કહાની હર વર કી – રતિલાલ બોરીસાગર

પ્રવેશ પહેલો
પાત્રો : પતિ અને પત્ની
સમય : લગ્ન થયા પછીનો તરતનો સમય

પત્ની : વહાલા, ઊઠો ! ચા મૂકું છું.
પતિ : (બગાસું ખાતાં) નો ડિયર, નોટ જસ્ટ નાઉ ! બહુ ઊંઘ આવે છે. પંદર-વીસ મિનિટનું એક્સ્ટેન્શન મળશે ?
પત્ની : તથાસ્તુ ! અર્ધા કલાકનું એક્ટેન્શન, બસ ?
(અર્ધા કલાક પછી…)
પત્ની : વહાલા, હવે ઊઠો. ઑફિસનું મોડું થશે.
પતિ : ઓ.કે. ઓ.કે. (પથારીનો ત્યાગ કરે છે.)
પત્ની : વહાલા, વૉશ બેઝિન પર તમારાં બ્રશ ને ઊલિયું મૂક્યાં છે. બેઝિન પાસેના હેંગરમાં નૅપકિન પણ રાખ્યો છે. બ્રશ કરો ત્યાં સુધીમાં ચા થઈ ગઈ સમજો.
પતિ : (ચા પીતાં પીતાં) ડિયર, તું મારી કેટલી બધી કાળજી લે છે ! મારી મધરે મને બહુ લાડ લડાવ્યા હતા. કેટલી મોટી ઉંમર સુધી એણે મને નવડાવ્યો ! મોમાં કોળિયા ભરાવ્યા, કપડાં પહેરાવી આપ્યાં ! મોટા થયા પછી પણ ચા તૈયાર, નાહવાનું પાણી તૈયાર, ધોયેલાં ઈસ્ત્રી કરેલાં કપડાં તૈયાર – અત્યાર સુધી બધું તૈયાર જ મળ્યા કર્યું છે. મા બધું કરતી ખરી, પણ એને બીક લાગતી ને મને પણ બિવડાવ્યા કરતી કે કશું જાતે કરતાં શીખ્યો નથી તે કોઈ માથાની મળશે તો ખબર પડી જશે કે કેટલી વીસુએ સો થાય છે ! પણ ડિયર, હું કેટલો લકી ! તારા જેવી પ્રેમાળ પત્ની મળી; નહિતર મારું શું થયું હોત !

પત્ની : વહાલા, તમારું કામ કરતાં મને અપાર આનંદ આવે છે ! ઈટ્સ માય પ્લેઝર ! તમારા માટે ચા બનાવતાં, તમારી રસોઈ બનાવતાં, અરે ! શર્ટનું બટન ટાંકવા જેવાં નાનાં કામો કરતાં પણ હું ધન્ય ધન્ય થઈ જાઉં છું !
પતિ : પણ ડિયર, હું તારું એકેય કામ નથી કરતો તેથી તને માઠું તો નથી લાગતું ને ! તું તો જાણે જ છે કે મને મારાં કામો જ કરવાં ગમતાં નથી ત્યાં તારાં કામો ? પ્રશ્નસ્ય અનૌચિત્યમ્ ! પરંતુ તને માઠું નહિ લાગે ને…એવી ચિંતા મને થાય છે ખરી.
પત્ની : નો ડિયર, નોટ એટ ઑલ ! તમે આવી કશી ચિંતા ન રાખશો. તમે મારાં કામો નથી કરતા તેથી મને કશું માઠું નથી લાગતું. ઑન ધ કૉન્ટ્રરિ તમારે મારું કોઈ કામ કરવાનું આવે છે ત્યારે કેવા પ્રૉબ્લેમ થાય છે ! થોડા દિવસ પહેલાં મારી તબિયત સારી નહોતી ત્યારે તમે જે શાક લઈ આવ્યા તેમાંથી મોટા ભાગનું ફેંકી દેવું પડ્યું હતું. તમે ગાયને ખવડાવવા ગયા ત્યારે ગાયે પણ એ શાકને રિજેક્ટ કરી દીધું એમ તમે જ કહેતા હતા. એક વાર ચા બનાવી આપી તેમાં બે વાર દૂધ ઢોળ્યું. આ તો સારું થયું કે ફોન કર્યો ને મારી બહેન આવી પહોંચી ને મારી તબિયત સારી થતાં સુધી રોકાઈ – નહિતર ઘરની શી દશા થઈ હોત !

પતિ : મને – આવા અણઘડને તારે બૅર કરવો પડે છે, નહિ ? ખરે જ મને તારા માટે સહાનુભૂતિ થાય છે.
પત્ની : ના, ના તમારું અણઘડપણું પણ મને ગમે છે. હા, પણ હવે તમે દાઢી કરો ત્યાં હું ગિઝરથી પાણી ગરમ કરું છું-પછી નાહી લો.
પતિ : પણ મારું રેઝર, દાઢીનો સાબુ, બ્રશ…એટ સેટરા, એટ સેટરા…
પત્ની : યસ, યસ ! એ બધું ક્યારનુંયે ટેબલ પર મૂકી દીધું છે… દાઢી માટેનું ગરમ પાણી પણ હમણાં લાવું છું.
પતિ : ઓહ, ડિયર ! તું કેવી સરસ છે, નહિ ?
(નાહવા ગયા પછી બાથરૂમમાંથી…)
પતિ : ડિયર, ઓ ડિયર !
પત્ની : શું વહાલા ?
પતિ : ડિયર ! તેં ટુવાલ ટેબલ પર મૂક્યો હતો, પણ હું એ લીધા વગર બાથરૂમમાં ઘૂસી ગયો ને નાહી પણ લીધું.
પત્ની : (ટુવાલ લંબાવે છે.) પછી જમવા આવો. રસોઈ તૈયાર છે.
પતિ : (કપડાં બદલી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાતાં) ડિયર, કમ હીઅર….
પત્ની : એ આવી…. (આવે છે.)
પતિ : ભોજનેષુ માતા એવી હે ભાર્યા ! જમવા આપો.

(પત્ની પીરસે છે – બંને માટે. પછી બંને જમે છે. વચ્ચે વચ્ચે પત્ની પતિને આગ્રહ કરીને જમાડતી જાય છે. જમીને બંને જૉબ પર જવા તૈયાર થાય છે.)
પતિ : ડિયર… ઓ ડિયર…
પત્ની : (દૂરના રૂમમાંથી) શું વહાલા ?
પતિ : ડિ…યર…..કમ..હિ…યર…વેરી…નિ…યર…. શર્ટનું આ બટન ટાંકવાનું છે. (પત્ની આવે છે. પતિએ શર્ટ પહેરી રાખેલું છે. પત્ની બટન ટાંકી આપે છે.)
પતિ : ડિયર, લગ્ન પહેલાં હું ફિલ્મો જોતો ત્યારનું એક સપનું સેવી રાખ્યું હતું.
પત્ની : શું ?
પતિ : હું જોબ પર જતો હોઉં ત્યારે તું-તું એટલે એ વખતે તો તને ક્યાં ઓળખતો હતો, પણ હું જોબ પર જતો હોઉં ને મારી પત્ની પેલા હીરોની પત્નીની જેમ જ મારા શર્ટનું બટન ટાંકી આપે. ગૉડ ઈઝ ગ્રેટ, નો ? હવે જરા મારાં બૂટ-મોજાં…. (પત્ની બૂટ-મોજાં હાજર કરે છે.)
પતિ : (બૂટ પહેરતાં) બ્રશ પ્લીઝ, (પત્ની બૂટ પર બ્રશ ફેરવી આપે છે.) થેંક્યું ડિયર, થેંક્યું સો મચ ! આવું સુખ તો પેલા ફિલ્મી હીરોને પણ નહોતું.
પત્ની : ઈટ્સ માય પ્લેઝર, ડિયર !

(સાંજે પતિ-પત્ની પોત પોતાના જોબ પરથી પાછાં ફરે છે.)
પતિ : (સોફામાં પડતું મૂકતાં) ઓ ડિયર ! બહુ થાકી ગયો છું. વેરી ટાયર્ડ. પ્લીઝ ! એક કપ ગરમાગરમ મસાલેદાર ચાય હો જાય….
પત્ની : હો જાય, વહાલા ! તમે ફ્રેશ થાઓ ત્યાં સુધીમાં હું ચા બનાવી લાઉં છું. (પત્ની ચા બનાવી લાવે છે.)
પતિ : (ચા પીતાં પીતાં) ફાઈન ! મજા આવી ગઈ. ડિયર, તું માનીશ ? તું ચા બનાવી લાવે, પછી આપણે સાથે ચા પીએ – જિંદગીની આ કેવી મજા છે ! વન્ડરફૂલ ! એક્સેલન્ટ !
પત્ની : તમને મજા પડે છે એટલે મને પણ ચા બનાવવામાં મજા પડે છે.
પતિ : ઓ ડિયર ! આય’મ સો લકી !

(પતિ સોફા પર લંબાવી ટીવી જુએ છે ને પત્ની રસોડામાં જઈ રસોઈના કામે વળગે છે. રસોઈ તૈયાર થતાં ‘વહાલા, ચાલો જમવા’ની બૂમ પાડી પતિને જમવા બોલાવે છે. બંને સાથે જમે છે. પત્ની આગ્રહ કરી કરીને પતિને જમાડે છે. પતિ ‘આ’યમ લકી, વેરી લકી’, કરતો જમે છે. જમ્યા પછી ફરી સોફા પર લંબાવી ટીવી જુએ છે કે છાપાં ઉથલાવે છે. પત્ની કામવાળા માટે વાસણો કાઢે છે. કામવાળો વાસણ માંજે એ દરમિયાન રસોડામાં સમુંનમું કરે છે. કામવાળો ગયા પછી વાસણો સરખાં મૂકે છે. આખા દિવસના થાક પછી પત્ની પથારીમાં પડતું મૂકે છે. પતિ ટીવી પર જુદી જુદી ચેનલો જોયા કરે છે. સવારથી સાંજ સુધીનો પતિ-પત્નીનો આ રોજનો ક્રમ છે.)
.

પ્રવેશ બીજો
પાત્રો : પતિ અને પત્ની
સમય : લગ્નજીવનની રજતજયંતી પછીનો….

પત્ની : તમે ભાઈસા’બ, હવે ઊઠો તો સારું. હું ક્યારની રાડો પાડું છું, પણ તમે સળવળવાનું નામ લેતા નથી. હવે ઊઠો અને બ્રશ કરી ચા બનાવી પી લો તો પછી હું કૂકર મૂકું.
પતિ : ડિયર ! જાતે ચા બનાવવાનું બહુ કષ્ટદાયક લાગે છે !
પત્ની : તો તમારે વહેલા ઊઠવું જોઈએ. મેં ક્યારની ચા બનાવીને પી લીધી. તમે વહેલા ઊઠો તો સાથે ચા બની જાય, પણ તમે આટલા મોડા ઊઠો તોય મારે જ ફરી ચા બનાવવાની ? તમને એક વાર ચા બનાવવામાં કષ્ટ પડે છે તો મને બે વાર ચા બનાવવામાં કષ્ટ ન પડે ?
(પતિ ઊઠે છે. બ્રશ હાથમાં લે છે.)
પતિ : ડિયર ! બ્રશ તો જડી ગયું, પણ ઊલિયું નથી જડતું.
પત્ની : હું અત્યારે બીઝી છું. તમે સહેજ વાંકા વળી આસપાસ જુઓ. બેઝિન નીચે ક્યાંક પડી ગયું હશે.
(બ્રશ કર્યા પછી પતિ ચા બનાવે છે. ચા ઊભરાઈને ઢોળાઈ જાય છે.)

પતિ : ડિયર ! મારું ચા બનાવવાનું દુ:ખ તપેલીથી જોયું ન ગયું, એટલે જો એનું હૃદય ભરાઈ આવ્યું અને ચા બધી ઢોળાઈ ગઈ.
પત્ની : તો બીજી વાર ચા બનાવો કે ચા વગર ચલાવી લો, પણ તમે વહેલા નહિ ઊઠો તો હું તમને ચા બનાવી દેવાની નથી એ દીવાલ પર લખેલું સત્ય છે એ જાણી લો.
પતિ : આ દીવાલો પર ક્યારેક આવું કારમું સત્ય પણ લખાશે એની કદી કલ્પના નહોતી કરી !
પત્ની : તમે જ વારંવાર કહો છો ને, કે કલ્પના કરતાં સત્ય વધુ વિસ્મયપ્રેરક હોય છે !
પતિ : માત્ર વિસ્મયપ્રેરક જ નહિ, વેદનાપ્રેરક પણ. ઓ નરસિંહ મહેતા ! તમે સાચું જ કહ્યું છે કે ‘જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું… ચાલ જીવ, તારા ભાગ્યમાં ફરી ચા બનાવવાનું લખ્યું છે તો તે જે તણો ખરખરો ફોક કરવો….’
(પતિ ચા બનાવે છે. પીએ છે… ચા ઝભ્ભાની બાંય પર પડે છે. પત્ની જુએ છે, પણ ઊભી થતી નથી. પતિ 6.5 રિચર સ્કેલના નિસાસા નાખતો ઊભો થાય છે ને ઝભ્ભાની બાંય પાણીથી ધુએ છે.)
પતિ : (ચા પીધા પછી) ડિયર ! ગિઝરથી પાણી ગરમ તો મેં સ્વયં કરી લીધું, પણ ટુવાલ જડતો નથી.
પત્ની : શોધો, જાતે શોધો. હું તમને કશું કરી આપવાની નથી. (પતિને દીવાલ સામે જોતો જોઈ) ત્યાં શું જુઓ છો ?
પતિ : ‘તું મારું કોઈ કામ કરી આપવાની નથી.’ એ દીવાલ પર લખેલું સત્ય વાંચવા કોશિશ કરું છું.
પત્ની : તમને મજાક સૂઝે છે, પણ હું સિરિયસલી કહું છું. આઈ મીન ઈટ !
પતિ : ઓ ભવભૂતિ ! તમે ક્યાં છો ? તમે જુઓ છો ને કે તે હિ નો દિવસા ગતા !
પત્ની : ગતા સાડી સત્તર વાર ગતા !
પતિ : (નાહીને બહાર નીકળતાં) ડિયર ! આ ખમીસનું બટન… પ્લીઝ…
પત્ની : નો પ્લીઝ ! હું તમને બટન ટાંકતાં શીખવવા તૈયાર છું… લો… આ સોય અને દોરો… સોયમાં દોરો પરોવો જોઉં !
પતિ : ડિયર, અસંભવમ્ હેમમૃગસ્ય જનમમ્ ! ડિયર, મારાથી સોયમાં દોરો પરોવાય એ કેવળ અસંભવ ! છતાં પ્રયત્ન કરવા હું તૈયાર છું. તું એક હાથમાં સોય પકડ ને એક હાથમાં મેગ્નીફાઈંગ ગ્લાસ પકડ-મેગ્નીફાઈંગ ગ્લાસને સોયના નાકા પર ગોઠવ તો જ મને સોયનું નાકું દેખાશે.
પત્ની : તમે સિરિયસલી શીખવા તૈયાર થશો તો હું તમને સોયમાં દોરો પરોવતાં, બટન ટાંકતાં શીખવવા તૈયાર છું, પણ હવે બટન ટાંકી દેવાની વાત નહિ.
પતિ : પણ ડિયર, તને તો મારાં કામો કરતાં આનંદ આવતો હતો !
પત્ની : મૂરખ હતી હું ! મને એમ હતું કે મને તમારાં કામો કરતાં આનંદ આવે છે એમ તમને પણ મારાં કામો કરતાં આનંદ આવશે… પણ એવું કશું થયું નહિ. તમને તો મજા પડી ગઈ. હું પણ જૉબ કરું છું અને હવે હું પચ્ચીસ વરસની નથી. મનેય થાક લાગે છે, પણ મારાં કામો તો મારે જ કરવાનાં ને તમારાં કામોય મારે કરવાનાં – ના – હવે એવી સજા વેઠવી નથી.
પતિ : અરે ! અરે ! રૂદિયાની રાણી…
પત્ની : કહેવાની રૂદિયાની રાણી…. પણ વાસ્ત્વમાં નોકરાણી…. સાવ મફતની નોકરાણી… પણ હવે… હવે તે હિ નો દિવસા ગતા !
પતિ : ઓહ ! ઓહ !

( પડદો પડે છે. પડદાની આગળ સૂત્રધાર આવીને ઊભા રહે છે.)
સૂત્રધાર : વહાલા પ્રેક્ષકો ! તમારે ઘેર ભજવાતું નાટક તમે અહીં પણ જોયું ! આવા બે પ્રવેશવાળું નાટક ન ભજવવું હોય તો લગ્નજીવનના પ્રારંભથી જ પતિએ હું કહું તે ભાવના પત્ની સમક્ષ પ્રગટ કરવી અને એ મુજબ વર્તવા હૃદયપૂર્વક પ્રયત્ન કરવો. સાંભળો :

ॐ सहनाववतु ।
सह मया पयतु ।
सह प्रिये भुनक्तु ।
उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
वस्त्राणि प्रक्षालयतु ।
सांधँ कायँ कुर्वहे ।
साधँ स्नेहं कुर्वहे ।
साघँ गेहं रचयावहे ।
मा विद्विषावहै ।
ॐ शांति: शांति: शांति: ।
(ઈશ્વર આપણા બંનેનું રક્ષણ કરે. હે પ્રિયે ! તું મારી સાથે રાંધ, તું મારી સાથે ભોજન કર; એંઠાં વાસણો તું મારી સાથે માંજ; તું મારી સાથે કપડાં ધો; હે પ્રિયે આપણે સાથે કાર્ય કરીએ, આપણે સાથે સ્નેહ કરીએ, આપણે સાથે ‘ઘર’ બનાવીએ; આપણે એકબીજાનો દ્વેષ ન કરીએ. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:)

(ઉપરોક્ત સંસ્કૃત રચના કવિ હર્ષદેવ માધવની છે.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચપટી – આશા વીરેન્દ્ર
ગુજરાતનાં અજબ ગામનામો – રમેશ તન્ના Next »   

40 પ્રતિભાવો : કહાની હર વર કી – રતિલાલ બોરીસાગર

 1. Ravi , japan says:

  Wah Ratilala wah !!!
  simple language marriage life
  ni most important key api didhi !!!!!

 2. Soham says:

  This is too good. and I like the the samskrut rachana above.. Should be part of your morning prayer..

  Ratilalji nu kahevu ja na pade.. ek dam uttam koti na hasya lekhak chhe…

  Bahu maja avi.. savar ek dam prafullit thai gai…

 3. 😀 એક્દમ રતિલાલ-ish લેખ … 🙂

  પણ મજાના સંદેશ સાથે … નવ-વિવાહીતોએ ખાસ વાંચવા જેવો…

 4. really nice…..marrige life ne bahu saras rite varnavi…… short & sweet…. I like this story….

 5. jini says:

  good one, it is very refreshing :).

 6. vibha says:

  BAHU SARAS MAJA AVI GAYI. BAROBAR CHE LAGAN NA AMUK SAMAY PACHI AVU BADHU BANAVANU SARU THAI JAY CHE AMUK PATI CHALAI LE CHE ANE AMUK PATINE RAMO BANAVI DIDHANO AHSAS THAY CHE. KHAREKHAR PATI PATNI BEY MALINE KAM KARE TO KEVI MAJA AVE. KHARU CHE NE?

 7. shruti maru says:

  bahu sarasa ratilalbhai tame maja karavi didhi.

  રતિલાલભાઈ આપે સમય સાથે સંબંધ નું પરિવર્તન ખુબ સરસ બતાવ્યું છે સમય ની સાથે બધુ બદલાતુ જાય છે કંઈક સુધરે છે કંઈકં બગડે છે.

  ખુબ સરસ લેખ

  આભાર

 8. nayan panchal says:

  વચ્ચે વચ્ચે આવતી સંસ્કૃત ઉક્તિઓએ તો મજા વધારી દીધી.

  આભાર.

  નયન

 9. Samir says:

  Nice Story! This is 21st century. Men have to learn to do everything by themselves.

 10. સરસ લેખ. ધન્યવાદ. ગુજરાતીમાં અંગ્રેજી-સંસ્કૃતનું સંમીશ્રણ મઝા લાવે છે.

  -ગાંડાભાઈ

 11. Dhaval B. Shah says:

  બહુ મજા આવી.

 12. Maharshi says:

  Wonderful indeed…

 13. rekhasindhal says:

  વાસ્તવિકતાનું રમૂજ ભર્યુ ચિત્રણ !

 14. કલ્પેશ says:

  વહાલા, તમારું કામ કરતાં મને અપાર આનંદ આવે છે ! ઈટ્સ માય પ્લેઝર ! તમારા માટે ચા બનાવતાં, તમારી રસોઈ બનાવતાં, અરે ! શર્ટનું બટન ટાંકવા જેવાં નાનાં કામો કરતાં પણ હું ધન્ય ધન્ય થઈ જાઉં છું !

  આવુ કઇ પત્ની કહે છે? ઃ)

  ભોજનેષુ માતા એવી હે ભાર્યા ! જમવા આપો.

  આવુ કોઇ પતિ કહે તો પત્નીને ચક્કર આવી જાય.

  બીજો ભાગ ખરેખર વાસ્તવિકતાની નજીક છે.

 15. Veena Dave,USA. says:

  હાસ્ય લેખ પન વાસ્તવિક્તા આ જ .
  સ્ત્રિ નોકરિ કરે તો પુરુશે પન ઘર કામ મા મદ્દ્દ કરર્વિ જોઇએ. સન્સાર રથ ના બન્ને વ્હિલ સરખા હોવા જોઇએ. તો રથ દોડે.

 16. ઈન્દ્રેશ વદન says:

  હા હા, ખૂબ સરસ. એકદમ સુયોગ્ય મથાળું.

  હવે જીવનનો બીજો પ્રવેશ પચીસ વર્ષે નહીં પણ પચીસ મહિનાઓ માં જ શરુ થઈ જાય છે.

  લગ્ન બાબતે તો સાચે જ કલ્પના કરતાં સત્ય વધુ વિસ્મયપ્રેરક હોય છે ! 🙂 🙂

 17. Rajni Gohil says:

  આ વાર્તા તો સરસ બોધપાઠ આપી જાય છે કે અર્ધાંગીનીની અવગણા ન કરવી. લગ્ન પછી તરત ભોગવેલી બાદશાહી, સમયના વહેણ સાથે વહીને જતી ન રહે તેને માટે ઝાઝા હાથ રળિયામણા એ ભુલવું નહીં. ચેતતો નર સદા સુખી.

  રતીલાલભઇની સરસ માઝાની વાર્તા વાંચીને લગ્નજીવન સુખી બનાવવા ઝાઝા હાથ રળિયામણા એ સૂત્રને અમલમાં મુકીને પતિદેવો હાથ જોડીને બેસી રહેશે નહીં. નાટકનો અંત પાઠ ભજવાય જ નહીં તેનું પહેલેથી ધ્યાન રાખશે.

 18. parmar hasmukh says:

  ખુબ જ સરસ

 19. Kranti Patel says:

  Ek saras Prarthna mali, sathe maline gaiye.

 20. mukesh thakkar says:

  very nice story.

 21. HASMUKH says:

  ખરે ખરે આ લેખ વાશી ને ખુબ મજા આવિ ગુજરાતિ સવાન્દ મા પતિ-પત્નિ ના જીવન ની કથાનુ હાસ્ય રસ્ વશી ખુબ આનન્દ થયો

 22. Jitesh Shah says:

  ખુબ સુન્દર લેખ. જિન્દગી નુ સત્ય હકિક્ત આ લેખ મા આવેલુ ચે.

 23. Raku Desai says:

  Very nice story… It is a fact.. its always happening in life.

 24. jignesh says:

  This is facts of all marred husbands and wife, but this is mixtur of life and love, if both (husband & wife ) understand each other and helping to each other then life is woudnerful.

  this is massage of marred life.keep it up ….

 25. SAKHI says:

  THIS IS VERY INTERESTING ARTICAL.

 26. PARMANAND says:

  THIS IS VERY INTERESTING ARTICAL.

 27. Ajit Desai says:

  Jivan ma hashya ras uttam chhe…

 28. Neha Pancholi says:

  maja avi.

  Both scenarios were too extreme. If people can find the state in between then only life would be well balanced and easy going.

  ખરેખર તો શરુઆતના વરસમા જો પત્ની વધુ ઘસાય છે, તો પાછળથી આખી લાઈફ સંભળાવે છે. So better to careful from begenning. :>)

 29. MODI DIPAK M says:

  આ લેખ મને ખુબ જ સારો લાગ્યો, રતિલાલ બોરી સાગર ને હુ રુબરુ મળેલો, લોકનિકેતન પાલનપુર મા,

  મોઢ દિપક,

 30. madhukant.gandhi says:

  Bravo….Ratilal….tamone kem khabar padi ke akhre badhana aaj haal(haval) thai che…?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.