જોગમાયા – અમિત દેગડા

[ ભાવનગર જિલ્લાના પોતાના વતન ભુંભલી ગામને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુત કાલ્પનિક વાર્તા લખનાર શ્રી અમિતભાઈ હાલમાં સુરત ખાતે આવેલી ‘સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ’માંથી ‘M.Tech Communication System’નો અભ્યાસ કરી રહ્યા છે. પછાત ગ્રામ્ય વિસ્તારની એક નિરક્ષર સ્ત્રી ધારે તો પોતાના મનોબળથી આખા ગામને બેઠું કરી શકે છે એવો સંદેશ આપતી આ વાર્તા તેમની પ્રથમ કૃતિ છે. વિષયને અનુરૂપ તેની ભાષા કાઠિયાવાડી પ્રકારની રાખવામાં આવી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર અને તેઓ લેખન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. આપ તેમનો આ સરનામે amitdegada@gmail.com પર સંપર્ક કરી શકો છો.]

આજે અરુણના ઓજસ વસુંધરાને અજવાળી રહ્યા છે. પોતાના માળાની માલીકોરથી બહાર આવીને ખગ સિમાડે જાવા માડ્યાં છે. ઝાંઝરના ઝણકાર સાથે નાની બાળાઓ પોતાના આંગણા સાફ કરી રહી છે અને જગતનો તાત લીધેલા રવિપાકથી ગદગદિત થઈને ખરીફ પાકનું સીમમાં વાવેતર કરી રહ્યો છે. વર્ષો પહેલાંની ખારાપટની આ ધરા માથે ત્રણ ત્રણ મોલ લેવાય છે, ઈ ભુંભલી ગામામાં આજે એક રૂડો અવસર છે. રૂડો એટલા માટે કે’વો પડે, કારણ આ ગામની સરપંચ મલુબેન દિલ્હીના દરબારમાં ગોકુળિયા ગામનો પુરસ્કાર ગ્રામજનો વતી લેવાના છે. મલુબેન બરાબર સાત વરહ પહેલાં આ ગામની સરપંચ બની હતી. આજ જ્યારે ઈ બાઈના જીવનને મોટેરો પ્રસંગ છે ત્યારે, એની આખ્યું હામે પોતાના સંઘર્ષની યાદો તાજી થાય છે.

મલુબેનનો જન્મ રત્નાકરના કાંઠે વસેલા ખરગપર ગામમાં થયો હતો. માવતર પંથકમાં ભારે આબરૂ ધરાવતા હતા ને ભાઈઓની ભેર વર્તાતી હતી. સોળ વરહની કાચી વયે એનું લગ્ન ભુંભલીના કોળી લખમણભાઈના દીકરા અમરા હારે કરી દેવામાં આવ્યું. ગામડામાં ઈ જમાનામાં માંડ ત્રણ ચોપડી ભણેલી મલુ કે જેની હજી રમવાની ઉંમર ગઈ નથી, તે આજ સાત ચોપડી પાસ અમરાના ઘરે રોટલા ઢીબી રહી છે.

પણ કે’છે ને કુદરત કસોટી કરે છે, એમ મલુના જીવનનો કપરો કાળ શરૂ થયો. આમ તો મલુનું સાસરું પંથકમાં પ્રખ્યાત છે. બાપગોતરની સાતસો વીંઘા જમીન છે. પણ ઈ બધું કુદરતથી નો’ જીરવાયું. ટૂંકસમયમાં મા-બાપ અને સાસુ-સસરાં સ્વર્ગે સિધાવી ગ્યાં. કાળમુખી સરકારે દેશને આઝાદી મળતાની સાથે જાહેર કર્યું કે, ‘ખેડે એની જમીન’. મળેલી માસ્તરની નોકરી પડતી મૂકી અમરાને ખેતીકામમાં લાગી જાવું પડ્યું, નહિંતર જમીન ભાગીયાના નામે થઈ જાય એવી ભેં હતી. જેમ-તેમ કરીને મલુએ હિંમત આપી અને બેય ઘણી-ધણીયારી ખેતીમા લાગી પડ્યાં અને પાંચસો વીંઘા જમીન બચાવી લીધી. એવામાં મોટાભાઈ પોતાની પત્નીની ચડોવણીએ આડા ફાટ્યા ને પોતાના ભાગની જમીન લઈ અને વેચી શહેરમાં રહેવા વયાં ગ્યાં. હવે મલુની માથે નાના દેર (દિયર) સુરો કે જે હજી 12 વરહનો જ થ્યો છે એની જવાબદારી આવી પડી, ને વળી અમરાની ત્રણેય બેનુંના લગ્ન માથે હતાં. મલું બે પુત્ર કનુ અને બાબાને જન્મ આપી ચુકી હતી. ઘરની હાલત કફોડી બની, કારણ કમાવા વાળો એક ને ખાવા વાળા ઝાઝા. અને વળી પાછું સમાજમાં તો રહેવાનું !

આટઆટલી આપદા ઓછી હોય ત્યાં મેહુલો ભાદરવામાં વરસ્યો. આ હાથિયો નક્ષત્ર મલુ-અમરાના ખેતરમાં ઊભેલો મોલ તાણી ગ્યો. ઘરમાં ખાવાનાં સાંસા છે, એક ગુણ (લગભગ 100 કિલો) હાટું અમરાએ ત્રણ વીંઘાનું બીડ પોતાની વધેલી જમીનમાંથી વેચી નાખ્યું. પોતાની દીકરી જેવી ત્રણેય નણંદોના લગ્ન માટે મલુએ બીજા 25 વીંઘા જમીન વેચવા મને-કમને અમરાને તૈયાર કર્યો. ઈ જમાનામાં જમીનના ભાવ કાંઈ આવે નહિ, તે એ ખારાપાટની જમીન કોણ લે ? લગ્ન તો પત્યા પણ બીજા વરહે મેહુલો વરસ્યો નહિ. હવે સુરો ભાઈ-ભાભીને ખેતીમાં મદદ કરવા લાગ્યો. ત્રીજું વરહ પણ નબળું ગ્યું ને અમરાને માથે ચાર લાખનું દેવું થઈ ગ્યું. હવે અમરો ભાંગી પડ્યો હતો ને બાવો બનવા તૈયાર થઈ ગ્યો. મલુએ દ્વારકાધીશની માનતા કરી અને બેય દેવ જેવા દીકરાના સમ દઈ અમરાને ઈ માર્ગેથી પાછો વાળ્યો.

મલુમાં કોઠાસૂઝ ભારે હતી. એણે અમરાને કહ્યું કે ખેતી તો સુરો ને મારા બેય દીકરા કરી જાણશે, તમે શહેરમાં જઈ દૂધ વહેંચો. આમેય ઈ શહેરવાળાયુંને ચોખ્ખા દૂધની ખપ છે. ગામની બજારની માલીકોરથી અમરો આજ માથે બોધેણું મુકીને નીકળ્યો છે પણ આ આયરોના ગામમાં ઈ કોળી દૂધ વેચવા જાય એ આયરોથી જીરવાયું નહિં. એને બાઈ કહી ગામ આખાએ ઠેકડી ઊડાડી ને કહ્યું કે કોળી આ ભરવાડનો ધંધો મેલી દે, નહિંતર તારી ખેર નથી. મલુને ખબર પડતા પોતાના પરમેશ્વર પાંહે પોંગીને એના ઊંના ઊંના આંહુડા પોતાના પાલવે લુછ્યાં. પણ ગામવાળા આ બાઈનાય દુશ્મન હતા. તેમણે કહ્યું આ બાઈ મેલીવિદ્યા જાણે છે અને પૂતળા મંતરે છે. આવતાની સાથે સાસુ-સસરાને ભરખી ગઈ, ને ભાઈને ભાઈથી જુદો કરી દીધો. મલુ પણ એ દિ’એ અમરાની હારે શહેરમાં ગઈ પણ આજ દ્વારકાધીશ અમરાની વ્હોર હતાં ને એનો ધંધો સારો થયો. શહેરની બાયુંએ કાલે ફરી દૂધ લાવાનું કહ્યું. ધીરે ધીરે મલુની પ્રેરણાથી અમરાએ ધંધો વધારી દીધો અને બરાબર ત્રણ વરહ પછી આ જ અમરો સાડા ચાર મણ દૂધ વેચે છે અને એની બાઈ ગામમાં એના હાટું દૂધ એકઠું કરે છે.

પોતે બહુ ભણેલી ન હોવા છતાં બેય દીકરાઓને સારું ભણતરને ગણત આપ્યું અને ઈ જ વરહે સુરાના લગ્ન કરી દીધાં. હવે અમરાનો ધંધો જામવા લાગ્યો’તો. ભરબજારમાં એ મલુ-અમરાની ઠેકડી ઊડાડનાર આયરો પોતાના દીકરાઓને એની હારે ધંધે રાખવા વિનંતી કરવા લાગ્યાં. આ બાજુ સુરાએ ભાભીના કે’વાથી પહેલી વાર જીરું વાવ્યું. એ જીરાના વેચાણથી રહ્યું-સહ્યું દેવું ચુક્તે થઈ ગયું. આજ ઈ કોળણે 10-10 વરહના વાયરા વઈ ગયાં બાદ નવો સાડલો ઓઢ્યો છે. ગામ આખ્યું એની પાંહે જીરૂ કેમ વવાય એની રીત પુછવા મલુ પાંહે જાય છે. અમરાનો ધંધો દ્વારકાધીશની કૃપાથી જામી ગયેલ છે અને એના બેય દીકરા દેવના દીધેલ જેવા છે. અમરો પોતાની સફળતા પાછળ પોતાની અર્ધાંગિનીને ગણતો હતો.

ગામની બાયુંના કે’વાથી મલુ આ વખતે સરપંચની ચુંટણીમાં ઊભી રહી અને જીતી. આવતાની સાથે કલેક્ટર પાસેથી ભણતરનું મૂલ્ય સમજનાર આ બાઈ પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળા કરવાની પરવાનગી લઈ આવી. રસ્તા સારા કર્યાં અને નમૂનેદાર ગટર વ્યવસ્થા ગામમાં બેસાડી. ગામના ધારાસભ્ય પર એની સખીમંડળીની મહિલાઓએ દબાણ કરી રોડ સારો કરાવ્યો હતો અને એસ.ટી. બસો દોડતી કરી દીધી. દરિયાના ખારા પટ સામે જંગે ચઢી અને ગામમાં બાવન નાનાં-મોટાં ચેકડેમ બંધાવ્યાં. એ ચેકડેમના સહારે ગામમાં આજે ત્રણ-ત્રણ મોલ લેવાય છે, અને ગામ ખરા અર્થમાં ગોકુળિયું બન્યું છે. કે’છે ને કે :
‘કોક દિ કાઠિયાવાડમાં ભૂલો રે પડ ભગવાન,
તારા એવા કરું સન્માન રે તને સ્વર્ગ ભુલાવું શામળા.’

આ જ જો ઈ શામળો ભંભુલી ગામમાં ભૂલો પડ્યો હોય તો ખરેખર સ્વર્ગે પાછો નો’ જાય એવું વાતાવરણ સર્જનારી આ બાઈને ‘જોગમાયા’ નહિ તો બીજું શું કહેવું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અમારા માસ્તર સાહેબ – વિમલ શાહ
સ્પર્શ આકાશનો – સંધ્યા ભટ્ટ Next »   

53 પ્રતિભાવો : જોગમાયા – અમિત દેગડા

 1. kalpana desai says:

  ખુબજ સરસ પ્રેરનાદાયિ લેખ.આભાર.

 2. shruti maru says:

  ‘કોક દિ કાઠિયાવાડમાં ભૂલો રે પડ ભગવાન,
  તારા એવા કરું સન્માન રે તને સ્વર્ગ ભુલાવું શામળા.’

  ખુબ સરસ છે આ પંક્તિ.

  આ જ તો કાઠીયાવાડ નું ખમીર છે,
  મલુબાઈ ખરેખર કાઠીયાવાડ ના ખમીર વંતા નારી છે,જોગમાયા છે.

 3. this is a great piece of work from Amit,
  keep good going Amit.

 4. mohit says:

  વાર્તા વાંચતી વખતે જાણે ડાયરામાં બેઠા હોઈએ એવી અનુભૂતિ થઈ. કાઠિયાવાડની તળપદી બોલીને વાર્તામાં આબાદ રીતે આલેખવા બદલ લેખકને ધન્યવાદ. મલુબા એટલે જાણે કાઠિયાવાડી ‘mother india’.

 5. Vipul H. Mistry says:

  Amit…this is really very good..i am waiting for some more of such articles from you..
  Keep writing..

 6. Harsh Trivedi says:

  raam raam…

  bahu gajab lakhi che bhai.
  mane lagtu j tu k tara ma koi artist chupaelo che ane u have proved it.

  wonderful.

 7. Pradipsinh says:

  Nari sakti jindabad. aaje gamde gamde jarur 6 aa jogmaya ni. prerana male tevi story 6.

 8. Amit Rathod, Hetal says:

  hi amit !! it is really a good artical. all kathiyavadi and gujarati should be proud of you.congretulations!!

 9. Purvi says:

  Excellent Amit, Great Work done, yes now I want some more stories, Write more and more, this is really very nice story. 🙂

 10. avanish says:

  ખુબ જ સરસ……….

 11. Vinod Rathod says:

  Amit ;
  This is amazing story and i am very impress by this story and this type of story newer begin and stop but its occur from hearts i am waiting this type of story.

 12. Mitesh Suthar says:

  Hi amit,
  this is very best best story, i am impress by this story.

 13. Manish Panchal says:

  Hi;
  Amit;
  This is Good story of gujarati Litrature.

 14. Neha says:

  Excellent effort – Amit.
  Glad to see, u serving our mothertougue while studying in a technical field.
  Best wishes for all ur future endeavors

  Neha

 15. kantibhai kallaiwalla says:

  My million salute to malubai. May her tribe increase

 16. anand says:

  its realy nice amit…..
  bhavnagar ni yaad avi jay che….:-)

 17. Veena Dave. USA says:

  wah, wah, aa to maru Bhavnagar and maru kathiawad….. ena manah khamirvanta j hoi….aavi jogmaya to ketli hashe e ganvu mushkel chhe.

  Amit….keep it up….tech.man and kathiawadi story!!!!!!!!!!

 18. sudhir patel says:

  પ્રથમ જ વખત આવી સુંદર વાર્તા સર્જવા બદલ શ્રી અમિતભાઈને હાર્દિક અભિનંદન!
  સફળતા માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
  સુધીર પટેલ.

 19. Jayanti. Shah. says:

  Amitbhai,Congretulations.very good heart touching story. keepg writing.good going.

 20. કલ્પેશ says:

  લાગતુ નથી કે કોઇ નવો લેખક લખી રહ્યો છે.

  સરસ વાર્તા અને ખૂબ જ પ્રેરણાદાયી.

 21. Jayanti. Shah. says:

  આ લેખ ઘણો સારો

 22. Jayanti. Shah. says:

  Amitbhai

  Very good heart touching story. Congratulations. Keep it up ,D’nt break your spirit and enthusiasium.

  Jayanti Shah.

 23. Niraj says:

  વાહ…વાહ

 24. Atul says:

  ખુબ્ચ સરસ લખયુ અમિત ભૈ તે.
  અત્યરે આપન દેસને મલુબેન જેવજ લોક જોઇયે સારા પ્રગતિ માતે.

  i am watting for some more articles from u.

  keep going

 25. NIRAV MEHTA says:

  “ભન્યા નહિ તો ચાલાસે પન જિવન મા ગનય કેતલુ” એ મહત્વ સમજવતિ અને સાથે સાથે એક શ્ત્રિ શક્તિનિ પેહલ કરતિ આ વાર્તા ખરેખર હ્રદય ને ગદગદિત કરિ જાય.

  આ પ્રકાર નિ હિમ્મત અપના દેશને ખરેખર અગળ લાવશે.

  ખુબ સરસ. ખુબ ખુબ અભિનન્દન્.
  આ જ રિતે જિવન મા અગાળ વધતો રહે તેવિ મનોકામના.

 26. Ashish Joshi says:

  ખુબ જ સરસ, અમીત. આ તો ખરેખર પ્રેરનાદાયી વાર્તા છે. હજુ વધારે વાર્તાઓની રાહ જોઉ છુ અને એ પણ sweet sweet કાઠિયાવાડીમા.

 27. veeru daravath says:

  it’s great amit…
  one more please……..!!!!!!!!!!!

 28. Sandhya Bhatt says:

  આવું ઊંડું સમસંવેદન અને એવું જ રસપ્રદ નિરુપણ વાંચીને આનંદ થયો.

 29. Rajni Gohil says:

  આજના શિક્ષણને ચોટ મારતી માલુએ ફક્ત ત્રણ ચોપડી ભણીને પણ હૈયામાં હામ રાખીને કેવી સમજદારી પૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં ભણેલાઓ માટે પણ અનુકરણીય સફળતાનો માર્ગ બતાવ્યો. અને સરપંચ બનીને ગામનો ઉધ્ધાર કરી દીધો કે ભગવાનને પણ ત્યાં અવીને રહેવાનું મન થાય. અજના નેતાઓ આમાંથી કંઇક શીખશે એવી આશા રાખીએ.

  સુન્દર વાર્તામાં અમીતભઇની અસલ કાઠિય્યાવાડી શૈલીએ ચાર ચાંદ લગાવી દીધા છે. અમીતભાઇને શુભેચ્છા સહ હાર્દિક અભિનંદન.

 30. BHAVESH DESHMUKH says:

  અરે ભાઈ તુ તો મહાન સાહિત્યકા બનિ ગયો હો કે….

 31. Rajesh Joshi says:

  વાહ! અમિત વાહ! ખરેખર તે ભુમ્ભલી ગામ ને ઉજળુ કરી બતાવ્યુ.
  શાબાશ! શાબાશ!

 32. Dipen Bharadva says:

  great work amit !
  eagerly waiting for your next one 🙂

 33. Maunang Thakkar says:

  congratulations!!!! ખુબ સરસ અમિત… મઝા આવી આ article વાંચીને…
  keep writing man…. keep it up…

 34. Salman says:

  Its great to read a good article. Congratulation Amit.
  I don’t read often but it was a good experience in this case.
  Carry on …..

 35. Biren Andhariya says:

  ખુબ ખુબ અભિનન્દન , અમિત્
  આ પ્રકાર નિ વાર્તા Internet પર પ્રકાશિત કરિને તે તારા ગામ ભુમ્ભલિ ને World Famous બનાવિ દિધુ.

 36. nayan panchal says:

  ખૂબ જ સરસ વાર્તા.
  આભાર.

  નયન

 37. મજાની વાર્તા ..

 38. Sanjeev says:

  Gr8 Amit bhai…bahut saare logo ne comment diya hai…mai to 3 baar padha samajhne ki koshish ki bt samajh me nahi aaya……still m trying to get wt u hv written kyaa karu Gujrati bolna sikh liya bt padhna v sikhna padega ab…Gr8 effort yaar

 39. parag mehta says:

  ખુબ સરસ. માણ્સ મહેનત કરે તો શુ ન થાય્?

 40. Dhaval B. Shah says:

  એવુ જરા પણ લાગ્યુ નહી કે આ વાર્તા કાલ્પનિક છે..ખૂબ સુન્દર આલેખન.

 41. Kaushal Shah says:

  ખરેખર ખુબ જ સરસ અમિતભાઇ તમારી લેખન કળા ખુબ જ સરસ છે. અને તેની સાથે વિષય પણ ખુબજ સરસ લિધો છે. ઈશ્વ્ર તમને વધુ પ્ર્ગતિ આપે..

  આભાર.

  કૌશલ શાહ.

 42. jigna says:

  ખુબ સરસ.
  નેકદિલ અને સમાજ સેવાની ભાવનાવાળું એક પણ વ્ય્ઇક્તિ હોય, ભલે અભણ હોય, સમાજ તથા આજુબાજુ વાળા ને સુખ સમ્રુધ્ધિ જરુર મળે છે.

 43. Jagruti says:

  ખુબ જ સરસ……….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.