સ્ટ્રેસ મેનેજમેન્ટ – હરેશ ધોળકિયા

સ્ટ્રેસ મેનેજમેન્ટ !
વૈદકીય જગતમાં જેનું મહત્વ વધી રહ્યું છે, મેનેજમેન્ટના ક્ષેત્રમાં જેના વિશે ગંભીરતાથી વિચારવાની ફરજ પડે છે – તે આ બે શબ્દો છે. દરેક નવો દિવસ જીવનમાં-સમાજમાં તાણ વધારવાનું નિમિત બને છે. મોંઘવારી, પ્રદૂષણ, ત્રાસવાદ, કુદરતની અનિયમિતતા, રાજકીય અસ્થિરતા, શસ્ત્રીકરણ…. જેવા મુદ્દાઓ વિશ્વના બધા સમાજોને ઊંચા જીવે રાખે છે. તો લોભ, અપેક્ષાઓ, અતિ કામ (બંને અર્થમાં !), પૈસા પાછળ ગાંડપણ, ભૌતિક વસ્તુઓનું વળગણ… વગેરેને કારણે વ્યક્તિગત અને કૌટુંબિક જીવન ભંગાણના આરે આવી ગયું છે. બંને ક્ષેત્રે દિન-પ્રતિદિન તાણનો પારો ઊંચો જ ચડતો જાય છે. જીવનમાં સ્થૂળ અને સૂક્ષ્મ-બંને અશાંતિ વધતી જાય છે અને આ કંઈ મોટાં શહેરોમાં જ થાય છે એવું નથી, નાનાં ગામડાઓમાં પણ તેનો પગપેસારો થઈ ચૂક્યો છે. ટી.વી., છાપાં વગેરેએ માનવ મનને વિકૃત અને પ્રદુષિત કરવામાં અગત્યનો ફાળો આપવાનો શરૂ કર્યો છે. ફૂટપાથ પર સૂતેલ નિર્ધન ભિખારી પણ અગણિત અપેક્ષાઓથી પીડાય છે – ‘યે દિલ માંગે મોર..’ દ્વારા ! તે અભાવથી તાણ અનુભવે છે. તો ધનવાનો અતિરેકથી તાણ અનુભવે છે.

આ તાણની વ્યક્તિ-સમાજ-રાષ્ટ્ર-વિશ્વ…. બધા પર વિઘાતક અસરો પડી છે. બધા અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા છે. ચારે બાજુ સૂક્ષ્મ અસલામતીનો ભાવ અનુભવાય છે. ચારે તરફ વિશ્વાસની કટોકટી ઊભી થવા લાગી છે. આ અકથ્ય ભયોને ટાળવા લોકો વધુ ને વધુ ભૌતિકવાદને શરણે જઈ રહ્યા છે. ભૌતિક વસ્તુઓથી પોતાને લાદી પોતે સલામત છે તેવો વહેમ જાળવવા મથામણ કરે છે. તો ઈન્દ્રિયોના અતિ ભોગો ભોગવી (?) અંતે એઈડ્ઝ, મેદ, કેન્સર વગેરેનો શિકાર બને છે. તાણ-અતિ ભૌતિકતા-ભોગવાદ….. પરિણામ છે… છિન્નભિન્ન જીવન ! કારણ ? ખોટી વિચારસરણી. ખોટા ખ્યાલો. ઉપાય ? વિચારસરણી અને જીવનશૈલીમાં પરિવર્તન.

તાણનું એક બીજું વિચિત્ર કારણ પણ છે. તે છે – ‘સતત ભીડમાં રહેવું. સતત લોકો વચ્ચે રહેવું.’ વિચિત્ર લાગે તેવું વિધાન છે આ. વ્યક્તિ તો સામાજિક પ્રાણી છે. સમાજનો જ એક હિસ્સો છે. તો પછી લોકો સાથે, લોકો વચ્ચે રહેવું એ કંઈ અસામાન્ય ઘટના ન ગણાય. માની લ્યો કે બીજા સમૂહો વચ્ચે રહેવાનું ટાળી શકાય, પણ કુટુંબના સભ્યો વચ્ચે તો ટાળી ન શકાય ! અને બીજી વાત, કુટુંબ તો સલામતી આપે છે, પ્રેમ આપે છે અને બંને અનિવાર્ય છે. – આ દલીલો સાચી છે, પણ પૂર્ણ સત્ય નથી. કુટુંબમાં પ્રેમ મળે છે તે વાત સાચી, પણ સતત તેમની સાથે રહેવું એ, લાંબે ગાળે, ‘આસક્તિ’ જન્માવે છે. આસક્તિમાંથી ‘પ્રેમાળ દાદાગીરી’, ‘હું કહું તે જ થાય’, ‘મારું કહેવું માનવું જ પડશે.’ – જન્મે છે અને તે તાણ જન્માવે છે. અને સમાજના લોકો વચ્ચે રહેવું તો – મોટા ભાગે તાણ જ જન્માવે છે. અર્થ વિનાની, ખટપટ પ્રેરતી, નકારાત્મક, નિંદા પ્રેરતી વાતો વ્યક્તિને આંતરિક રીતે ઉદાસ અને હતાશ કરે છે. લાંબા ગાળે તેની નકારાત્મક અસરો જન્મે છે. સતત બીજાની વાતો સાંભળ્યા કરવાથી પણ મગજ ઉત્તેજિત રહે છે અને અશાંત થઈ જાય છે.

સતત લોકો વચ્ચે રહેવું (પોતાના કે પારકા) મનને અસ્વસ્થ કરે છે. આવું અશાંત અને અસ્વસ્થ મન શાંતિથી વિચારી શકતું નથી. આવું મન બીજાના અભિપ્રાયોના આધારે વિચાર્યા કરે છે. તુલનાત્મક વિચારે છે. બીજા સામે સતત પોતાની છબી ઉજળી રાખવાના પ્રયત્નમાં સમય વેડફી નાખે છે. આ બધાં દબાણોને કારણે મન સ્વસ્થ, ઊંડાણભર્યું, તટસ્થ વિચારવાની શક્તિ ગુમાવી બેસે છે. પરિણામે તેની સર્જકતા ઘટતી જાય છે અને, અંતે, વ્યક્તિ ચીલાચાલુ બની જાય છે. તેનું મગજ જડ બનતું જાય છે. તે વિચારવાના બદલે ‘માની લેવામાં’ સલામતી અનુભવે છે અને માન્યતાઓમાં જીવતું મગજ એ મૃત-મરી ગયેલું મગજ છે. આવું મૃત મગજ પણ પોતાની શક્તિઓ પ્રગટ ન થઈ શકવાને પરિણામે તાણ અનુભવે છે. કદાચ તાણનું મૂળ શોધી શકાતું નથી, પણ તાણનો ભોગ તો બને જ છે. અજ્ઞાની તાણ વધારે જોખમી છે. સતત ભીડનો સહવાસ વ્યક્તિને અસ્વસ્થ કરે છે. એવું ન માનવું કે ઘરમાં એકલા બેસવાથી વ્યક્તિ ભીડ વચ્ચે નથી હોતી. છાપાં-ટી.વી.-રેડિયો વગેરેનો સહવાસ પણ ભીડ જ છે ! આ ‘ટેલી-ભીડ’ છે !! જાહેરખબરો, અભિપ્રાયો…. પણ ‘બીજા’ લોકોના જ છે ને ! દૂરથી આ ભીડ સાથ આપે છે. તે પણ મનને ઉત્તેજે છે. પરિણામે આ માધ્યમો વચ્ચે રહેનારી વ્યક્તિ પણ, હકીકતે, ભીડ વચ્ચે જ છે. ટૂંકમાં, ભીડ વ્યક્તિમાં તાણ જન્માવે છે. અને તાણ બુદ્ધિની ગુણવત્તા તોડી નાખે છે. વ્યક્તિને થર્ડ કલાસ બુદ્ધિવાળી બનાવી નાખે છે.

આ સ્ટ્રેસ (તાણ) ને મેનેજ કેમ કરવી ?
આધુનિક વિજ્ઞાન વિવિધ ઉપાયો બતાવે છે, ટેકનિકો શીખવે છે, ધ્યાન કરાવે છે. આ ઉપાયો સરસ છે, ઉપયોગી પણ છે, થોડા દિવસ માટે અસરકારક છે…. પણ થોડા દિવસ કે મહિના પછી વ્યક્તિ પાછી તાણગ્રસ્ત બની જાય છે.
તો ?
ઘણીવાર પ્રાચીન-પુરાણાં લાગતાં શાસ્ત્રો સચોટ ઉપાય બતાવે છે. આવા એક પ્રાચીન ગ્રંથ ‘ભગવદગીતા’માં આનો સરળ, સચોટ ઉપાય બતાવ્યો છે. તાણનું કારણ છે-ભીડ ! સતત બીજાનો સહવાસ !! માટે ગીતા કહે છે, ઉપાય છે ‘એકાંત સેવન અને સમૂહ સાથે રહેવાની અરૂચિ કેળવવી.’ (10:40) આનાથી ‘સર્જનાત્મકતા’ પુન: પ્રગટ થશે. સમાજમાં રહેવું, અલબત્ત, જરૂરી અને અનિવાર્ય છે. પણ સમાંતરે, માનસિક સ્વાસ્થ્ય, શાંતિ કે સર્જનાત્મકતા હોવાં પણ એટલાં જ જરૂરી છે. અને તે ‘એકાંત સેવન’થી જ આવે છે. સંભવ છે, અહીં કોઈ ફરિયાદી સૂરમાં કહે : ‘ગીતાને વ્યવહારુ જીવન વિશે શું ખબર પડે ? તે તો આધ્યાત્મિક ગ્રંથ છે. તે સાધુ-સંતો માટે છે. સંસારીને એકાંત સેવન ન પોષાય…..’ – કબૂલ ! તો પછી આધુનિક ગ્રંથનું અવતરણ લઈએ.

થોડા સમય પહેલાં અમેરિકામાં (ભારતમાં નહીં, હો !) એક જાડું થોથું બહાર પડ્યું છે. તેનું નામ છે ‘મનોચિકિત્સાની અમેરિકન માર્ગદર્શિકા’ (The American Handbook of Psychiatry). તે જણાવે છે કે-ઊંડાં સંશોધન પછી – ‘જો બાળકોમાં સર્જનાત્મકતા કેળવવી હોય, તો બાળકોને એકાંતમાં રહેવાની તક પૂરી પડવી જોઈએ. તેમને સતત ભીડમાં રાખવા જોઈએ નહીં.’ બીજા એક વિચારક-અને એ તો વળી નાસ્તિક છે-બર્ટ્રાન્ડ રસેલ પણ કહે છે : ‘બાળકને રોજ થોડો વખત એકલા બેસવાની, એકલા જીવવાની ટેવ પાડવી જોઈએ અને બાળક તેને માણે તેવી કેળવણી આપવી જોઈએ. તો જ તેનામાં સર્જનશીલતાનો વિકાસ થશે.’ અરે ! ઉત્તરપ્રદેશમાં પણ થોડા સમય પહેલાં એક પન્ત કૃષિ યુનિવર્સિટી દ્વારા એક વિચારગોષ્ઠિ યોજાઈ હતી. તેનો વિષય હતો ‘સર્જનશીલતા અને શિક્ષણ’. તેમાં પણ સૌથી વધુ ભાર મૂકાયો હતો ‘એકાંત’ પર.

એકાંતમાં ક્યારે મજા આવે ? એકાંત ક્યારે માણી શકાય ? ગીતા કહે છે કે, ‘જો સમૂહ સાથે અરૂચિ કેળવાય તો.’ (અરૂચિજન સંસદિ.) વ્યક્તિ ભીડમાં સતત શા માટે રહે છે ? જવાબ છે – અસલામતીની ભાવના ટાળવા અને પોતાનાં અસ્તિત્વની ખાતરી મેળવવા ! સમૂહ સાથે ભળવું કંઈ ખોટી બાબત નથી. તેનો પણ ઉપયોગ છે, પણ ‘સતત’ તેમના સાથે રહેવું તે ‘રોગ’ છે. પોતાનાથી ભાગવાની એક પ્રયુક્તિ, બહાનું બની જાય છે. નશો બની જાય છે. પછી તેની ‘ટેવ’ પડી જાય છે અને વ્યક્તિ મૂર્ચ્છિત બની જાય છે. પરિણામે થોડીક ક્ષણો પણ વ્યક્તિને એકલા રહેવું પડે તો તે મૂંઝાઈ જાય છે. એટલે તે સતત ભીડ વચ્ચે દોડ્યા કરે છે અથવા જાહેર માધ્યમો દ્વારા ભીડને પોતાના મન પર છાઈ જવા દે છે. પણ શાંત મને બેસી શકતી નથી.

આ ભીડનો સતત સહવાસ – અમેરિકામાં તેને ‘ખભા ઘસ્યા કરવા’ ( to rub the shoulders) કહે છે-એ વ્યક્તિનાં મગજની નસોને પણ ઘસી ઘસીને ઉત્તેજિત રાખે છે અને નિષ્ક્રિય કરી નાખે છે. પણ, સર્જનાત્મકતા કેળવવા, સર્જનશીલ બનવા, સમૂહથી થોડા દૂર રહેવાની જરૂર છે અને તેનો એક જ ઉપાય છે – ગીતાનો શબ્દ વાપરીએ તો – ‘અરતિ… સમૂહ સાથે અરૂચિ.’ આનો અર્થ સમૂહને ધિક્કારવો એ નથી થતો. અહીં તો ‘પોતા સાથે રહી શકાય’ તેવો જ ભાવ છે. સમૂહ તેની જગ્યાએ બરાબર છે, પણ તેથી વધુ મહત્વનું છે સર્જનશીલતા પ્રત્યે પ્રેમ અને તે ‘માત્ર’ એકાંતમાં રહેવાથી જ આવશે, જે માત્ર ટોળાંને ટાળવાથી જ શક્ય બનશે.

એકાંતમાં રહેવાથી પોતાનો પરિચય વધે છે. કોઈ પણ બાહ્ય પરિબળો કે સાધનોથી અલગ રહેવાથી આપોઆપ પોતા તરફ નજર જશે. પોતામાં ઊંડા ઉતરાશે. પોતાની ચેતનાની નજીક અવાશે. તેનો પરિચય વધતો જશે. અને ચેતના તો વિરાટ, મૌન, વિરાટ શાંતિ અને વિરાટ પ્રસન્નતા છે. માટે વ્યક્તિત્વ પણ તેવું જ બનતું જશે અને આવાં વ્યક્તિત્વમાંથી સર્જનશીલતાનો ધોધ વહેવા લાગશે. તો શાસ્ત્રો કહે છે કે – ‘જેટલા ચેતનાની નજીક, તેટલી વધારે સર્જનશીલતા’. સ્ટ્રેસ મેનેજમેન્ટનો આ પાયાનો ઉપાય છે. દરરોજ થોડો સમય એકાંત સેવન અને તે માટે જનસંસદ પ્રત્યે અરૂચિ. વિનોબા પણ કહે છે કે, ‘રોજ એક કલાક, અઠવાડિયામાં એક દિવસ, મહિનામાં એક અઠવાડિયું અને વર્ષમાં એક મહિનો દરેક વ્યક્તિએ પોતા સાથે એકલા રહેવું જોઈએ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિકાસની ગતિ – શીતલ દેસાઈ
બોસ, તમારા બોસ કેવા છે ? – મન્નુ શેખચલ્લી Next »   

20 પ્રતિભાવો : સ્ટ્રેસ મેનેજમેન્ટ – હરેશ ધોળકિયા

 1. shruti maru says:

  ખુબ સરસ artical છે.

 2. કલ્પેશ says:

  એકલા રહેવાથી પોતાની જોડે સમય ગાળી શકાય અને બધા જ સાઘનોથી (મોબાઇલ, કમ્પ્યુટર, ટી.વી) દૂર થઇએ તો “અંતઃકરણમા ડોકિયુ” (self-introspection) થઇ શકે.

  બીજી રીતે જોતા આપણે કોઇ વાત/વસ્તુને અલગ રીતે જોતા થઇ શકીએ. લોકોની સાથે હોવાથી આપણે કાં તો બીજાની સાથે અથવા બીજાથી અલગ કદાચ વિચારીએ. એકલામા કદાચ પોતાની સર્જનાત્મકતા બહાર આવી શકે.

  આજે જ્યારે બધી જ વસ્તુ Instant થઇ ગઇ છે (Instant food, cellular phone, high-speed internet, tv) ત્યારે થોડા ધીરા પડવાની જરુર છે. એક દિવસ આ બધાથી દૂર રહીએ તો લાગશે કે દિવસ કેટલો મોટો છે? 🙂

 3. nayan panchal says:

  એકાંતનુ મહત્વ સમજાવતો સુંદર લેખ.

  એકલતા છોડો, એકાંત માણો.

  આભાર.

  નયન

 4. Rajni Gohil says:

  આ લેખ ઘણો જ ઉપયોગી છે એમાં શંકાને સ્થાન નથી. લેખકનું વિધાન હું બરાબર ન સમજી શક્યો હોંઉ એ પણ બનવાજોગ છે. છતાં પણ મારી કોમેન્ટ મારા જેવા બરાબર ન સમજી શકનાર માટે છે.

  ગીતાને વ્યવહારુ જીવન વિશે શું ખબર પડે ? તે તો આધ્યાત્મિક ગ્રંથ છે. તે સાધુ-સંતો માટે છે. સંસારીને એકાંત સેવન ન પોષાય…..’ – કબૂલ !

  આ વિધાન સાથે સહમત થવાય તેમ નથી. ગીતા કહેનાર શ્રીકૃષ્ણ સંસારી હતા અને તે અર્જુનને કહી, તે પણ સંસારી હતો. હકીકતમાં તો ભગવાન શ્રીકૃ્ષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને આપણા બધા માટે એટલે કે સંસારીઓ માટે કહી છે. જરુર છે બરાબર સમજીને તેને જીવનમાં ઉતરવાની. હું મારી જાતને ખુબ નસીબદાર માનું છું કારણકે મને સ્વાધ્યાય દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ગીતાના વિચારો સમજી પચાવીને જીવનમાં ઉતારવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેથી પ્રતિકુળ સંજોગોમાં પણ હતાશ થયા વગર મારાથી તેજસ્વી જીવન જીવી શાકાય છે.

  આમેરિકામાં ક્યાંક બનેલી વાત છે. એકાંત માટે રોજ ૧ કલાક ટીવી બંધ રાખે. એમને એટ્લું બધું સારું લાગ્યું કે એમણે ટીવીને ઘરમાંથી તિલાંજલી આપી દીધી.
  The study of the Bhagvad Gita has become mandatory for every student joining Seton Hall University in New Jersey from this (2008)year. Seton Hall is an independent, Catholic university under the Archdiocese of Newark founded in 1856.

  The university wanted a transformational course that will influence the character and life of its students. So it wanted a course that seek answers to perennial questions like the purpose of life, why are we here, where are we going, etc, as part of the course.

  ગીતામાં જે એકાંતની વાત કરી છે તે ફક્ત શરીરના એકાંતની વાત નથી પણ મનના વિચારોના એકાંતની વાત છે. જે નિત્ય ધ્યાન અને સંયમ દ્વારા કેળવી શકાય.

  Rajni Gohil
  rajnigohil@hotmail.com

 5. pragnaju says:

  સાંપ્રત સમયની સમસ્યાનો સુંદર લેખ
  સંતો પણ કહે…
  આત્મિક ઉન્નતિની ઈચ્છાવાળા પુરૂષે એકાંત સ્થાનમાં વાસ કરવો એવી ગીતાની સૂચના છે. યોગના ગ્રંથોમાં પણ એકાંતવાસનો મહિમા સારી પેઠે ગાવામાં આવ્યો છે. એકાંતમાં મન જલદી સ્થિર થાય છે, ને શાંત બને છે. જ્યાં ખૂબ અવાજ થતો હોય, ધમાધમ હોય, ને બીજા અનેક જાતના વિક્ષેપ હોય, ત્યાં શાંતિપૂર્વક રહેવાનું ને મનને એકાગ્ર કરવાનું કે પ્રભુના ધ્યાનમાં જોડવાનું કામ કપરૂં બને છે. માણસની કેટલીક શક્તિ વાતાવરણનો સામનો કરવામાં ને વાતાવરણને પોતાને અનુકૂળ બનાવવામાં જ ચાલી જાય છે. એકાંતમાં મનની એકાગ્રતાનું કામ સહેલાઈથી થાય છે. એટલે સાધનાની શરૂઆતમાં એકાંતસેવન ખૂબ લાભકારક છે. માણસ પર વાતાવરણની અસર કાંઈ ઓછી નથી થતી. માણસ ઘરમાં રહે છે ને મંદિરમાં જઈને બેસે છે, એ બે ક્રિયાઓ તેના પર કેવી જુદી જુદી અસર કરે છે ! ઘર કરતાં મંદિરમાં તેને વધારે શાંતિ લાગે છે, ને ત્યાંના શાંત વાતાવરણમાં તેનું મન સહજ શાંતિ ધારણ કરે છે. નદીના કિનારા કેટલા સુંદર લાગે છે ! સમુદ્રના તટ પર પણ કેટલો આનંદ આવે છે ! સુંદર ને સુવાસિત પુષ્પોથી સુશોભિત થયેલા બાગબગીચા પણ કેટલા રમણીય લાગે છે ? ત્યાં જવાથી વધારે શાંતિ ને આનંદ મળશે તથા રસ પડશે એમ માનીને તો આપણે ત્યાં જઈએ છીએ. એટલે એકાંત સુંદર

 6. raju thakkar says:

  ખરેખર આજ ના આ યુગ કહો કે આ સમય મા માનવી પોતાના કરતા પૈસા પાછળ દોડે છે,અને પોતાના શરીર ની ચિન્તા છોડી પોતાની જિન્દગી ને આ દિશા મા લઈ જાય છે.

 7. rekhasindhal says:

  બહુ સરળ શબ્દોમાઁ સ્ટ્રેસના ઉપાય તરીકે એકાંતનું મહત્વ સમજાવ્યું છે.

  માણસ શા માટે એકલો રહેતા ગભરાય છે. તે પણ જો સમજાવી શકાય તો તેનો ઉપાય થઈ શકે. એકાંતથી માણસને પોતાના અંતરમાં અરીસામાં જાતનું પ્રતિબિંબ દેખાય છે. પરીવર્તનશીલ આ જગતમાં આ પ્રતિંબિંબ પણ રોજ બદલાતું રહે છે આ પ્રતિબિંબ થકી જાતને રોજરોજ એને સ્વચ્છતા સાથે સત્યની નજીક રાખવા અંતરમાં ઝાંકવુ જરૂરી છે અને એની ઓળખ પણ જાળવવી જરૂરી છે. નહીતર લાંબે ગાળે એ બદલાયેલ વ્યક્તિત્વ સાથે મૂળ વ્યક્તિત્વનો પરીચય નથી રહેતો. નવા બદયાયેલ વ્યક્તિત્વને મનુષ્ય એમ ત્વરીત સ્વીકારીને ચાહી નથી શકતો અને તેથી એ મૂળ વ્યક્તિત્વ કે જેને તે ચાહે છે તે શોધવા અન્ય જાણીતા અને ચાહનારા અજાણ્યાઓમાં ભટકતો થઈ જાય છે. આમ બીજાના અંતરમાં માણસ એ પોતાનું એ પ્રતિબિંબ જોવા ઈચ્છા કરે છે જે તેને પોતાના અંતરમાં નથી જોવા મળતું. રોજનું એકાંત મનુષ્યને પોતાની જાતથી નજીક રાખે છે. પોતાનામાં થતા પરીવર્તનથી એને વાકેફ રાખે છે ઉપરાંત ખોટા માર્ગે જતા અટકાવે છે.

 8. Veena Dave,USA. says:

  good article.

 9. Bhumish says:

  READ IT CAREFULLY:-

  Really,it is a great article for recent time.In recent time all the people want money.No one has a care of real ‘person’ .No one has time.So all the people became selfish in recent time.They have no care of person-It’s 100% true.
  All the people run after money and good lifestyle but he never know that in this all things where is a real person in life?A person is also going far from ‘himself’.He think that money is all for him.If someone has a oppose to that a person has no time for their self and family.I want to tell only one thing to them is that in recent time.’aapna potana pan aapna potana che’ Every one is a selfish in recent time.You me and both.Yes that is truth and said by the great American poet.I also think it’s true.In all this things where we are?If we really want to get the answer of this question we live alone for some time.It suggest that where we are are wrong and what is better than it.It is also gave a time to person to thought for him self.It is a felling of all normal persons.It is ‘aam janta’ We live in crowd so we can’t think that.A persons has 100 friends that he can laugh and enjoy in his good time.But he has not only one friend or family person whom he can tell every problems of his life that he can gave correct suggestion for his life.There are some individual and social network work it.but it is ‘some’.We want MANY networks for it.There is no one have us like our care person it is not a big problem of life.There is a big oppurnity is given by aloneness for it.If every personn have only 15 minutes for think about themselves no enemy can destroy us.Because we have a planning for our mind.Yes,planning of our mind is very very important in our life.We can control our anger and jealous for the person who is ‘big’ than us.It is a 21St century-A century of tally-crowd.
  Really,Alone is very odd word but it can do a big work for us in our ”REAL” life.We think based on our mind.not depend on any other.It is important in our life.We can think for our next generation,our tomorrow and for our bright future.Nature gave a big gift to person it is a ‘mind’.We should use it.We should devlop our unique creativity.If we work on it I will we all will success to a become a Well-Known.If we is not well-known we can take pride to become a good person.
  If we have a time for us only 15 min we can surely prevent the cases of self-dies.To do this things we stay away for some time from every crowd.We can prevent 15-20% cases of self-dies.because many persons do this things as a thoughtless behaviour.If they have a time for them selves they stop to doing things like that.I will sure about it.
  Many people thought that TIME=MONEY but ever we think that MONEY=Time.I will sure its answer is NO because no one has time and i thanked AMERICAN cultural for it.Salary at weekend.
  Thought about your self and give me a respond at here.I will wait for u.

  Rate it: 1 2 3 4 5 6 7 8 9 10

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.