અમારા માસ્તર સાહેબ – વિમલ શાહ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે વિમલભાઈનો (ગુજરાત) ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત કૃતિ તેમના જીવન અનુભવ પર આધારિત સત્યઘટના છે. સર્જનક્ષેત્રે તેમણે સુંદર ટૂંકીવાર્તાઓ આપી છે. તાજેતરમાં તેમની એક વાર્તાને પ્રથમ ઈનામ પ્રાપ્ત થયું છે. આપ તેમનો આ સરનામે : shahvimal3@gmail.com સંપર્ક કરી શકો છો.]

ગરમીના દિવસોમાં એ ધોતીયું અને લાંબુ ખમીસ પહેરતા. થોડી ઠંડી હોય તો ઉપર બજરીયા રંગની બંડી અને માથે એવા જ રંગની તેલ ખાધેલી ટોપી પહેરતા. પણ જો ભરપુર શિયાળો હોય તો એવા જ રંગનો કોટ પણ ચડાવતા. આંખ પર કાળી જાડી ફ્રેમના ચશ્મા અને વળી એ ચશ્માના જાડા કાચ. વજનના કારણે એની ડાંડી નાક પર સહેજ નીચી ઉતરી જતી. પલાંઠીવાળીને એ ટટ્ટાર બેસતા અને સામે પડેલી 20-25 પાટીઓ એક પછી એક ઉપાડી લેશન તપાસતા. ત્યારે અમને સહુને વાતચીત કરવાની તક મળી જતી. કલબલાટ થઈ જતો. એ હળવેથી માથુ નીચું રાખીને જ ચશ્માની આરપાર ચુંચી આંખે જોતા અને પછી હાથમાં નેતરની સોટી લઈ સહેજ ઊંચી કરતા અને સહુ શાંત થઈ જતા.

પાટીમાનું લેશન જેનું બરોબર હોય તેને પાટી પાછી આપતા. વિદ્યાર્થીઓ પાસે જ આવેલી છતમાં પાટી ધોઈને સુકવવા જતા અને બોલતા – ‘ચકી ચકી પાણી પી જા, બે પૈસાની બરફલી લાવ.’ આ બરફને પાટી સુકવવા સાથે શું સંબંધ એ તો હજુએ સમજાતું નથી પણ બરફલી શબ્દ બોલતાની સાથે મોંમા અદ્દભુત ઠંડક વ્યાપી જતી. 1960 આસપાસના વર્ષોની વાત છે. ત્યારે બરફ એક લકઝરી હતી. જેનું લેશન બરોબર ન હોય તેને માસ્તર સાહેબ તેની ભુલ સમજાવતા, ક્યારેક ખીજાતા, સોટીનો ડર દેખાડતા પણ ભાગ્યે જ સોટી વાપરતા.

લગભગ પોણા છ ફૂટ ઊંચા માસ્તર સાહેબ ગલોફામાં તમાકુવાળું પાન ખોસીને રૂઆબદાર ચાલે મકાનમાં સવારના આઠ વાગ્યા આસપાસ પ્રવેશ કરતા અને પહેલા માળેથી જ પોતાના વિદ્યાર્થીઓને ભેગા કરતા ઉપર ચડતા. તેમના વિદ્યાર્થીઓની ઉંમર ત્રણથી છ વર્ષની રહેતી. જે બાળક બિલકુલ તૈયાર થઈને સીડીમાં તેમની રાહ જોતો ઊભો હોય તેને એક પીપરમીંટ ઈનામમાં મળતી. માસ્તર સાહેબને જોઈને સહુ એમનું અભીવાદન કરતા અને કહેતા સાહેબજી સલામજી અને એ ખુશ થતા. નવા આવેલા બાળકને શરૂઆતના દિવસોમાં નવી ‘આખી’ પેન (પાટી પર લખવાની) આપતા. તેઓ એક એક માળ ચડતા જતા અને બાળકોની સંખ્યામાં વધારો થતો જતો. કોઈ બાળક અકારણ ગેરહાજર રહેતો હોય તો વળી તેને ઘેર જઈ હાકોટો કરીને કે સમજાવીને પોતાની સાથે લઈ જતા. એમ કરતા ચોથો માળ પસાર કરતાં ત્યાં સુધીમાં ખાસ્સા પચીસથી ત્રીસ જણાની વાનરસેના ભેગી થઈ જતી અને આખું લશ્કર અગાશી તરફ પ્રયાણ કરતું. અગાશીની પહેલા લગભગ અઢી કે ત્રણ ફૂટ બાય દશ ફૂટની નાનકડી ચાલી હતી. એવીજ બીજી ચાલી નવ પગથીયા નીચે રહેલી. માસ્તર સાહેબ આ વિશાળ (?) બે નાનકડી ચાલી અને વચમાં રહેલા નવ પગથીયાના ડબલ ડેકર કલાસરૂમને દમામભેર સંભાળતા અને કોણ જાણે કઈ રીતે પણ સાચવતા.

લગભગ સવાસો સીંગલરૂમ અને વીસેક ડબલરૂમના એ મકાનમાં નવ વાગ્યે પાણી આવતું. એ વખતે મા-બાપ નોકર વગેરે સહુ પાણી ભરવામાં પ્રવૃત્ત થતા અને આ બાળકો સચવાય જતા. લગભગ સાડા નવ વાગ્યા સુધી આ નિશાળ ચાલતી. ત્યાં સુધી મકાનના સ્ત્રી વર્ગ માટે આ બાળકો ઘરમાં ન હોય તે આશીર્વાદરૂપ હતું. પણ માત્ર એ જ કારણથી આ શાળાનું મહત્વ હતું એવું નથી. એ માસ્તર પાસે અમે સારા મરોડદાર અક્ષર અને ખાસ કરીને આંક અને પલાખા શીખ્યા હતા. હજુ પણ કોઈ 17 x 6 = ? પુછે તો યાદ નથી આવતું પણ સતરે છક બીલન તરસો અને સતર સતા ઓગણીસસો તુરત મોઢે ચડી આવે છે. આ માસ્તરને માસીક રૂ. પાંચનો પગાર બાળક દીઠ મળતો. કોઈક મા બાપ વળી કોઈ મહીને એકાદ રૂપિયો ઓછો આપે તો એ ચલાવી લેતા. એ બાબત વધુ વાતચીત તેઓ કરી શકતા નહીં. માત્ર તેમના ચહેરા પર એક અજબનો દરિદ્રતાનો ભાવ આવી જતો. કંઈક ક્ષોભ અને લાચારી સાથે ફિક્કુ હસીને તેઓ એ રકમ સ્વીકારી લેતા.

એક વખત સાહેબે જાહેરાત કરી કે આવતી કાલે જે પૂરું લેશન કરી આવશે તેને એક આખી નવી પેન ઈનામમાં મળશે. અને બીજા દિવસે પેન હકદાર થયા પચીસ. પણ સાહેબ પાસે પેન હતી માત્ર બે ડઝન એટલે કે ચોવીસ. એટલે એક બાળકને પેન આપવાની રહી ગઈ. એ દિવસે તો તે વિલું મોં કરી ચાલ્યો ગયો. પણ પછી બે ત્રણ દિવસ સુધી દરરોજ ઉઘરાણી કરે : સાહેબ મારી પેન આપોને…. સાહેબ, સાહેબ, મારી પેન. ત્રીજે દિવસે સાહેબ ખીજાયા : રોજ માગ માગ કરે છે તે પેન કંઈ મફત નથી આવતી. જા તારા બાપને કે લાવી દે. છોકરો વીફર્યો – બાપ સામે નહીં બોલો અને સાહેબને ગુસ્સો આવ્યો – સાલા… સામું બોલે છે ! એમ કહીને તેને મારવા હાથ ઊંચો કર્યો ત્યારે પેલા બાળકે ગભરાઈને પાટી આડી રાખવા ઝડપથી ઉંચી કરી તે ઉછળી ને સીધી સાહેબના મોં પર આવી આંખ સહેજમાં બચી ગઈ અને ગાલે થોડો ઘસરકો થયો અને ચશ્મા નીચે પડ્યા. માસ્તરે તેને બાવડેથી ઝાલ્યો, અને ધીબી જ નાંખ્યો હોત ત્યાં કોઈક બોલ્યું : ‘એ ચશ્મા ! ચશ્મા તુટી ગયા…’ સાહેબનો ઊંચો થયેલો હાથ છોકરાની પીઠ પર પડવાને બદલે હળવેથી નીચો થયો. ‘હે રામ !’ તેઓ કપાળ પર હાથ રાખી ત્યાં જ બેસી ગયા. બે પળ સહુ સ્તબ્ધ બની ગયા. ચશ્માની એક ડાંડી તુટી ગયેલી અને એક કાચ તૂટી ગયેલો.

માસ્તરના મનમાં અનેક વિચારો વાવાઝોડાની માફક ફરી વળ્યા : ચશ્માની કીંમત ઓછામાં ઓછી રૂ. 20 થાય અને હજુ તો મહીનો પુરો થવાની પાંચ દિવસની વાર હતી. ચશ્મા વગર કેમ ચાલશે ? એ વિચારી રહ્યા. નજર સામે પોતાનું ઘર, પત્ની, બાળકો અને માબાપના ચહેરા તરવરી ઉઠ્યા. બહુ જ ગુસ્સો અને હતાશના ભાવ તેમના ચહેરા પર ફરી વળ્યા. આંખમાં લાગ્યું હોય એટલે હોય કે કોણ જાણે કેમ આંખમાં પાણી આવી ગયા. ચશ્મા વગર જે ઝાંખુ દેખાતું હતું તે ઓર ધૂંધળું બન્યું. આંખ પર તેમણે ધીરેથી એક ડાંડીવાળા ચશ્મા ચડાવ્યા, બીજી ડાંડી બંડીના ખિસ્સામાં મુકી અને વળી એક હાથે ચશ્માની ડાંડી પકડી રાખી તેઓ ઉભા થયા અને પાસે પડેલા ચંપલમાં પગ પરોવી તેઓ દાદર ઉતરવા લાગ્યા.

સહુ બાળકો સ્તબ્ધ બની ગયા. કોઈ કંઈ બોલ્યું નહીં. પણ કલાકવારમાં આ પ્રસંગની વાત ઘેરઘેર પહોંચી ગઈ. જે બાળકની પાટી સાહેબને લાગેલી તેના બાપાએ તેને એક ફડાકો લગાવ્યો. પણ પછી સહુએ એમને વાર્યા. વળી ઑફિસ જવાનું મોડું થતું હોય એટલે ત્યારેતો વાત ત્યાં જ અટકી. પણ પછી દિવસ દરમ્યાન આ વાતની ચર્ચા ચગડોળે ચડી. બજેટ હતું લગભગ રૂપિયા વીસનું જે બધાએ ફાળો કરી ભેગા કરવાનું નક્કી કર્યું અને રાત્રે પુરુષો આવતા પહેલાં જ બહેનોએ રકમ પણ ભેગી કરી લીધી. પણ પછીના બે દિવસો સુધી માસ્તર આવ્યા જ નહીં. છેવટે ત્રીજે દિવસે રાત્રે મકાનના ચાર-પાંચ પુરુષો રૂપિયા બાવીસ એક કવરમાં નાખી સાથે મિઠાઈનું એક પેકેટ લઈ તેમના ઘેર પહોંચી ગયા. જાણે ‘હોળી’ પછી દિવાળી આવી હોય તેમ માસ્તર તેમજ તેમના કુટુંબીજનોના ચહેરા પર આનંદ ફરી વળ્યો. ત્યારબાદ માસ્તર સાહેબ સાથે સહુનો ઘરોબો વધ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૃદયકુંજની મુલાકાતે – મૃગેશ શાહ
જોગમાયા – અમિત દેગડા Next »   

18 પ્રતિભાવો : અમારા માસ્તર સાહેબ – વિમલ શાહ

 1. Pradipsinh says:

  Saras 6 pan a nath samjatu k j teachaer 24 pen free ma aapi sake te ek pen mate kem aavu kare.

 2. shruti maru says:

  ગામડા માં શિક્ષક નુ માન અનેરું હોય છે, મારા દાદા પણ શિક્ષક હતા તે મને કહેતા તેઓ પણ ગામડા માં જ ભણાવ્યું હતુ.પણ અહીં એક વાત વિચારવા જેવી છે કે શિક્ષક ચોવીસ પેન લાવ્યા પરંતુ એક જ કેમ ન લાવ્યા????

 3. mohit says:

  interesting but not convincing at all.
  માસ્તર સાહેબનું પાત્રાલેખન તો બરાબર છે પણ વાર્તા અર્થસભર જણાતી નથી.
  looks like a story atleast of 50 yrs back.
  u don’t c such teachers nowadays.

 4. Kumi Pandya says:

  માસ્તર માત્ર ભૂલકણા – એમણે ૨૫ પેનને બદલે ૨૪ કેમ લીધી એ અગ્ત્યનુ નથી – પણ એમણે પોતાની મર્યાદિત આવક હોવા છતા પણ બાળકોને પ્રોત્સાહન આપવા માટે પેનો વહેચી એ તેમની દિલ્દારિ બતાવે છે. હાલમા તો માસ્તરો ખાનગી ત્યુશન કરીને હણુ કમાતા હોય છે પરતુ વર્ષો પહેલા માત્ર પગાર ઉપર જીવન નિર્વાહ કરતા શિક્શકની પરિસ્થિતિનો વિચાર કરવો રહ્ર્યો…

  હ્રિદય્સ્પર્શિ વાર્તા – પ્રસન્ગ

 5. Amit Degada says:

  Nice story!

  This teacher are no in fact teacher but True ‘saint’. I think that these saint had built up our present India.

  તેમના માર મા પણ એમનો છુપો પ્રેમ જ હોય છે, એ ના ભુલવુ જોઇયે.

  આ વાર્તા વાન્ચિ મને માર તમામ પ્રિય ગુરજિ આવિ ગયા.

 6. jasvir bunait says:

  માસ્તર સાહેબ ના વિદ્યાર્થીઓની ઉંમર ત્રણથી છ વર્ષની રહેતી અને નાની ઊમ્મરના વિદ્યાર્થીઓ સાચવવા એટલે ઘણું કહેવાય. બિચારા દઈજાણે કેમ કરીને તેઓ બે ડઝન ( તે વખત ના ચલણ પ્રમાણે) પેન લઈ આવ્યા હશે પણ પેન ના હકદાર થયા પચીસ એટલે એક બાળકને પેન આપવાની રહી ગઈ. પેલો રોજ માગ માગ કરે તે સ્વાભાવિક છે. “પેન કંઈ મફત નથી આવતી. જા તારા બાપને કહે કે લાવી દે ” એમ કહેવું તેમના માટે યોગ્ય ન કહેવાય આથી છોકરો વીફર્યો. અને પરિણામે ચશ્મા તુટી ગયા. છેવેટે બધાના માબાપે ફાળો ભેગો કરી તેમના ઘેર જાણે ‘હોળી’ પછી દિવાળી આવી હોય તેમ તેમના ચહેરા પર આનંદ નો માહોલ આણ્યો તે ઘણી જ સુદંર વાત કહેવાય.
  આ લેખકના જીવન અનુભવ પર આધારિત સત્યઘટના છે. આથી ચોવીસ – પચ્ચીસના ચક્કરમાં પડવા કરતા માસ્તર સાહેબ ની દિલદારી ના વખાણ કરવા જ યોગ્ય લેખાશે

 7. really nice…… I am also teacher….really this story tought my heart….

 8. Chirag Patel says:

  WHAT? I just dont get this one? Why didn’t the teach said OK I dont have it today but I will get you a pen next week – that would have sloved both issues and his glasses would have not been broken…. I hope this teacher is not in service any more… Becuase I sure dont want my kids to have a teacher like him/her…

  Thank you,
  Chirag Patel

 9. vimal shah says:

  આપ સહુના પ્રતિભાવ માટે આભાર!

  એ સમયે ચોવિસ પેન નુ box આવતુ.પૈસો કિમતી હતો.
  એક પેન લેવી costly પડે.
  આખુ box તો પગાર મલે ત્યારે જ આવે – આવી શકે.
  જોકે શબ્દો કરતા તેમા રહેલા ભાવનુ મહત્વ વધુ છે.

  Thank U,
  Vimal Shah

 10. Pravin sanghavi says:

  This story must be true.modern contemporary man cannot understand.Why teacher has said this and not that is a phychologiacal issue,but people were emotional.The relation was not only a teacher-student relation but a family relation.

  now people even dont remember such events.life in fiftys and sixtys were differnt.we used to bow to our teacher when they happen to meet us even in a market.

  small things had much value in those days.God of small things!!!
  pravin sanghavi

 11. nayan panchal says:

  માસ્તરનુ એકદમ સુંદર અને સચોટ શબ્દચિત્ર.

  મસ્ત મજાનો સંવેદનશીલ લેખ.
  આભાર.

  નયન

 12. veera says:

  Vimalbhai,
  Great story.. The depection of mastersaheb is classic.. He tries so hard and he has the best of intentions for this kids.. but he too is a victim of social pressure.. The point here is not about a pen or not.. there are so many underlying layers to this story. I hope the readers can peel the layers and understand the story for what it is..
  Really well written.. thank you vimalbhai..

 13. Maharshi says:

  વિમલભાઇ. સૌ પ્રથમ તો આવી સારી કૃતિ રજુ કરવા બદલ ખુબ ખુબ આભાર… સાચે આપની લેખન શૈલી ખુબ સારી છે.

  આપણા સામાજીક પતનના મુખ્ય કારણો વિશે જો ઊંડાણ પૂર્વક વિચારીયે તો લાગે કે શિક્ષકોની દરિદ્રતા અને તેમની મજબુરી જ છે….

 14. Parth Desai says:

  Hello Vimalbhai,

  This is realy a very touchy story atleast for me because my father was teacher so I can understand the feeling and massage behind this story.He started his career as a teacher @ Surat in 1971.The way you describe Masterji..I thought you describe my father.He was also teaching tution and his condition is also like the same as you describe here.

  Thnx for giving us such a good story.

 15. Bhumish says:

  Today’s India-I
  ………………

  READ IT CAREFULLY:-

  Today,It is a 21st century.we live in morden life.No one want to slow down.Every one want to fast and hi-tech.Today every one want to become a doctor or engineer.Every one want to big.No one want to do lesser work.No one think that there is a big work to do and lesser work is also for do.Every one is not a captain.Captain is one out of hundred.but the captain is anything without his soldier or worker?.No,he is nothing without his workers or soldiers.A small thing make a big thing.Big thing has not important without small things.If one thing is small then people.In this generation big people have not a care of small people.They think that i have more money than ‘small’ people. So i m big than him.
  I have not need of any one. But he not think that with out small people who will do his small work?Every one need of every one.Small people have a need of Big people and Big people is also need a small people.A big people is also not live without Small people.I is is the truth situation of the people of recent time or generation.If u can’t be a pine on the top of the hill be a scrub in the velly.but in recent time A big people also respect a small people since the king’s dinasty.A King gave a respect to the good artists.In mid generation A big people like Gandhiji, Ishwarchandra vidhyasagar is also recpct a small people.Then why we can’t respect small people? We think are we greater than them?We think we have a much money than others.but we think there is a Mahatma Gandhi’s photo on the rupee note?
  Think one example:If we go to see one building or home for live which is continue to build.And there is a lunch time of a worker.Our son go to him and sit with him.After it our son take a lunch with him.What will we do?We stop him or not?
  We live in house which he make but we would not take lunch with him?It is justice?
  Please reply on this article and example.If there is your child what will you do?Please reply.

  Rate It:1 2 3 4 5 6 7 8 9 10

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.