સંવાદના સરોવર – સંકલિત

[‘જન્મભૂમિ પ્રવાસી’ માંથી સાભાર.]

[1] કસ્તર – મધુભાઈ ભીમાણી

ડાઈનિંગ ટેબલ પર હવે હળવેહળવે ઘરના બધા ગોઠવાઈ ગયા. સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ અને રેણુકાના પતિ દુષ્યંતકુમાર. છેલ્લે ગરમગરમ નાસ્તો લઈને આવી રેણુકા. આવતાં જ ગુડમૉર્નિંગ થયા. તેનો પ્રવેશ જ બધા માટે આહલાદક હોય. રેણુકાનું વ્યક્તિત્વ જ એવું હતું. સૌને હસતા-રમતા રાખે. નાસ્તાને ન્યાય મળ્યો એ સ્થૂળ અર્થમાં સાચું પણ વિશેષ તો આખા પરિવારે સામેથી મળતા સુખનો ખાસ્સો અનુભવ કર્યો.

પછી બધા વિખરાયા. પોતપોતાને કામે લાગ્યા. સવારના અન્ય કાર્યમાંથી પરવારી રેણુકા એકલી પડી. આજે એકલી એકલી એ જરા વિચારે ચઢી. કોઈ કારણ વગર ગઈકાલે બનેલો પ્રસંગ યાદ આવી ગયો. બજારમાંથી ઘર માટે તે ભરપૂર નાસ્તો લાવેલી. ત્રણસોથી વધારે ખર્ચ થયેલ. બધાને ખુશ રાખવાનો આ એક સહજ માર્ગ હતો. પરમ સંતોષનો ઓડકાર આવે એ પહેલાં મમ્મી-પપ્પા કહે : ‘વહુ બેટા, ખૂબ નાસ્તો તમે લાવ્યાં. ઘરનાઓ માટેની તમારી આ ચીવટ ગમે તેવી છે, પણ આ સત્તર જાતના નાસ્તામાં અમારે માટે શું ? જરાય ખોટું ન લગાડતાં. આપણા વચ્ચે ખરાબ કે ખોટું લાગે તેવો વ્યવહાર જ નથી. અમે કડક ચીજો ચાવી શકીએ નહીં. એક ગાંઠિયા ખાઈ શકીએ, પણ એકાદ-બે પોચી પોચી ચીજ લાવ્યા હોત તો વધારે ગમત. આ ફરિયાદ તો જરાય નથી. બીજી વખત ધ્યાન રાખજો.’

રેણુકાનો ખટકો એટલો જ કે સારી ભાષામાં આ ઠપકો જ હતો. પોતે ઘર માટે આટઆટલું કરે તોય ક્યાંક કોઈક વાંધો પડે જ. આમ કેમ થતું હશે ? એમ વિચારતી હતી ત્યાં પંદરેક દિવસ પહેલાં બનેલો પ્રસંગ સ્મૃતિપટ પર આવી ગયો. ઘેર આવેલી બહેનપણી સાથે વાતચીત કરવામાં એટલી ડૂબી ગઈ કે બાજુની રૂમમાં દુષ્યંત તેની વાટ જોતો બેઠો છે તે સાવ જ ભૂલી ગઈ. બહેનપણીને વળાવી દોડતી દોડતી દુષ્યંત પાસે આવી. બન્નેએ ઘરના વ્યાવહારિક કારણે સાથે જવાનું હતું. તૈયાર થઈ બન્ને નીકળ્યાં. રસ્તામાં દુષ્યંતે કહ્યું : ‘તું હોશિયાર અને ચબરાક છો. પણ આજે બહેનપણી આવતાં આપણું કામ જ ભૂલી ગઈ ! મોડું પહોંચશું ત્યારે કાકા-કાકીને કેવું લાગશે ? એ તો તારી રાહ જોતાં હશે કે રેણુકા ક્યારે આવે ને સરિતાને શણગારે….’ દુષ્યંતના બોલવામાં ક્યાંય રોષ ન હતો. ઠપકોય ન હતો. છતાં કોણ જાણે કેમ એ પ્રસંગની યાદ કડવા ઘૂંટડા જેવી લાગી. એને થયુંય ખરું કે આમ એ પોતે ચિઢાઈ કેમ જાય છે ? પણ ચિઢાઉ નહીં તો શું કરું ?… મનોમન એ બોલી. પોતે ફરજ બજાવવામાં ક્યારેય પાછી પાની કરી નથી. બધાને આદર અને પ્રેમ આપેલ છે. પ્રસન્નતાપૂર્વક બધા સાથે વર્તે છે. છતાં ક્યારેક સાંભળવા મળતું ત્યારે તેનું મન ખાટું થઈ જતું. પોતે બેચેન બની જતી.

મનની આવી અસ્વસ્થ સ્થિતિમાં હોય ત્યારે મનને હળવું કરવા એ હંમેશ મોટા ભાઈ (જેઠ) પાસે જતી. ખુલ્લા દિલે વાતો થતી. મૂંઝવણનું નિરાકરણ પણ થઈ જતું. આજેય મોટા ભાઈ પાસે ગઈ.
પૂછ્યું : ‘આમ કેમ થતું હશે ? હું બીજાઓનો વિચાર જ હંમેશાં કરું છું. મારો વિચાર હું ક્યારેય કરતી નથી. છતાંય સાંભળવાનું કેમ આવતું હશે ? મોટા ભાઈ, તમે જરા સમજાવશો ?’
જવાબમાં મોટાભાઈ બોલ્યા : ‘તું અતિશય પરગજુ છે. સ્વભાવમાં સરળ છે અને એ વાત તારા મગજમાં જડબેસલાક બેસી ગઈ છે કે આપણે કોઈને આદર કરીએ કે ખૂબ પ્રેમ કરીએ એટલે બધું આવી ગયું, પણ સાવ એવું નથી, રેણુકા. આદર-પ્રેમ હોવા છતાં લાગણી એમાં ક્યારેય ન ભળી હોય તો આપણા સુકર્મોનો પડઘો બરાબર ન પડે. લાગણીના ત્રાજવે આપણાં કાર્યો તોળાતાં હોય છે. બધાની લાગણી અને આપણી પોતાની લાગણી આપણે હંમેશાં સમજતાં હોઈએ તેવું નથી બનતું.’ થોડી વાર અટક્યા.

રેણુકા ધ્યાનથી સાંભળે છે એમ લાગતા તેઓ આગળ બોલ્યા : ‘લાગણી એટલે કાળજી લેવી. Care લેવી.’
વચમાં જ રેણુકાએ પૂછ્યું : ‘પણ એ જ તો હું કરું છું. બધાની કાળજી લઉં છું. મોટાભાઈ, ક્યારેય એવું ન બને કે મારી કાળજી લેવા કરતાં સામી વ્યક્તિની અપેક્ષા વધારે હોય…? અને એ અપેક્ષાઓ સંતોષવા હું અસમર્થ હોઉં ?’
‘પણ તારા કેસમાં, સામી વ્યક્તિમાં અપેક્ષાઓ વધારી કોણે ? તેં જ તો. “હું છું ને” એ ગાઈ બજાવીને તું જ સતત કહેતી-કહેતી અમારા બધાની સેવા, મૂંગે મૂંગે કર્યે જાય છે. પણ ક્યારેક અમારી અપેક્ષા પ્રમાણે ન થાય ત્યારે અમે તારું જરા ધ્યાન દોરીએ છીએ. ક્યારેય ઠપકો નથી આપ્યો, સાચી વાતને ? રેણુકા, તને આ બધું પૂછવાનું કે જાણવાનું મન થયું તે તારી જાગૃતિ બતાવે છે. તારે જરાય અકળાવું ન જોઈએ. લે છે તેનાથી થોડી વધુ કાળજી લે. બસ… આટલું જ. અમારા સુખમાં તારું સુખ સમાવી બેઠી છો તે શું અમે નથી જાણતાં ?’

મોટાભાઈનાં વચનો રેણુકાને અમૃત જેવા લાગ્યાં. વિશેષ તો આંખમાં કસ્તર પડી હોય ત્યારે જે વેદના થાય તેવી વેદનામાંથી રેણુકા મુક્ત થઈ. કસ્તર દૂર થયું હતું. લાગણીનું ત્રાજવું સમતોલ રાખો, બસ. પછી તો બધું ભયો ભયો !
.

[2] દીકરાનો પત્ર – ચંદ્ર શાહ

દર અઠવાડિયે અમેરિકામાં રહેતા દીકરાનો પત્ર મણીમા પર આવે. મણીમા એ કાગળ બાજુમાં રહેતી ઉમા પાસે વંચાવે – કારણ પત્ર અંગ્રેજીમાં લખેલો હોય. જવાબમાં ઉમાની ફુરસદે તેની પાસે મણીમા પત્ર લખાવે. આ માધ્યમ દ્વારા મણીમા ક્યારેય હૈયાનો ઉમળકો ન ઠાલવી શકતાં. કેવળ ઔપચારિકતા થતી રહેતી. આજે મણીમાએ પત્રમાં લખાવ્યું : ‘વહાલા દીકરા, આવતા અઠવાડિયે ઉમાનાં લગ્ન છે તેથી આપણો પત્રવ્યવહાર હવે બંધ થશે. ઉમા જેવું બીજું કોઈ મદદગાર ન મળે ત્યાં સુધી આપણે….’ અને મણીમા વધુ ન લખાવી શક્યાં.

લગભગ મહિના પછી મણીમા પર એક પત્ર આવ્યો. ‘વહાલી મા, ઉમાદીદી પાસે લખાવેલો અધૂરો પત્ર મને સ્પર્શી ગયો છે. અધૂરા પત્ર પછીના શબ્દોમાં મને તારી આંખનાં આંસુ દેખાયાં છે. કોમ્યુટરના આ જમાનામાં મદદ અને મારી ધગશથી હું માતૃભાષા ગુજરાતી શીખી ગયો છું. હવેના પત્રોમાં આપણું હૃદયનું સીધું સંધાન હશે. તારા અધુરા પત્રે મારી આંખ ઉઘાડી છે. આજે મને લાગે છે કે હું તને માતૃભાષા દ્વારા સંપૂર્ણ પામ્યો છું. જગતમાં મા જેવી જ મીઠી ભાષા માતૃભાષા હોય છે, તેની પ્રતીતિ મને થઈ ગઈ છે. આજે ફક્ત આટલું જ લખી વીરમું છું…. વંદન, તારો વ્હાલો દીકરો.

હરખનાં આંસુમાં ઝબોળાયેલાં મણીમાને તે પછી તો દીકરાના ઘણા પત્રો મળ્યા છે, પરંતુ દીકરાનો ‘પેલો’ પત્ર આજે પણ તેમની પાસે અકબંધ સચવાયો છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ન મે શિક્ષા ન મે જ્ઞાનમ (ભાગ-2) – ધ્રુવ ભટ્ટ
પૃથ્વી અને સ્વર્ગ – ધૂમકેતુ Next »   

20 પ્રતિભાવો : સંવાદના સરોવર – સંકલિત

 1. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સરસ.

 2. Soham says:

  પણ ક્યારેક અમારી અપેક્ષા પ્રમાણે ન થાય ત્યારે અમે તારું જરા ધ્યાન દોરીએ છીએ. ક્યારેય ઠપકો નથી આપ્યો, સાચી વાતને ?

  “લે છે તેનાથી થોડી વધુ કાળજી લે. બસ… આટલું જ.” — આ સાથે હું બીલકુલ સમંત નથી…

  રેણુકા વૈતરુ કરે જાય અને બધાને ગમે તેમ જ કરવુ પડે. આટલી કાળજી લ છતાંયે “ધ્યાન દોરે..” આમ તો સામા માણસ ની અપેક્ષા વધતી જ જાય્…. રેણુકા કેટલુ કરશે???

 3. જીતેંન્દ્ર જે. તન્ના says:

  સરસ. ખુબ સરસ.

 4. shruti maru says:

  ખુબ સરસ,લાગણીનું ત્રાજવું સમતોલ રાખો, બસ. પછી તો બધું ભયો ભયો

  આજ ના યુગમાં પૈસા બધા પાસે છે પણ લાગણી ના બે બોલ કહેવાનો વિવેક બહુ ઓછામાં છે.

 5. Ravi , japan says:

  very nice stories !!

 6. ભાવના શુક્લ says:

  હુ કરુ છુ ના “ભાર” સાથે કરવામા આવતી દરેક સેવા કે મદદ એ પાણીમા પૈસા નાખવા જેવી રહેશે. તમારા વ્યક્તિગત આનંદ માટે અથવા તમને પોતાને અન્ય માટે લાગણી હોય અને કરો તો તેનો “હુ કરુ … હુ કરુ ” વાળો ભાર નહી રહે અને આનંદથી થશે દરેક કાર્ય…
  સહજ પ્રેમથી કરવામા આવતુ કાર્ય ક્યારેય “વૈતરુ” નથી..

 7. jinal says:

  agreed with Soham!! Apekshao ne sima nathi hoti ae to vadhti j rehshe…How much Renuka will have to do? After all she has her own wishes and life…She should do a good balance. And by doing this if someone says something to here..she should not mind it. I know it is easy to tell but every woman has to be there!!

 8. Rajni Gohil says:

  અપેક્ષાઓનો અંત ન આવે અને વધતી અપેક્ષાઓ કડવાશ ઉભી કરે ત્યારે વધારે કાળજી લેવાની તે જણવા મળ્યું. અગત્યનું કામ વધારે કળજી પૂર્વક કરવું જોઇએ જેવું કે બહેનપણી સાથેની વાતચીતમાં પતિ સાથે બહાર જવાનું વધારે અગત્યનું હતું. કાળજી લેવાથી જીવન કેવું રસમય બની રહે!

  મા તે મા બાકી બધા વગડાના વા……..

 9. SAKHI says:

  both story is very nice

 10. Moxesh Shah says:

  Dear Mrugeshbhai,

  As I heard on the “Radio Mirchy” in the morning today, Today its a “Mother Tounge Day”.

  જગતમાં મા જેવી જ મીઠી ભાષા માતૃભાષા હોય છે.

  મને ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી છે.

  રીડ ગુજરાતી.કોમ ના સર્વે વાચકોને ગુજરાતી લખી, વાચી, બોલી અને સમજી શકવા માટે અભીનન્દન.

 11. Dhaval B. Shah says:

  ખૂબ સરસ.

 12. ખુબજ સરસ્ હુ પન ગુજરતિ લખિ શકુ શુ. આભાર….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.