કાબુલીવાલા – રવીન્દ્રનાથ ટાગોર

[ગુજરાતી સાહિત્યની સુપ્રસિદ્ધ અનુવાદિત કૃતિઓ પૈકી એક ‘કાબુલીવાલા’થી સૌ કોઈ પરિચિત છે. ભારત તેમજ વિશ્વની અનેક ભાષામાં અનુવાદિત થયેલી આ લોકપ્રિય વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર સાહિત્યકાર શ્રી રમણલાલ સોનીએ કર્યું છે. શાળાના અભ્યાસક્રમોમાં તે વર્ષોથી સ્થાન પામતી રહી છે. શ્રી ટાગોરના વિવિધ સાહિત્યનો સ્પર્શ કરાવતા ‘રવીન્દ્રસંચય’ પુસ્તકમાંથી અહીં સાભાર લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંગાળી કૃતિ પરથી ‘એ મેરે પ્યારે વતન…’નું પ્રસિદ્ધ ગીત ધરાવતી ‘કાબુલીવાલા’ નામે હિન્દી ફિલ્મ બની હતી. આજે આ વાર્તા સાથે તેનો અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યો છે જેની નોંધ લેશો. – તંત્રી.]

મારી પાંચ વરસની પોરી મીની એક ઘડી પણ બોલ્યા વિના રહી શકતી નથી. પૃથ્વી પર જન્મ ગ્રહણ કર્યા પછી ભાષા શીખવામાં તેણે માત્ર એક જ વરસ કાઢ્યું હતું, પણ તે પછીથી તો તે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે એક પળ પણ મૌન રહેવામાં બગાડતી નથી. એની મા ઘણી વખત ધમકાવીને એનું મોં બંધ કરી દે છે, પરંતુ મારાથી એ બનતું નથી. મીની ચૂપ બેઠી હોય તો મને એવું અસ્વાભાવિક લાગે છે કે મારાથી તે લાંબું સહન થતું નથી. તેથી કરીને મારી સાથે તે ખૂબ ઉત્સાહપૂર્વક વાતો કરવા લાગે છે.

એક દિવસ સવારે મારી નવલકથાનું સત્તરમું પ્રકરણ હું શરૂ કરતો હતો, ત્યાં મીનીએ આવીને લાગલું જ શરૂ કરી દીધું : ‘બાપા, રામદયાળ દરવાન કાગડાને કૌઆ કહે છે. એને કશું આવડતું નથી, નહીં ?’ પૃથ્વી પર ઘણી જુદી જુદી ભાષાઓ ચાલે છે એ વિશે હું તેને કંઈ જ્ઞાનદાન કરવામાં પ્રવૃત્ત થાઉં તે પહેલાં તો તેણે બીજી વાત કાઢી : ‘બાપા, ભોળો કહેતો’તો કે આકાશમાં હાથી રહે છે તે સૂંઢમાંથી પાણી રેડે છે, તેથી વરસાદ પડે છે ! તો મા ! ભોળો કેવું ખોટું ખોટું બકે છે ! બસ, બક્યા જ કરે છે, રાતદિવસ બક્યા જ કરે છે !’ આ વિશે મારા મતામતની જરા પણ રાહ જોયા વિના અચાનક એણે પૂછી નાખ્યું : ‘બાપા, મા તમારી શું સગી થાય ?’
હું મનમાં મનમાં બોલ્યો : ‘સાળી !’ મોઢે બોલ્યો : ‘મીની, તું ભોળાની સાથે રમ, જા ! હું અત્યારે કામમાં છું.’ બીજી જ પળે તે મારા લખવાના મેજની પાસે મારા પગ આગળ બેસી પોતાનાં બે ઘૂંટણ અને હાથ વડે ઝડપથી કંઈ બબડતી અગડમ બગડમ રમવા લાગી ગઈ. તે વખતે મારા સત્તરમા પ્રકરણમાં પ્રતાપસિંહ કાંચનમાલાને લઈને અંધારી રાતે કારાગૃહની ઊંચી બારીમાંથી નીચે વહેતી નદીના પાણીમાં ઝંપલાવતો હતો.

મારું ઘર રસ્તા પર હતું. ઓચિંતાની મીની અગડમ બગડમ રમવાનું છોડી બારી આગળ દોડી ગઈ અને જોરથી બૂમ પાડવા લાગી : ‘કાબુલીવાલા, એ….ઈ કાબુલીવાલા !’ મેલું ઢીલું લૂગડું પહેરેલું છે, માથા પર પાઘડી છે, ખભા પર ઝોળી છે, હાથમાં બેચાર દરાખની પેટીઓ છે, એવો એક ઊંચો કાબુલી ધીમાં પગલાં ભરતો રસ્તા પર થઈને જતો હતો – તેને જોઈને મારા કન્યારત્નના મનમાં કેવો ભાવોદય થયો તે કહેવું અઘરું છે, તેણે શ્વાસભેર તેને બોલાવવાનું શરૂ કરી દીધું. મને થયું કે હમણાં જ ખભા પર ઝોળીવાળી એક આફત આવીને ખડી થઈ જશે અને મારું સત્તરમું પ્રકરણ અધૂરું રહી જશે. પરંતુ મીનીની બૂમ સાંભળી કાબુલીએ હસીને જ્યાં મોં ફેરવ્યું અને અમારા ઘર તરફ આવવા માંડ્યું, ત્યાં તો મીની અદ્ધર શ્વાસે ઘરની અંદર દોડી ગઈ અને ક્યાં સંતાઈ ગઈ તેની ખબરે ન પડી. એના મનમાં એવી કોઈક આંધળી માન્યતા હતી કે કાબુલીવાલાની એ ઝોળીની અંદર મીનીના જેવી બે-ચાર છોકરીઓ પૂરેલી છે.

આ તરફ કાબુલી આવી, હસીને મને સલામ કરી ઊભો – મને થયું પ્રતાપસિંહ અને કાંચનમાલાની હાલત બહુ દયાજનક છે, તોપણ આને ઘરમાં બોલાવી આણ્યા પછી એની પાસેથી કંઈ ખરીદીએ નહીં એ સારું નહીં ! કંઈક ખરીદ્યું. પછી આડીઅવળી વાતો નીકળી પડી. આબદર રહમાન, રશિયા, અંગ્રેજો વગેરેથી તે સરકારની સરહદનીતિ વિશે વાતો ચાલવા માંડી. છેવટે ઊઠતાં ઊઠતાં તેણે પૂછ્યું : ‘બાબુ, આપની લડકી ક્યાં ગઈ ?’ મીનીની ખોટી બીક દૂર કરવાના હેતુથી મેં તેને અંત:પુરમાંથી બોલાવી આણી – તે મને વળગીને કાબુલીના મોં અને એની ઝોળીની તરફ સંદેહભરી નજરે જોતી રહી – કાબુલીએ ઝોળીમાંથી દરાખ, અખરોટ કાઢીને એને આપવા માંડ્યાં, પણ તેણે તે ન લીધાં. ઊલટું, બમણા વહેમથી તે મારા ઘૂંટણને વળગી રહી. પ્રથમ પરિચય આ રીતે પૂરો થયો.

થોડા દિવસ પછી, એક દિવસ સવારે, હું કામપ્રસંગે ઘરમાંથી બહાર નીકળતાં જોઉં છું તો મારાં દીકરીબા બારણા આગળ બેન્ચ ઉપર બેસીને કંઈ કંઈ બોલ્યે જ જાય છે, અને કાબુલી તેના પગ આગળ બેસીને હસતે મોઢે બધું સાંભળી રહ્યો છે અને વચમાં વચમાં પ્રસંગાનુસાર પોતાનો અભિપ્રાય પણ ભાંગીતૂટી બંગાળીમાં વ્યક્ત કરે છે. મીનીને એની પાંચ વરસની જિંદગીમાં એના બાપ સિવાય, આવો ધીરજવાન શ્રોતા કદી મળ્યો નહોતો. વળી મેં જોયું તો એનો ખોળો દરાખબદામથી ભરેલો હતો. મેં કાબુલીને કહ્યું : ‘એને આ બધું શું કરવા આપ્યું ? હવે ફરી આપશો નહીં !’ આમ કહી મેં ગજવામાંથી એક આઠ આની (અડધો રૂપિયો) કાઢી તેને આપી. તેણે લેશ પણ સંકોચ વગર આઠ આની લઈને ઝોળીમાં નાખી. ઘેર પાછો આવીને જોઉં છું તો એ આઠ આનીની બાબતમાં ઘરમાં સોળ આની ધમાધમ મચી ગઈ હતી. મીનીની મા હાથમાં એક સફેદ ચમકતો ગોળ પદાર્થ લઈ ગુસ્સામાં મીનીને પૂછી રહી હતી : ‘તું આ અડધો ક્યાંથી લાવી ?’
મીની કહેતી હતી : ‘કાબુલીવાલાએ આપ્યો !’
તેની મા કહેતી હતી : ‘પણ કાબુલીની પાસેથી તેં એ લીધો કેમ ?’
મીની રડવા માંડી કહ્યું : ‘મેં માગ્યો નથી,. એણે એની મેળે આપ્યો છે.’
મેં આવીને મીનીને એના પર આવી પડેલી આ આફતમાંથી બચાવી લીધી. હું એને બહાર લઈ ગયો.

મને ખબર પડી કે કાબુલીની સાથે મીનીની આ બીજી મુલાકાત નથી. પણ આ પહેલાં લગભગ દરરોજ આવીને, પિસ્તાબદામ લાંચમાં આપીને તેણે મીનીનું નાનકડું હૃદય ઘણું કબજે કરી લીધું હતું. મેં જોયું કે આ બે દોસ્તો વચ્ચે કેટલીક વાતો અને ગમ્મતો રોજ એકની એક ચાલ્યા કરતી હતી. દાખલા તરીકે, રહમતને જોતાં જ મારી દીકરી હસતી હસતી પૂછતી : ‘કાબુલીવાલા… એ…ઈ… કાબુલીવાલા, તારી આ ઝોળીમાં શું છે ?’ રહમત ઉચ્ચારમાં એક અનાવશ્યક ચંદ્રબિંદુ ચડાવી દઈ હસતો હસતો જવાબ દેતો : ‘હોંથી !’ અર્થાત્ એની ઝોળીમાં હાથી છે એ જ તેના હસવાનો સૂક્ષ્મ મર્મ હતો. અતિ સુક્ષ્મ તો ન કહી શકાય, તો પણ આ ગમ્મતમાં બંનેને ભારે મજા પડતી અને શરદઋતુના પ્રભાતમાં, એક મોટી ઉંમરના માણસનું અને એક નાની વયની બાલિકાનું સરળ હાસ્ય જોઈ મને પણ સારું લાગતું. એમની વચ્ચે બીજી પણ એક વાત પ્રચલિત હતી. રહમત મીનીને કહેતો : ‘કીકી, તું કદી સાસરે જતી નહીં !’ બંગાળી ઘરની છોકરી જન્મથી જ સાસરું શબ્દથી પરિચિત હોય છે, પરંતુ અમે જરા નવા જમાનાના માણસ હોવાથી છોકરીને સાસરી સંબંધી કંઈ જ જ્ઞાન આપ્યું નહોતું. એથી રહમતનો અનુરોધ મીની સમજી શકતી નહીં, છતાં એનો કંઈ પણ જવાબ દીધા વગર ચૂપ રહેવું એ બિલકુલ એના સ્વભાવની વિરુદ્ધ હતું. એટલે તે સામો સવાલ પૂછતી : ‘તમે સાસરે જવાના છો ?’
રહમત કાલ્પનિક સસરાની સામે પ્રચંડ મૂઠી ઉગામી કહેતો : ‘સસૂરને હું ઠોકીશ..’ સાંભળી મીની સસૂર નામે કોઈ એક અજાણ્યા માણસનું આવી બન્યું કલ્પીને ખૂબ હસતી.

નિર્મળ શરદ ઋતુ ચાલી રહી છે. પ્રાચીનકાળમાં આ જ સમયે રાજાઓ દિગ્વિજયો કરવા નીકળતા – હું કલકત્તા છોડીને કદી પણ ક્યાંય ગયો નથી, પણ એથી તો મારું મન આખી પૃથ્વી પર ચારેકોર ફર્યા જ કરે છે. હું જાણે મારા ઘરના ખૂણામાં ભરાઈ રહેલો ચિરપ્રવાસી છું; બહારની દુનિયા જોવા મારું મન હમેશાં તલપાપડ રહે છે. કોઈ પરદેશનું નામ સાંભળતાં જ મારું ચિત્ત ત્યાં દોડી જાય છે. તેવી જ રીતે કોઈ પરદેશીને જોતાં જ નદી, પર્વત અને અરણ્યની વચમાં એક ઝૂંપડીનું દશ્ય મારા મનમાં ઉદિત થાય છે, અને એક સુખમય સ્વતંત્ર જીવનની વાત મારી કલ્પનામાં જાગી ઊઠે છે. આ તરફ હું એવો વનસ્પતિ-પ્રકૃતિનો માણસ છું કે મારો ખૂણો છોડીને કોઈ વાર બહાર જવાનું થાય તો મને માથા પર વજ્રઘાત જેવું લાગે છે. આથી સવારે મારી નાનકડી ઓરડીમાં મેજ આગળ બેસી કાબુલીની સાથે વાતો કરીને હું મારા પ્રવાસનું ઘણું કામ પતાવું છું. બંને બાજુએ ઊંચીનીચી દુર્ગમ દગ્ધ લાલ રંગની ઊંચી પર્વતમાળાઓ છે, વચમાં સાંકડો મરુપથ છે, અને લાદેલાં ઊંટોની વણજાર ચાલી જાય છે. માથા પર ભારે પાઘડીવાળા વેપારીઓ કે મુસાફરો કોઈ ઊંટની ઉપર તો કોઈ પગપાળા, કોઈ હાથમાં ભાલો લઈને, તો કોઈ જૂના જમાનાની જામગરીથી સળગાવવાની બંદૂક લઈને રસ્તો કાપી રહ્યા છે – કાબુલી ધીરગંભીર સ્વરે ભાંગીતૂટી બંગાળીમાં સ્વદેશની વાતો કરતો, અને આ ચિત્ર મારી આંખો આગળથી પસાર થઈ જતું.

મીનીની મા ખૂબ વહેમી સ્વભાવની બાઈ હતી. રસ્તા પર જરા જેટલો અવાજ થાય તો આખી દુનિયાના દારૂડિયાઓ બાસ અમારા જ ઘરમાં ઘૂસવા દોડી આવે છે એવું એને લાગે. આખી પૃથ્વી ચારે ખૂણે ચોર, ડાકુ, દારૂડિયા, સાપ, વાઘ, મેલેરિયા, ઈયળો, વંદા, કાનખજૂરા અને ગોરાઓથી જ ભરેલી છે એ એનો ભય આટલા દિવસ (બહુ વધારે દિવસ નહોતા થયા) પૃથ્વી પર વાસ કરવા છતાં હજી એના મનમાંથી દૂર થયો નહોતો. રહમત કાબુલી સંબંધી પણ તે સાવ નિ:સંશય નહોતી. એટલે તેની તરફ ખાસ નજર રાખતા રહેવાનો તે મને વારંવાર આગ્રહ કર્યા કરતી. હું તેના વહેમને હસી કાઢવાનું કરું, તો એ સામી મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતી : ‘કદીયે શું કોઈનાં છોકરાં ચોરાયાં નથી ? કાબુલમાં શું ગુલામોનો વેપાર ચાલતો નથી ? આવડા મોટા કાબુલ માટે જરી જેવડી છોકરીને ઉપાડી જવાનું કામ શું સાવ અસંભવિત છે ?’
મારે કબૂલ કરવું પડ્યું કે એવું બનવું સાવ અસંભવિત તો નથી, પરંતુ માન્યામાં ન આવે એવું છે. માનવા ન માનવાની શક્તિ સૌમાં સરખી નથી હોતી, એટલે મારી સ્ત્રીના મનનો ભય ટળ્યો નહીં. પરંતુ એથી કરીને વગર વાંકે રહમતને અમારા ઘરમાં આવવાની હું મનાઈ કરી શક્યો નહીં.

દર વરસે મહા મહિનાની અધવચમાં રહમત દેશમાં ચાલી જતો. આ વખતે તે પોતાનું બધું લેણું વસૂલ કરવા પાછળ ખૂબ વ્યસત રહેતો. એ માટે ઘેર ઘેર ફરવું પડે, છતાં પણ તે મીનીને એક વાર તો દર્શન દઈ જતો. એ જોઈને ખરેખર એમ લાગે, જાણે એમની વચ્ચે કંઈ ષડયંત્ર ચાલી રહ્યું છે. કોઈ દિવસ સવારે તે આવી ન શકે તો સાંજે આવે. અંધારા ઓરડાના ખૂણામાં એ ખૂલતા પહોળા જામા પાયજામાવાળા અને ઝોળાઝોળીવાળા ઊંચા કદાવર માણસને જોઈ ખરેખર એકદમ મનમાં આશંકા પેદા થાય, પરંતુ જ્યારે મીનીને ‘કાબુલીવાલા, એ…ઈ… કાબુલીવાલા !’ કહી હસતી હસતી દોડી આવતી જોઉં અને એ બે ભિન્ન વયના મિત્રોમાં જૂનો જાણીતો વિનોદ ચાલવા માંડે ત્યારે મારું સમસ્ત અંત:કરણ પ્રસન્ન થઈ જતું.

એક દિવસ સવારે મારી ઓરડીમાં બેસીને હું પ્રૂફ તપાસતો હતો. વિદાય લેતાં પહેલાં બે-ત્રણ દિવસથી ઠંડી ખૂબ સખત પડવા લાગી હતી. ગાત્રો ગળી જતાં હતાં, બારીમાંથી સવારનો તડકો મેજની નીચે મારા પગ ઉપર આવી પડતો હતો, અને તેનો ગરમાવો અત્યારે ખૂબ જ મીઠો લાગતો હતો. લગભગ આઠેક વાગ્યા હશે. માથે ગળપટા વીંટાળીને વહેલા પહોરના ફરવા ગયેલા માણસો ઘેર પાછા આવી ગયા હતા. એવામાં રસ્તામાં ભારે કોલાહલ સંભળાયો. જોયું તો અમારા રહમતને બે સિપાઈઓ બાંધીને લાવતા હતા – એમની પાછળ કુતૂહલપ્રિય છોકરાંનું ટોળું હતું. રહમતના શરીર પર ને કપડાં પર લોહીના ડાઘા હતા, અને એક સિપાઈના હાથમાં લોહિયાળ છરો હતો. મેં બહાર નીકળી સિપાઈને ઊભો રાખી પૂછ્યું : ‘શું થયું છે ?’
થોડું તેણે કહ્યું, થોડુંક રહમતે કહ્યું – એમ મને જાણવા મળ્યું કે અમારા કોઈ પડોશીએ પૈસા બાકી રાખી રહમતની પાસેથી રામપુરી શાલ લીધી હતી. રહમતે એના પૈસા માગ્યા, ત્યારે પેલાએ જૂઠું બોલી એ દેવાનો જ ઈનકાર કર્યો. એ બાબતમાં ઝઘડો થતાં રહમતે તેને છરો ભોંકી દીધો હતો. રહમત એ જૂઠાબોલાને ઉદ્દેશીને અનેક અશ્રાવ્ય ગાળો સંભળાવતો હતો, એટલાં ‘કાબુલીવાલા…એ…ઈ કાબુલીવાલા !’ કરતી બૂમો પાડતી પાડતી મીની ઘરમાંથી બહાર દોડી આવી. રહમતનું મોં પલકમાં હાસ્યથી ખીલી ઊઠ્યું. તેના ખભા પર અત્યારે ઝોળી નહોતી, એટલે ઝોળી સંબંધી તેમનો રોજનો વાર્તાલાપ આજે થયો નહીં. મીનીએ એકદમ તેને પૂછી નાખ્યું : ‘તમે સાસરે જવાના છો ?’
રહમતે હસીને કહ્યું : ‘ત્યાં જ જાઉં છું’
પણ એ જવાબથી મીનીને હસવું આવ્યું નહીં. એ જોઈ રહમતે પોતાના હાથ દેખાડી કહ્યું : ‘સાલા સસૂરને ઠોકત, પણ શું કરું, મારા હાથ બાંધેલા છે !’ ખૂનની કોશિશ કરવાના ગુનાસર રહમતને કેટલાંક વરસની કેદની સજા થઈ.

રહમતની વાત હવે હું લગભગ ભૂલી ગયો હતો. અમે જ્યારે ઘરમાં બેઠાં બેઠાં હંમેશની ટેવ મુજબ કામકાજમાં દિવસો વિતાવતાં, ત્યારે એક સ્વતંત્ર મિજાજનો પહાડોમાં ફરનારો આદમી કારાગારની દીવાલોની વચમાં કેવી રીતે વર્ષો વિતાવતો હશે તે અમને કદી યાદ પણ આવતું નહીં. અને, ચંચળ હૃદયની મીનીની રીતભાત તો ખરેખર ખૂબ શરમાવા જેવી હતી તેની તેના બાપથીયે ના પાડી શકાય એમ નથી. લહેરથી પોતના જૂના મિત્રને ભૂલી જઈ પહેલાં એણે નબી ગાડીવાળાની સાથે મૈત્રી બાંધી. પછી જેમ તેની ઉંમર વધતી ગઈ તેમ એક એક સખાને બદલે એક એક સખી આવતી ગઈ. તે એટલે સુધી કે હવે તે તેના બાપાની લખવાની ઓરડીમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. મેં તો જાણે તેની સાથે બોલવાના કટ્ટા કર્યા છે.

કેટલાંક વરસો વહી ગયાં ! વળી એક શરદઋતુ આવી. મારી મીનીનું સગપણ નક્કી થઈ ગયું છે. પૂજાની રજાઓમાં તેનાં લગ્ન થવાનાં છે. દુર્ગા કૈલાસમાં જશે, અને તેની સાથે મારા ઘરની આનંદમયી પણ પિતૃભવનમાં અંધારું કરીને હવે પતિભવનમાં જશે.

પ્રભાત ખૂબ જ રમણીય લાગતું હતું. વરસાદ થઈ ગયા પછી, આ શરદઋતુના તડકાએ જાણે ધોવાઈને ટંકણખારમાં ગાળેલા સોનાના જેવો નિર્મળ રંગ ધારણ કર્યો હતો. એટલે સુધી કે કલકત્તાની ગલીઓનાં, ગંદાં જર્જરિત ઈંટોનાં કોટડાં જેવાં સાંકડાં ઘરોની ઉપર પણ આ તડકાની આભાએ એક પ્રકારનું અદ્દભુત લાવણ્ય પ્રસાર્યું હતું. રાત હજી તો પૂરી થઈ નથી, ત્યાં મારા ઘર આગળ શરણાઈ વાગવી શરૂ થઈ ગઈ હતી. તેનો અવાજ જાણે મારી છાતીના હાડપિંજરમાંથી ધબકી ધબકીને નીકળતો હતો, અને ભૈરવીના કરુણ સૂરમાં, નજીક આવી રહેલી વિયોગવ્યથાને શરદઋતુના તડકાની સાથે આખી પૃથ્વી પર ફેલાવી દેતો હતો. આજે મારી મીનીનાં લગ્ન હતાં. સવારથી જ ભારે ધમાલ મચી ગઈ હતી. માણસોની આવ-જા શરૂ થઈ ગઈ હતી. આંગણામાં વાંસ નાખી મંડપ બંધાઈ રહ્યો હતો. ઘરના એકેએક ઓરડામાં અને પરસાળમાં હાંડીઝુમ્મરો લટકાવવાનો અવાજ થઈ રહ્યો હતો. બૂમાબૂમ અને દોડધામનો પાર નહોતો.

હું મારી ઓરડીમાં બેસીને હિસાબ જોતો હતો, એટલામાં રહમત આવીને સલામ કરીને ઊભો. પહેલાં તો હું એને ઓળખી શક્યો નહીં. એની પેલી ઝોળી નહોતી, લાંબા વાળ નહોતા, એના શરીરમાં પહેલાંના જેવું તેજ નહોતું. છેવટે તેના હાસ્ય પરથી મેં એને ઓળખ્યો.
મેં કહ્યું : ‘કેમ રહમત, ક્યારે આવ્યો ?’
તેણે કહ્યું : ‘કાલે સાંજે જેલમાંથી છૂટ્યો !’
શબ્દો જાણે કાનમાં ખટ કરતા વાગ્યા ! આ પહેલાં કદી કોઈ ખૂનીને મેં નજરે જોયો નહોતો. આને જોઈ મારું આખું હૃદય સંકોચાઈને જાણે બિંદુ જેવડું થઈ ગયું. મને થયું કે આજના આવા શુભ દિવસે આ માણસ અહીં ન હોય તો સારું.
મેં તેને કહ્યું : ‘આજે અમારા ઘરમાં અવસર છે. હું બહુ કામમાં છું, તમે આજે જાઓ….’
આ સાંભળતાં જ એણે તરત ચાલવા માંડ્યું, પરંતુ બારણા આગળ જઈને એ બીતો બીતો બોલ્યો : ‘કીકીને જરી મળાશે ખરું ?’ તેના મનમાં એ એવું માનતો હશે કે મીની હજી એવડી ને એવડી છે. તેના મનમાં એવું હશે કે હમણાં મીની પહેલાંની પેઠે ‘કાબુલીવાલા….એ…ઈ… કાબુલીવાલા’ કરતી દોડતી આવશે, અને તેમની વચ્ચે ફરી પાછો પેલો જૂનો હાસ્યાલાપ ચાલશે. એટલું જ નહીં, પણ જૂની દોસ્તી યાદ કરી તે એક બૉક્સમાં અંગૂર અને કાગળના પડીકામાં દરાખબદામ પણ લેતો આવ્યો હતો – કોઈ ઓળખીતા કાબુલીની પાસેથી માગી તાગીને એ લઈ આવ્યો હશે – કારણ કે એની પેલી ઝોળી તો હવે હતી નહીં.
મેં કહ્યું : ‘આજે ઘરમાં ધમાલ છે, આજે કોઈને મળવાનું નહીં બને !’
તે જરા ખિન્ન બની ગયો. સ્તબ્ધભાવે ઊભો રહી એ ઘડીક મારી સામે જોઈ રહ્યો, પછી ‘બાબુ, સલામ !’ કહી એ ઘરમાંથી બહાર નીકળી ગયો.

મને હૃદયમાં કંઈક દુ:ખ થયું, હું એને પાછો બોલાવવાનો વિચાર કરતો હતો, ત્યાં એ પોતે જ પાછો આવતો દેખાયો. પાસે આવીને તેણે કહ્યું : ‘આ અંગૂર અને કિસમિસબદામ કીકીના સારુ લાવ્યો હતો; એને આપવા કૃપા કરશો !’ મેં એના પૈસા આપવા માંડતાં તેણે એકદમ મારો હાથ પકડી લઈ કહ્યું : ‘આપે ખૂબ દયા બતાવી છે, હું એ કદી નહીં ભૂલું – મને પૈસા આપવાનું ન કરશો ! – બાબુ, તમારે જેવી છોકરી છે, તેવી દેશમાં મારે પણ એક છોકરી છે. એનું મોં યાદ કરી હું તમારી કીકીને આપવા જરાતરા મેવો લઈને આવું છું. હું કંઈ વેપાર કરવા આવતો નથી.’ આમ કહી એણે પોતાના ખૂલતા પહોળા અંગરખામાં હાથ નાખી, છાતી પાસે ક્યાંકથી એક મેલો ચોળાયેલો કાગળ બહાર કાઢ્યો. ખૂબ જતનપૂર્વક તેની ગડી ઉકેલી તેણે તે બે હાથે મારા મેજ ઉપર પાથર્યો. મેં જોયું તો કાગળ ઉપર એક નાનકડા હાથની છાપ હતી. ફોટો નહોતો, તૈલચિત્ર નહોતું; હાથમાં જરા કાજળ લગાડી કાગળ ઉપર તેની છાપ લીધેલી હતી. દીકરીનું આ સ્મરણ છાતીસરસું રાખીને રહમત કલકત્તાના રસ્તાઓ પર મેવો વેચવા આવતો હતો – જાણે એ સુકોમળ નાજુક બાળહસ્તનો સ્પર્શ તેના વિશાળ વિરહી હૃદયમાં સુધાનો સંચાર કરતો હતો !

આ જોઈ મારી આંખો છલછલ કરતી ઊભરાઈ આવી. તે વખતે, એ કોઈ કાબુલી મેવાવાળો છે, અને હું કોઈ બંગાળી સંભ્રાન્ત વંશનો છું એ હું ભૂલી ગયો. – તે વખતે હું સમજી શક્યો કે જેવો એ છે તેવો જ હું પણ છું; તે પિતા છે, હું પણ પિતા છું. પર્વતગૃહમાં વસેલી તેની એ નાનકડી પાર્વતીના હાથની છાપ જોઈ મને પણ મારી મીની યાદ આવી ગઈ. મેં તરત જ તેને અંત:પુરમાંથી બોલાવી મગાવી. સ્ત્રીઓએ ઘણો વિરોધ કર્યો, પરંતુ મેં એ તરફ બિલકુલ લક્ષ આપ્યું નહીં. લાલ રેશમી સાડીમાં, કપાળમાં ચંદનની ચર્ચા સાથે, વધૂના વેશમાં મીની શરમાતી સંકોચાતી મારી પાસે આવીને ઊભી. એને જોઈ કાબૂલી પહેલાં તો ચમકી ગયો, પહેલાંની પેઠે તેમનો વાર્તાલાપ જામી શક્યો નહીં. છેવટે હસીને તેણે કહ્યું : ‘કીકી, તું સાસરે ચાલી ?’
મીની હવે સાસરીનો અર્થ સમજતી હતી, હવે તે પહેલાંની પેઠે જવાબ દઈ શકી નહીં – રહમતનો સવાલ સાંભળી લજ્જાથી લાલ બની તે મોં ફેરવી ઊભી રહી. કાબુલીની સાથે મીનીને જે દિવસે પહેલી ઓળખાણ થઈ હતી, એ દિવસ અત્યારે મને યાદ આવી ગયો, અને મારું મન કેવુંય વ્યથિત થઈ ગયું.

મીનીના ગયા પછી એક ઊંડો નિ:શ્વાસ નાખી રહમત જમીન ઉપર બેસી પડ્યો. તેને અચાનક ભાન થયું કે તેની છોકરી પણ અત્યારે આવડી મોટી થઈ ગઈ હશે, એની સાથે પણ હવે નવી ઓળખાણ કરવી પડશે. – પહેલાં હતી તેવી હવે એ એને જોવા નહીં મળે. આ આઠ વરસમાં તેનું શું થયું હશે તે પણ કોણ જાણે છે ! સવારના પહોરમાં શરદ ઋતુના સૂરજનાં સ્નિગ્ધ કિરણો વચ્ચે શરણાઈ વાગવા માંડી હતી. રહમત કલકતાની એક ગલીમાં બેઠો બેઠો અફઘાનિસ્તાનના કોઈ બોડિયા પહાડનું દશ્ય જોઈ રહ્યો. મેં એક નોટ કાઢી તેના હાથમાં મૂકી કહ્યું : ‘રહમત, તું દેશમાં તારી દીકરીની પાસે પહોંચી જા ! તમે બાપ-બેટી સુખે મળો એથી મારી મીનીનું કલ્યાણ થશે !’

આ રૂપિયા આપવાને લીધે, મારે લગ્નની ધામધૂમમાંથી એકબે બાબત કાઢી નાખવી પડી. મનમાં ધાર્યા પ્રમાણે વીજળીનો ભપકો કરી શકાયો નહીં, કિલ્લાનું બૅન્ડ પણ લવાયું નહીં. અંત:પુરમાં સ્ત્રીઓ બહુ બબડવા લાગી, પરંતુ કોઈ અનેરા મંગલ પ્રકાશમાં મારો શુભ ઉત્સવ ઝળહળી ઊઠ્યો.

.

English Version:Kabuliwala

My five years’ old daughter Mini cannot live without chattering. I really believe that in all her life she has not wasted a minute in silence. Her mother is often vexed at this, and would stop her prattle, but I would not. To see Mini quiet is unnatural, and I cannot bear it long. And so my own talk with her is always lively.

One morning, for instance, when I was in the midst of the seventeenth chapter of my new novel, my little Mini stole into the room, and putting her hand into mine, said: “Father! Ramdayal the doorkeeper calls a crow a krow! He doesn’t know anything, does he?”

Before I could explain to her the differences of language in this world, she was embarked on the full tide of another subject. “What do you think, Father? Bhola says there is an elephant in the clouds, blowing water out of his trunk, and that is why it rains!”

And then, darting off anew, while I sat still making ready some reply to this last saying, “Father! what relation is Mother to you?”

“My dear little sister in the law!” I murmured involuntarily to myself, but with a grave face contrived to answer: “Go and play with Bhola, Mini! I am busy!”

The window of my room overlooks the road. The child had seated herself at my feet near my table, and was playing softly, drumming on her knees. I was hard at work on my seventeenth chapter, where Protrap Singh, the hero, had just caught Kanchanlata, the heroine, in his arms, and was about to escape with her by the third story window of the castle, when all of a sudden Mini left her play, and ran to the window, crying, “A Kabuliwallah! a Kabuliwallah!” Sure enough in the street below was a Kabuliwallah, passing slowly along. He wore the loose soiled clothing of his people, with a tall turban; there was a bag on his back, and he carried boxes of grapes in his hand.

I cannot tell what were my daughter’s feelings at the sight of this man, but she began to call him loudly. “Ah!” I thought, “he will come in, and my seventeenth chapter will never be finished!” At which exact moment the Kabuliwallah turned, and looked up at the child. When she saw this, overcome by terror, she fled to her mother’s protection, and disappeared. She had a blind belief that inside the bag, which the big man carried, there were perhaps two or three other children like herself. The pedlar meanwhile entered my doorway, and greeted me with a smiling face.

So precarious was the position of my hero and my heroine, that my first impulse was to stop and buy something, since the man had been called. I made some small purchases, and a conversation began about Abdur Rahman, the Russians, the English, and the Frontier Policy.

As he was about to leave, he asked: “And where is the little girl, sir?”

And I, thinking that Mini must get rid of her false fear, had her brought out.

She stood by my chair, and looked at the Kabuliwallah and his bag. He offered her nuts and raisins, but she would not be tempted, and only clung the closer to me, with all her doubts increased.

This was their first meeting.

One morning, however, not many days later, as I was leaving the house, I was startled to find Mini, seated on a bench near the door, laughing and talking, with the great Kabuliwallah at her feet. In all her life, it appeared; my small daughter had never found so patient a listener, save her father. And already the corner of her little sari was stuffed with almonds and raisins, the gift of her visitor, “Why did you give her those?” I said, and taking out an eight-anna bit, I handed it to him. The man accepted the money without demur, and slipped it into his pocket.

Alas, on my return an hour later, I found the unfortunate coin had made twice its own worth of trouble! For the Kabuliwallah had given it to Mini, and her mother catching sight of the bright round object, had pounced on the child with: “Where did you get that eight-anna bit? ”

“The Kabuliwallah gave it me,” said Mini cheerfully.

“The Kabuliwallah gave it you!” cried her mother much shocked. “Oh, Mini! how could you take it from him?”

I, entering at the moment, saved her from impending disaster, and proceeded to make my own inquiries.

It was not the first or second time, I found, that the two had met. The Kabuliwallah had overcome the child’s first terror by a judicious bribery of nuts and almonds, and the two were now great friends.

They had many quaint jokes, which afforded them much amusement. Seated in front of him, looking down on his gigantic frame in all her tiny dignity, Mini would ripple her face with laughter, and begin: “O Kabuliwallah, Kabuliwallah, what have you got in your bag?”

And he would reply, in the nasal accents of the mountaineer: “An elephant!” Not much cause for merriment, perhaps; but how they both enjoyed the witticism! And for me, this child’s talk with a grown-up man had always in it something strangely fascinating.

Then the Kabuliwallah, not to be behindhand, would take his turn: “Well, little one, and when are you going to the father-in-law’s house?”

Now most small Bengali maidens have heard long ago about the father-in-law’s house; but we, being a little new-fangled, had kept these things from our child, and Mini at this question must have been a trifle bewildered. But she would not show it, and with ready tact replied: “Are you going there?”

Amongst men of the Kabuliwallah’s class, however, it is well known that the words father-in-law’s house have a double meaning. It is a euphemism for jail, the place where we are well cared for, at no expense to ourselves. In this sense would the sturdy pedlar take my daughter’s question. “Ah,” he would say, shaking his fist at an invisible policeman, “I will thrash my father-in-law!” Hearing this, and picturing the poor discomfited relative, Mini would go off into peals of laughter, in which her formidable friend would join.

These were autumn mornings, the very time of year when kings of old went forth to conquest; and I, never stirring from my little corner in Calcutta, would let my mind wander over the whole world. At the very name of another country, my heart would go out to it, and at the sight of a foreigner in the streets, I would fall to weaving a network of dreams, –the mountains, the glens, and the forests of his distant home, with his cottage in its setting, and the free and independent life of far-away wilds.

Perhaps the scenes of travel conjure themselves up before me, and pass and repass in my imagination all the more vividly, because I lead such a vegetable existence, that a call to travel would fall upon me like a thunderbolt.

In the presence of this Kabuliwallah, I was immediately transported to the foot of arid mountain peaks, with narrow little defiles twisting in and out amongst their towering heights. I could see the string of camels bearing the merchandise, and the company of turbaned merchants, carrying some of their queer old firearms, and some of their spears, journeying downward towards the plains. I could see–but at some such point Mini’s mother would intervene, imploring me to “beware of that man.”

Mini’s mother is unfortunately a very timid lady. Whenever she hears a noise in the street, or sees people coming towards the house, she always jumps to the conclusion that they are either thieves, or drunkards, or snakes, or tigers, or malaria or cockroaches, or caterpillars, or an English sailor. Even after all these years of experience, she is not able to overcome her terror. So she was full of doubts about the Kabuliwallah, and used to beg me to keep a watchful eye on him.

I tried to laugh her fear gently away, but then she would turn round on me seriously, and ask me solemn questions.

Were children never kidnapped?

Was it, then, not true that there was slavery in Kabul?

Was it so very absurd that this big man should be able to carry off a tiny child?

I urged that, though not impossible, it was highly improbable. But this was not enough, and her dread persisted. As it was indefinite, however, it did not seem right to forbid the man the house, and the intimacy went on unchecked.

Once a year in the middle of January Rahmun, the Kabuliwallah, was in the habit of returning to his country, and as the time approached he would be very busy, going from house to house collecting his debts. This year, however, he could always find time to come and see Mini. It would have seemed to an outsider that there was some conspiracy between the two, for when he could not come in the morning, he would appear in the evening.

Even to me it was a little startling now and then, in the corner of a dark room, suddenly to surprise this tall, loose-garmented, much bebagged man; but when Mini would run in smiling, with her, “O! Kabuliwallah! Kabuliwallah!” and the two friends, so far apart in age, would subside into their old laughter and their old jokes, I felt reassured.

One morning, a few days before he had made up his mind to go, I was correcting my proof sheets in my study. It was chilly weather. Through the window the rays of the sun touched my feet, and the slight warmth was very welcome. It was almost eight o’clock, and the early pedestrians were returning home, with their heads covered. All at once, I heard an uproar in the street, and, looking out, saw Rahmun being led away bound between two policemen, and behind them a crowd of curious boys. There were blood-stains on the clothes of the Kabuliwallah, and one of the policemen carried a knife.

Hurrying out, I stopped them, and enquired what it all meant. Partly from one, partly from another, I gathered that a certain neighbour had owed the pedlar something for a Rampuri shawl, but had falsely denied having bought it, and that in the course of the quarrel, Rahmun had struck him. Now in the heat of his excitement, the prisoner began calling his enemy all sorts of names, when suddenly in a verandah of my house appeared my little Mini, with her usual exclamation: “O Kabuliwallah! Kabuliwallah!” Rahmun’s face lighted up as he turned to her. He had no bag under his arm today, so she could not discuss the elephant with him. She at once therefore proceeded to the next question: “Are you going to the father-in-law’s house?” Rahmun laughed and said: “Just where I am going, little one!” Then seeing that the reply did not amuse the child, he held up his fettered hands. ” Ali,” he said, ” I would have thrashed that old father-in-law, but my hands are bound!”

On a charge of murderous assault, Rahmun was sentenced to some years’ imprisonment.

Time passed away, and he was not remembered. The accustomed work in the accustomed place was ours, and the thought of the once-free mountaineer spending his years in prison seldom or never occurred to us. Even my light-hearted Mini, I am ashamed to say, forgot her old friend. New companions filled her life. As she grew older, she spent more of her time with girls. So much time indeed did she spend with them that she came no more, as she used to do, to her father’s room. I was scarcely on speaking terms with her.

Years had passed away. It was once more autumn and we had made arrangements for our Mini’s marriage. It was to take place during the Puja Holidays. With Durga returning to Kailas, the light of our home also was to depart to her husband’s house, and leave her father’s in the shadow.

The morning was bright. After the rains, there was a sense of ablution in the air, and the sun-rays looked like pure gold. So bright were they that they gave a beautiful radiance even to the sordid brick walls of our Calcutta lanes. Since early dawn to-day the wedding-pipes had been sounding, and at each beat my own heart throbbed. The wail of the tune, Bhairavi, seemed to intensify my pain at the approaching separation. My Mini was to be married to-night.

From early morning noise and bustle had pervaded the house. In the courtyard the canopy had to be slung on its bamboo poles; the chandeliers with their tinkling sound must be hung in each room and verandah. There was no end of hurry and excitement. I was sitting in my study, looking through the accounts, when some one entered, saluting respectfully, and stood before me. It was Rahmun the Kabuliwallah. At first I did not recognize him. He had no bag, nor the long hair, nor the same vigour that he used to have. But he smiled, and I knew him again.

“When did you come, Rahmun?” I asked him.

“Last evening,” he said, “I was released from jail.”

The words struck harsh upon my ears. I had never before talked with one who had wounded his fellow, and my heart shrank within itself, when I realised this, for I felt that the day would have been better-omened had he not turned up.

“There are ceremonies going on,” I said, “and I am busy. Could you perhaps come another day?”

At once he turned to go; but as he reached the door he hesitated, and said: “May I not see the little one, sir, for a moment?” It was his belief that Mini was still the same. He had pictured her running to him as she used, calling “O Kabuliwallah! Kabuliwallah!” He had imagined too that they would laugh and talk together, just as of old. In fact, in memory of former days he had brought, carefully wrapped up in paper, a few almonds and raisins and grapes, obtained somehow from a countryman, for his own little fund was dispersed.

I said again: “There is a ceremony in the house, and you will not be able to see any one to-day.”

The man’s face fell. He looked wistfully at me for a moment, said “Good morning,” and went out. I felt a little sorry, and would have called him back, but I found he was returning of his own accord. He came close up to me holding out his offerings and said: “I brought these few things, sir, for the little one. Will you give them to her?”

I took them and was going to pay him, but he caught my hand and said: “You are very kind, sir! Keep me in your recollection. Do not offer me money!–You have a little girl, I too have one like her in my own home. I think of her, and bring fruits to your child, not to make a profit for myself.”

Saying this, he put his hand inside his big loose robe, and brought out a small and dirty piece of paper. With great care he unfolded this, and smoothed it out with both hands on my table. It bore the impression of a little band. Not a photograph. Not a drawing. The impression of an ink-smeared hand laid flat on the paper. This touch of his own little daughter had been always on his heart, as he had come year after year to Calcutta, to sell his wares in the streets.

Tears came to my eyes. I forgot that he was a poor Kabuli fruit-seller, while I was–but no, what was I more than he? He also was a father. That impression of the hand of his little Parbati in her distant mountain home reminded me of my own little Mini.

I sent for Mini immediately from the inner apartment. Many difficulties were raised, but I would not listen. Clad in the red silk of her wedding-day, with the sandal paste on her forehead, and adorned as a young bride, Mini came, and stood bashfully before me.

The Kabuliwallah looked a little staggered at the apparition. He could not revive their old friendship. At last he smiled and said: “Little one, are you going to your father-in-law’s house?”

But Mini now understood the meaning of the word “father-in-law,” and she could not reply to him as of old. She flushed up at the question, and stood before him with her bride-like face turned down.

I remembered the day when the Kabuliwallah and my Mini had first met, and I felt sad. When she had gone, Rahmun heaved a deep sigh, and sat down on the floor. The idea had suddenly come to him that his daughter too must have grown in this long time, and that he would have to make friends with her anew. Assuredly he would not find her, as he used to know her. And besides, what might not have happened to her in these eight years?

The marriage-pipes sounded, and the mild autumn sun streamed round us. But Rahmun sat in the little Calcutta lane, and saw before him the barren mountains of Afghanistan.

I took out a bank-note, and gave it to him, saying: “Go back to your own daughter, Rahmun, in your own country, and may the happiness of your meeting bring good fortune to my child!”

Having made this present, I had to curtail some of the festivities. I could not have the electric lights I had intended, nor the military band, and the ladies of the house were despondent at it. But to me the wedding feast was all the brighter for the thought that in a distant land a long-lost father met again with his only child. (courtesy : www.4to40.com)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હિમાલયની પહેલી શિખામણ – કાકા કાલેલકર
બે વાર્તાઓ – હરિશ્ચંદ્ર Next »   

41 પ્રતિભાવો : કાબુલીવાલા – રવીન્દ્રનાથ ટાગોર

 1. Brinda1 says:

  Ghana varsh pachhi aa varta vachi. aaje pan etli j hridaydravak lagi. thank you, for bringing it back.

 2. આ વાર્તા થોડા સમય પહેલાં જ હીંદીમાં વાંચી હતી, પણ વારંવાર વાંચવી ગમે તેવી ખુબ જ લાગણીસભર વાર્તા વાંચી બહુ જ આનંદ થયો.

  હાર્દીક આભાર.

 3. ખુબ જ રમણીય વાર્તા !!! મેં અગાઉ આ વાર્તા પણ નહોતી વાંચી કે ફીલ્મ પણ નહોતી જોઈ એથી એક્દમ તાજી અનુભૂતિ સાથે માણી…

  “…તે વખતે, એ કોઈ કાબુલી મેવાવાળો છે, અને હું કોઈ બંગાળી સંભ્રાન્ત વંશનો છું એ હું ભૂલી ગયો. – તે વખતે હું સમજી શક્યો કે જેવો એ છે તેવો જ હું પણ છું; તે પિતા છે, હું પણ પિતા છું….”

  દરેક માનવી જો આ વાક્યમાં રહેલું સત્ય પારખીને એને ફરી ઉલેચીને અભિમાનના ખડકોની નીચેથી બહાર કાઢી શકે તો કદાચ બધી ધૃણા મટી જવા પામે… કારણકે ઈશ્વરે દરેક મનુષ્યને પ્રેમ, દુઃખ, સમય, લાગણીઓ, આટલી વસ્તુઓ એક સરખી આપી છે… બાકી બધું તો એણે જાતે ઊભું કર્યું છે જેના આધાર પર એ પોતાને અન્યોથી શ્રેષ્ઠ માનવાની મુર્ખામી કરતો આવ્યો છે અને કર્યે જ જાય છે… !!

 4. Margesh says:

  આપે ખૂબ દયા બતાવી છે, હું એ કદી નહીં ભૂલું – મને પૈસા આપવાનું ન કરશો ! – બાબુ, તમારે જેવી છોકરી છે, તેવી દેશમાં મારે પણ એક છોકરી છે. એનું મોં યાદ કરી હું તમારી કીકીને આપવા જરાતરા મેવો લઈને આવું છું. હું કંઈ વેપાર કરવા આવતો નથી.’ આમ કહી એણે પોતાના ખૂલતા પહોળા અંગરખામાં હાથ નાખી, છાતી પાસે ક્યાંકથી એક મેલો ચોળાયેલો કાગળ બહાર કાઢ્યો. ખૂબ જતનપૂર્વક તેની ગડી ઉકેલી તેણે તે બે હાથે મારા મેજ ઉપર પાથર્યો. મેં જોયું તો કાગળ ઉપર એક નાનકડા હાથની છાપ હતી. ફોટો નહોતો, તૈલચિત્ર નહોતું; હાથમાં જરા કાજળ લગાડી કાગળ ઉપર તેની છાપ લીધેલી હતી. દીકરીનું આ સ્મરણ છાતીસરસું રાખીને રહમત કલકત્તાના રસ્તાઓ પર મેવો વેચવા આવતો હતો – જાણે એ સુકોમળ નાજુક બાળહસ્તનો સ્પર્શ તેના વિશાળ વિરહી હૃદયમાં સુધાનો સંચાર કરતો હતો !
  Really Heart Touching Story.Ravindranath tagore ni amar kruti. I’ve read this story several times before but then also loves to read it again and again.

 5. Himanshu Zaveri says:

  વાર્તા વાંચતા-વાંચતા, મારા મનમા તે જ વખતે સમાંતર કાબુલીવાળાનુ black & white movie પણ ચાલવા લાગ્યુ. and that touchy ending in movie, thanks for this post.

 6. lakhamaladhari says:

  very like me

 7. Kavita says:

  I have read this story in my school days. Had read it again several time. It makes me cry everytime I read it. I felt that sadness of the father, who is missing his little daughter. Thank you Mrugeshbhai.

 8. payal patel says:

  ખુબ સરસ.
  સ્કુલમાં વાંચેલી…..
  Really heart touching……… miss my father……….

  payal patel ,
  Melbourne, Australia

 9. ભાવના શુક્લ says:

  માનવીય મનની અનેક લાગણીઓ અને સ્પંદનોને જગાડતી, ઝંઝોળતી આ વાર્તા જે તે વખતે પાઠ્યપુસ્તકમ વાચ્યા બાદ આજે અનેક વર્ષો બાદ અહી વાચવા મળી… કાબુલીવાળાની પેઠે આપણે પણ અનેક વર્ષોના જેલવાસ (અનેક ઘેલછાઓ પાછળની અને ઠરીઠામ થવાની આંધળી દોટ) બાદ પ્રિય પાત્રને મળી રહ્યાની અનુભુતી રહી ચાલી તન-મનમા…

 10. SAKHI says:

  really heart toching story I read before in my school days when I was reading

  again I was cry a lot I miss my father and my contry India.

  Thanks

  Sakhi
  NewJersey

 11. pragnaju says:

  રવીન્દ્રનાથ તો કાલિદાસ ભવભૂતિ અને ભાસની જમાતમાં બિરાજતા લોકોતર શબ્દ સ્વામી છે. તેમને ગુજરાતે પ્રશંસ્યા અને પૂજયા છે. તેટલા પ્રમાણમાં તેની વાણીને પિછાનવા અથવા આત્મસાત કરવાની મહેનત લીધી નથી…મેઘાણીએ રવીન્દ્રવીણા આપણી ભાષામાં આપીને ગુજરાતી ભાવકોને ટાગોરમય બનાવ્યા.ટાગોર ૧૯૩૨ પછી કયારેય ગુજરાત આવ્યા નથી. પરંતુ શબ્દ દેહે ટાગોર ગુજરાતમાં એક વાતાવરણની જેમ વસી ગયા છે અને એ વાતાવરણ એ હવાને એક ડબ્બામાં ભરવાનો અહીં પ્રયાસ કરાયો છે.
  બલરાજ સાહનીની મહત્ત્વપૂર્ણ ફિલ્મ કાબુલીવાલા. જેના નિર્માતા બિમલરોય. ‘કાબુલીવાલા’ મૂળ રવીન્દ્રનાથ ટાગોરની જ વાર્તા ‘કાબુલીવાલા’ પરથી બની હતી. હિન્દી ‘કાબુલીવાલા’ની પૂર્વજ ગણાય તેવી બંગાળી ફિલ્મ ‘કાબુલીવાલા’ના મેકર તપન સિન્હા હતા
  સાંપ્રત સમયની સૌથી મૉટી સમસ્યા- અફઘાનનો પરિચય પણ આ રીતે થયો…

 12. shruti maru says:

  ખુબ સરસ હર્દયસ્પર્શી વાર્તા છે.

 13. Rajni Gohil says:

  we have enjoyed very nice story by Kavivar Ravindranath Tagore. Now enjoy the famous song from Kabuliwala. This song shows true love burried in the heart of departed father.

  અય મેરે પ્યારે વતન
  અય મેરે બીછડે ચમન
  તુઝ પે દિલ કુરબાન
  તુ હી મેરી આરઝૂ
  તુ હી મેરી આબરૂ
  તુ હી મેરી જાન

  તેરે દામન સે જો આયે
  ઉન હવાં ઓ કો સલામ
  ચુમલું મૈં ઉસ ઝુબાં કો
  જીસપે આયે તેરા નામ
  સબ સે પ્યારી સુબહ તેરી
  સબ સે રંગી તેરી શ્યામ
  તુઝ પે દિલ કુરબાન

  માં ક દિલ બનાકે કભી
  સીને સે લગ જાતા હૈ તુ
  ઔર કભી નન્હી સીને
  બેટી બનકે યાદ આતા હૈ તું
  જીતના યાદ આતા હૈ મુઝકો
  ઉતના તડપાતા હૈ તુ
  તુઝ પે દિલ કુરબાન

  છોડકર તેરી ઝમીં કો
  દૂર આ પહુંચે હૈ હમ
  ફીર ભી હૈ તમન્ના
  તેરે ઝરોં કી કસમ
  હમ જહાં પૈદા હુએ
  ઉસ જગહ પે નીકલે દમ
  તુઝ પે દિલ કુરબાન

 14. ઈન્દ્રેશ વદન says:

  ખરેખર અદભૂત વાર્તા. લગભગ ૭ કે ૮ ધોરણના પાઠ્યપુસ્તકમાં આવતી હતી.

  તંત્રીશ્રી ને આવી બીજી timeless કૃતિઓ મૂકવાને આગ્રહ છે.

 15. niyati says:

  i heard this story before 8 years from daddu. thanks.

 16. Veena Dave,USA. says:

  Heart touching story.
  I have read this story in my school days, but now I feel very touchy because my Mini is at her ‘sasre’.
  and my dad ………..He is not in this world now…….tears in my eyes…..

 17. તેજસ says:

  અત્યંત સંવેદનાત્મક વાર્તા!!

  માત્ર હિન્દી સાહિત્યની જ નહી પરંતુ સમગ્ર ભારતીય સાહિત્ય માં mile-stone કહી શકાય.

  કદાચ ગુજરાતી પાઠય-પુસ્તક માં જે વાર્તા હતી ( હમણાં પણ હશે) એ થોડા હળવા શબ્દોમાં હતી. અત્યારે વિચાર આવે છે કે કેટલી બધી મહાન રચનાઓ આપણા અભ્યાસક્રમમાં હતી!!

 18. અદ્ભૂત વાર્તા-સંયોગ-મિશ્રણ-વર્ણન…
  રીડગુજરાતી પર પહેલવહેલી વાર એક અનુવાદ વાંચ્યો અને સાથે આ નવો પ્રયોગ પણ જોયો કે તેની અંગ્રેજી કૃતિ પણ સામેલ છે.
  ફિલ્મો વિશે http://en.wikipedia.org/wiki/Kabuliwala
  બીજો અંગ્રેજી સ્રોત http://www.angelfire.com/ny4/rubel/kabuliwala.html
  কাবুলী বালা વિશે કંઈ મળ્યું નહિં તે શું આ વાર્તા મૂળ અંગ્રેજીમાં લખાઈ હશે?

 19. નિશાળમા વાંચ્યા પછી આજે ફરી વાંચવા મળ્યું.

  ખરેખર અદભૂત છે.

 20. વર્ષો પછી ફરી વાંચતા તરબતર થવાયુ. આભાર !

 21. Gira says:

  wow.. simply amazing.. never heard this story before.. thanks =)

 22. Harshad Patel says:

  Tagore did not get any high school education. He wrote “Gitanjali” and got the Nobel prize. He established an institute called “Shantiniketan”. Tagore was the best philosopher. His contribution to Bengali literature is unique.

 23. shivani says:

  wow,great experience.i have read this story before but each time i read it i enjoy more amd more.

 24. Dr.P.T.Chikani says:

  Touching the depth of your heart.Congrats to the selfless service provider for the benefit of gujarati viewers.Great,thankless job.Please keep it up.

 25. nayan panchal says:

  એક અમર વાર્તા. ભણવાના સમયે કદાચ હિન્દીમા આવતી હતી.

  આજે ફરી વાંચીને મજા આવી ગઈ.

  નયન

 26. Vaishali Maheshwari says:

  It was nice to read this story after a long time.
  When I was in school, this was one of my favorite chapters in Hindi.
  Immense feelings depicted in this story.

  Thank you Author!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.