આમ આવો શેઠ – ઉદયન ઠક્કર

આવો, આવો, આમ આવો શેઠ, નવું રમકડું જોતા જાઓ
જોવાના અહીં પૈસા ક્યાં છે, સ્હેજ ગતકડું જોતા જાઓ.
મહેરબાન, આ નંગ તમારા ઈશારા પર ચાલે છે
સમજો કે એનું સંચાલન તાળીઓના તાલે છે.

પહેલી તાળી : તાજી ગઝલો ! (વીસ વરસથી લાવે છે)
બીજી તાળી લેવાને કવિતા કેવી લંબાવે છે….
ત્રણથી નંબર ચૌદને માટે આ સાથેનું લિસ્ટ જુઓ
પંદર-સત્તર પાડી દો, તો ગરબી પણ ગવરાવે છે !

નથી જરૂરત ચાવીની કે નથી જરૂરત વાયરની
તાળી પાડો ત્યાં હાજર છે સકલ પ્રતિભા શાયરની

અટકાવવાની ચાંપ પૂછો છો ? ગોતતા જ રહેજો, સાહેબ
મળી જાય, તો ફોન કરીને અમને પણ કહેજો, સાહેબ
ગમી ગયોને ? કેમ ના ગમે…. કૅશમૅમો કાપું સાહેબ ?
માઈકની સાથે આખો શાયર બાંધી આપું સાહેબ ?

એ શું બોલ્યા ? વગર માઈકને વગર તાળીનો માગો છો ?
ખરા છો તમે ! ખોટો દાદર ચડી ગયેલા લાગો છો….
સાંભળ્યું છે કે બનાવનારે એવા અમુક બનાવ્યા છે
પણ એ શાયર, દુકાનોમાં, વેચાવા ક્યાં આવ્યા છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બંદા – રમણીક સોમેશ્વર
હર્ષને પામ્યા નહીં – મહેન્દ્ર જોશી Next »   

15 પ્રતિભાવો : આમ આવો શેઠ – ઉદયન ઠક્કર

 1. gopal says:

  અળસિયાની જેમ ફૂટી નીકળેલા કહેવાતા શાયરો ઇશારો સમજશે?

 2. Devendra Shah says:

  ખુબ સુન્દર !!!
  સાંભળ્યું છે કે બનાવનારે એવા અમુક બનાવ્યા છે
  પણ એ શાયર, દુકાનોમાં, વેચાવા ક્યાં આવ્યા છે ?
  સામન્ય રીતે માઈક અને તાલિઓ વિના શાયર ને મઝા આવતી નથી.
  વાહ !!!
  ઊદયનભાઈ વાહ!!!

 3. kalpana desai says:

  Ye hui na kuchh baat!!

 4. kantibhai kallaiwalla says:

  If I am not mistaken this poet Udayan Thakar has given one poem as tribute to his father Jerambhai. Many congratulations for this poetry and many more for that valuable poem. Editor is requested to place that poem of Udayan Thakar, if I am right , and if it possible.

 5. sudhir patel says:

  સરસ કટાક્ષ-સભર ગીત!
  સુધીર પટેલ.

 6. sujata says:

  વાહ્……વાહ્…વાહ્……….

 7. kantibhai kallaiwalla says:

  on the 15th February I have sent comments on this article and there in I have mentioned name Jerambhai as father of Udayan Thakar. now today I have obtained his poem from my diary and I ractify name as Mathurdas Jerambhai, instead of Jerambhai.Hope to be execused by the readers for incorrect name

 8. સરસ વ્યંગાત્‍મક.

 9. harubhai karia says:

  એક્ષેલ્લેન્ત પોએમ બ્ય શ્રિ ઉદ્દ્યન થક્કર . હેઅર્તિએઅસ્તો ન્ગ્રતુલતિઇઓન્સ્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.