ભ્રમણા – ‘આસિમ’ રાંદેરી

[104 વર્ષની જૈફ વયે સુરતના દિગ્ગજ ગઝલકાર અને શાયર જનાબ ‘આસિમ’ રાંદેરી સાહેબનું તા. 05-ફેબ્રુઆરી-2009ના રોજ રાંદેર ખાતે અવસાન થયું. તેમનું મૂળ નામ : મહમૂદમિયાં મોહંમદ ઈમામ સુબેદાર હતું. તેમણે ‘લીલા’ અને ‘શણગાર’નામના કાવ્યસંગ્રહો સાહિત્યજગતને આપ્યા છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી રીડગુજરાતી તરફથી શ્રદ્ધાંજલિ.]

એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી;
જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.

એક પણ ફૂલમાં અણસાર તમારો તો નથી;
ભાસ કેવળ છે બહારોનો બહારો તો નથી.

એ ખજાનો છે ગગન કેરો, અમારો તો નથી,
એક પણ એમાં મુકદ્દરનો સિતારો તો નથી.

કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન ?
સ્હેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.

માત્ર મિત્રોનું નહીં, દુનિયાનું દરદ છે દિલમાં,
કોઈનો મારી મહોબ્બત પર ઈજારો તો નથી.

દિલના અંધકારમાં, આ ચાંદની ક્યાંથી ખીલી !
ચંદ્રમુખ ! એ મહીં કંઈ હાથ તમારો તો નથી ?

મુજને મઝઘારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
મારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી.

મુજને દુનિયાય હવે તારો દીવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખોનો ઈશારો તો નથી ?

હુંય માનું છું નથી, ક્યાંય એ દુનિયામાં નથી,
પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી ?

પ્રેમના પત્ર, હરીફોના તમે વાંચો ભલે,
એમાં જોજો મારી ગઝલોનો ઉતારો તો નથી !

લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો, ‘આસિમ’ !
મારી ‘લીલા’, મારી તાપીનો કિનારો તો નથી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઘડપણ – માનવ પ્રતિષ્ઠાન
કોઈ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ Next »   

20 પ્રતિભાવો : ભ્રમણા – ‘આસિમ’ રાંદેરી

 1. shruti maru says:

  એક ભ્રમણા છે હકીકતમાં સહારો તો નથી;
  જેને સમજો છો કિનારો એ કિનારો તો નથી.

  ખુબ સરસ ગઝલ છે.

 2. જતન says:

  ઘણું દુઃખ થયું જાણી ને કે શ્રી આસિમ રાંદેરી સાહેબ નું નિધન થયું. હું એમના ‘લીલા’ કાવ્યો નો બહુ ચાહક અને પ્રશંસક હતો અને રહીશ.
  પ્રભુ એમના આત્મા ને શાંતિ અર્પે એવી પ્રાર્થના..

 3. Miheer shah says:

  આસિમ રાંદેરી સાહેબ નિ એક સુન્દર રચના “કન્કોત્રિ ” પણ છે….
  કંઠસ્થ ગઝલો એમણે મારી કરીતો છે
  એને પસંદ છો હું નથી શાયરી તો છે

  વર્ષો પછી ય બેસતાં વરસે હે દોસ્તો
  બિજુંતો ઠિક એમની કંકોત્રીતો છે”

  મારી એ કલ્પના હતી કે વિસરી મને
  કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
  ભુલી વફાની રીત ના ભુલી જવી મને
  લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને

  સુંદર ન કેમ હોય કે સુંદર પ્રસંગ છે
  કંકોત્રીમાં રૂપ છે શોભા છે રંગ છે

  કાગળનો એનો રંગ છે ખિલતા ગુલાબ સમ
  જાણે ગુલાબી એના બદનના જવાબ સમ
  રંગીનીઓ છે એમા ઘણી ફુલછાબ સમ
  જોણેકે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ

  જાણું છું એના અક્ષરો વર્ષોના સાથ થી
  શિરનામ મારું કિધું છે ખુદ એના હાથ થી
  ભુલી વફાની રીત ના ભુલી જવી મને
  લ્યો ..

  કંકોત્રી થી એટલું પુરવાર થાય છે
  નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યહવાર થાય છે
  જ્યારે ઉઘાડી રીતના કંઇ ક્યાર થાય છે
  ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે
  દુ:ખ છે હજાર તોય હજી એજ ટેક છે
  કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે
  ભુલી વફાની રીત ના ભુલી જવી મને…

  આસીમ હવે એ વાત ગઇ રંગ પણ ગયો
  તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
  આંખોની છેડછાડ ગઇ વ્યંગ પણ ગયો
  મેળાપની એ રીત ગઇ ઢંગ પણ ગયો..

 4. દુઃખદ!
  આજ થી 5-6 વર્ષ પહેલા જ્યારે હુ અને મારો મિત્ર નિહાર કોલેજ મા ભણાતા અને ગાંધીનગર રહેતા હતા ત્યારે અમે મનહર ઉધાસને શાંભળવા માટે થઇને અમદાવાદ આવ્યા હતા.
  કર્યક્રમની શરૂઆતના થોડાજ ગીત ગઝલ પછે તરત જ કંકોતરી ની રજુઆત કરવાનો સમય આવ્યો ત્યારે શ્રી મનહર ઉધાસે કહ્યુ હતુ “હવે હુ એ ગઝલની રજુઆત કરીશ જેને શ્રોતાજનો હંમેશા મારા ગાતા પહેલા કેટલીય વખત ફરમાઇશોમા મોકલી દે છે. આજે પણ એવુ જ થયુ છે. પણ આજે આ ગઝલ ગાતા પહેલા હુ જણાવવા માગુ છુ કે આ ગઝલ જેમણે લખી છે એ અત્યારે 100મા વર્ષમા છે અને ખુબજ બિમાર છે. જેમને પણ આ ગઝલ ગમી હોય્ તે સાચા દિલથી એમના સાજા થાવાની દુઆ માગે!” વાતાવરણમા થોડીવાર માટે શાંતિ છવાઇ ગઇ અને અમારા માન સૌ કોઇ એ જ દુઆ માંગવામા મશગુલ થઇ ગયા… થોડી જ વાર મા શ્રી મનહર ઉધાસે સૌની માનીતી ગઝલ ગાવાનુ શરૂ કર્યુ….
  કંઠસ્થ ગઝલો એમણે મારી કરીતો છે…. અને વાતાવરણને ફરીથી રંગીન બનાવી નાખ્યુ. એ રાત્રે અમે ગાંધીનગરની બસની વાટ જોઇને આખી રાત ઇંકમટેક્સ ના બસ સ્ટોપ પર બેઠા રહ્યા હતા ને વેલી સવારે સાડા ચાર વાગ્યે હોસ્ટેલ પહોચ્યા હતા તો પણ ખુશ હતા… જ્યારે પણ એ પ્રસંગને યાદ કરતા તો હમેશા મનમા થતુ કે એમના કોઇ સમાચાર નથી…. એટલે સારૂ છે… કવિ જીવનની અને માનવ જિવનની ઉત્તમ ક્ષણોને જીવીને જનારાઓમાથી એક હતા એ…. એમને અમરા બધા તરફથી હર્દિક શ્રધ્ધાંજલી ….

 5. Rajni Gohil says:

  આસિમ’ રાંદેરી સાહેબનું આ કાવ્ય, બ્રહ્મ સત્ય જગત મિથ્યા જેવું જ કંઇક કહી જાય છે. તેઓ પોતે પણ આ મિથ્યા જગતને છોડીને ચાલ્યાં ગયાં. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એજ અભ્યર્થના.

 6. rekhasindhal says:

  ૧૦૪ વર્ષના આ ઉચ્ચકોટિ કવિ – આત્માની પરમશાંતી માટે પ્રાર્થના.

 7. nayan panchal says:

  મુજને મઝઘારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
  મારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી.

  અમને બધાને મઝધારે છોડીને, તમે તો અવ્વલ મંઝિલે જતા રહ્યા. પ્રભુ, તમારા આત્માને શાંતિ અર્પે.

  નયન

 8. Naresh Machhi says:

  Oh… Khuda, Bahu Dookh thayu e janin ke Asim Saheb nu Avsan thayu.
  Emni Ghazalo me Sambhali chhe ane vanchi pan chhe, Ane live stage show jyare Manahar udhas no hato tyare rubaru joyo pan chhe. Khuda aena atma ne shanti ape

 9. kanu yogi says:

  janab asim randeri sahebni badhi gazalo sidhij ruday sonsaravi utari jay chhe. aa gazal’ bhramana’ pan rudaysparshi chhe.sahej juo padchhayo to nathi….mari lila , mari tapino kinaro to nathi… janab asim randeri saheb ,aapana javathi gujarati gazal kshetra rank banyu chhe……. aapani hajari aapani gazalo to nathi ? khudane pan aapana atmane shanti apavi pade avu aapanu jivan ane kavan rahyu chhe. aapane shat shat vandan……………………………..kanu yogi, Rajpipla.

 10. મુજને મઝઘારે ઓ મોજાંઓ ફરી લઈ ચાલો,
  મારો હેતુ, મારી મંજિલ, આ કિનારો તો નથી.

  સુંદર ગઝલો ના “બાદશાહ” ને અમારી ભાવભીની શ્રધ્ધાંજલી.

 11. Harshad Patel says:

  Very recenty Gunvant Shah wrote about Asim Randeri in “Navaneet Samarpan”. Many rejoycing monemts has been described in that article. At this old age, Shah writes about him with great respect.

 12. સુરત, તાપી અને લીલાને આજીવન પ્રેમ કરનારા અસીમચાચાને ભાવભીની શ્રદ્ધાંજલી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.