હાસ્યમેળો – સંકલિત

સ્ત્રી : ‘હું ઘરડી થઈશ તો પણ મને પ્રેમ કરશો ને !’
પુરુષ : ‘કરું જ છું ને !’
*****

‘ચાલો સારું થયું તમારી દીકરી આખરે પરણી રહી છે. એ જીવનનો જંગ ખેલવા તૈયાર તો છે ને !’
‘હશે જ ને, ચાર ચાર સગાઈનો એને અનુભવ છે !’
*****

કાકા મૈસુર પેલેસ જોવા ગયા. ટુરિસ્ટ ગાઈડે કાકાને કહ્યું, ‘કાકા, આ ખુરશી ઉપર ન બેસાય. આ ટીપુ સુલતાનની ખુરશી છે !’
કાકા : ‘કોંઈ વોંધો નૈ. એવો એ આવશે ન તાર ઊભો થઈ જયે બસ !’
*****

બાપુએ પૂરપાટ ગાડી હંકારતાં અકસ્માત નોતર્યો. કોર્ટમાં જજસાહેબે પૂછ્યું, ‘બોલો શી સજા આપું ? 30 દિવસની જેલ કે 3000 રૂપિયા ?’
બાપુ : ‘સાહેબ, રૂપિયા આપો તો ગાડી રિપેર થઈ જાય !’
*****

શિક્ષક : સંતા, તું મને જણાવશે કે તારો જન્મ ક્યાં થયો ?
સંતા : તિરુવનંતપુરમ ખાતે.
શિક્ષક : અચ્છા. તું મને એનો સ્પેલિંગ કહી શકશે ?
સંતા: મને લાગે છે કે મારો જન્મ કદાચ ગોવા ખાતે થયો હતો.
*****

રીમા (રીનાને) : લગ્નજીવનનાં 15 વર્ષમાં પ્રથમ વાર મારા પતિએ મારી સુંદરતાના વખાણ કર્યા.
રીના : શું કહ્યું એમણે ?
રીમા : એમણે કહ્યું મૂર્ખ પતિઓને જ હંમેશાં સુંદર પત્ની મળે છે !
*****

ભિખારી ભીખ માંગતા માંગતા એક દુકાન પર જઈને કહ્યું : ‘ખરેખર તો હું એક લેખક છું, હાલમાં જ મારું એક પુસ્તક પ્રકાશિત થયું છે.
દુકાનદાર : શું નામ છે પુસ્તકનું ? ભિખારી : પૈસા કમાવવાના 101 નુસખા.
દુકાનદાર : તો પછી તું ભીખ શા માટે માંગે છે ?
ભિખારી ; આ પણ એમાંનો જ એક નુસખો છે !
******

સંતાસિંહ લગ્નના પહેલા જ દિવસે પત્નીને પ્રભાવિત કરવા માટે અંગ્રેજી પેપર દેખાડતાં : ‘જો તો ખરી કાર કેવી ઊંઘી વળી ગઈ છે.’
પત્ની : ‘કાર ઊંધી નથી વળી, તમે પેપર ઊંધું પકડ્યું છે !’
*****

દીકરાને ગણિત શિખવાડતી વખતે ઉદાહરણ આપતા :
પિતા : જો તારા ટેબલ પર દસ માખી હોય અને હું એમાંથી એકને મારી નાખું તો કેટલી માખીઓ બચે ?
પુત્ર : તમે જે માખીને મારી નાખી છે ને તે એક જ બચશે !
*****

સંતા (પ્રીતોને) : તને ખબર છે રોગ હંમેશા શરીરના નબળા ભાગ પર જ હુમલો કરે છે ?
પ્રીતો : ઓહ એમ ! હવે મને સમજાયું કે હંમેશા તમે માથું દુ:ખવાની ફરિયાદ કેમ કરો છો !
******
મીતા: ‘મને લાગે છે કે દુનિયામાં ગરીબમાં ગરીબ માણસ સૌથી સુખી હોય છે.’
મનોજ : ‘એટલે જ કહું છું મારી સાથે લગ્ન કરી લે સુખી થઈશ.’
*****
એક બાઈકવાળાના જેકેટ પાછળ લખ્યું હતું : ‘જો તમે આ વાંચી શકો તો મને ઊભો રાખીને બતાવજો કે મારી પત્ની ક્યાં પડી ગઈ !’
****

એક મૂરખાએ મોબાઈલ પાણીમાં નાખ્યો અને બોલવા લાગ્યો : ‘આવ, જલદી આવ’
એક રાહદારી : ‘એમ કંઈ પાણીમાં નાખેલો મોબાઈલ પાછો આવતો હશે ?’
મૂર્ખ : ‘શું કામ ન આવે ? એ ડૉલ્ફિન (બ્રાન્ડ) છે !’
*****

મગન : પપ્પા, પાણી આપોને.
પિતા : જાતે લઈ લે.
મગન : આપોને વળી…
પિતા : હવે માગીશને તો એક તમાચો મારીશ.
મગન : તમાચો મારવા આવો ત્યારે પાણી લેતા આવજો, બસ !
******

શિક્ષક : કેમ સરકારે મતાધિકાર માટે 18 વર્ષ રાખ્યાં અને લગ્ન માટે 21 વર્ષ નક્કી કર્યાં ?
મગન : ગવર્નમેન્ટને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે, પણ પત્ની…. બાપ રે બાપ.
******

લેકચરર :  ‘બારીની બહાર જોયા કરે છે તો કૉલેજમાં શા માટે આવે છે.’
વિદ્યાર્થી : ‘વિદ્યા માટે મેડમ.’
લેકચરર : ‘તો બારીની બહાર શા માટે જુએ છે ?’
વિદ્યાર્થી : ‘વિદ્યા હજુ સુધી આવી નથી !’
******

શિક્ષક : ‘ખુદકુશી કરલી’ ઔર ‘ખુદકુશી કરની પડી’ બેઉ વચ્ચેનો ભેદ બતાવો.
રમેશ : પહેલાનો જવાબ બેરોજગાર અને બીજાનો શાદીશુદા….
*****
એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : ‘તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?’
*****
પપ્પુએ પરીક્ષા માટે એક જ નિબંધ પાક્કો કર્યો હતો : ‘Friend’ પણ પરીક્ષામાં પુછાયો : ‘Father’. હવે ? પપ્પુએ ગોખેલો નિબંધ લખી નાખ્યો. એણે બધે Friendની જગ્યાએ Father લખી દીધું. આખો નિબંધ કેવો હશે એની ઝાંખી આગળનાં ત્રણ-ચાર વાક્યોમાં મળી જશે. એણે લખ્યું : I am a very fatherly person, I have lots of fathers. Some of my fathers are male and some are female. My true father is my neighbor….!!!
******
એક સર્જકને કોઈએ પૂછ્યું : ‘તમે નસીબમાં માનો છો ?’
‘હાસ્તો. મારા દુશ્મનોની સફળતાને હું બીજા કયા શબ્દથી વર્ણવી શકું ?’
*****

નવપરિણીતાએ પતિને પૂછ્યું : ‘ડિયર, આજે રાંધ્યું એવું જો હું રોજ રાંધું તો મને શું મળશે તે કહે.’
‘મારી વીમાની રકમ.’
*****
‘તમે દિવસમાં કેટલી વાર દાઢી કરો છો ?’
‘પચીસ-ત્રીસ વાર થતી હશે.’
‘તમે ગાંડા છો કે શું ?’
‘ના. હું વાળંદ છું.’
*****
છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર ‘ચીન યુન યાન’ એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા તે જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : ‘તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.’
*****
પતિપત્ની ઘરખર્ચની વાત કરતાં હતાં. તેવામાં પતિ બરાડ્યો :
‘જો હું પૈસા ન લાવતો હોત તો આ ઘર ન હોત !’
પત્ની : ‘જો તું પૈસા ન લાવતો હોત તો હું પણ ન હોત !’
*****
હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે…
કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’
*****

‘તમારાં વખાણ કરું એટલાં ઓછાં.’
‘આખરે તમને મારી કિંમત સમજાઈ.’
‘ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.’
*****

ભિખારી : ‘બહેન, એક આઠ આના આલોને !’
સ્ત્રી : ‘અત્યારે, શેઠ ઘરમાં નથી.’
ભિખારી : ‘શું બેન ! ઘરમાં તમારી આઠ આના જેટલી કિંમત પણ નથી ?’
*****
શિક્ષક : ‘તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?’
મગન : ‘સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંશને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારી પાસે આકાશ છે…. ! – પંકજ ત્રિવેદી
મરમ ગહરા – સં. રાજુ દવે Next »   

44 પ્રતિભાવો : હાસ્યમેળો – સંકલિત

 1. Veena Dave,USA. says:

  હાસ્યમેળો સરસ. મઝા આવી . હસવાથી ફાયદા ઘણા.

 2. બધાજ જોક્સ સરસ.

  દિકરાએ માખીઓની સચોટ ગણતરી કરી !!!!

  🙂

  ફાધર વિશેના નિબંધ વાળો જોક્સ ‘રીડ ગુજરાતી’ પર જોઇને જરા અજુગતું લાગ્યું.

 3. parimal says:

  પપ્પુએ પરીક્ષા માટે એક જ નિબંધ પાક્કો કર્યો હતો : ‘Friend’ પણ પરીક્ષામાં પુછાયો : ‘Father’. હવે ? પપ્પુએ ગોખેલો નિબંધ લખી નાખ્યો. એણે બધે Friendની જગ્યાએ Father લખી દીધું. આખો નિબંધ કેવો હશે એની ઝાંખી આગળનાં ત્રણ-ચાર વાક્યોમાં મળી જશે. એણે લખ્યું : I am a very fatherly person, I have lots of fathers. Some of my fathers are male and some are female. My true father is my neighbor….!!!

  its…..to good…………..

 4. Ritesh says:

  આવા સારા જોક્સ આજકાલ જોવા મળતા નથી. બહુ જ મજા પડી ગઇ.

 5. Bhupendra says:

  જોકસ વાચિ આનનદ થયો..

 6. HITESH says:

  ખુબ જ મજઆ પદિ ગૈ. આવઅ જોકેસ કય્રેક જોવ મલે ચે

 7. Tarun Patel says:

  ફુલ્લ

 8. pragnaju says:

  સંકલિત હાસ્યમેળો
  માણી મઝા આવી

 9. કલ્પેશ says:

  Come on. I cant even laugh at Husband/Wife jokes now 😐

  People make jokes on these things & engage in a marriage. That is the real joke 🙂

 10. nitin dave says:

  હાશ્યમેલો પસન્દ કરેલ સરસ જોક્સ મજાઆવિ.

 11. પ્રદિપકુમાર says:

  આખરે હસાડી દિધોને?

 12. ashish says:

  મ્નેત્ત્સ્

 13. Rakesh Parmar says:

  superb…….. After very long time I laugh much

 14. તરઁગ હાથી says:

  થોડા મારા તરફથી………………

  એક મંદિરની બહાર બેઠેલો એક ભિખારી બૂમો મારતો હતો. ‘બહેન, પાઈ-પૈસો આપો… અપંગ છું, મદદ કરો….’
  એક બહેનને દયા આવી. પર્સ ખોલીને જોયું પણ છૂટા પૈસા નહોતા. બહેને દિલાસો આપતાં કહ્યું, ‘ભાઈ, છૂટા પૈસા નથી. કાલે આપીશ….’
  ‘અરે બહેન, ઉધારીમાં તો મને હજારો રૂપિયાનું નુકશાન આજ સુધીમાં થઈ ગયું છે…. !
  ===================

  હજામની દુકાને બોર્ડ હતું : ‘અહીં માત્ર એક રૂપિયામાં જ વાળ કાપી આપવામાં આવશે !’
  સામેની દુકાનના હજામે બોર્ડ લગાવ્યું : ‘બીજાની દુકાને કપાયેલા ઢંગધડા વિનાના તમારા વાળ અમે બે રૂપિયામાં સરખા કરી આપીશું !’
  ===================

  ‘મારી દાઢી કરવા માટે તેં ગરમ પાણી મૂકેલું તે કેવું ગંદુ હતું ! મારો તો બ્રશ ખરાબ થઈ ગયો…!’
  ‘અરે, એ ગરમ પાણી નહોતું…. તમારા માટે સવારની ગરમાગરમ ચા હતી !’
  ==================

  એક યુવાનનું અવસાન થયું. બેસણામાં બેઠેલા લોકો અંદર અંદર વાતો કરતા હતા :
  ‘બિચારાનાં બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં….’
  ‘તો તો સારું થયું…. એને ઝાઝો વખત દુ:ખ વેઠવું ના પડ્યું !’
  ==================

  એક કવિ મહાશયે તેમની પત્નીને કહ્યું : ‘મેં બે કવિતાઓ લખી છે, એમાં કઈ કવિતા શ્રેષ્ઠ છે તે મારે જાણવું છે….’
  ‘ભલે, તમારી બંને કવિતાઓ મને વાંચી સંભળાવો.’ પત્ની સહર્ષ બોલી.
  કવિએ એક કવિતા વાંચી લીધી એટલે બગાસું ખાતાં પત્ની બોલી : ‘તમારી બીજી કવિતા શ્રેષ્ઠ છે.’
  ==================

  ‘તારા પતિ ક્યાં નોકરી કરે છે ?’
  ‘એ તો બેંક સાફ કરે છે.’
  ‘હેં અલી, તે તારા પતિ ઝાડુવાળા છે કે પછી મેનેજિંગ ડિરેકટર છે ?’
  ==================

  ડૉક્ટર સાહેબ ! તમે ચામડીનાં દર્દોના ડોક્ટર જ શા માટે બન્યા ?’
  ‘એમાં ત્રણ લાભ છે. એક તો ચામડીના દર્દનો રોગી આ રોગને જ કારણે કદી મૃત્યુ પામ્યો નથી. તેથી અપયશ મળે નહીં ! બીજું કારણ એ કે આવા રોગીઓ ડૉક્ટરને અડધી રાતે જગાડીને પજવતા નથી. અને ત્રીજું કારણ એ છે કે, આવા રોગો સામાન્ય રીતે જીવનભર મટતા નથી !’
  ==================

 15. Dr.P.T.Chikani says:

  સરસ જોકસ!ધન્યવાદ

 16. neetakotecha says:

  મજા આવી ગઈ.

 17. PARMANAND says:

  વાહ ભાઈ બહુ મઝા પડી

 18. PARTH says:

  very good.you R king of kings.send me another jokes @ “parthbhatt94@yahoo.com”

 19. DHARINI says:

  ENGLISH BHASHA NA AA JAMANA MA GUJARATI SAHITYA MANAVA MALYU E BADDAL AAPNO KHOOB AABHAR…..

 20. Smita Gosai says:

  ખરેખર બહુ જ સરસ જોકસ છે. બહુ મઝા આવી.

 21. Bharatesh Patel says:

  Best free prescription drug for sick people…..Excellant

 22. Dipak Patel says:

  પપ્પુએ પરીક્ષા માટે એક જ નિબંધ પાક્કો કર્યો હતો : ‘Friend’ પણ પરીક્ષામાં પુછાયો : ‘Father’. હવે ? પપ્પુએ ગોખેલો નિબંધ લખી નાખ્યો. એણે બધે Friendની જગ્યાએ Father લખી દીધું. આખો નિબંધ કેવો હશે એની ઝાંખી આગળનાં ત્રણ-ચાર વાક્યોમાં મળી જશે. એણે લખ્યું : I am a very fatherly person, I have lots of fathers. Some of my fathers are male and some are female. My true father is my neighbor….!!!

 23. Dipak Patel says:

  પપ્પુએ પરીક્ષા માટે એક જ નિબંધ પાક્કો કર્યો હતો : ‘Friend’ પણ પરીક્ષામાં પુછાયો : ‘Father’. હવે ? પપ્પુએ ગોખેલો નિબંધ લખી નાખ્યો. એણે બધે Friendની જગ્યાએ Father લખી દીધું. આખો નિબંધ કેવો હશે એની ઝાંખી આગળનાં ત્રણ-ચાર વાક્યોમાં મળી જશે. એણે લખ્યું : I am a very fatherly person, I have lots of fathers. Some of my fathers are male and some are female. My true father is my neighbor….!!!

  Good, Out standing, Beutiful,Nice,And Other And Other And Other

 24. pragnesh patel says:

  બહુ મજા આવિ આ જોકેસ વન્ચિ ને….awsm i must say….in nz dis site keep me in touch wid gujarat…gr8 stuff……..

 25. Manish Bhatt says:

  ખૂબ સરસ, પરંતુ નિબંધવાળો ટૂચકો ‘રીડ ગુજરાતી’માં વાંચીને ખરેખર અજુગતું લાગ્યું.

 26. Naimish Pathak says:

  બાપુ, ખરેખર બહુ જ સરસ જોકસ છે. બહુ મઝા આવી.

 27. raj4ever says:

  WOW good yar maja padi gai a joksh vachi ne hu avij site ni talash ma hato mane khabar nati ke gujarti site ane sahitya vachava vara intersted person atli moti sankya ma hase mane lage che have gujarat is gre8

 28. Vraj Dave says:

  વાહ ભાઈ વાહ ! રિડ ગુજરાતેી ના જોક્સ વાચેી ખરેખર મજો આવિ હો ભૈ.

 29. Krupal says:

  બહુ મજા આવિ.બહુ સરસ જોક્સ હતા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.