શબ્દના રસ્તે – ડૉ. વિવેક ટેલર

[રીડગુજરાતીને આવી સુંદર ગઝલો લખી મોકલવા બદલ ડૉ. વિવેકભાઈ ટેલરનો (સુરત) ખૂબ ખૂબ આભાર. ]

મળતી રહે

શબ્દના રસ્તે મને મળતી રહે,
સ્વપ્નની અડફેટમાં ચડતી રહે.

હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.

છું સમયની છીપમાં મોતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.

મને આ સફર મળે

જ્યાં દિલને થાય હાશ, મને એવું ઘર મળે,
શું થાય જો આ શોધનો છેડો કબર મળે ?!

વિકસીને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખમાં જીવન વગર મળે.

સચ્ચાઈના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાંને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

શબ્દોના રસ્તે ચાલીને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમમાં મને આ સફર મળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીવાલો – મોહમ્મદ અલી ભૈડુ”વફા”
કંકોત્રી – આસીમ રાંદેરી Next »   

18 પ્રતિભાવો : શબ્દના રસ્તે – ડૉ. વિવેક ટેલર

 1. meena chheda says:

  મિત્ર વિવેક,

  તમારી ગજલ વાંચીને ક્યારેય એવુ નથી થતુ કે સહજ પણે આગળ વધી જવાય.. ને જે રોકી રાખે છે એ જ્ળોની જેમ પગે વીંટળાયેલી પણ નથી કે જેનાથી છુટા પડવા ફાંફા મારવા પડે.. અકળાઇ જવાય.. એક એવી સંવેદના ફરી વળે છે ચો પાસ.. જેમાં દર્દ પણ પોતીકું છે ને સુગંધ પણ પોતાની જ.

 2. Sangita says:

  Nice poems!

 3. Dev says:

  very nice

 4. Janardan Shastri says:

  VERY TOUCHING.KEEP IT UP.

 5. Jayshree says:

  હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
  એક નજર તો આ તરફ કરતી રહે.

  છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
  છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.

  Waah Vivekbhai..
  Maza aavi…
  Thanks a lot..!!

 6. manvant says:

  વિવેકભાઈ ! તમને અત્તર જેવા કહું કે ધૂપસળી જેવા ? કે ગુલાબના ફૂલ જેવા ?

 7. મનવંતભાઈ,

  ન અત્તર કહો, ન ધૂપસળી, ન ગુલાબનું ફૂલ એક કહો;

  મને બોલાવવો હો જો પ્રેમથી, ફક્ત મને વિવેક કહો!

 8. Shital Khandwala says:

  Taju aatlu saras lakhe che,
  Taru vasi pan vachnvanu mann thai che.
  Moto nahi pan nano bhaag “Maun” ma lejo !
  Jethi labh badhha ne male !!

 9. avu nathi phul khilva vasant joea,
  apna smit ni asar kai aosi nathi

 10. shrida says:

  Tremendous…
  Both Ghazals are so nice that touch d soul.

 11. saumya says:

  Nice duo!

 12. JAYESH RAMBHIYA says:

  BAHU SARAS ,

  FARITHI VIGATWAR LAKHISH

  AABHAR

  JAYESH RAMBHIYA
  19/7/2006

 13. nayan panchal says:

  “તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
  જે પણ મળે મને એ બરાબર અગર મળે.”

  વિવેકભાઈ, ખૂબ સરસ.

  નયન

  “છું સમયની છીપમાં મોતી સમો,
  સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.