મારો સાહેબ – રક્ષા દવે

એક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી
એક જ સૂરજ, એક જ ચંદર, સમ ઋતુઓને માણી;
તોય ગુલાબ રાતો તોરો !
આ ડોલરિયો કેમ ગોરો ?

સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં,
રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં ?
આ કરેણ શેણે પીળી ?
આ ગોરી કેમ ચમેલી ?

ગુલાબ ગંધે શીળું શીળું, ચંપો તીણું મ્હેકે,
આમ્ર-મંજરી તીખું મ્હોરે, બદરિ ખાટું મ્હેકે;
આ ઘાસ ઘાસમાં નવલાં,
કોણે ગંધ-પૂંભડાં રોળ્યાં ?

સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડ્યાં’તાં વારિ
ગાજ-વીજની ધમાલ ભરી ! આજે અજબ સવારી !
કેમ વારિ ખારાં ખારાં
થઈ ગ્યાં મીઠી જલ-ધારા ?

મેં વાવેલો એક્કેક દાણો લણ્યો મેં ગાડે ગાડે,
કણ ઓરું ને મણને પામું, કો’ અઢળક ઉગાડે ?
એ તો સાહેબ ખરો કમાલી
મારો સાહેબ ખરો કમાલી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પૃથ્વી અને સ્વર્ગ – ધૂમકેતુ
બાળકને મારશો નહીં – કિરણ ન. શીંગ્લોત Next »   

13 પ્રતિભાવો : મારો સાહેબ – રક્ષા દવે

 1. Hiral Thaker "Vasantiful" says:

  સરસ કાવ્ય.

  “મેં વાવેલો એક્કેક દાણો લણ્યો મેં ગાડે ગાડે,
  કણ ઓરું ને મણને પામું, કો’ અઢળક ઉગાડે ?”

 2. PAMAKA says:

  આ કરેણ શેણે પીળી ?
  આ ગોરી કેમ ચમેલી ?

  ?????????????????????????

 3. Nirlep Bhatt says:

  I studied this poem in my text-book during primary….but, what I like the most is the element of “vismaya” in this poem..khub saras.

 4. kantibhai kallaiwalla says:

  Beutiful. I enjoyed. Many thanks to Mrugesh Shah and many thanks to Rakhsa dave.

 5. Rajni Gohil says:

  વિવિધતાને લીધે જીવન રસમય બન્યું છે તેની સમજણ પાકી કરાવતું કાવ્ય ઘણું જ સુંદર છે. જીવનમાં બધું જ “બ્લેક એન્ડ વ્હ્યઇટ” હોત તો જીવવું કેટલું દુસ્કર થઇ જાત! આ કાવ્ય આપણને આત્મમંથન કરવા પ્રેરે છે અને ભગવાન પરનો વિશ્વાસ વધારે છે.
  રક્ષાબેનને ધન્યવાદ.

 6. Veena Dave,USA. says:

  Rakshaben,

  Very good.World is full of HIS art.

 7. bhavimehta says:

  verynice

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.