બંદા – રમણીક સોમેશ્વર

બંદા ઝૂકી ડાળ જ્યાં બેઠું પંખી એક
કાગળ લઈ શું ચીતરો, છોડો છેકાછેક

બંદા ફરરરક ઊડિયું, પંખી નભને ઘાટ
કંપે ઝીણું ડાળખી, જોતી પાછી વાટ !

બંદા બારી ખોલીએં સાંભળીએં આલાપ
મળતાં મારગ મોકળો, આવી મળશે આપ

બંદા બેઠા બારીએ, કરે પવનથી છેડ
બોલે ત્યાં તો આભલું, મને કાખમાં તેડ

બંદા થોડું ચાલીએં, થોડું રહીએં જોઈ
થાય જળાશય બહાવરું પડછાયાને ખોઈ !

બંદા દર્પણ તૂટતું, તૂટે ક્યાં પરછાંઈ
ઝીણું વસ્તર જાતનું, વણતા બેઠા સાંઈ

બંદા બબડક બોબડા, બોલે ક્યાંથી બોલ
કૂંચી આપું હાથમાં, ખોલ શકે તો ખોલ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનનો મર્મ – ડૉ. વસંત પરીખ
આમ આવો શેઠ – ઉદયન ઠક્કર Next »   

7 પ્રતિભાવો : બંદા – રમણીક સોમેશ્વર

  1. sudhakar hathi says:

    ખુબજ સુન્દર કવિતા

  2. Vinod Oza says:

    સરસ ગઝલ

  3. pinaben gowadia says:

    સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.