્રસ્તુત છે. તો ચાલો, હવે જઈએ સીધા ‘હૃદયકુંજની’ મુલાકાતે. નીચે આપેલા ફોટો-આલ્બમને ક્લિક કરીને અલગ મોટા ચિત્ર સ્વરૂપે જોઈ શકાય છે. પૂ. ગાંધીજીના ચરણોમાં વંદન સાથે સૌને પ્રણામ.

.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિવલાલ માસ્તરનો દીકરો… – નીલમ દોશી
અમારા માસ્તર સાહેબ – વિમલ શાહ Next »   

35 પ્રતિભાવો : હૃદયકુંજની મુલાકાતે – મૃગેશ શાહ

 1. મૃગેશભાઈ, ગાંધીજી વિષે વાંચીએ ત્યારે દિશાઓ ઉઘડતી લાગે. દુનિયાએ કદર કરી છે પણ આપણા દેશમાં એમના મૂલ્યો ભુંસાતા જાય છે. તેનું દુ:ખ પણ થાય. આવા લેખ જાગૃતિ લાવે એ જ શુભેચ્છા.

 2. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ સરસ.

  ગાંધીજીનું જ એક વાક્ય… “મારું જીવન એ જ મારો સંદેશ”

 3. shruti maru says:

  આ દુનિયા માં ગાંધીજી એક જ હતા અને એક જ રહેશે.

  “મારુ જીવન એ જ મારો સંદેશ”-ગાંધીજી

 4. Soham says:

  Ek dam saras… I am very impressed by Bapu and I tried to follow but cant do all the time. Particularly when I am driving. I do loose my temper a lot and in many other ways. One thing that I would really like to improve is to control my temper. So another boost to help me.. Thank you ..

  આજે ગાંધી નિર્વાણ દિને આપણે પૂ. મહાત્મા ગાંધીજીના વિચારો ને આત્મસાત કરીએ અને આપણા સહુના વ્હાલા બાપુ ને હ્ર્દયસ્થ કરીએ.

  btw is it just me or no one see the album above?

  Soham

 5. mohit says:

  આભાર મૃગેશભાઈ, ગાંધી નિર્વાણ દિને મહાત્મા મોહન, ગાંધીજી ઉર્ફે બાપુ ના કાર્યસ્થળ એવા હ્રદયકુંજની virtual સફર કરાવવા બદલ. ખબર નહિ કે ભારતની ૧ અબજ ઉપરાંતની વસ્તીમાં કેટલાં લોકો આજનો દિવસ યાદ રાખતાં હશે! મોટાભાગનાને તો આવતીકાલે છાપામાં આવશે ત્યારે જ ખબર પડશે કે ગઈકાલે ‘શહીદ દિન’ એટલે કે ‘ગાંધી નિર્વાણ દિન’ હતો! I don’t want to be synical about it but can’t help myself looking the present scenario in India.શેખાદમ આબુવાલાના શબ્દોમાં કહું તો
  “કેવો તું કિંમતી હતો, સસ્તો બની ગયો
  બનવું હતું નહિ ને શિરસ્તો બની ગયો;
  ગાંધી તને ખબર છે તારું થયું છે શું?
  ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!”
  અને ‘કાયમ’ હઝારી આ જ વાત અલગ અંદાઝમાં કહેતાં ફરમાવે છે;
  “અરે, ઓ ગોડસે! આ ગોળીઓ તારી નકામી છે,
  અનુયાયીઓ ગાંધીના ફરે છે બખ્તરો સાથે!
  શહીદોની સમાધિ પર ફૂલો બે-ચાર મૂકવાને,
  જુઓ શૂરવીરો જઈ રહ્યા છે લશ્કરો સાથે!”
  But nevertheless, people like mrugeshbhai keep our hope alive. Nice job Mrugeshbhai. Thanks for ur efforts.

 6. nayan panchal says:

  ગાંધીજીના અમુક વિચારો સાથે અસંમત થનારા મારા જેવાઓએ પણ એક વાત તો માનવી જ રહી કે તેઓ મહાત્મા હતા. તેમનુ જીવન ઘણી રીતે પ્રેરણાદાયક.

  સુંદર લેખ.

  કોઈકે સાચું જ કહ્યું છે કે ઉત્તમ માનવીય ગુણો ફૂલો જેવા છે….એને બસ ખીલવા દો, ભમરા એની મેળે આવશે.

  નયન

 7. JITENDRA J. TANNA says:

  ખુબ જ સરસ લેખ. ગાંધીજી વિશે ઘણા લેખો વાંચ્યા છે એમાનો એક શ્રેષ્ઠ લેખ. ખુબ ગમ્યો. ખાસ કરીને નીચેની લાઈનો ખુબ ગમી.

  ‘જ્યારે એ જમાનામાં ભૌતિક ઉપકરણોના અભાવ વચ્ચે પણ દૂર દૂરના પ્રદેશમાં રહેતો છેવાડાનો માણસ જેણે ગાંધીજીને કદી જોયા પણ ન હોય..એ એમ કહેતો કે ‘હું ગાંધીજીના વિચારો પર જીવન જીવવાનો પ્રયત્ન કરું છું….’

  ગાંધી આશ્રમની ફોટો ગેલેરી પણ ખુબ ગમી.

  આપણા દેશમાં ગાંધીજી વિશે વિવાદ ઉભો કરવાની જાણે ફેશન બની ગઈ છે. પરંતુ એક દિવસ ગાંધીજી ભગવાનની જેમ પુજાશે એ નક્કિ છે.

 8. sujata says:

  sunle Bapu ye paigam,meri chhithi tere nam…ish chhithi me sabse pahele likha tujko Ram Ram…..likha tujko Ram…..Thanks mrugeshbhai for your effort…..

 9. pragnaju says:

  ધન્યવાદ
  સુંદર લેખ
  અને હ્રદયકુંજના દર્શન માટે

 10. Girish Parikh says:

  મ્રુગેશભાઈઃ તમારા લેખનો એકે એક શબ્દ તમારા હ્રદયમાંથી આવ્યો છે. આવો સુંદર લેખ લખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
  લેખ વાંચતાં એક વાત યાદ આવીઃ મારા સ્વ. પૂજ્ય પિતાજી શ્રી હરિભાઈ જ. પરીખે ગાંધીજીની ત્રણ વખત મુલાકાત લીધી હતી જે ખૂબ પ્રેરક હતી. પિતાજીએ જીવન પ્રસંગોની ત્રણ પુસ્તિકાઓ પ્રગટ કરી હતી – એમણે દરેક પુસ્તિકામાં ગાંધીજી સાથેની એક એક મુલાકાત વિષે લખ્યું છે.
  –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા

 11. Darshan says:

  તેઓ ખરેખર મહાન હતાં. પણ તેમની મહાનતા ઘણી વખત ખૂંચે તેવી હતી. અમુક વાર એમ વિચાર આવે કે કાશ, તેઓ ભારતમાં ન જન્મ્યા હોત્

  દા.ત.
  ૧) સરદારે સોમનાથ મંદિર બાંધવાની પરવાનગી ગાંધીજી પાસે માગી, ત્યારે ગાંધીજીએ કહ્યુઃ “સરકારી તિજોરીમાંથી નાણા ન લેવામાં આવે, જનતાના દાન વડે મંદિર બાંધવામાં આવે” (from Somnath Light and Sound show)

  કેમ ભાઇ? ઓરંગઝેબ સરકારી તિજોરીમાંથી સોમનાથ તોડી શકે, તો આપણે સરકારી તિજોરીમાંથી કેમ બાંધી ન શકીએ?

  ૨) પાકિસ્તાન ના ભાગલા પહેલાં એવી પ્રબળ માંગ હતી કે ઝીણાની ધરપકડ કરવામાં આવે. જો એમ કર્યુઁ હોત તો અમુક ખાનાખરાબી અવશ્ય થઇ હોત, પણ ભાગલા વખતે થઇ તેવી નહીં. અને ભાગલા પણ ટાળી શકાયા હોત. પણ ‘મહાત્મા’ ના શબ્દોઃ

  “આપણે ઝીણાને અવશ્ય કેદ કરવા છે. પણ જેલમાં નહીં, આપણા હ્રદયની કેદમાં. ” (I have MP3 of these words in voice of Gandhiji)

  ૩) સર્વધર્મ સમભાવ.

  પોતાની મા તે મા અને બીજાની મા તે માસી. તેને પણ માનું સ્થાન આપવામાં આપણે આપણી માતાને અન્યાય કરી બેસીએ. ગાંધીજીએ તે જ કર્યું. સર્વધર્મ સમભાવ ને બદલે તેઓ સર્વધર્મ આદર નો ઉપદેશ આપી શક્યા હોત્

  ૪) બહુમતી સરદાર તરફ હોવા છતાં (અને સરદાર લાયક હોવા છતાં ) ગાંધીજીના આગ્રહને કારણેજ નેહરૂ ને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. અને તેમની ઢીલી નીતિ આપણને વારસામાં મળી. સરદાર વડાપ્રધાન હોત તો આજે દેશ સિંહ જેવું ખમીર ધરાવતો હોત.

  નર્યાઁ આદર્શો અને સમગ્ર દેશના ભાવિનુઁ આયોજન એ બન્ને અલગ વસ્તુ છે. ભગવાન આપણને Gandhi Syndrome માંથી બહાર લાવે.

  જય હિંદ

 12. Veena Dave,USA. says:

  Mrugeshbhai,

  Thank you. Article and pictures are very good.

 13. Vinod Patel says:

  Thank you mrugeshbhai for taking us to Sabarmati Ashram. Mahatma Gandhi is one of the most fascinating personalities of the twentieth century. He has been the inspiration for many people including Martin Luther King, Nelson Mandela, Ralph Nader-a leader of the consumer movement in America and one time US presidential candidate. Amazingly, Gandhiji was never awarded the Nobel Peace Prize. The Nobel Committee was unable to reach a decision and have surely regretted this ever since.
  Once Bapu wrote:

  “I once went to an English barber in Pretoria. He refused to cut my hair. I was deeply insulted, but decided to buy a pair of scissors and cut my own hair in front of the mirror. I more or less managed to cut the front of my hair, but made a real mess of the back. My friends in court almost doubled up with laughter. “What on earth has happened to your hair Gandhi? Have rats been at it? “No”, I said, “the white barber did not want to stoop so low as to handle my black hair. I decided, therefore, to cut it myself, regardless of the results.” My answer didn’t surprise my friends. The barber couldn’t be criticized for refusing to cut my hair. He would have lost customers, had he cut the hair of coloreds. We (Indians) also do not allow our barbers to touch the hair of our untouchable brothers. I paid the price for this in South Africa, not once, but often, and the belief that this was the punishment for our own sins prevented me from being annoyed.”
  I thank you Bapuji for your service to Bharatmata. Bapuji, you are always in our hearts and minds.

  Vinod Patel, USA

 14. ritesh sanghavi says:

  સરસ લેખ..અને એવા જ સરસ ફોટોગ્રાફ…

  ઘેર બેઠા હ્રદયકુંજની મુલાકાત કરાવી દીધી.. …

  આભાર ….

 15. nilam doshi says:

  મ્રગેશભાઇ….લેખ ખરેખર ખૂબ સરસ થયેલ છે. ટૂંકો છતાં સ્પર્શી જાય જાય એવો સચોટ…

  અને ખૂબ સુન્દર ફોટોગ્રાફ..
  સાચી વાત છે. ઘેર બેઠા હ્રદયકુંજની મુલાકાત લેવાઇ ગઇ. ઘેર બેઠા ગંગાની જેમ જ. આવી અનેક સરવાણીઓ વહેતી રહે આપના તરફથી એવી શુભેચ્છાઓ સાથે…આભાર

 16. કલ્પેશ says:

  —————————————————————————
  દર્શનભાઇ,

  તમારી વાતમા તર્ક તો છે જ.

  તે છતા, ગાંધી, નહેરુ અને સરદાર – આ બધાએ જે દેશ માટે કર્યુ એમાથી આપણે એ સવાલ પોતાને પૂછીએ કે “મે શુ કર્યુ?”

  It is easy to be critical of other people’s decision.

  I do respect all the people (including Bhagat singh) who did *something* (includes giving up one’s life) for the people of the country.

  Would you leave a chance to criticize Sardar? (if he would have lead the country & the result would have not been as per your expectations).

  As they say in US “Don’t ask what country has done for you. Tell me, what have you done for the country”.

  If we really have done something, we wouldn’t waste our time criticizing the past leadership.

  A real example is Germany. Adolf Hitler brought the country to ruins.
  Germans felt embarrassed during those times. But, they didn’t waste time criticizing Hitler. You can see where they are as of today.

  Japan is also one of the example.
  I don’t know, when we as people will come out & stop blaming the past, take actions for our present/future.

 17. સુરેશ જાની says:

  આશ્રમનો દ્રશ્યશ્રાવ્ય કાર્યક્રમ પણ માણવા લાયક છે. જેમને ગાંધીજીના જીવન વીશે ખાસ ખબર ન હોય , તેમને માટે તો ખાસ .

 18. Sandhya Bhatt says:

  ખૂબ હ્રદયસ્પર્શી લેખ.ઘેર બેઠા ગંગા તે આનુ નામ. આભાર કઈ રીતે માનીએ?

 19. Darshan says:

  કલ્પેશભાઇ,
  If I am criticizing Gandhi, then I am wasting my time.
  And if someone is admiring Gandhi, isn’t he wasting time as well?

  These were my views.
  You may not believe them.

  If everybody can think your way, no man is bad. And that is fantastic.
  (not realistic)

 20. P Shah says:

  આજની ભૌતિકતા સામે ફક્ત પચાસ-સો વર્ષ પહેલા આ દુનિયામાં કોઈ વ્યક્તિ આવું જીવન જીવી ગયો એ વાત જ કેટલી આશ્ચર્ય પમાડે એવી છે !

  ખૂબ જ સુંદર લેખ બદલ મૃગેશભાઈ આપને ધન્યવાદ !

 21. P Shah says:

  હૃદયકુંજનો ફોટોઆલ્બમ મનને પુલકિત કરી ગયો !

  આભાર !

 22. Maharshi says:

  ખૂબ જ સુંદર લેખ બદલ મૃગેશભાઈ આપને ધન્યવાદ !

 23. કલ્પેશ says:

  દર્શનભાઇ,

  Someone admiring him is trying to read/understand/think & maybe take some bits of his life & act on it. I am not sure criticizing someone will get me anything (specially when the person is not alive to listen to you)

  We all criticize everything (dead people, politicians, our lives).

  Also, you are criticizing because someone is admiring. Can you be independent in your criticism? i.e. criticize him/his ideas with your own viewpoint & put them on your blog. You are reacting to someone’s views. So, yours is not an independent view.

  And it is not about him as a person, it is about the values a person acted on (not just spoke of).

  Regarding the Somnath example, you say that – if Aurangzeb did it, why can’t we? If that is how we act, what is the difference between 2 people/idea?
  (e.g. someone hits me & I hit them back hard. A fight cannot be resolved in this manner)

  I am not expecting everyone to be good (not realistic). As far as “No man is bad (not realistic)” – I think Gandhi believed in it & that is why he did what he did. And, that is the reason he is considered above human.

  I am not saying that “No man is bad” but we should stop blaming the past for mistakes done and take the other side.

  Take good things from the past, leave bad things (learn from it so that we don’t repeat it).

  In short, can we move on?

 24. Munindra Dholakia says:

  Thanks,Mrugeshbhai.I got to make a photo tour of “The Ahsram ” after a long time.It was as if reliving the past.

 25. હદયકુંજમાં વિચરણ કરી કંઈક જુદી જ અનુભુતિ થઈ…આભાર.

  ગાંધી વિચાર..મુલ્યોની ચચૉ ચાલતી જ રહેશે પરંતુ આજે લોકહદયમાંથી ગાંધીજી ભુંસાતા જાય છે તે પણ હકિકત છે. આજે માત્ર સરકારી પ્રોગ્રામ પુરતું જ અસ્તિત્વ રહ્યું છે. ગાંધીજીએ સરદાર પટેલને અન્યાય કયૉ તે ચચૉ નો કોઈ અંત નથી. દરેકને ખબર છે તે નિણૅય એક સરમુખ્યાર જ લઈ શકે. ૧૫-૧૨ મત. આપણા લોકશાહી દેશની બુનિયાદ ગાંધીજી ના ૧૫-૧૨ ના ઓવર રુલ પર થઈ હતી…
  …તેમ છતાં ગાંધીજીએ આપણને વારસામાં શું આપ્યું તે મહત્વનું છે..નિડરતા..અન્યાય સામે લડવાની પ્રેરણા..સત્ય..પ્રેમ..અને ઓફ કોસૅ નહેરુ..( અને તેમની નીતિઓ ) જે ભારતને ભારે પડી ગઈ..આજનું જનરેશન પણ તે સજા ભોગવી રહયું છે. નેતાજી ને અંજલી આપવામાં વિવેકભાન ના ભુલાય તેની સભાનતા રાખીએ.

 26. umesh rana says:

  આભાર મ્રુગેશભાઈ,
  ખરેખર ખુબ સુન્દર લેખ છે.આજે ગાંધીજી ને સમજવા ખુબ જરુરિ. છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.