પ્રેરક સત્યઘટનાઓ – સંકલિત

[‘અખંડઆનંદ’ જાન્યુઆરી-2009 માંથી સાભાર.]

[1] યાત્રા પૂરી થઈ…. – મનહર જે. વૈષ્ણવ

અમદાવાદના નારણપુરા વિસ્તારના પ્રમાણમાં શાન્ત ગણાય તેવા લોકેશન ઉપર રમણભાઈનો નાનો પરંતુ સુંદર બંગલો આવેલ હતો. રમણભાઈએ કદી આ આવાસને બંગલા શબ્દથી નવાજ્યો ન હતો. એ હંમેશાં કહેતા કે જ્યાં આપણે જીવનનાં અમૂલ્ય વર્ષો પસાર કરીએ તેને ઘર કહેવાય. ઘર ગૃહસ્થીનું પ્રતીક છે. તેમનાં પત્ની રમાબહેન પણ એટલાં જ સુશીલ અને ધર્મપરાયણ હતાં. બંને જણાં ખૂબ જ જીવદયાવાળાં હતાં. કદાચ પોતાના એકના એક પુત્રના આકસ્મિક અવસાન બાદ તેમનું સમગ્ર જીવન સેવામય અને જીવદયા તરફ વિશેષ ઢળેલું. ખાધેપીધે સુખી, આર્થિક રીતે પ્રમાણસર એટલે અન્ય કોઈ ફિકર ચિંતા ન હતી. નિત્યક્રમ પણ બહુ જ વ્યવસ્થિત હતો.

એક વાર રમાબહેને કહેલું કે આમ તો આપણે ક્યાંય બહુ બહાર ફરવા જતાં નથી પરંતુ આ વખતે શ્રાવણ માસમાં આયોજિત ટૂરમાં ચારધામ યાત્રામાં જઈએ તો યાત્રાની યાત્રા થાય અને થોડું બહાર હરાયફરાય. રમણભાઈએ પણ સંમતિ દર્શાવી. અને આયોજિત ટૂરના સંચાલકને મળી બે જણાનો બંદોબસ્ત કરાવી લીધો. એડવાન્સમાં પૈસા પણ ભરી દીધા. શ્રાવણ માસમાં ટૂર ઊપડવાની આગલી સાંજે બધી તૈયારી કરી લીધી છે. વીસ દિવસની લાંબી ટૂર હોઈ ઘરને પણ બરાબર બંધ કરી લીધું, જેથી બહારનાં ધૂળ કચરો અંદર ન આવે. બીજે દિવસે સવારે બંને જણાં ટૂરમાં જવા માટે નિર્ધારિત સ્થળે પહોંચી ગયાં. બસ ખૂબ જ આરામદાયક હતી. પ્રથમ દિવસે જ અંબાજીના દર્શનનો લાભ લઈ ટૂર આગળ ઊપડી અને રાત્રીરોકાણ ઉદેપુરમાં હતું.

સાંજના ભાગે બંને હોટલની લૉબીમાં બેઠાં હતાં ત્યાં અચાનક રમાબહેને કંઈક જોયું અને એકદમ વિચારમાં ગરકાવ થઈ ગયાં. તેમણે જોયું કે એક ચકલી વેન્ટીલેટરના માળામાં આવ-જા કરતી હતી અને માળામાંથી પણ ઝીણો અવાજ આવતો હતો. એકાએક રમાબહેનનું સમગ્ર અસ્તિત્વ નારણપુરાના પોતાના બંગલામાં પહોંચી ગયું. તેમના બંગલાના એક રૂમના વેન્ટીલેટરના અંદરના ભાગે માળો હતો. તેમાં ચકલીની બે બે પેઢીઓ પસાર થઈ ગયેલ. રમાબહેન સફાઈ દરમિયાન પણ આ માળો ન કાઢતાં. તે હંમેશા કહેતાં કે આપણા માળા માટે કોઈનો માળો થોડો પડાય ? ગમે તેમ તોયે તે જીવ છે. પરંતુ આજે તે ખૂબ ખિન્ન થઈ ગયાં, માળામાં બે નાનાં બચ્ચાં હતાં તે તેમને ખબર હતી અને ચકલી રૂમની બારી વાટે આવજા કરતી.

ટૂરમાં જવાનું થતાં બધાં બારીબારણાં બંધ કરી પૅક કરતી વખતે આ બારી પણ બંધ કરી દીધેલ. હવે ચકલીનો આવવા જવાનો માર્ગ બંધ થઈ ગયો. ચોવીસ કલાક ઉપર થયા, બચ્ચાં કેટલાં હિજરાતાં હશે ? તેમણે રમણભાઈને કહ્યું, ‘સાંભળો, આપણે આ ટૂર કૅન્સલ કરી અત્યારે જ અમદાવાદ જવા નીકળી જઈએ.’ રમણભાઈ તો આશ્ચર્યથી જોઈ રહ્યા.
‘કેમ, કેમ, એકાએક શું થઈ ગયું. ચારધામ યાત્રા માટે તો તેં કેટલી તૈયારીઓ કરેલ, કંઈ તકલીફ જેવું તો નથી લાગતું ને ?’
‘ના ના એવું કશું નથી, પરંતુ હવે મારો જીવ આપણા બંગલામાં પહોંચી ગયો છે.’
‘પણ કારણ તો હશે ને’ રમણભાઈએ ચિંતાથી પૂછ્યું.
‘તમે કદાચ મને ગાંડી ગણશો અને કદાચ મશ્કરી પણ કરશો. આપણા બંગલાના ડ્રૉઈંગરૂમની સામેના રૂમમાં બારીના વેન્ટીલેટરમાં ચકલીએ જે માળો બાંધ્યો છે તેમાં બે બચ્ચાં છે અને આપણે નીકળતી વખતે બધી બારીની સાથે આ વેન્ટીલેટર વાળી બારી પણ બંધ કરી દીધેલ છે એટલે બચ્ચાંની મા કઈ રીતે આવીને તેના બચ્ચાંની સંભાળ લેશે. અને આ વીસ દિવસની ટૂર સુધીમાં તો બચ્ચાં…..’ આગળ ન બોલી શક્યાં. ગળગળાં થઈ ગયાં.

રમણભાઈ પણ શ્રદ્ધાળુ અને જીવદયા પ્રેમી હતા. છતાં તેમણે થોડી વ્યવહારુ વાતો કરી અને કુદરત પર વાત મૂકી દેવા જણાવ્યું. પણ રમાબહેન એકનાં બે ન થયાં. છેવટે રમણભાઈએ હોટલની ઈન્ક્વાયરીમાં અમદાવાદ માટેની બસની માહિતી પૂછી અને જાણ્યું કે રાત્રે નવ વાગ્યાની બસ છે, સવાર સુધીમાં પહોંચાડી દે છે. તેમણે ટૂર વ્યવસ્થાપકને તેમની ટૂર કેન્સલ કરવા જણાવ્યું. ટૂર વ્યવસ્થાપક તો અવાક થઈ ગયો.
‘શું કહો છો શેઠ સાહેબ, હજી તો પહેલો દિવસ છે અને તમે ટૂર કૅન્સલ કરો છો ? અમારી કોઈ ખામી હોય તો જણાવો અમે તુરત વ્યવસ્થા કરીએ.’
‘ના, ના’ રમણભાઈએ કહ્યું, ‘એવું નથી પરંતુ એકાએક અમારો એક પ્રસંગ યાદ આવતાં પાછું ફરવું પડે તેમ છે.’
‘પરંતુ શેઠ સાહેબ નિયમ મુજબ અમો તમને રીફન્ડ નહિ આપી શકીએ.’ આયોજકે લાચારી બતાવી.
‘કશો વાંધો નહિ. મેં બધા નિયમો વાંચ્યા છે માટે તમે રીફન્ડની ફિકર ન કરો.’ રમણભાઈએ સ્પષ્ટતા કરી.

રાત્રી બસમાં બેસીને ક્યારે સવાર પડે ને પહોંચી જવાય તેની ચિંતામાં રમાબહેન જાગતાં જ રહ્યાં. અમદાવાદ આવતાં જ જાણે લાંબા વખતે પરત આવ્યાં હોય તેમ લગભગ દોડીને રિક્ષામાં બંને બેસી ગયાં. તેમણે જોયું કે સવારનો પહોર જ હતો છતાં ચકલી કાચને ચાંચો મારીને જાણે દીવાલ તોડવા પ્રયત્ન કરતી હતી. રમાબહેને સજળ આંખોએ જેવી બારી ખોલી તેવી ચકલી સીધી માળામાં પહોંચી ગઈ અને જેને રામ રાખે તેને કોણ ચાખેની ઉક્તિ સાચી પડતી હોય તેમ માળામાંથી બચ્ચાંઓનો ચીં ચીં અવાજ સંભળાયો. ચકલી તેનાં બંને બચ્ચાંની ચાંચમાં પોતાની ચાંચ પરોવી, છત્રીસ છત્રીસ કલ્લાકની ભીનાશ નિતારતી હતી, ત્યારે રમાબહેને રમણભાઈને માત્ર બે શબ્દ કહ્યા : ‘આજ મારી યાત્રા પૂરી થઈ ગઈ….’
.

[2] મને મારું ‘થેન્ક યૂ’ મળી ગયું – ગૌરાંગ કીર્તિરાય વૈષ્ણવ

વાત છે સન 2005ના ડિસેમ્બર મહિનાની. તારીખ 14મીની વહેલી પરોઢનો 5.30નો સમય, શિયાળાની કકડતી ઠંડી. હું મારા ફેમિલી સાથે ચોટીલા હાઈવે પર આવેલ માતાજીના ધર્મસંસ્થાનના નિવાસસ્થાનમાં રાત રોકાયો હતો. મારે વહેલી સવારે નીકળી 500 કિલોમીટરનું ડ્રાઈવિંગ કરવાનું હતું. સંસ્થાનમાં નિત્યક્રમ પતાવીને શિયાળાની કડકડતી ઠંડીમાં એક સરસ મજાની ચા પીવાની તલપ લાગી. એટલે હાઈવે પર જ, સંસ્થાનની બહાર જ મેં મારી કાર ઊભી રાખી અને નજીકમાં જ ઊકળતી ચાની સોડમ આવતાં હું ચાની રેંકડી આગળ ધસી ગયો. મેં ચા બનાવનાર ભાઈને બે કપ ચાનો ઑર્ડર આપ્યો. પાંચ જ મિનિટમાં બે કપ ચા લઈને એ મારી કાર પાસે આવીને ઊભા રહી ગયા. મેં તરત જ ચાની ચૂસી લેવા માંડી.

હું ચા પીતો રહ્યો હતો એ દરમિયાન વડોદરાથી રાજકોટ તરફ જતી એક સામાન ભરેલી ટ્રકમાંથી દાહોદ-ગોધરાનું એક શ્રમિક પરિવાર ઊતર્યું. એ પરિવારમાં ત્રણ જણાં હતાં. મા-બાપ અને દીકરી. મોડી રાત્રીની મુસાફરી અને શિયાળાની ઠંડીથી ત્રણ જણાં ઠૂંઠવાતાં ઊભાં હતાં. શરીર પર ગરમ કપડાં પણ ન હતાં. ઠંડી ઉડાડવા ચાની રેંકડી પાસે આવ્યાં. મેં મા-બાપને વાતો કરતાં સાંભળ્યાં. જો સવારના પહોરમાં બે-કપ ચા પીવે તો બપોરનું શું ? એટલે ત્રણ જણાં વચ્ચે ફક્ત એક ચા પીવાનું નક્કી કર્યું. અને ચા બનાવવાવાળા ભાઈને એક સાદી ચાનો ઑર્ડર આપ્યો. અહીં મેં જોયું અને અનુભવ્યું કે ગરીબી કેવી ચીજ છે અને મા-બાપ પોતાના બાળક માટે જરૂરત હોવા છતાં પોતાની જરૂરતને બાજુમાં રાખી, બાળકનો વિચાર કરે છે.

આ દશ્ય જોઈને મારા હૃદયે થડકારો અનુભવ્યો. બીજી જ ક્ષણે મેં ચાવાળા ભાઈને ત્રણ મસાલાવાળી ચા બનાવવાનો ઑર્ડર આપ્યો અને સૂચના આપી કે પૈસા મારી પાસેથી લેવા. પેલા ગરીબ દંપતી પાસે હું ગયો અને 10/- રૂપિયા આપીને કહ્યું, ‘બેબીને બિસ્કિટ ખવરાવજો.’ ગરીબ શ્રમિક પરિવારને ‘થેંક યૂ સાહેબ/ભાઈ’ એમ શિષ્ટાચાર કહો કે વિવેક કહો એ તો આવડે નહીં, પરંતુ મારી તેજ-અનુભવી આંખોને તે બંનેની આંખોમાં લાગણી અને આભાર સ્પષ્ટ વંચાતો હતો. મને મારું ‘થેંક યૂ’ મળી ગયું. એ ગરીબ દંપતીના મોં પરના ભાવ અને આભારની લાગણી આજે પણ જાણે ગઈકાલનો બનાવ હોય તેમ મને યાદ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શૂન્યમાંથી સર્જન કરનાર એક કર્મયોગી – અવંતિકા ગુણવંત
સુગંધી પુષ્પગુચ્છ – સંકલિત Next »   

30 પ્રતિભાવો : પ્રેરક સત્યઘટનાઓ – સંકલિત

 1. Pradipsinh says:

  Ramaben jeva prani premio ne vandan

 2. nim says:

  Vaishnav jan to tene kahiye
  je pid paraiiiii jane reee

  Bahuj Sunder.

  Nim

 3. બન્ને પ્રસંગો ખરેખર અદભૂત છે.
  વાંચીને ઘણો આનંદ થયો.

 4. Dhaval B. Shah says:

  Too good.

 5. Jitendra Joshi says:

  This is why I like India.People are more loving and kind.Keep up the good work Jayshreeben.

 6. જીતેંન્દ્ર જે. તન્ના says:

  ખુબ સરસ. બન્ને પ્રસંગો ખુબ જ સરસ.

 7. nayan panchal says:

  સુંદર પ્રેરણાદાયક પ્રસંગો.

  આભાર.

  નયન

 8. mohit says:

  રમાબેન અને ગૌરાંગભાઈ જેવા લોકો ધર્મ માત્ર બતાવવા કે કર્મકાંડ પૂરતો સિમિત ન રાખતાં તેને પચાવી અને નિભાવી જાણે છે. આ જ સાચો ધર્મ છે. પરંતુ આટલી સરળ વાત ધાર્મિકતાનો દંભ કરીને નૈતિકતાનો સદંતર લોપ કરતાં આપણા ‘ધર્મશૂરા’ સમાજને ક્યાં સમજાય છે?

 9. ઈન્દ્રેશ વદન says:

  રમાબેન પાડોશીને ફોન કરીને બારી ખોલાવી શક્યા ન હોત?

 10. Veena Dave,USA. says:

  વાહ્ ખુબ સરસ. પ્રેરણા આપે એવા લેખ્.

 11. Rajni Gohil says:

  Only a life lived for others is a life worthwhile……Albert Einstein
  રમાબહેને આદર્શ દાખલો બેસાડ્યો છે. એમણે તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ….ની યાદ તાજી કરાવી દીધી. એમની યાત્રા તો પૂરી થઇ હવે આપણે એમના જેવા ગુણ લાવવાની યાત્રા શરૂ કરવાની છે.

  માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઇ જાય. ગૌરાંગભઇએ કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન એ ગીતાનો સંદેશ ફેલાવ્યો. આપણે જે આપીએ છીએ તે જ આપણે પામીએ છીએ.
  બન્ને સત્ય ઘટનાઓ માનવતાની મહેંક પ્રસરાવે છે અને આપણને પ્રેરણા પણ આપે છે.

 12. Chirag Patel says:

  When I went to India in 2006 after 11 years being in States, my mom and I decided to go to Virpur first. We landed at Ahamadbadad ariport and my dad’s friend came to pick us up. We want straight to Virpur and returned in the evening to come back to Vadodra. As we stopped in by one of the Dhaba to have dinner – I saw this eight years old boy who got us dish, glasses, water etc. He had old, dirghty and torn Shirt, diright shots and half torn flip flop. The boy was standing right out side of out dinning area to see if we needed something. I called him and asked him if he ate something? To my surprise he spoke in English and said, No sir. I will eat when I get home. I stopped eating and asked him what his name is and why he is working here? He told me that he has to support his mother and two sisters – his dad passed away in road accident about two years ago. I ordered one more plate for him and invited him to come join us – he didnt – I took my plate and went to him and we both sat out side and had dinner from same plate. After eating, I told the hotel manager to pack about same amout of food for this little boy and gave him what ever I had that time (money wise) in my pocket – and told him – when I will come next time, I will help you more – He hugged me and cried – I picked him up and said, you are not alone – I am with you!!!! – I have been sending $50/month to him and he has now enrolled him self in school with his sisters. His mom works in same school to help teachers with cleaning and stuff. I didnt do anything for him – But I have had and have been praying God to give me enough to help these type of people in need.

 13. raj says:

  very good incident,people in our country used to help everyone and I am also touched by mr.chirag patel’s help. God bless all this good people,some time I feel that I am not able to help needy people like these people.
  God is great and he always send good people.

 14. ranna chokshi says:

  very good incident in india we see most of people are loving and kind

 15. SAKHI says:

  Both story is very heart touching nice .

  Chiragbhai you did really good job God bless you .

 16. ભાવના શુક્લ says:

  સુંદર વાતો.

 17. Veena Dave,USA. says:

  Mrugesh,
  Can you do one favour please. can we read Akhand Anand online on this site?

 18. Urmila says:

  I also love Akhand Anand – it will be sheer bliss if we can read it on line please

 19. chetna.Bhagat says:

  ખુબજ સરસ …!!!!!!!!! હદ્ય સ્પર્શિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.