ભુલાઈ ગયેલો ટહુકો – વસુધા ઈનામદાર

[પ્રસ્તુત વાર્તા ‘અનુજા’ વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લેખિકા વસુધાબહેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +1 731-372-2774 ]

રોહન અને માનસીને બેચાર મહિને એકાદ ટ્રીપ મારવાની આદત છે. તેઓ પોતાનાં બંને બાળકો કંચનબહેનને સોંપીને જતાં રહેતાં. બાળકો નાનાં હતાં ત્યારે કંચનબહેનને થતું, ‘હશે, ભલે ફરતાં. લગ્ન પછીના પાંચ વર્ષમાં બે બાળકો થયાં, માનસી બહુ હરીફરી નથી.’ પોતે બંને બાળકોને વિના તકલીફે સાચવી શકે છે. એમને પોતાને પણ દાદી બન્યાનો ઉમંગ હતો. બાળકોના જન્મ પછી એમનું જીવન પાછું હર્યુંભર્યું બન્યું, પણ સમય જતા તેઓ માત્ર બેબી સીટર બની રહ્યાં. દીકરાની વહુ માનસીને મદદ કરવાનો આનંદ ધીરે ધીરે ઓસરતો ગયો. બાળ ઉછેરની સમગ્ર જવાબદારી જાણેઅજાણે એમના શીરે આવી. સવારનાં બાળકોને સ્કૂલે મૂકવા જવાથી માંડીને તે એમના હોમવર્કની જવાબદારી પણ એમની જ !’

એ દિવસે સાંજના માનસીને એના બેડરૂમમાં સૂટકેસ ભરતા જોઈ ત્યારે એમને બહુ આશ્ચર્ય ન થયું. બાજુમાં જ ઊભેલી પૌત્રી સરીનાએ કહ્યું, ‘મૉમ અને ડેડ યુરોપની ટૂરમાં જઈ રહ્યાં છે. હું મારી જોઈતી વસ્તુઓનું લીસ્ટ બનાવવાની છું. બા, તમારે કંઈ જોઈએ છે ?’ કંચનબહેને માનસીની સામે જોયું. પોતે બૅગ ભરવામાં વ્યસ્ત છે એવા હાવભાવથી એણે જાણે કંચનબહેનની ઉપેક્ષા જ કરી ! એમને પૂછવું હતું કે ક્યારે જાવ છો ? ક્યાં ક્યાં જાવ છો ? કેટલા દિવસે પાછાં આવશો ? – પણ માનસીની સામે જોયા પછી એ પ્રશ્નો પૂછવાની એમને ઈચ્છા જ ન થઈ. સરીનાએ જ સામે ચાલી કહ્યું, ‘બા, અમે તો તમારી સાથે જ રહીશું. એ લોકો લોંગ વીકઍન્ડમાં જવાના છે..’ એ વિચારતાં રહ્યાં. બે દિવસ પછી જવાના છે, મને કોઈ કંઈ કહેતું નથી. આપણને શાના પૂછે ? એમને ગુસ્સો આવ્યો, હવે હદ થઈ !!

તેઓ રસોડામાં આવ્યાં. ડાઈનિંગ ટેબલ પર પડેલાં વાસણો સીંકમાં મૂક્યાં. હાથ રસોડાનાં કામમાં પરોવાયાં પણ મન ભૂતકાળમાં સરી પડ્યું. ભારતથી આવ્યા પછી પોતે ભણ્યાં, પતિના ખભેખભા મિલાવીને નોકરી કરી. લોકોને ત્યાં રસોઈ કરવાથી માંડીને કપડાં સીવવાનું કામ કર્યું. પૈસા ભેગા થતા જ ધંધામાં રોકાણ કર્યું. આજે પોતાના નામે મકાન છે, બૅન્કમાં સારું એવું બેલેન્સ છે, મોટો દીકરો કેનેડા છે. અવાર-નવાર તેના પરિવાર સાથે આવે છે. દીકરી પણ એનાં બાળકોને લઈને આવતી હોય છે. મારા સંતાનો વિસામો લેવા આવે છે. ક્યારેક મોટો દીકરો એમની નજીક બેસીને હકથી કહે છે : ‘મૉમ ધીસ ઈઝ અવર વૅકેશન હોમ’. તેઓ વિચારતાં કોઈને એમ થાય છે કે માને પણ વિસામાની જરૂર છે ! અહીં આવીને પોતાનાં બાળકો મને સોંપીને શૉપિંગ કરવામાં કે પોતાના મિત્રોને મળવામાં વ્યસ્ત થઈ જાય છે. તે દિવસે માનસી વાત વાતમાં કહેતી ગઈ, ‘બા, તમે મને હું ક્યાં જાવું છું એવું પૂછો છો ને ત્યારે મને જૂના જમાનાના મધર ઈન લૉ યાદ આવી જાય છે !’ ત્યારથી કંચનબહેને એને પૂછવાનું બંધ કર્યું હતું.

સાંજ પડે બંને નોકરીએથી આવે ત્યારે રોહન પૂછશે : ‘મૉમ, શું જમાવાનું બનાવ્યું છે ?’ માનસી પેટ ભરીને રસોઈનાં વખાણ કરશે. પોતાને સવારે વહેલા મિટિંગમાં જવાનું છે કહી ગુડનાઈટ કરી દેશે, વીકઍન્ડમાં બહાર જમવા જાય ત્યારે મને ન લઈ જાય તો કાંઈ નહીં, બાળકોને પણ નથી લઈ જતાં. પોતે એકવાર કહ્યું ત્યારે કહે, ‘બા, તમે એમને બહુ બગાડ્યા છે. બહાર જમવા લઈ જઈએ તો ત્યાં ખૂબ ધમાલ કરે છે. અમે પીઝા ઘેર લઈને આવીશું.’ એમ કહી દે છે. એ લોકો કેમ એમ વિચારતા નહીં હોય કે બા પણ પીઝાહટમાં પીઝા ખાઈ શકે છે. કંચનબહેનને ક્યારેક થતું કે રોહન અને માનસીને કહું હું આ દેશમાં છેલ્લાં વીસ વર્ષથી રહું છું. તમારી જેમ હવે આ મારો દેશ છે. તમારા રૂટ આ દેશમાં મજબૂત કરવામાં મારો ફાળો કાંઈ નાનો-સૂનો નથી. એમનું મન ઉદાસ થયું. ગ્લાનીભર્યા મનમાં ગુસ્સાએ સ્થાન લીધું. ધીરે ધીરે સ્વસ્થ થયાં ને તે વિચારવા લાગ્યાં, ‘હું માનસીની મા ન બની શકું તે સમજાય એવી વાત છે. શરૂઆતમાં હું વિચારતી કે એક દીકરી ગઈ તો બે ઘરમાં આવી. હું એમને માની ખોટ નહીં સાલવા દઉં… પણ જીવનમાં માનીએ છીએ એટલું કરવું સહેલું અને સરળ નથી હોતું. મેં સમજણપૂર્વક એની મમ્મી નહીં પણ સારી સાસુ બનવાનો પ્રયત્ન કર્યો. એ નોકરી કરે છે એમ વિચારી એના તરફથી કામની અપેક્ષા ન રાખી. બંને જણાં ફરવા જતાં ત્યારે રોહનને ગમે છે એના આનંદ ખાતર કશું કહ્યું નહીં.’ એમનો દાદી બનવાનો ઉત્સાહ ઉમંગ હવે ક્ષીણ થતો જતો હતો. એમને લાગતું કે આ લોકો મારી વધુ ને વધુ ઉપેક્ષા કરતા જાય છે. આ ઘરની અને એમનાં બાળકોની જવાબદારી મારી છે એમ વણબોલ્યે સ્વીકૃત થયું છે.

કંચનબહેને બાળકોને મોટાં કર્યાં. હિંમતપૂર્વક જીવ્યાં. પોતાનું બીઝનેસ સંભાળીનેય બાળકોને ભરપૂર પ્રેમ આપ્યો. પોતાનાથી શક્ય એટલા પૂર્વ અને પશ્ચિમના સંસ્કારો આપ્યા. પૌત્ર અને પૌત્રીનું ઘડતર કરવામાં એમનો મોટો ફાળો છે. આ ઘરની હરેક ચીજ પર એમનો હક્ક છે. દરેક ચીજ સાથે લાગણીના તંતુથી તે જોડાયેલા છે. પોતે કર્તવ્યદક્ષમાં અને સફળ બિઝનેસ લેડી હતી એનો અહેસાસ એમને હજીય છે. પોતાની જીવન પ્રત્યેની સમજણ વિશે એમને ગર્વ હતો. એ માનતા હતાં કે એમની છાયામાં બાળકો સુખી અને સુરક્ષિત હતા, પણ હવે સમગ્ર પરિસ્થિતિ પલટાવા લાગી હતી.

કાલે રોહન અને માનસી જવાના, આખા દિવસના વિચારોના અંતે એમણે નિર્ણય લીધો. થોડાંક કપડાં, ક્રેડીટ કાર્ડ, ચૅક બુક અને થોડીક કેશ લઈને તેઓ બહાર નીકળ્યાં. જવું ક્યાં ? કોને ત્યાં ? ઘરનું બારણું પાછું ખોલ્યું. ટૅક્સી માટે ફોન કર્યો. થોડીવારમાં જ ટૅક્સી આવી. તે બોલ્યાં, ‘ઍરપોર્ટ…’ સાંજ પડવા આવી હતી. માનસીએ રોહનને કહ્યું : ‘હજી બા નથી આવ્યાં.’
‘અરે આવશે. કોઈકની રાઈડ મળી હશે તો મંદિર ગયાં હશે, નહીં તો કોઈકની ખબર કાઢવા હોસ્પિટલ ગયાં હશે.’
‘ગયાં હોય તો પણ આટલા મોડા સુધી રોકાય નહીં. માનસી રસોડામાં જઈને જુવે છે. રોજની જેમ આજે ટેબલ પર ડીનર મુકાયેલું નહોતું !’ રાતના દસ વાગ્યા બાળકો પણ દાદીને શું થયું ? ક્યાં હશે વિચારતા સૂઈ ગયાં. રાત ઘડિયાળના કાંટે દોડી રહી હતી. રોહન ફોનની બાજુમાં જ બેસી રહ્યો. માનસી એની સામે જોઈ રહી. ક્યાંય સુધી વાતાવરણમાં ચૂપકીદી છવાઈ રહી ને માનસી ઊંચા સાદે બોલી : ‘તમારી માના લક્ષણ કાંઈ સારા નથી. તમારી ઑફિસનો જૂનો મૅનેજર અવારનવાર ફોન કરતો હોય છે.’
‘ચૂપ રહે, એની કાંઈ ઉંમર છે ? સાંઈઠની ઉપર થયા મારી બાને….’
‘વાહ ભાઈ વાહ, આટલાં વર્ષે માંડ પચાસનાં લાગે છે. એમનું શરીર કેવું એકવડું છે. મોઢામાંના બત્રીસે દાંત સલામત છે. એટલું જ નહીં મારી કરતાંય એમના વાળ તો જુઓ ! પાછળથી કોઈ જુએ તો ભૂલથાપ ખાઈ જાય ! આ બધા પર મુગટ ચઢાવવાનો બાકી હોય તેમ યુવાન સ્ત્રીને શરમાવે એવી એમની ગરવી ચાલ ! અને ચહેરા પર કરચલીનું નામોનિશાન નથી. અમે સાથે જઈએ તો મારાં મોટાં બહેન લાગે. તે દિવસે સરીનાની સ્કૂલમાંથી કોઈએ પૂછ્યું હતું : ‘આ તારી મમ્મી છે ?’… આ તો અમેરિકા છે સમજ્યાં !!’
‘તું હવે મારી મા વિશેની અતિશયોક્તિભરી વાતો બંધ કરીશ ?’
‘કેમ સાચી વાત કડવી લાગી ? આ જુઓ મારા વાળ ઊતરે છે….’
‘તું તો છાશવારે ડાયટ કરે છે. જાત જાતના કલરથી વાળ રંગે છે અને મેકઅપ…. ચાલ જવા દે એ વાત. કેનેડા ભાઈને ફોન કરીને પૂછું ?’
‘ગાંડા છો ? ઉપરથી આપણને લેકચર આપશે…. તમે હવે તમારી માને શોધી કાઢો, નહીં તો આપણી આ યુરોપની ટ્રીપ તો ગઈ ને રીફંડ પણ મળશે નહીં.’
‘એમ કર તારી મોટીબહેનને બોલાવ….!’
‘શું વાત કરો છો ? એને ટાઈમ છે ? આપણે સાજાંમાંદાં હોઈએ અને એ આવે એ વાત જુદી. આ તો આપણે લહેર કરવાની ને એ આપણાં છોકરાં સાચવે ?’
‘એવું જ તો મારી મા સાથે છેલ્લાં દસ વર્ષથી થઈ રહ્યું છે.’
માનસીએ જાણે રોહનની વાત સાંભળી જ ન હોય તેમ ‘તમારી માએ ખોટા લાડ લડાવ્યાં છે. મોટો આખો દિવસ કમ્પ્યુટર અને ટી.વી. અને આવડી અમથી સરીના ટેલિફોન અને ફ્રેન્ડ્સ. કોણ સાચવે આપણાં છોકરાંને અમેરિકન છોકરાંની જેમ…..’ એને અધવચ્ચેથી અટકાવીને, ‘માનું મને સમજાતું નથી કે તું વારંવાર મારી માને કેમ બ્લેમ કરે છે. એ તોફાની બારકસોની મા તો તું છે. તું થોડોક સમય કાઢને ! નોકરી છોડીને બાળકોને સાચવ !’

‘હવે તમારું ભાષણ બંધ કરી, તમારા માની તપાસ કરો. ખરે ટાઈમે એમને શું સૂઝયું, તે આમ કહ્યાં વગર જ ! મેં એમની બધી જ બહેનપણીને ફોન કર્યો, ન્યૂયોર્ક તમારી બહેનને પણ કર્યો. એ તો સામેથી મને જ ચોંટ્યાં, તમે મમ્મીનું ધ્યાન નથી રાખતા. એમને બેબીસીટર બનાવી દીધાં છે, પહેલાં તો એ કેટલા એક્ટિવ હતાં !’ રોહન માનસીની સામે જોઈ રહ્યો, ‘મેં તો એમને સંભળાવી દીધું બહુ લાગણી ઊભરાય છે તો લઈ જાવ થોડો વખત, તો બસ કહેવા માંડ્યા, તમારે એને રાખવી નથી, એના ઘરમાં મફત રહો છો, બહાર ભાડું ભરીને રહો ત્યારે ખબર પડશે. મને તો એમ લાગે છે કે તમારાં બા ત્યાં જ છે.’
રોહન બોલ્યો : ‘ના, બા ત્યાં ના હોય.’
‘તો અનુ આમ સંભાષણને બદલે ચિંતા ન કરે !’
‘બા ત્યાં હોય તો અનુ તો આપણને કહે જ ને !’
‘તો બા આમ ખરી વખતે ક્યાં ગયાં ? તમારી ફેમિલીમાં તો માનું…. પ્લીઝ, તારી ફેમિલી વિશે મને બોલાવીશ નહીં. ચાર દિવસ માટેય હેલ્પફુલ થયા છે ?’
રાત આમ જ પસાર થઈ.

બીજે દિવસે બપોર થતામાં બાનો ફોન આવ્યો, ‘હલ્લો.’
‘હાં બોલો બા, તમે ઠીક છો ને ?’
‘રોહન, હું મજામાં છું. બે દિવસમાં આવી જઈશ. મારી ચિંતા ના કરશો.’
માનસી દોડીને આવી : ‘ક્યાંથી બોલો છો ? બા, તમે ક્યાં છો ?’ ફોન કટ થઈ ગયો. રોહન અને માનસીને ટ્રીપ કેન્સલ કરવી પડી. બા ગયાં ત્યારની માનસી ઘરે જ છે. મનમાં બા પ્રત્યેનો રોષ લાવાની જેમ ઊકળતો હતો. એ કારણ વગર જ બાળકો પર ગુસ્સો કરતી. આજે રજાનો છેલ્લો દિવસ. આજેય બા ના આવે તો કાલે કામે નહીં જવાય ! રોહને એને આશ્વાસન આપ્યું, ‘બાએ મને કહ્યું છે તો તે આવશે જ ઓ.કે.’

જ્યારે કંચનબહેન પોતાના ઘર આગળ આવીને ઊભાં રહ્યાં ત્યારે ખાસ્સું અંધારું થવા આવ્યું હતું. બારણાંનો ડોર બૅલ વાગ્યો. માનસી અને રોહન બંને એકી સાથે બારણાં આગળ આવ્યાં. બા બારણે ઊભાં હતાં. ટૅક્સીવાળો ટર્ન લઈ રહ્યો હતો. એમના હાથમાં નવી સૂટકેસ અને ખભે પર્સ હતી. ઘરમાં પ્રવેશતાં જ તે બોલ્યાં : ‘માનસી, જરા પાણી આપ અને ઓછી ખાંડવાળી ચા બનાવ… ને જો હું જમવાની નથી. હાં, છોકરાંને કહી દેજે મને ડીસ્ટર્બ ન કરે !’ માનસીએ એમની વાત તરફ દુર્લક્ષ કર્યું ને તે બોલી ઊઠી :
‘પણ તમે આમ અચાનક કોઈનેય કહ્યા વગર કોની સાથે ગયાં હતાં ?’
‘કહ્યું ને હમણાં કોઈ વાત નહીં, ચા લઈ આવીશ ?’
રોહને કહ્યું : ‘જા, ચા બનાવ, મારી પણ બનાવજે !’
બા એમની નવી પૈંડાવાળી બૅગ એમના રૂમમાં લઈ ગયાં. માનસી જોતી જ રહી. એણે રોહનની સામે જોયું. ત્યાં તો ફોન રણક્યો. રોહને જ ઉપાડ્યો, ‘હલ્લો, હાં કોણ ? વાત કરવી છે ?… ના… ના.. છે ને બે દિવસ બહારગામ ગયાં હતાં. હાં… હાં… તમારો ફોન હતો એવું એમને કહીશ.’
ત્યાં તો બાએ અંદરના રૂમમાંથી ફોન ઉપાડ્યો. માનસી ચાનો કપ લાવી. બા આનંદપૂર્વક વાતો કરતાં હતાં. એમના રૂમમાંથી બહાર નીકળતાં માનસીના કાને શબ્દો પડ્યાં : ‘હા… હા, હવે કંચન બનીને જ જીવવાની છું.’ સૂતાં પહેલા એમણે રોહન અને માનસીને કહ્યું, ‘સવારે છોકરાંને મૂકવા નહીં જવાય, હવેથી ત્રણ દિવસ તમે જજો બાકીના બે દિવસ હું જઈશ.’

સવારના બ્રેકફાસ્ટના સમયે એમણે કહ્યું, ‘માનસી, બાળકો તમારાં છે, મારાં પણ છે. તમે મા છો, બાળકો પર ધ્યાન આપો. એમને શિસ્તની ટ્રેનિંગ તમે આપશો તો એમના ઘડતરમાં મહત્વનો ફાળો ભજવાયેલો ગણાશે. તોફાની બાળકોને આનંદમાં રાખીને પ્રવૃત્તિ કરાવો તો ધમાલ ઓછી કરશે. ને સાંભળો હવે પછી ઘરમાં થતી નાની મોટી પ્રવૃત્તિ વિશે આપણે એકબીજાને કહેવાનું રાખીએ. તમે ક્યારેક વગર બોલ્યે મારી ઉપેક્ષા કરતા હો એમ મને લાગે છે. મને એમાં મારું અપમાન થતું હોય એવું લાગે છે. હવે પછી એ બાબતે ધ્યાન રાખશો.’ માનસી ચૂપ ! એને ગુસ્સો કરવાની તીવ્ર ઈચ્છા થઈ આવી. રોહને એની સામે જોયું ને પોતાની કારની ચાવી લઈને એ ઑફિસ જવા નીકળ્યો ! માનસી ન બોલવામાં નવ ગુણ સમજીને કામ પર મોડું અવાશે એવો ફોન કરીને બાળકોને સ્કૂલે મૂકી આવી.

બપોરના કંચનબહેને પોતાની ફ્રેન્ડને સવારની વાતચીત વિશે કહ્યું. પોતાની થતી ઉપેક્ષાની વાત કરી. એણે કહ્યું, ‘નાની મોટી બાબત તે પછી બાળ ઉછેરની હોય કે ઘરમાં ફર્નિચર ગોઠવવાની હોય, કોઈ પણ બાબતમાં મારી વાતને મહત્વ નથી અપાતું.’ બે-ચાર દિવસ ઘરમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહ્યું. પોતે ક્યાં ગયાં હતાં એ કહેવું જ નથી. હું ક્યાં ગઈ, કોની સાથે ગઈ હતી એ એમને જાણવું છે, પણ એ લોકો ક્યાં જવાના છે, ક્યારે જવાના છે કોઈ દિવસ મને કહેતા નથી. મને ક્યારેય સાથે આવવાનું કહેતાં નથી. તો મારે શા માટે એમને કહેવું ?

કંચનબહેન હવે સવારના નિયમિત ફરવા જાય છે. ત્યાંથી ક્યારેક પુસ્તકાલયમાં જાય છે. સિનિયર સિટીઝનની કલબમાં જાય છે. બેકયાર્ડમાં હીંચકે બેસી નિરાંતે મન ગમતાં પુસ્તકો વાંચે છે. બાળકોના હોમવર્કમાં માથું મારવાના બદલે બાગમાં કામ કરે છે. મન થાય ત્યારે બાળકો માટે ભાવતી વસ્તુઓ બનાવે છે. રોહન અને માનસીને એમણે કહી રાખ્યું છે. કામ પરથી વહેલામોડાં આવવાના હો તે દિવસે મને અનુકૂળ હોય તો રસોઈ બનાવી રાખીશ. હવે માનસી રસોઈ કરે છે. એક દિવસ ઘરે કમ્યુટરની ડિલીવરી થઈ. માનસી બોલી :
‘ઘરમાં કમ્પ્યુટર શું ઓછા હતા ?’
કંચનબહેને કહ્યું : ‘આ મારું છે.’
‘હવે આ ઉંમરે શીખવાના ?’
‘શીખનારને ઉંમર નહીં, ઈચ્છા અને મન હોય છે. પહેલી તારીખથી કલાસમાં જવાની છું. કહે છે એના પર ગેમ રમીયે તોય સમય ક્યાં જતો રહે છે તેની ખબર પડતી નથી.’ ત્યાં તો એમની પર્સમાંથી ટેલિફોનની ઘંટડી સંભળાઈ.
‘બા, આ શું ?’
‘સેલ્યુલર ફોન !’
‘મને ખબર છે પણ તમારે…….!’
‘અરે હાં, સિનિયર સિટીઝનની કલબમાંથી અવારનવાર ટ્રીપમાં જવાનું હોય છે. મારે તમારો સંપર્ક સાધવો હોય તો….!’

એમણે ફોન ઉપાડ્યો, ‘હાં, હું કંચન બોલું છું, બોલો….!’
‘…..’
‘આવતીકાલથી ? કેટલા વાગે ? વાહ ખૂબ સરસ… !’
માનસી ઉદ્વિગ્ન મને એમની ફોન પરની વાતચીત સાંભળતી રહી. એમનો ફોન પૂરો થતા જ તે બોલી : ‘શું હવે બહાર જવાના ? ગાડી નવી લાવશો ?’
‘ના, મારી ગાડી તું છોકરાંને લેવા-મૂકવામાં વાપરે છે ને તે હું કાલથી લઈ જઈશ.’ માનસી એમની વાત પૂરી થાય તે પહેલા રસોડા તરફ નીકળી ચૂકી હતી. જીમમાં જવાનાં કપડાં પહેરીને કંચનબહેને મૃદુ ટહુકો કર્યો, ‘માનસી, છોકરાંને લેવા જાય ત્યારે મને જીમમાં મૂકતી જજે.’

[કુલ પાન : 118. કિંમત રૂ. 65. પ્રાપ્તિ સ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’ રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ – 380 001. ફોન : +91-79-25506573. sales@rrsheth.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતનાં અજબ ગામનામો – રમેશ તન્ના
ઘડપણ – માનવ પ્રતિષ્ઠાન Next »   

39 પ્રતિભાવો : ભુલાઈ ગયેલો ટહુકો – વસુધા ઈનામદાર

 1. Divyesh Parikh says:

  Wow, very nice story.
  Bolya vagar same vali vyakti ne realize karavavu ema pan ek goon joiye.
  Potani nazar same j akhi stori farati hoy evu lagyu.
  Nicely Written.

 2. Ravi , japan says:

  Wow nice story !!
  bhalmantsahi no missuse karo to avu j thay ne !!

 3. Hiral Thaker "Vasantiful" says:

  ખરેખર ખુબ જ સરસ વારતા. આવુ જ એક ગુજરાતી નાટક પણ છે… “બા રિટાયર થાય છે”.. જેમાં ઘરમાં બે વહુઓ આવ્યા પછી સાસુ સ્વેચ્છાએ રિટાયરમેન્ટ સ્વિકારે છે.

 4. સુઁદર વાર્તા ! પહેલાઁના સમયમાઁ વહુઓનેી સ્થિતિ હતેી તેવેી હવે સાસુઓનેી થતેી જાય છે. અન્યાય કરવો તે પાપ છે તેમ સહન કરી લેવો તે ય પાપ જ છે. પછી તે વહુ પર હોય હોય કે સાસુ પર હોય.

 5. really relationship bitwin mother n low..& doughter in low..is sinsetive….

 6. shruti maru says:

  જો માનસી પહેલે થી જ પોતાની જવાબદારી સમજી ગઈ હોત તો તેને કંચનબહેન ના જીવન જીવવાની નવી રીત જોવી ન પડત અને કંચનબહેન ને દુખ પણ ન લાગત છે.

  કોઈ ના સારા હોવા નો ફાયદો વધુ ન લેવો જોઈએ.દરેક ને પોતાની ઈચ્છા હોય છે જેને દબાવવી ન જોઈએ.
  શીખનારને ઉંમર નહીં, ઈચ્છા અને મન હોય છે.કંચનબહેન ખુબ મજ્બુત મનોબળ ધરાવતા નારી છે.

  આભાર લેખિકાજી.

 7. Nikita says:

  અમેરિકામાં વીસ વરસ પછી સેલ્ફોન ના હોય તે અજુગતુ લાગે છે, of course, every one should live their own life but then people should not be whinging about “સયુક્ત કુટુમ્બપ્રથા” and its advantages, everyone has to share responsibilities – of course, Manasi is wrong to ignore her in-law and not communicating what should be, she is plain insulting. Because communication of daily talks is what makes a house sweet home. The story-writing skills are gripping, every sentance is like shakespere stories.

 8. સરસ વાર્તા. કંઈક અંશે અહીં અમને લાગુ પડે તેવી, પણ હજુ કંચનબેન જેટલી હીંમત કરવી મુશ્કેલ લાગે છે. અભીનંદન અને હાર્દીક આભાર.

  -ગાંડાભાઈ

 9. Guest says:

  બહુ સરસ….
  very nice story. but its not the case always. stories like this and pictures like baghbaan always shows that kids are always making mistakes and taking advantage of parents.
  But there are cases where parents dont have value of son/daughterinlaw atall. even though they give full respect to their choice and treat them well, try to keep them happy. Inspite of all this they dont appreciate their son/daughter in law atall nor they can say a sweet little sentence which can make son/daughter in law happy and make them feel appreciated.
  why dont any one make movies on those kind of cases or story on that !!!
  every coin has two sides same way this story is not true always. write story on mother inlaw who doesnt treat daughter in law like her son’s wife or make her work in house after few days of surgery. everyone says that we think that u r like our daughter but for that u have to behave with that girl like that. just saying that doesnt prove anything. And dont think that happens only in india – it happens in USA/canada too. write story where parents want to handle and run their son-daughter in law’s life. they dont let them do anything without asking them, they always imotionaly blackmail their son and great son keep doing all that duties in imotions.

 10. dipak says:

  very nice story.this is happening in western & now a days also metro cities in India.children immotionly black mailing their parents & misusing their feelings.

 11. charulata desai says:

  ચમત્કાર વિના નમસ્કાર નહિ. કંચનબેનનો ચમત્કાર અકસીર છે.

 12. vimal shah says:

  સરસ વાર્તા. સુન્દર રજુઆત.

 13. Saumil says:

  very nice story. Should be a lesson for those lots of couples who live in US/UK and leave their children back home for the old parents to bring up. The presentation is aslo very good.

 14. Riya says:

  This is only one side of story. I have seen the case where mother-in-law could be the dominating and wants to know every little things of her son and daughter-in-law. For example, why are you 15 mins late today, why going to work early, its not my responsiblity to keep track of what is need to be shopped, its not my house, my house is in india, why should i take care of her(daughter-in-law and son) house, I am here just because my son wants me to be here, i am here to do you guys a favor by takiing care of your child while you go to work(why forget that she is grandmother because of her daughte-in-law and what about the fact that her daughter-in-law is going to work just to help out her husband,who is your own son, is daugher-in-law doesn’t have to go to work, why would she has to tolarate mother-in-law in first place)…and many many more…….and insted of being very healthy just don’t do anythig around house because she thinks that once her son is married she is getting maid insted of a new member in family. I would say blame goes 50-50 on both side. I prefer to have open conversation in the beganing and just assigned duties so no need to be taken advantage of in the house. Everyone should be treated equally in every household.

 15. jinal says:

  It seems like Kanchanben is very wealthy. Why is she bearing ignorance of daughter in law? Tell her on her face or live separately from her son and daughter in law.Automatically they will come to her, as everynody needs their parents to raise their children in USA. It is already proven that parents need their grand children and their own children and vice versa.

 16. Veena Dave,USA. says:

  Wah wah, very good story… Sasu e vahu ne barabar path bhanavyo. Jani joie ne luchchai karnar ne path bhanavavo j joie , bhale te sasu hoi ke vahu hoi……..

 17. ranjan pandya says:

  વહુઓને દીકરિ જેવી માની–પારકી દીકરિને આપણી બનાવી કેટલા હરખથી—ઉત્સાહથી ઘરમાં લાવ્યા–વહુની મા–મમ્મી બનવાનું તો સ્વપ્ન ક્યાંથી પુરું થાય–એના દિલના દરવાજામાં લાગણી નામની લહેર પણ પ્રવેશી શકે તેટલી જગ્યા નજર નથી આવતી –એ જ તો આ જમાનાની કઠણાઈ છે.–

 18. Aparna says:

  a very good story indeed
  an eye opener for the modern girls of today who claim to be fostering the concept joint family after marriage but ignore the responsibilities that come with it

 19. Chintan Desai says:

  માણસે પોતાના સ્વાભીમાનને જીવંત કેમ રખાય તે ખુબ સુંદર રીતે જાણવા મળ્યુ.
  દરેક ને પોતાની ઈચ્છા હોય છે જેને દબાવવી ન જોઈએ.
  ઉંમર એ ઘડપણ નો પુરાવો નથી, માણસ ઈચ્છા અને મન થી જુવાન છે.

 20. Dhaval B. Shah says:

  બહુ મજા આવી. છેલ્લા વાક્યો ખૂબ ગમ્યા..”જીમમાં જવાનાં કપડાં પહેરીને કંચનબહેને મૃદુ ટહુકો કર્યો, ‘માનસી, છોકરાંને લેવા જાય ત્યારે મને જીમમાં મૂકતી જજે.’”

 21. Kavita says:

  Good story but not balanced. It takes two to tango. I agree with previous comments from “Guest” & “Riya”. I have seen family where in laws have forced daughter in law into abortion, so they can get her income to pay off their mortages. Mind not her martage. I am talking about
  UK. Mentally abusing the daughter in law, whrer she cannot do anything. Sasu controlling son & being very nice to daughter in law when son is around. Also supporting unreasonable sexual demands from other family members to daughter in law. While daughter in law not having any family support in UK as her parents living in India. Also making her do all the chores just day after coming home from hospital evev though doctors have warn against it. And that was after giving brith to their grandchild & that process was life threatning for her. Here I am not implying that daughter in laws are always right. So lets just see both side of the coin. Then we will have healthy society.

 22. ઈન્દ્રેશ વદન says:

  ઉપર જણાવ્યા પ્રમાણે વાર્તા “બા રિટાયર થાય છે” નાટકને ભળતી આવે છે. દરેક જણે અચૂકથી જોવા જેવું નાટક.

 23. SAKHI says:

  very nice story

 24. ભાવના શુક્લ says:

  સવાલ જ નથી !!! તમે પોતે જ તમારી જાતને રીસ્પેક્ટ નહી કરો તો અન્યો શુ કરશે… સ્વાર્થી પણાની વાત નથી પરંતુ તો આપ સાજા તો જગ સાજા.. મનમા આનંદવૃત્તિ કેળવી શકાય માત્ર પોતાની અંદરના સ્વ ને અવગણીએ નહી.. બાકી તો હાથના કર્યા હૈયે વાગે.. તેમા હરી કશુ ના કરે…

 25. minal vyas says:

  ખરેખર, દરેકના ઘરમા આમ જ હોય, આપનો અન્ત્તરાત્મા કહએ તે મુજબ કરવુ.તે જ સાચુ. વસુધાબેન ને અભિનન્દન! નારીની મનોવ્યથા બહુ જ સચોટપને અનભવાઈ અને સમજાવાઈ તે બદલ.

 26. rahul says:

  EXCELLENT STORY!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 27. ananya desai says:

  I really loved this story. I look forward to other stories from this author.

 28. hershita patel says:

  મને આ વાર્તા ગમી. આ જનરેશનને એમાંથી ઘણુ શીખવા જેવું છે.

 29. Roshan Tewari says:

  I enjoy reading this story and also can relate to it from my own personal experiences. It is very hard to keep a relationship between parents and Wife where there is happy balance. In today’s generation sacrifices and compromises are very difficult and we really need these kind of stories to remind us once again our priorities.

 30. Vaishali Maheshwari says:

  Enjoyed reading this story. It is important to teach a lesson to the one who should, but does not, take care of us.

  As some of them commented before, I also feel that this is one side of the story.
  I have seen many families where daughter-in-laws take so much care of their mother-in-law, but still mother-in-law will act and behave as if the daughter-in-laws are her servants or have no value of their lives at all. This is a pity situation.

  I feel that all such daughter-in-laws should also teach their mother-in-laws a lesson. This way they will understand the importance of their existence in the family.

  Dominating mother-in-laws or daughter-in-laws, should not be tolerated.

  Thank you Author for this nice story.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.