ચપટી – આશા વીરેન્દ્ર

[‘ગુજરાતમિત્ર’ અખબાર દ્વારા ગત વર્ષે સુરતમાં યોજાયેલી ‘વાર્તા-સ્પર્ધા-2008’માં દક્ષિણ ગુજરાતના નવા-જૂના દોઢસો લેખકો દ્વારા લખાયેલી 180 જેટલી વાર્તાઓમાંથી વલસાડના શ્રીમતી આશાબેન લિખિત આ વાર્તાને શ્રેષ્ઠ વાર્તારૂપે પસંદ કરાતા તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી નારાયણ દેસાઈના હસ્તે રૂ. 7,500નું પ્રથમ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે આશાબેનનો ખૂબ ખૂબ આભાર અને વિજેતા બનવા બદલ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9428541137 સંપર્ક કરી શકો છો.]

ટન…ટન…ટન…. – ઘડિયાળમાં ત્રણના ટકોરા પડ્યા.
‘મમ્મી, ત્રણ વાગ્યા. શું કરું ? તુકારામને જમવા આપી દઉં ?’
‘અરે, તુકારામ હજી જમ્યો નથી ? મને શી ખબર ? નહીંતર ‘એ’ તો કહીને જ ગયા છે કે એક-દોઢ વાગ્યા સુધીમાં ન આવું તો જમવા માટે મારી રાહ ન જોતા.’
‘તુકારામને તો મેં કેટલીવાર જમવાનું કહ્યું પણ માને તો ને ? એની તો એક જ વાત હોય : ‘शेठने जेवण नाय ठेला ने ? तरी मी पन नन्तर जेवण करनार’ તુકારામને વધેલી બધી રસોઈ આપી દઈ, તૃષા હાથ લૂછતી બહાર આવી.
‘હા મમ્મી, હું તો તમને કહેતા જ ભૂલી ગઈ. તમે નહાવા ગયા ત્યારે નયનામાસીનો ફોન હતો. કહેતા હતા કે તારી સાસુ તો મને યાદ જ નથી કરતી લાગતી. કેટલા દિવસથી એનો ફોન જ નથી.’ તૃષાએ સોફા પર ગોઠવાતાં કહ્યું.
‘સાચે જ, હું આળસું થઈ ગઈ છું. એના ત્રણ-ત્રણ ફોન આવે ત્યારે માંડ હું એક ફોન કરું.’
‘કેવું ખરાબ લાગે મમ્મી ! ચાલો, હમણાં જ ફોન જોડો.’

સરોજબેને નયના સાથે વાત ચાલુ કરી. હજી તો ખબર-અંતર પૂછ્યા ન પૂછ્યા ત્યાં દરવાજે ઘંટડી વાગી. સરોજબેનને વાત ચાલુ રાખવાનો ઈશારો કરતાં તૃષા બારણું ખોલવા દોડી ગઈ. નવનીતરાયને અત્યારે આવેલા જોઈને એ જરા ડઘાઈ ગઈ. ડેડી આ ટાઈમે આવ્યા તે જમવાના હશે કે…. હજુ તો એ વિચારે ત્યાં તો તૃષા સામે નજર પણ કર્યા વિના નવનીતરાય ફોન પાસે પહોંચી ગયા. જોરજોરથી ચપટી વગાડતાં કહેવા લાગ્યા :
‘ચાલો, હવે ફોન પર ગપ્પા મારવાના મૂકીને જમવાનું આપો. કકડીને ભૂખ લાગી છે. એટલી સમજ ન પડે કે, ભૂખ્યો માણસ ઘરમાં આવે એટલે…..’
‘હં, નયના, ફોન મૂકું હં. આ જોને, તારા જીજાજી આવ્યા છે ને તે…..’
‘ડેડી હું તમને જમવાનું આપું છું. મમ્મીને માસી સાથે વાત કરી લેવા દો ને !’ તૃષાએ આગળ આવીને ધીમેથી કહ્યું.
‘તૃષા, ફોન કરવાનું અગત્યનું છે કે મને જમાડવાનું ? ને ઘરમાં આખો દિવસ બીજું કરવાનું પણ શું હોય છે ?’ નવનીતરાયને મોટે મોટેથી ઘાટા પાડતા સાંભળીને સામે છેડેથી નયનાએ કહ્યું :
‘મોટીબેન, જીજાજીનો સ્વભાવ આટલી ઉંમરે ય ન બદલાયો. આખી જિંદગી તો તમે એમનો પડ્યો બોલ ઝીલ્યો પણ હવે તમારીય ઉંમર….’
‘નયના, પછી બધી વાત કરશું. અત્યારે ફોન મૂકું.’ સરોજબેન અને તૃષા રસોડા ભણી દોડ્યાં.

દીવાનખંડમાં નવનીતરાયનો બડબડાટ અને ચપટી વગાડવાનું બંને ચાલુ જ હતાં.
‘ચાલો…ચાલો જલ્દી ! કેટલી વાર લાગે ? સાસુ-વહુ બે તો છો કરવાવાળાં !’ એકબીજા સામે નજર કરવાનું ટાળી રહેલાં સરોજબેન અને તૃષા બંનેનાં મનમાં અત્યારે એક જ વિચાર ચાલી રહ્યો હતો, ‘જમવા માટે રાહ જોવાની ના તો તમે જ પાડી હતી અને હવે આમ ઘોડે ચઢીને…..’ પણ તાકાત કોનામાં હતી કે નવનીતરાયને મોઢે આ વાત કહી શકે ? પૂરીનો લોટ બાંધતાં સરોજબેન વિચારી રહ્યાં હતાં કે આટઆટલાં વર્ષો એમના કડપમાં ને કડપમાં ફફડતાં કાઢ્યાં. એમ હતું કે ઉંમર વધવા સાથે સ્વભાવમાં ફરક પડશે, થોડા ટાઢા પડશે પણ આમનો તાપ તો હજી એવો ને એવો. અત્યાર સુધી તો ચૂપચાપ સહન કરી લીધું પણ હવે આ કાલ સવારની આવેલી દીકરાની વહુના દેખતાં પણ… ? નથી સહન થતું આ અપમાન, આ અવહેલના. મરવા જેવું લાગે છે જ્યારે દીકરાની વહુ સામે એ મને પાણીથી ય પાતળી કરી નાખે છે.

તો બીજી બાજુ છરી લઈને ફટાફટ કોબી સમારતી તૃષા પણ વિચારોથી ઘેરાયેલી હતી – આટલું બધું તો મમ્મી જ સહન કરે. આપણી તો તાકાત જ નહીં અને હોવી પણ શા માટે જોઈએ ? એને તાકાત કહેવાય કે નબળાઈ ? ડેડીની દરેક વાતને બ્રહ્મવાક્ય માનીને મમ્મી શા માટે માથે ચઢાવે છે ? કેમ સામે રોકડું પરખાવતાં નથી ? એ તો સારું છે કે મિતુલ ડેડી જેવો નથી, સમજુ છે… સમજુ ? આ પ્રશ્નની સાથે જ આંગળીમાં ચપ્પુની ધાર વાગી ગઈ. મિતુલ જો ખરેખર સમજુ અને સંવેદનશીલ હોય તો કેમ પોતાની માની વેદના અનુભવી નથી શકતો ? એને સમજુ કહેવા કરતાં સ્વાર્થી કહેવો ઠીક રહેશે. શાક વઘારતાં વઘારતાં તૃષા પોતાની અને મિતુલ વચ્ચેની વાતચીત યાદ કરતી રહી.
‘મિતુલ, મને તો ઘણીવાર મમ્મીની દયા આવે છે. ડેડીનો કેટલો કડક સ્વભાવ ! તું કંઈ બોલતો હોય તો ?’
‘લુક તૃષા, તારા કામથી મતલબ રાખતાં શીખ, સમજી ? મમ્મીનું મમ્મી ફોડી લેશે. તને તો ડેડી તરફથી કંઈ તકલીફ નથી ને ? ધેટ્સ ઑલ !’ મિતુલનો મૂડ બગડે ત્યારે ડેડીની માફક એનો પણ ‘વૉલ્યૂમ’ મોટો થઈ જતો. ‘તૃષા, ડેડી ગાંડા તો નથી ને ? મમ્મી પર ગરમ થતા હોય તો એમાં મમ્મીનો જ વાંક હોય.’

આ કોણ, મમ્મીનો લાડકવાયો મિતુલ બોલે છે ? જેને અછો અછો વાનાં કરીને, કેટલીય વાર એની માગણીઓ પૂરી કરવા ડેડી આગળ ખોટું બોલી બોલીને મમ્મીએ પૈસા કઢાવ્યા હશે. એકના એક દીકરાને મોટો કરવામાં આ માએ પોતાની નબળી તબિયતનો ય કદી વિચાર નથી કર્યો. એ દીકરો જ આ મિતુલ ? અત્યારેય તૃષાને મિતુલના શબ્દો સંભળાતા હતા, ‘જો તૃષા, એક વાત સમજ. ડેડી ઈઝ ધ એમ્પરર ઑફ સચ અ હ્યુજ એમ્પાયર – ‘રેઈનબો કલર ઍન્ડ ડાઈઝ’. ડેડીની મુઠ્ઠીમાં આપણું ફ્યુચર છે. એમને ખુશ રાખવામાં જ આપણી ભલાઈ છે. જ્યારે મમ્મી ? હા, મમ્મીના હાથમાં રસોડાનું સામ્રાજ્ય તો ખરું. આઈ મસ્ટ સે, શી ઈઝ ધ કવીન ઑફ ધ કીચન !’

થાળી પીરસતાં તૃષા વિચારી રહી, ‘આવા સ્વાર્થી મિતુલને હું વળી સમજુ ક્યાં કહેવા લાગી ? મને સાચવે તેથી જ એને સમજુ ગણું તો તો હું ય સ્વાર્થી જ ને વળી ?….
‘ડેડી ચાલો જમવા….’ તૃષાએ નવનીતરાયને બોલાવ્યા.
‘આ તો તું હતી એટલે આટલું જલદી જમવા મળ્યું. બાકી તારી મમ્મી તો એકદમ થાથી.’
‘ના ડેડી, મમ્મીએ જ બધું કર્યું. મેં તો ફક્ત શાક જ સમારી આપ્યું. અને નવેસરથી રસોઈ કરી એટલે થોડી વાર તો લાગે જ ને ?’ તૃષાએ હળવાશથી તીર છોડ્યું એટલે નવનીતરાય ઘવાયા તો નહીં, પણ સરોજબેન તો ડઘાઈ જ ગયાં. મનમાં વિચારવા લાગ્યાં કે આ આજકાલની છોકરીઓની હિંમત એટલે કહેવું પડે ! મને તો કોઈ દિ’ મોઢું ખોલીને બોલતાં જ ન આવડ્યું.

રોજ સાંજ પડે ને સરોજબેન ને તૃષા ચા ના કપ લઈને ગોઠવાય અને દુનિયાભરની વાતો કરે. કોઈ અજાણ્યું, ઓચિંતું આવી જાય તો બંનેને બહેનપણીઓ જ સમજી લે. આજે ય બે કપમાં ચા અને સાથે બિસ્કીટની પ્લેટ લઈને સરોજબેન તૃષાની રાહ જોવા લાગ્યાં.
‘તૃષા, શું કરે છે ? ચા ઠંડી થાય છે.’
‘આવી મમ્મી…. આ તો મને થયું કે ચા-બિસ્કીટની સાથે કુછ મીઠા ભી હો જાયે…’ તૃષાએ સરોજબેનનાં મોમાં કેકનો ટૂકડો મૂકતાં કહ્યું, ‘હેપી બર્થડે ટુ યુ મમ્મી….’ દુનિયાની નવમી અજાયબી જોતા હોય એમ સરોજબેનનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું. તૃષાને પોતાની પડખે બેસાડી એને કેક ખવડાવતાં એમણે કહ્યું :
‘આ શું તૃષા ? આ બર્થ ડે..ફર્થ ડે… મને મારો પોતાનો જ યાદ નથી ત્યાં તને વળી ક્યાંથી ખબર પડી ?’
‘આ બાતમી મને નયનામાસી પાસેથી મળી અને એનાથીય વધુ છૂપી છૂપી બાતમી એ મળી કે, લગ્ન પહેલાં તમે સરસ મજાની સિતાર વગાડતા હતાં, રાઈટ ?’
હજુ હમણાં સુધી આનંદથી ખીલેલાં સરોજબેનનાં મુખ પર, ખુલ્લા આકાશમાં અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવે એમ ઉદાસી ધસી આવી.
‘હવે એ બધું યાદ ન કરાવે તો સારું, તૃષા. એ બધી વાતો તો મનનાં ખંડિયેરમાં ક્યાંય દટાઈ ગઈ છે.’
‘ના, એ ખંડિયેરમાંથી હું સિતાર વગાડતી સરોજને બહાર ખેંચી લાવીશ. આજે, તમારા જન્મદિવસે મારા તરફથી આ ભેટ….’ તૃષાએ સુંદર મજાનાં રૂપકડાં બોક્સમાંથી સિતાર કાઢીને સરોજબેનના ખોળામાં મૂકી. આખી જિંદગી ભગવાનની માળા જપનાર ભક્ત સામે સાક્ષાત ભગવાન હાજર થાય ને એ જે દ્વિધા અનુભવે એવી જ હાલત સરોજબેનની હતી. ઝળઝળિયાંથી ભરેલી આંખો આડેથી ધુંધળી દેખાતી સિતારને અગાધ મમતાથી તેઓ પંપાળી રહ્યાં. ભાંગતા અવાજે તેમણે કહ્યું, ‘તેં તો મારે માટે આટલું બધું કર્યું, પણ હવે હું ક્યાં નવેસરથી આ બધું…..’
‘બધું જ થશે મમ્મી. બાજુની સોસાયટીમાં એક સાઉથ ઈન્ડિયન આન્ટી રહે છે, એ સિતાર શીખવે છે. કાલથી બપોરે બે વાગ્યે તમારે ટ્યુશને જવાનું છે, બસ. હવે હું તમારું કંઈ સાંભળવાની નથી. ઓબ્જેક્શન ઓવર રુલ્ડ.’

બીજે દિવસે હાથમાં સિતારનું કેસ લઈ કલાસમાં જવા તૈયાર થયેલાં સરોજબેન, હાથમાં પાટી લઈને શાળાએ જઈ રહેલી વિદ્યાર્થીની જેવા લાગતાં હતાં.
‘ચાલ તુષા, હું જાઉં બેટા !’
‘મમ્મી, વીશ યુ ઑલ ધ બેસ્ટ.’
ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી. નવનીતરાય ચપટી વગાડતાં દાખલ થયાં.
‘ચાલો, જલ્દી જમવાનું પીરસો….’ એવામાં તૈયાર થયેલાં સરોજબેન પર નજર પડતાં વ્યંગમાં મોઢું મરડતા કહેવા લાગ્યા : ‘ઓહો ! તંબુરો વગાડવા જઈ રહ્યા છો ને કંઈ ! સરસ, સરસ. લોકો કહેશે, લંગડી ઘોડી, લાલ લગામ. હવે મૂકો મૂકો આ ડબ્બુ. આ ઉંમરે આવા ધખારા શોભતાં નથી.’
ચંપલમાં પગ નાખતાં સરોજબેને નવનીતરાયની આંખમાં આંખ પરોવતાં એક એક શબ્દ છુટો પાડતાં કહ્યું : ‘મને શું શોભે છે ને શું નહીં એ મને જ નક્કી કરવા દો તે વધુ સારું નહીં ?’ દરવાજા સુધી પહોંચીને એકાએક કંઈક યાદ આવતા પાછાં ફરીને નવનીતરાયની બરાબર સામે ટટ્ટાર ઊભા રહી, જોરથી ચપટી વગાડતાં સરોજબેને કહ્યું :
‘બાય ધ વે, આને તંબુરો નહીં, સિતાર કહેવાય, સમજ્યા ?’ અને સડસડાટ કરતાં બારણું ખોલીને બહાર નીકળી ગયાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દરેક વિદ્યાલય બને મનુષ્યત્વનું માળી – મનસુખ સલ્લા
કહાની હર વર કી – રતિલાલ બોરીસાગર Next »   

37 પ્રતિભાવો : ચપટી – આશા વીરેન્દ્ર

 1. સુઁદર વાર્તા ! આશાબેનને ધન્યવાદ.

 2. Ravi says:

  very good story !!
  short and sweet..
  limited words ma ghanu kahi jay chhe !!

 3. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ. કદાચ નવનીતરાયે પહેલેથ જ સરોજબેનની ઇચ્છાઓ સમજી હોત તો સરોજબેનને ચપટી વગાડવાની જરુર જ ન પડત, અને નવનીતરાયને ચપટી વગાડતા પહેલાં બધુ મળી રહેત.

 4. Dushyant says:

  ખરેખર બહુ જ સરસ. સાસ બહુ નાઆવા સમ્બધન આજે કિયા ખોવાય ગાયા?

 5. dil ko chhujaye esi kahani….

 6. JITENDRA J. TANNA says:

  સરસ. ખુબ સરસ.

 7. સુંદર વાર્તા .. !! જો કે, વાસ્તવિકતાથી એક્દમ જ નજીક… મેં પણ આવા ૨-૪ નવનીતરાય જોયા છે… પણ બની શકે કે એમણે એમના બાળપણમાં સિનિયર નવનીતરાયને પણ આવું જ કરતાં જોયા હોય શકે !!

  દામ્પત્યમાં બે માંથી કોઇ પણ આ રીતે બીજા પર હાવી થાય એ ઘણું જ અપ્રસ્તુત છે અને બંને એ કાળજી લેવી જોઈએ કે આવું ન બને …

 8. kalpana desai says:

  I appriciate the way of writing and totally agree with Vasantina phool.
  Keep on writing such stories and open the eyes of Chapatiwala or Taaliwala or Karadi Nazarwala.Thanks Mrugeshbhai.

 9. Jini says:

  very good, every deserves to get some personal time, I liked it, it is always how you respect and care for other person, can’t win anyone’s heart without caring for them. I would make that guy read ’10 stupid things……..” by Dr. Laura

 10. shruti maru says:

  ખુબ સરસ વાર્તા છે.

  સરોજબેન અને તૃષા બંને વચ્ચે સાસુ વહુ કરતાં મા-દીકરી જેવો સંબંધ વધારે લાગે છે.ખુબ સુંદર છે. તૃષા નું મન ખુબ વિશાળ છે.

  આભાર આશાબહેન હજી આવી સુંદર સુંદર વાર્તા વધુ લખતાં રહો જેથી સૌ વાંચક મિત્રો વાંચવા નો આનંદ લઈ શકે.

 11. Vishal Jani says:

  શોખ માણસને જીવતા રાખે છે એટલે મને લાગે છે શોખ એ દવા છે.

 12. nim says:

  When I feel from heartly, I send comments.

  This time yes,

  nice story

  Nim

 13. nayan panchal says:

  માત્ર નવનીતરાયને દોષી કહેવુ બરાબર નથી. અન્યાય સહેવુ પણ ખોટું જ છે ને.

  સુંદર વાર્તા.
  આભાર.

  નયન

 14. KAUSHIK JOSHI,BARODA from ABU DHABI,U.A.E says:

  આશાબેન ને ખુબ ખુબ ધ્ન્યવાદ્..આવા તો કેટલાય નવનીતરાય હજુ પણ રુઆબ કરે છે…કારણ કે હજુ પણ સરોજ્બેન છે….સાસુ-વહુ ની દોસ્તિ,તેમ નુ પર્સ્પર એક બીજા ને સમ્જ્વુ વગેરે ખુબ સહ્જતા થઇ લખ્યુ છે. સુન્દર્..અતિ સુન્દર્ર્.

 15. Rajni Gohil says:

  ભગવાન તો આપણને આપણા કર્મો પ્રમાણે ફળ-તક-મદદ મોકલતા જ રહે છે, એમના સમયે અને એમની રીતે. ભગવાને સરોજબેનની મદદે તૃષાને મોકલી આપી. આપણે જ અપણા નસીબના ઘડવિયા છીએ ને? આપણે આ વાર્તામાંથી બોધપાઠ મેળવી ક્યારે સરોજબેનની માફક ચપટી વગાડી તક ઝડપી લઇશું?

  આશા રાખીએ કે આપણે આશાબેનની આ પ્રથમ પારિતોષિક વિજેતા કૃતિ માટે તેમને ફક્ત અભિનંદન આપી ને બેસી નહીં રહીએ, પણ મળેલી તકનો સદ્ઉપયોગ કરવાનું ચુકીશું નહીં એવો દ્ર્ઢ નિર્ધાર કરી તેને વળગી રહીશું.

  જે જ્ઞાન ઉપયોગમાં લેવાનું ન હોય તે જ્ઞાન શા કામનું? દવાની બાટલી હાથમાં રાખી ને તબિયત સુધારવાની આશા રાખવા જેવું થાય.

 16. Sandhya Bhatt says:

  ગઈ પેઢીની વાતને આજની પેઢીના વર્તનની રીતિ સાથે સાંકળીને તમે સુંદર વાર્તા આપી, તે માટે
  અભિનંદન. આજના યુવાન-યુવતીઓ નિર્દંભ,નિખાલસ,હિંમતવાન છે.

 17. Hetal says:

  simply nice and very close to reality!!!!

 18. uma says:

  ashaben,
  realy very nice story, truely it is satya hakikat che.
  all women have self respect.they must know how to keep selfrespect.
  if women dont know , her children can guide her, how to behave in this kind of situation.

 19. Keyur says:

  બકવાસ વાર્તા. ના ગમી. Sorry for harsh comments. કોઈ નુ દિલ દુભાવવાની વાત નથી પણ જેવું લાગ્યુ તેવું કહ્યુ…

 20. Veena Dave,USA. says:

  saras story.

 21. Riya says:

  Very nice story. Many female(our mom aged) will feel this story because most of them has gone thru this in their life at one point. I have seen my mother-in-law treated this way till my father-in-law retiered and moved with us in USA permanently. I always made point that mom’s opinion will be atleast heard by everyone if not followed. Why people like navnitrai forget that housewife have put on as much effort in makeing house home as they have done finacially. I am glad our generation is changing this little by little.

 22. RUPAL says:

  Very nice story.

 23. Pradipsinh says:

  Nari tu narayani. trusha is best

 24. dyuti says:

  બહુ જ સરસ વાર્તા, અભિનન્દન-આશાબેન.

 25. vandana bhatt says:

  આશાબેન ખૂબ ખૂબ અભિનંદન.. વાર્તા ખૂબ ગમી..

 26. Neha says:

  Ashaben ne khub khub abhinandan
  When I read about the results of the story competition in Gujarat Mitra, I was just thinking , how can I get to read these winner stories.
  Luckily today I happened to read this one
  And its really nice. Especially, the relationship of a mother-in-law and daughter-in-law has been portrayed very nicely. This is how actually it should be.

 27. Sumi says:

  બહુ સરસ.

 28. kantibhai kallaiwalla says:

  Story worth of praising.

 29. jinal says:

  માત્ર નવનીતરાયને દોષી કહેવુ બરાબર નથી. અન્યાય સહેવુ પણ ખોટું જ છે ને. Totally agree. It is 21st century. Nobody tells you to bare this kind of “kadap”. You have to always tell how you feel when you are treated like that. Here, Trusha helped her. What if she is also like Sarojben. Women have to understand their importance and fight wisely against it.

 30. nilam doshi says:

  સુન્દર અને સાચી વાત..અભિનન્દન….અન્યાય સામે ચપટી વગાડતા શીખવું જ જોઇએ…

 31. ashaben, congaratulation !
  short and true story, vanchi ne anand thayo. rajesh desai na abhinandan !..

 32. rahul says:

  આશાબહેનને ખૂબ ખૂબ અભિનંદન….બહુ જ સુન્દર વાર્તા માટૅ………….EXCELLENT STORY

 33. Vaishali Maheshwari says:

  This story definitely deserved a price.
  Congratulations Ms. Asha Virendra.

  Very nice story.

  Trusha taught her mother-in-law Saroj to do what she was interested in doing and enjoy her life. Saroj should have done this from the beginning itself, but she was not comfortable or was afraid in raising her voice for her on-self. But, “જગ્યા ત્યારથી સવાર”.

  Saroj (As a mother-in-law) and Trusha (As a daughter-in-law)’s chemistry depicted in this story is simply wonderful.

  It gave a good feeling after reading this story.
  Thank you once again.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.