કોઈ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ

કોઈ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઈ ભરી તો જાણે ! કોઈ…

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી;
જીવતેજીવત આમ જીવનમાં કોઈ મરી તો જાણે ! કોઈ….

દુનિયાની તીરછી દષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રે’વું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઈ ફરી તો જાણે ! કોઈ…

મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે ! કોઈ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભ્રમણા – ‘આસિમ’ રાંદેરી
સવાલ – પુષ્પાબેન વ્યાસ Next »   

16 પ્રતિભાવો : કોઈ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ

 1. so nice….I also right poem….& I like…your poem…

 2. Jitendra Joshi says:

  I liked the poem enjoyed reading.

 3. સુરેશ જાની says:

  મોજાંઓના પછડાટોથી,
  ઝંઝાનિલના આઘાતોથી,
  નૌકા જ્યાં તૂટી પણ જાયે
  સાગર જ્યાં રૂઠી પણ જાયે,
  એવા ભરસાગરમાં ડૂબી કોઈ તરી તો જાણે ! કોઈ….
  ———————–
  મને બહુ જ ગમતી પંક્તીઓ. આ શબ્દો મ,ઉ,ના સ્વરમાં સાંભળવા એ પણ એક લ્હાવો છે.
  અને..
  એ પ્રમાણે જીવન જીવવું તે પણ…

 4. Rajni Gohil says:

  કોઇ પ્રીત કરી તો જાણે સુંદર પ્રેમ કાવ્ય છે. સ્વામી વિવેકાનંદે પણ આવા જ ભાવથી કહ્યું છે ને!

  Love is meant to be free, you cannot change its nature. If there are people you love, allow them to be free beings.

  Give and don’t expect.
  Advise, but don’t order.
  Ask, but never demand.

  It might sound simple, but it is a lesson that may take a lifetime to truly practice. It is the secret to true love. To truly practice it, you must sincerely feel no expectations from those who you love, and yet an unconditional caring.

 5. સુરેશ જાની says:

  આને આપણે ચીલાચાલુ ર્રીતે પ્રણય કાવ્ય તરીકે મુલવવું ન જોઈએ.
  કોઈ ઉદાત્ત ધ્યેય માટેની લગન એ પણ પ્રેમ જ…
  એવા પ્રેમીઓ ખાલી લયલા મજનુ જ નથી.

  આઈન્સ્ટાઈન, વિવેકાનંદ, ગાંધીજી,ખલીલ જીબ્રાન, ચે ગુએરા, જીસસ એ બધા આ કક્ષાના પ્રેમીઓ ગણી શકાય.

 6. nayan panchal says:

  સાચે જ, ઉપર વર્ણવેલી ઉત્કટતાથી કોઈ વ્યક્તિ કે ધ્યેયને ચાહીએ તો તે જરૂરથી પૂરી થાય જ.
  અને જો પ્રભુને ચાહીએ તો…

  નયન

 7. krishna says:

  prit ni reetj nyari che.jene hak che tej chup rhe che. khubj dard che aa prit ma.kharekhar koi prit kari to jane.pan tamne khabar che jivan no mahamulo aanand pan premj che.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.