લડત – ગિરીશ ગણાત્રા

આખરે સુનીતાએ વોશિંગ-મશીન ખરીદી જ લીધું. દરરોજ કપડાં બોળવા, ચોળવા, ધોવાની કડાકૂટમાંથી તો એ છૂટી ! ઘરકામ માટે એણે કામવાળો રાખ્યો હતો પણ દરેક કામના એના ભાવ બાંધેલા હતા. ઝાડું-પોતાના અલગ ભાવ, વાસણ માંજવાના અલગ ભાવ અને કપડાં ધોવાના પણ અલગ ! ત્રણેય ભાવનો સરવાળો કરીએ તો મહિનાના એના પગારના દસ ટકા તો કામવાળો જ લઈ જતો, એના કરતા સરળ હપ્તેથી વોશિંગ-મશીન લઈ લીધું હોય તો ? ગરમ પાણીમાં ડીટરજન્ટ નાખી, અડધો કલાક પછી વોશિંગ-મશીનમાં નાખી દઈએ તે એટલી વારમાં રસોઈ તૈયાર કરી શકાય. એણે પતિ પરાશર પાસે પ્રસ્તાવ મૂક્યો.

પરાશર પણ નોકરી કરતો હતો. બહુ જ શાંત, ઓછાબોલો અને ઋજુ સ્વભાવનો – મરતાને મર ન કહે એવો. પત્નીના પ્રસ્તાવ પાસે એ ઝૂકી ગયો. ‘તને કામકાજમાં સરળતા રહે તો ખરીદી લે.’ એવા મંતવ્ય સાથે એણે પત્નીના પ્રસ્તાવને બહાલી આપી. કદાચ એ ના પાડે તો પણ પત્નીની દલીલો સામે એ ટકી શકે એમ ન હતો. સુનીતા એની જ્ઞાતિના સ્ત્રી-વર્ગ જેવી જ ‘જબરી’ હતી. કોઈની શેહમાં તણાયા વિના એ ધાર્યું કરી લેતી. પોતાની ‘ના’ને કઈ રીતે ‘હા’માં પલટી નાખવી એવી પત્નીની કળાથી એ જ્ઞાત હતો એટલે પત્નીની ‘હા’માં ‘હા’ મિલાવી એણે લંબાણપૂર્વકની દલીલોની હારમાળામાંથી પોતાની જાતને બચાવી લીધી.

વોશિંગ-મશીનની તમામ જાહેરખબરોનો અભ્યાસ કરી, આજુબાજુના પડોશીઓનાં મંતવ્યોનું પૃથક્કરણ કરી છેવટે એણે એક બ્રાન્ડ પર પોતાની પસંદગી ઢાળી. એ પસંદગી કેવી સચોટ અને સમજપૂર્વકની હતી એનું જ્ઞાન એજન્સીના નિષ્ણાત અને વેચાણકળાના પાવરધા સેલ્સમેને આપ્યું અને એક શુભ દિવસે એજન્સીનો માણસ એના ઘરે મશીન ગોઠવી ગયો પણ ખરો. વોશિંગ-મશીનના પ્રોગ્રામિંગથી માંડીને એની માવજતની વિવિધ સલાહ-સૂચના સાથે એણે સુનીતાના ઘરના મેલાં કપડાંઓના ઢગને મશીનમાં ધોઈ પણ આપ્યો. લોબીના તાર પર કપડાં સૂકવીને સુનીતા ખુશખુશાલ થઈ ગઈ. નિચોવવાની કડાકૂટ પણ નહિ. બસ, ધોયા, સૂકવ્યા, હો ગયા ! એ રાત્રે એણે ઘઉંની ગળી સેવ બનાવી પતિને પીરસી. રાત્રે પથારીમાં પડ્યા પડ્યા એણે મશીનનું મેન્યુઅલ વાંચી લીધું. હવે એ દરરોજ સવારે કપડાં પલાળીને વોશિંગ-મશીનમાં નાખી દઈ, રસોઈ કરી લેતી. રસોઈ કરતાં કરતાં એણે રામાનો કપડાં ધોવાનો ભાવ મશીનના હપ્તામાં ફેરવી નાખી ગણતરી કરી લીધી કે છ વર્ષે મશીન મફતમાં પડે ! હવે પંદર-સત્તર વર્ષની નિરાંત. ઘેર મહેમાનો આવે તો પણ એનાં કપડાંની ચિંતા નહિ. વોશિંગ-મશીન છે ને !

પૂરા એક વર્ષ સુધી મશીને એની કામગીરી બરાબર બજાવી પણ પછી એણે કપડાં ધોવામાં ગલ્લાંતલ્લાં કરવા માંડ્યા. સંપૂર્ણપણે સ્વયંસંચાલિત એવા આ મશીનને છ મિનિટનો પ્રોગ્રામ આપ્યો હોય તો પણ પાણી લીધા કરે પણ ધોવાનું તો નામ જ ન લે, ક્યારેક માંડ બે મિનિટ પાણી લીધું હોય ત્યાં મશીન ધોવાનું શરૂ કરી દે. સુનીતાએ એજન્સીની ઑફિસે ફોન કર્યો. બે દિવસ રાહ જોવરાવી ત્રીજા દિવસે એ સુનીતાને ઘેર આવ્યો અને સ્ક્રૂ-ડ્રાઈવર ટેકનિકથી એ મશીન ઠીક કરી, સર્વિસના સારા એવા પૈસા પડાવી એ ચાલતો થયો પણ ચોથા દિવસે આ રામ એના એ. વોશિંગ-મશીન ફરી રિસાયું. ફોન કરી, ફરી રાહ અને છેવટે મિકેનિકે જવાબ આપ્યો : ‘પ્રોગ્રામ સર્કિટ ફેઈલ થઈ ગઈ છે. બદલવી પડશે.’
‘તે બદલી નાખો, એમાં મને પૂછવાનું શું ?’ સુનીતાએ ચિડાઈને કહ્યું.
‘મારે તમને પૂછવું તો પડે ને ! નવી સર્કિટ નવસો રૂપિયાની થાય. એના રિપ્લેસમેન્ટના ચાર્જિસ અલગ.’
‘એક વર્ષમાં સર્કિટ બગડી જાય કઈ રીતે ?’
‘એ તો બહેન તમે જાણો’ મિકેનિકે કહ્યું, ‘મશીન તમે વાપરો છો.’
‘તે હું જ વાપરું છું ને ! કારણ કે મેં એ કપડાં ધોવા માટે વસાવ્યું છે, દેખાડો કરવા નહિ.’
‘એ તો સીધી વાત છે, પણ ક્યારેક મેન્યુઅલમાં જણાવ્યાં કરતાં મશીનમાં વધુ કપડાં નાખો, લોડ વધારો તો…’
‘ઘરમાં અમે બે જ માણસો છીએ. છેલ્લા એક વર્ષમાં કોઈ મહેમાનો પણ અમારે ત્યાં આવ્યા નથી. બે માણસનાં કપડાં હોય પણ કેટલાં ? અને તમારું મશીન મેલ પણ ક્યાં કાઢે છે ? બહાર પહેરવાનાં કપડાં તો મારે જાતે ચોળવાં પડે છે !’
‘બહેન, હું મિકેનિક છું, ધોબી નહિ. કપડાં કેમ ધોવાં એની મને ખબર ન પડે. મેન્યુઅલમાં લખ્યા પ્રમાણે વધુ વજનનાં કપડાં મશીનમાં ન નાખવાં, સારી કંપનીનો ડીટર્જન્ટ પાઉડર વાપરવો, મશીન કપડાંને રીન્સ કરતું હોય ત્યારે ઢાંકણ ન ખોલવું, જેવી અનેકવિધ સૂચનાઓનું પાલન કરવું પડે…. તમે વોટરલેવલ કેટલું રાખો છો ?’
‘તમારા ઈન્સ્ટ્રક્શન મેન્યુઅલમાં જે લખ્યું છે એ મુજબ જ મશીનનો ઉપયોગ થાય છે. એક અડધી રાત જાગી મેં તમારા મેન્યુઅલનો અભ્યાસ કર્યો છે. હું સાયન્સ ગ્રેજ્યુએટ છું. ઈલેક્ટ્રોનિક સાધનો કેમ વાપરવાં એનું મને જ્ઞાન છે. દરેક ધોલાઈ પછી લીન્ટ ફિલ્ટર પણ સાફ કરું છું. આ મશીન લીધું ત્યારે તમારા માણસે જ મેજિક હોઝ જોઈન્ટ ખોટું ફીટ કર્યું હતું. મેં ધ્યાન દોર્યું ત્યારે સાચી રીતે ફીટ કરી ગયા.’
‘એ તો તમે જાણો ને તમારી સેલિંગ-એજન્સી જાણે. હું તો સર્વિસ સેન્ટરમાંથી આવું છું. તમારે નવી સર્કિટ નાખવી હોય તો મને કહો. એ વિના આ મશીન ચાલુ નહિ થાય.’

સુનીતા જેનું નામ, એ સહેલાઈથી મૂંગા ઘેટા જેવો વર્તાવ ન જ કરે. એણે દુકાનદારને ફોન કર્યો, પણ દુકાનદારે વેચાણ પછીની કોઈ જવાબદારી ન સ્વીકારી. વોરંટી-ગેરન્ટીના જુદાજુદા નિયમો બતાવી એણે આ બાબત એના હાથ ધોઈ નાખ્યા. એ દિવસે સુનીતાએ ઝીણા ટાઈપમાં છપાયેલા વોરંટીના એકએક નિયમોનો અભ્યાસ કરી લીધો. વોશીંગ મશીનનું તમામ સાહિત્ય લઈ એ એના મુરબ્બી વકીલ પાસે પહોંચી ગઈ. એ મુરબ્બીએ વચન આપ્યું કે બીજા દિવસે એ બધું સાહિત્ય વાંચી લઈ એને યોગ્ય સલાહ આપશે. બીજે દિવસે ઑફિસથી નીકળીને સુનીતા વડીલ વકીલ પાસે પહોંચી ગઈ. એણે સલાહ આપી :
‘જો બહેન, એક રીતે જોઈએ તો તું સાચી છે. કંપનીનો એજન્ટ કે ડિસ્ટ્રીબ્યુટર કંપનીરૂપી ‘પ્રિન્સિપલ’ વતી કામ કરે છે. વોશિંગ-મશીનની ખરીદી એ ચોક્કસ પ્રકારનો કરાર કહેવાય. કરાર-પાલનમાં બેજવાબદારી ન ચાલે.’
‘પણ હું શું કરું ?’
‘તારી પાસે હવે એક જ રસ્તો છે. પહેલાં તું કંપનીને, એના સ્થાનિક સર્વિસ સેન્ટરને અને જ્યાંથી આ વોશિંગ-મશીન ખરીદ્યું હોય તેને નોટિસ આપ… તું ગભરાતી નહિ, નોટિસ તને હું લખી આપીશ. એ નોટિસ પછી પણ એ મશીન વાપરવા લાયક ન કરી આપે તો ગ્રાહક સેવા સંઘમાં એની ફરિયાદ કરીને….’
‘હું ક્યાંક વાંકમાં આવી જતી નથી ને ?’ સુનીતાએ ડરતા ડરતા સવાલ કર્યો.
મુરબ્બી હસ્યા. એણે કહ્યું : ‘બહેન, તારો ક્યાંય કસૂર હોય તો હું તને આગળ વધવાની સલાહ જ ન આપતે. અને હોય તો એ અમને વકીલોને છાવરતા આવડે છે, પણ આવી બાબતમાં ધીરજ જરૂરી છે. મુદતના સમયે ઑફિસમાંથી રજા લઈ કોર્ટમાં આવવું, જુબાની આપવી, આંટાફેરા કરવા જેવી બાબતથી કંટાળવું નહિ પણ લડત તો આપવી જ.’

સુનીતા આવી બાબતોથી ગભરાતી નહિ. નાનપણથી જ એ સત્ય માટે લડતી રહેતી. એક વખત એણે ન કરેલી ભૂલ માટે એની માએ એને ભૂખી રાખી. એ ભૂખ એણે સહન કરી લીધી પણ ન કરેલી ભૂલ ભોજન સાટે કબૂલી નહિ. સુનીતાએ કંપની સામે લડી લેવાનો નિર્ધાર કર્યો. પતિ પરાશરે કહ્યું :
‘આવું તો બધું ચાલતું રહેવાનું. નવી સર્કિટ નખાવી માથાકૂટમાંથી છૂટી જા ને!’
‘પણ શા માટે ? આપણો કોઈ વાંક નથી. જન્મેજયકાકાએ આ કેસનો અભ્યાસ કરી સલાહ આપી છે કે લડી લેવું.’
‘જન્મેજયકાકા વડીલ છે તો સાથે સાથે વકીલ પણ છે. એ તો લડવાની સલાહ આપે જ.’
‘ખોટી નહિ. એ કંઈ મારી પાસેથી ફી લેવાના નથી. માત્ર રજિસ્ટર્ડ એ.ડી.નો ખર્ચ કે કેસ ટાઈપીંગનો ખર્ચ જ લેશે.’
‘એ બધું એનું એ. એ ખર્ચ નવી સર્કિટ બરાબરનો થશે.’
‘આ માત્ર ખર્ચનો સવાલ નથી. સવાલ આપણા હક્કનો છે. આજુબાજુના પડોશીએ સાત-સાત વર્ષથી મશીન વાપરે છે. એને કેમ આ સર્કિટની તકલીફ ન પડી ? હું એના મેન્યુઅલની એકએક સૂચનાનું પાલન કરી કપડાં ધોવા નાખું છું. નાનકડો કોઈ સ્પેર પાર્ટ બગડી ગયો હોય તો વાત જુદી છે, કારણ કે મશીન લીધાને તેર મહિના થઈ ગયા, પણ આ તો મેજર પાર્ટ છે. હું એમ કંઈ કંપનીને છોડીશ નહિ.’
‘સારું, તો કપડાં ધોજે તારી મેળે. એ ડબ્બો તો નકામો થઈ ગયો ને !’
‘હું માત્ર મારે માટે જ નથી લડતી, મારી જેવી કેટલીય ગૃહિણીના લાભાર્થે લડું છું.’
‘તારે દેશનેતા થવા જેવું છે.’ પરાશરે પત્નીની મજાક કરી વાત આટોપી.

સુનીતાની નોટિસનો કોઈ જવાબ ન મળ્યો એટલે જન્મેજય વકીલે ગ્રાહક સેવા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી. એક નિષ્ણાત વોશિંગ-મશીન મિકેનિકને પોતાના પક્ષમાં લઈ ઝીણીઝીણી ટેકનિકલ બાબતો સમજી લીધી અને એને આ કેસનો સાક્ષી બનાવ્યો. દસ મહિને કોર્ટે સુનીતાની તરફેણમાં ચુકાદો આપ્યો અને કંપનીને કોર્ટના હુકમ પાલન કરવાનું કહેવામાં આવ્યું. સુનીતાને જે માનસિક ત્રાસ થયો એનું વળતર પણ ચૂકવવાનું કહેવામાં આવ્યું. હવે સુનીતા રાજાપાઠમાં આવી ગઈ. એણે બે-ચાર પત્રકાર બહેનોને ઘેર ચા-પાણી માટે બોલાવી આ કેસની ચર્ચા કરી. એના પત્રોમાં નામ-ઠામ સહિત અહેવાલ છાપવાની વિનંતી કરી. ત્રણ-ચાર દિવસ પછી આ અહેવાલ એક માતબર વર્તમાનપત્રમાં છપાયો કે કંપનીના અધિકારી તરફથી ફોન આવ્યો :
‘મેડમ, તમે વર્તમાનપત્રમાં એ કેસની કશી હો-હા ન કરશો નહિતર અમારા મશીનના વેચાણ પર એને ખરાબ અસર પડશે.’
‘એ તમારો વિષય છે. જે ઘટના બની છે એનો અહેવાલ પત્રકારો તો આપે જ ને !’
‘પણ એ અહેવાલની પૂર્વભૂમિકારૂપી માહિતીઓ તો તમે આપો છો ને ! અમારા ડીલરનું પણ નામ છપાયું છે. ડીલર ગિન્નાયો છે….’
‘સત્ય વિસ્ફોટક હોય છે. તમે આટલા બધા ડરો છો તો મારી નોટિસનો કેમ જવાબ ન આપ્યો ? ખેર હવે કોર્ટનો ચુકાદો છે કે આ મશીન બદલી આપવું. એનું તમે ક્યારે પાલન કરો છો ? અને મને વળતર કોર્ટમાં ક્યારે જમા કરાવશો ?’

બીજા દિવસે સુનીતાના ફોટા સહિત એક બીજા વર્તમાનપત્રે વિસ્તૃત અહેવાલ આપ્યો કે કંપનીનો પ્રતિનિધિ સુનીતાને ઘેર દોડી આવ્યો. એણે સાંજ સુધીમાં નવું મશીન આપી જઈ જૂનું લઈ જવાની ખાતરી આપી અને સાથેસાથે જણાવ્યું કે હવે વર્તમાનપત્રોના રિપોર્ટરોને આ કેસની માહિતી ન આપવી. સુનીતા છંછેડાઈ. એણે કહ્યું : ‘તમારી કંપનીને આ પ્રસિદ્ધિનો હવે ડર લાગ્યો ? તમે મારી નોટિસનો જવાબ આપ્યો નહિ, તમારો કેસ લડવા વકીલ રાખ્યો ત્યારે તમારું ડહાપણ ક્યાં ગયું ? દસ-અગિયાર મહિના હું હેરાન થઈ, જાતે કપડાં ધોઈ મારી કમરના મંકોડા મેં તોડ્યા ત્યારે તમને તમારા આ ગ્રાહકની ચિંતા ન થઈ… ?’
‘પણ અમે તમને એ માટેનું વળતર ચૂકવ્યું છે ને ?’ કંપનીના પ્રતિનિધિએ બચાવ કર્યો.
‘લાગણીઓ પરના ઘાવ પૈસાના મલમપટ્ટાથી નથી રૂઝતા. તે દિવસે પેલી સર્કિટની ખામી સ્વીકારી મને ન્યાય આપ્યો હોત તો મારી નજરે તમારી કંપની કેટલીય વેંત ઊંચે ચડી ગઈ હોય અને વગર પૈસે તમારી પ્રચાર અધિકારી બની ગઈ હોત, પણ હવે કોર્ટ તમારી કાનપટ્ટી પકડાવી એટલે તમે બચાવ કરવા દોડી આવ્યા ? તમારી જાણ ખાતર કહી દઉં કે આવતા રવિવારે સાંજે ટાઉનહૉલમાં મહિલાઓની એક સભા છે. એમાં ગ્રાહકોને અન્યાય કરતી વિવિધ માલ વેચનારી કંપનીઓની છણાવટ થવાની છે. મારો કેસ રજૂ કરવા મને આમંત્રણ મળ્યું છે. અમે સ્ત્રીઓ બહુધા ઋજુ સ્વભાવની હોઈએ છીએ પણ અન્યાય સામે લડવા નીકળીએ છીએ ત્યારે શક્તિનો અવતાર બની જઈએ. તમને એ સ્ત્રી-સંસ્થાનું નામ આપું. એ સભા રોકવા પ્રયત્ન કરજો, પણ મારી સલાહ છે કે તમે મારા કેસ અંગે એક માફીપત્ર લખી આપો. એનું જાહેરમાં વાંચન કરી, મારા કેસની કોઈ વાત નહિ કરું. અમને લડતા પણ આવડે છે અને ક્ષમા આપતા પણ આવડે છે… હવે જે નવું મશીન તમે આપવાના છો એ સંપૂર્ણપણે ક્ષતિરહિત છે, તમારા ટેકનિકલ સ્ટાફે પૂરેપૂરું ચકાસ્યું છે એવું પ્રમાણપત્ર પણ લેતા આવજો.’

જે દિવસે નવું વોશીંગ-મશીન સુનીતાના ઘરે આવ્યું ત્યારે પરાશરે પત્નીની સરાહના કરતા કહ્યું : ‘તેં અજાણતા મને શીખવાડી દીધું કે કેટલીય બાબતો ‘પડતી મૂકવા’ જેવી નથી હોતી. અન્યાય સામે કેમ લડવું એનો એક પાઠ તારી પાસેથી શીખ્યો. મહાત્માજી પણ એમ જ કહેતા ને ? આજે રાત્રે તને હું આઈસ્ક્રીમ ખવરાવીશ…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુગંધી પુષ્પગુચ્છ – સંકલિત
પુન:સંધાન – બકુલ દવે Next »   

28 પ્રતિભાવો : લડત – ગિરીશ ગણાત્રા

 1. Ravi , japan says:

  Wah girish bhai wah !!
  aek dam saral language ma eyeopener article !!
  actually apde loko j grahak suraksha ni help nathi leta !!

 2. Rajni Gohil says:

  અન્યાય સામે ઝૂકી જવું એ તો કાયરતા છે. સુનીતા ભણેલી અને ગણેલી પણ હતી. તેણે પોતાનું કામ સફળતાપૂર્વક પાર પાડ્યું અને બીજા ઘણાને આ વાર્તા પરથી છેવટ સુધી લડી લેવાની પ્રેરણા મળશે. .જનજાગૃતિ માટેનું સરસ ઉદાહરણ છે. સર કટા સકતે હૈં લેકિન સ ઝૂકા સકતે નહીં….

 3. Viren Shah says:

  Girish Ganatra disappointed this time…

 4. ખુબ સરસ. મને તો એમ કે કંપનીવાળા કોઈ નેતાનો સહારો લઈ સુનીતાબેનને મચક જ આપશે નહીં. આ રીતનું પરીણામ પણ આવી શકે છે એ જાણી ઘણો આનંદ થયો.

  ખુબ પ્રેરણાદાયક વાર્તા.

 5. shruti maru says:

  thanks girishbhai for this artical.

 6. mohit says:

  It requries great courage, dedication, high self-esteem, patience, tolerance, understanding & above all time & money to fight for ur rights in this country. There is no one out there to help u but everyone will use ur position for their advantage. For Sunita, luckily advocate Janmejay was his known person. What if u have to go to some unknown advocate for help & u don’t have enough time & money to fight ur case? It always feels good when u hear or read such stories but reality is too hard sometimes for a common man to fight only for proving himself. His bread &butter matters more to him rather than truth. But nevertheless hats of to Sunita for his courage & determination. Persons like her always keeps our hopes alive in this hopeless world!

 7. જીતેંન્દ્ર જે. તન્ના says:

  વાર્તા ખુબ જ સરસ છે બાકી કોઇ પણ કસ્ટમરને કોઇ ગ્રાહક સુરક્ષા કોર્ટ ક્યારેય ન્યાય આપતી જ નથી.

 8. gopal says:

  સુનિતાબેન ની જય

 9. Rajni Gohil says:

  Positive attitude for each of our THOUGHTS, SPEECH and ACTION is most essential for success in our life. There should not be any doubts in our thinking speaking and performing our action. First we have to make habit of stopping negative thinking.

  Lord Buddha said: All that we are is the result of what we have thought. THE MIND IS EVERYTHING. What we think we become.

  No matter what we see in reality, we should have firm faith in our self that I will succeed, no matter what. Even if we know that there is no one out there to help us, WE SHOULD ALWAYS THINK THAT I WILL DEFINITELY GET HELP AND GOD IS GOING TO HELP ME. Our THOUGHTS, SPEECH and ACTION should be be in harmony.

  We learn the story of spider falling down many times, but it succeeds. We just learned it but did not put it in action.

  While I was in India last year, due to accident I have to stay longer. Air India refused to extend it even my brother and friends told me Air india won’t listen to you. Even though they extended it.

  What is LUCK? It is nothing but refusal to accept defeat, even in dire conditions. NEVER GIVE UP. HAVE FULL SELF CONFIDENCE and FULL FAITH IN GOD. This is what we have to learn from this story.

  Let us think that God has sent this life changing story to us through Girishbhai to wake us up. Hope many will follow Sunita’s dedication and self confidence. And with positive thinking turn opportunity into success.

  Girishbhai, Many thanks for this helpful story.

 10. Dhaval B. Shah says:

  વાહ ભાઈ વાહ્!!

 11. Chirag says:

  હા હા હા હા… મજા આવી ગઇ.

 12. kumar says:

  સરસ ખુબ સરસ.

 13. ભાવના શુક્લ says:

  અહીતો ભઈ પરાશરભાઈની પરાધીનતા વધુ ખટકી સુનીતાબહેનના સત્યાગ્રહ સામે…
  સરસ લડત અને સરસ વાર્તા…

 14. harshad mehta says:

  સરસ વાર્તા. દરેકે આ પ્રમાને પોતાના અધિકાર માતે લાદ્વ્વુ જોએ.

 15. himaxi says:

  respected sir,

  from my childhood i fond of to read your books

  i like your type of writting.

  till this day i never forget ” Sahsik toli”
  i have read this book in my childhood and it was the first book i have read,

  now i am 25 years old but i want to read this book again

  so can you please give me idea from where i can collect this book, i have search in library but it was not found by me, and i have search in one book shop also, but i did not get success to get this book.

  i really wish to read this book so if you can help me in this matter

  my email id is himaxivyas@yahoo.co.in

  thanks

  from

  himaxi vyas

 16. Aparna says:

  nice story to read
  but then its just a story, the same set of circumstances may not be available with each individual
  however, it would never hurt to be little assertive in the daily transactions of life
  i has purchased a garment from a shop which i had to get changed for some reasons, the shop owner made me visit his place 6 times but neither changed the garment nor returned the money
  finally, i warned him that next time we will be meeting in the consumer forum… his cash box was empty but he managed to borrow from else where and returned to us immediately!!

 17. nayan panchal says:

  રાજહઠ, બાળહઠ, યોગીહઠ અને સ્ત્રીહઠ. કોનુ ચાલ્યુ છે આમની સામે. આવી હકારાત્મક સ્ત્રીહઠ હોય તો ઘણુ સરસ.

  સુંદર લેખ.

  નયન

 18. Vaishali Maheshwari says:

  Good one Mr. Girish Ganatra.

  We all should protest against injustice that happens to us in any form.
  To become like Sunita, we need to have lot many good qualities in us.
  Hard-work and perseverance can give us success in what we are fighting for.

  Thank you Author.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.