- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

હાસ્યમેળો – સંકલિત

સ્ત્રી : ‘હું ઘરડી થઈશ તો પણ મને પ્રેમ કરશો ને !’
પુરુષ : ‘કરું જ છું ને !’
*****

‘ચાલો સારું થયું તમારી દીકરી આખરે પરણી રહી છે. એ જીવનનો જંગ ખેલવા તૈયાર તો છે ને !’
‘હશે જ ને, ચાર ચાર સગાઈનો એને અનુભવ છે !’
*****

કાકા મૈસુર પેલેસ જોવા ગયા. ટુરિસ્ટ ગાઈડે કાકાને કહ્યું, ‘કાકા, આ ખુરશી ઉપર ન બેસાય. આ ટીપુ સુલતાનની ખુરશી છે !’
કાકા : ‘કોંઈ વોંધો નૈ. એવો એ આવશે ન તાર ઊભો થઈ જયે બસ !’
*****

બાપુએ પૂરપાટ ગાડી હંકારતાં અકસ્માત નોતર્યો. કોર્ટમાં જજસાહેબે પૂછ્યું, ‘બોલો શી સજા આપું ? 30 દિવસની જેલ કે 3000 રૂપિયા ?’
બાપુ : ‘સાહેબ, રૂપિયા આપો તો ગાડી રિપેર થઈ જાય !’
*****

શિક્ષક : સંતા, તું મને જણાવશે કે તારો જન્મ ક્યાં થયો ?
સંતા : તિરુવનંતપુરમ ખાતે.
શિક્ષક : અચ્છા. તું મને એનો સ્પેલિંગ કહી શકશે ?
સંતા: મને લાગે છે કે મારો જન્મ કદાચ ગોવા ખાતે થયો હતો.
*****

રીમા (રીનાને) : લગ્નજીવનનાં 15 વર્ષમાં પ્રથમ વાર મારા પતિએ મારી સુંદરતાના વખાણ કર્યા.
રીના : શું કહ્યું એમણે ?
રીમા : એમણે કહ્યું મૂર્ખ પતિઓને જ હંમેશાં સુંદર પત્ની મળે છે !
*****

ભિખારી ભીખ માંગતા માંગતા એક દુકાન પર જઈને કહ્યું : ‘ખરેખર તો હું એક લેખક છું, હાલમાં જ મારું એક પુસ્તક પ્રકાશિત થયું છે.
દુકાનદાર : શું નામ છે પુસ્તકનું ? ભિખારી : પૈસા કમાવવાના 101 નુસખા.
દુકાનદાર : તો પછી તું ભીખ શા માટે માંગે છે ?
ભિખારી ; આ પણ એમાંનો જ એક નુસખો છે !
******

સંતાસિંહ લગ્નના પહેલા જ દિવસે પત્નીને પ્રભાવિત કરવા માટે અંગ્રેજી પેપર દેખાડતાં : ‘જો તો ખરી કાર કેવી ઊંઘી વળી ગઈ છે.’
પત્ની : ‘કાર ઊંધી નથી વળી, તમે પેપર ઊંધું પકડ્યું છે !’
*****

દીકરાને ગણિત શિખવાડતી વખતે ઉદાહરણ આપતા :
પિતા : જો તારા ટેબલ પર દસ માખી હોય અને હું એમાંથી એકને મારી નાખું તો કેટલી માખીઓ બચે ?
પુત્ર : તમે જે માખીને મારી નાખી છે ને તે એક જ બચશે !
*****

સંતા (પ્રીતોને) : તને ખબર છે રોગ હંમેશા શરીરના નબળા ભાગ પર જ હુમલો કરે છે ?
પ્રીતો : ઓહ એમ ! હવે મને સમજાયું કે હંમેશા તમે માથું દુ:ખવાની ફરિયાદ કેમ કરો છો !
******
મીતા: ‘મને લાગે છે કે દુનિયામાં ગરીબમાં ગરીબ માણસ સૌથી સુખી હોય છે.’
મનોજ : ‘એટલે જ કહું છું મારી સાથે લગ્ન કરી લે સુખી થઈશ.’
*****
એક બાઈકવાળાના જેકેટ પાછળ લખ્યું હતું : ‘જો તમે આ વાંચી શકો તો મને ઊભો રાખીને બતાવજો કે મારી પત્ની ક્યાં પડી ગઈ !’
****

એક મૂરખાએ મોબાઈલ પાણીમાં નાખ્યો અને બોલવા લાગ્યો : ‘આવ, જલદી આવ’
એક રાહદારી : ‘એમ કંઈ પાણીમાં નાખેલો મોબાઈલ પાછો આવતો હશે ?’
મૂર્ખ : ‘શું કામ ન આવે ? એ ડૉલ્ફિન (બ્રાન્ડ) છે !’
*****

મગન : પપ્પા, પાણી આપોને.
પિતા : જાતે લઈ લે.
મગન : આપોને વળી…
પિતા : હવે માગીશને તો એક તમાચો મારીશ.
મગન : તમાચો મારવા આવો ત્યારે પાણી લેતા આવજો, બસ !
******

શિક્ષક : કેમ સરકારે મતાધિકાર માટે 18 વર્ષ રાખ્યાં અને લગ્ન માટે 21 વર્ષ નક્કી કર્યાં ?
મગન : ગવર્નમેન્ટને ખબર છે કે દેશ સંભાળવો સહેલો છે, પણ પત્ની…. બાપ રે બાપ.
******

લેકચરર :  ‘બારીની બહાર જોયા કરે છે તો કૉલેજમાં શા માટે આવે છે.’
વિદ્યાર્થી : ‘વિદ્યા માટે મેડમ.’
લેકચરર : ‘તો બારીની બહાર શા માટે જુએ છે ?’
વિદ્યાર્થી : ‘વિદ્યા હજુ સુધી આવી નથી !’
******

શિક્ષક : ‘ખુદકુશી કરલી’ ઔર ‘ખુદકુશી કરની પડી’ બેઉ વચ્ચેનો ભેદ બતાવો.
રમેશ : પહેલાનો જવાબ બેરોજગાર અને બીજાનો શાદીશુદા….
*****
એક પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની ગુસ્સે થઈ ગઈ.
પતિ બોલ્યો : માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય.
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : ‘તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?’
*****
પપ્પુએ પરીક્ષા માટે એક જ નિબંધ પાક્કો કર્યો હતો : ‘Friend’ પણ પરીક્ષામાં પુછાયો : ‘Father’. હવે ? પપ્પુએ ગોખેલો નિબંધ લખી નાખ્યો. એણે બધે Friendની જગ્યાએ Father લખી દીધું. આખો નિબંધ કેવો હશે એની ઝાંખી આગળનાં ત્રણ-ચાર વાક્યોમાં મળી જશે. એણે લખ્યું : I am a very fatherly person, I have lots of fathers. Some of my fathers are male and some are female. My true father is my neighbor….!!!
******
એક સર્જકને કોઈએ પૂછ્યું : ‘તમે નસીબમાં માનો છો ?’
‘હાસ્તો. મારા દુશ્મનોની સફળતાને હું બીજા કયા શબ્દથી વર્ણવી શકું ?’
*****

નવપરિણીતાએ પતિને પૂછ્યું : ‘ડિયર, આજે રાંધ્યું એવું જો હું રોજ રાંધું તો મને શું મળશે તે કહે.’
‘મારી વીમાની રકમ.’
*****
‘તમે દિવસમાં કેટલી વાર દાઢી કરો છો ?’
‘પચીસ-ત્રીસ વાર થતી હશે.’
‘તમે ગાંડા છો કે શું ?’
‘ના. હું વાળંદ છું.’
*****
છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર ‘ચીન યુન યાન’ એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા તે જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : ‘તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.’
*****
પતિપત્ની ઘરખર્ચની વાત કરતાં હતાં. તેવામાં પતિ બરાડ્યો :
‘જો હું પૈસા ન લાવતો હોત તો આ ઘર ન હોત !’
પત્ની : ‘જો તું પૈસા ન લાવતો હોત તો હું પણ ન હોત !’
*****
હાથી મરી ગયો. કીડી છાની જ ન રહે. બધા ભેગા થઈને એને છાની રાખે…
કીડી રડતાં રડતાં કહે : ‘એ મરી ગયો એટલે હું નથી રડતી. હું તો એટલા માટે રડું છું કે હવે મારી આખી જિંદગી આની કબર ખોદવામાં જશે !’
*****

‘તમારાં વખાણ કરું એટલાં ઓછાં.’
‘આખરે તમને મારી કિંમત સમજાઈ.’
‘ના, મને એ સમજાયું કે મૂરખ આગળ જૂઠું બોલવામાં વાંધો નહિ.’
*****

ભિખારી : ‘બહેન, એક આઠ આના આલોને !’
સ્ત્રી : ‘અત્યારે, શેઠ ઘરમાં નથી.’
ભિખારી : ‘શું બેન ! ઘરમાં તમારી આઠ આના જેટલી કિંમત પણ નથી ?’
*****
શિક્ષક : ‘તું એવું કઈ રીતે પુરવાર કરીશ કે લીલી શાકભાજી ખાવી આંખ માટે હિતાવહ છે ?’
મગન : ‘સાહેબ, તમે જ કહો જોઉં ! તમે કોઈ ગાય કે ભેંશને કદી પણ ચશ્માં પહેરેલી જોઈ છે ખરી ?’