બાળકને મારશો નહીં – કિરણ ન. શીંગ્લોત

[‘બાલમૂર્તિ’ માસિકમાંથી સાભાર.]

જૂના વખતમાં એમ કહેવાતું એ મારો નહીં ત્યાં સુધી બાળક સખણું રહે નહીં. બાળકને પંપાળીને ચાલીએ અને એને દાબમાં રાખીએ નહીં તો એ બગડી જાય, એવું માનસ આજે પણ મળી આવશે. બાળકમાં શિસ્તનું સિંચન કરવા માટે ઘણાને એના પર હાથ ઉપાડવાની જરૂર જણાતી હોય છે. પણ બાળકને મારવું એ એક અપરાધ છે. ઘણા રાષ્ટ્રો આ ગુના માટે બાળકનાં માબાપને કડક સજા કરે છે. અમેરિકામાં જો કોઈ માબાપ બાળકને મારે અને બાળક પોતે કે આ કૃત્યની સાક્ષી બનનાર અન્ય કોઈપણ વ્યક્તિ પોલીસને આની જાણ કરી દે તો બાળકને મારનાર પાલક કાયદાના સકંજામાં આવી શકે છે. સ્વીડનમાં બાળકને મારવાની તો શું પણ શિક્ષા કરવાના હેતુસર એની કાનપટ્ટી પકડવાની પણ મનાઈ છે. કમનસીબે આપણા દેશમાં આ મુદ્દે હજુ માબાપમાં, સમાજમાં કે કાયદાના રખેવાળોમાં પૂરતી જાગૃતિ જોવા મળતી નથી. પરિણામે માર ખાતા બાળકને કોઈ છોડાવવા જતું નથી. વાસ્તવમાં ઘરે કે શાળામાં, બાળકને ક્યાંય મરાય જ નહીં, એ મૂલ્યનો આપણે દઢતાથી સ્વીકાર કરવો જોઈએ.

બાળકને મારવાના કોઈ જ લાભ નથી. મારવાથે ઊલટું તે વધારે બગડે છે. આનાથી એની આત્મચાહના ઓછી થાય છે. હંમેશા માબાપનો અને શિક્ષકોનો માર ખાનારાં બાળકો ક્યાં તો આક્રમક બની જાય છે અથવા વધારે દબાયેલાં રહેતાં હોય છે. જે વ્યક્તિ નાનપણમાં એનાં માબાપનો માર ખાઈને મોટી થયેલી હોય છે એ વખત જતાં પોતાનું કામ કઢાવવા માટે હિંસા અને આક્રમકતાનો ઉપયોગ કરતી થઈ જાય છે. માર ખાનારાં બાળકોની અંદર પુખ્ત વયે આત્મવિશ્વાસનો અભાવ તેમ જ હતાશાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આધુનિક સંશોધનોથી એવું પણ જણાયું છે કે આવી વ્યક્તિઓ મોટી થઈને નીચલા દરજ્જાની, ઓછા વેતનની નોકરીથી ચલાવી લેતા હોય છે.

પ્રશ્ન એ છે કે માબાપ બાળકોને મારે છે કેમ ? જેમણે નાનપણમાં માર ખાધેલો હોય એવાં માબાપમાં સ્વાભાવિક રીતે જ એના સંસ્કારો રહેવાના. પોતે બાળપણમાં મેળવેલા તમાચા અને ધોલધપાટનો જાણે કે તેઓ પોતાનાં બાળકો પાસેથી હિસાબ ચૂકતે કરતા હોય છે. ઘણાં માતાપિતા પોતાના જીવનની અને રોજબરોજની પડોજણોનો રોષ બાળક પર કાઢતા હોય છે. સાસુના ત્રાસથી કંટાળેલી માતા કે ઑફિસના કામના બોજ અને ઉપરીની જોહુકમીથી ચિડાયેલો પિતા એમનું બધું જોર બાળક પર કાઢતા હોય છે. એમના જીવનનો તણાવ ખોટી રીતે વ્યક્ત કરવા માટે બાળક હથિયાર બની જાય છે. આને ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જ કહેવાય કે ? પોતાની હતાશા વ્યક્ત કરવા માટે લાચાર બાળકથી વધારે સારું હાથવગું બીજું કયું સાધન એમને મળે ? બાળકને શિસ્તના હેતુસર મારનાર માબાપ પણ કંઈ ઓછાં નથી, પણ એમણે સમજી લેવું જોઈએ કે આ ઉપાય બાળકને સન્માર્ગે વાળતો નથી. તેથી બાળકને મારતાં પહેલાં બે વાર વિચાર કરજો. બાળકને મારવાનું મન થાય ત્યારે શું કરશો ? આ રહી થોડી ઉપયોગી ચાવીઓ :

[1] સ્વસ્થતા ગુમાવો નહીં : બાળકનું વર્તન જ્યારે તમને ખૂબ જ અકળાવે ત્યારે તમારો લાગણીઓ પરનો કાબૂ જાય એ સ્વાભાવિક છે. પણ યાદ રાખો કે બાળકોમાં તેમનાં માબાપની લાગણીઓ સાથે રમત રમવાની અકળ આદત હોય છે. માબાપ અકળાતાં હોય ત્યારે એમને મજા પડી જાય છે અને એ એમની વધારે પરીક્ષા કરે છે. આવી વખતે એ જગ્યા છોડીને આઘા ખસી જવામાં જ શાણપણ છે. આનાથી જાત પરનો સંયમ ગુમાવવાનો વખત આવશે નહીં.

[2] દઢતા જાળવો, પણ વહાલના ભોગે નહીં : ઘણી વાર માબાપના સૂચન પ્રત્યે બાળક ધરાર આંખ આડા કાન કરે છે ત્યારે માબાપનો પિત્તો જાય એ સ્વાભાવિક છે. આવા વખતે હાથ ઊઠી જાય એ વિકલ્પ કામ કરતો નથી. એને બદલે સહેજ નમો, બાળકની નજીક જાઓ અને એને પ્રેમથી સ્પર્શીને તમારી આજ્ઞા મક્ક્મ શબ્દોમાં રજૂ કરો. તે વખતે તમારા અવાજમાં વહાલ વ્યક્ત કરવાનું ભૂલશો નહીં. આપણે ગુસ્સે થઈએ ત્યારે ઘણું કરીને બાળક પ્રત્યેનું આપણું વહાલ વીસરી જઈએ છીએ, પણ તે બરાબર નથી. પ્રેમ અને ગુસ્સો સાથે સંભવી શકે છે. વર્તનમાં ગુસ્સો નહીં પણ દઢતા આણવી જરૂરી છે.

[3] બાળકને પસંદગી આપો : બાળક કંઈ અણગમતી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે એને મારીને રોકવાથી કામ સરશે નહીં. એના બદલે એને પસંદગી આપો. જેમ કે જમવા બેસતી વખતે એ રમત કર્યા કરતું હોય ત્યારે એને સ્પષ્ટ પૂછો કે : ‘તારે રમત રમવી છે કે પછી ખાઈ લેવું છે ?’ અથવા તમે એને ભણાવવા બેસાડો તે વખતે અભ્યાસમાં ચિત્ત પરોવવાને બદલે ટી.વી. જોવાનું ચાલુ રાખે તો એને કહી શકાય, ‘તું અભ્યાસ કરવા ન માંગતો હોય તો હું અહીંથી જતો રહું અને મારું કામ કરું.’ પછી તમારા શબ્દોને ચોક્કસ અમલમાં મૂકો; બાળક રમત કરવાનું તમારું સૂચન અવગણવાનું ચાલુ રખે તો તમે એ જગ્યાએથી ખસી જાઓ અને બાળક અભ્યાસની તૈયારી બતાવે ત્યારે જ ત્યાં પરત આવો.

[4] એને પરિણામનું ભાન કરાવો : રમત રમતાં એ પડોશીની બારીનો કાચ તોડી આવે તો એને મારવાથી એ સુધરશે નહીં. પછી ભવિષ્યમાં ફરીથી જ્યારે એ કંઈ ભૂલ કરી બેસશે ત્યારે તમારા મારથી બચવા માટે એ એની ભૂલ તમારાથી સંતાડશે અથવા તો જૂઠું બોલીને જાત બચાવવાનો પ્રયાસ કરશે. એને બદલે એને એના અવિચારી કાર્યથી પેદા થયેલા પરિણામનો ખ્યાલ આપો અને પોતાના કાર્યની જવાબદારીનો સ્વીકાર કરવાની ટેવ પાડો.

[5] બાળકને વિચારવાનો સમય આપો : બાળક જ્યારે માબાપ સાથે નક્કી થયેલા કોઈ મુદ્દામાંથી ધરાર ફરી જાય ત્યારે એને મારવાની વૃત્તિ થઈ આવે એ સ્વાભાવિક છે, પણ વ્યર્થ છે. એને બદલે એને એનું વર્તન સુધારવાની તક આપો. એને એ માટે પૂરતો સમય આપો. અપેક્ષિત વર્તન કરીને એ તમારો વિશ્વાસ પુન: જીતી લે માટે એને સ્પષ્ટ ચેતવણી સાથે થોડો સમય આપો.

[6] ઘર્ષણ ટાળો : બાળક સાથે કંઈ વિવાદાસ્પદ બને ત્યારે એની સાથે વ્યર્થ દલીલમાં ઊતરવાને બદલે એ પરિસ્થિતિથી તત્કાળ દૂર થઈ જાઓ, બીજા રૂમમાં જતા રહો અથવા અન્ય કામમાં લાગી જાઓ. પછી જ્યારે પરિસ્થિતિ ઠેકાણે પડે ત્યારે બાળક સાથેની વાતચીત આગળ વધારો. પરસ્પર જીદમાં એ વખતે એ મુદ્દાને વળગી રહેવા જઈએ તો નાહક આપણે આપણો ગુસ્સો ગુમાવીને બાળકને મારી પાડીએ એવું બને. એને બદલે એને શાંતિ અને મક્કમતાથી કહો : ‘હું બાજુની રૂમમાં મારું કામ કરું છું; તું જ્યારે શાંતિથી વાત કરવા તૈયાર થાય ત્યારે મને કહેજે.’

[7] બાળક પાસેથી શું અપેક્ષિત છે એની એને અગાઉથી સ્પષ્ટ જાણ કરો : બાળક પાસેથી શું ઈચ્છીએ છીએ એની જો એને સ્પષ્ટતા જ ન હોય તો એ મૂંઝાઈ જાય અને આપણને અકળામણમાં મૂકે એવું વર્તન કરી બેસે એવું બને. એ એના મિત્રોની સંગત માણી રહ્યું હોય ત્યારે એકાએક જ આપણે એને ‘તાત્કાલિક ઘેર પાછો આવી જા નહીં તો હું તને જોઈ લઈશ.’ એવો હુકમ કરી દઈએ તે બરાબર નથી. એને બદલે એ જ્યારે એના દોસ્તને ત્યાં જવા નીકળે ત્યારે જ સ્પષ્ટ જણાવીએ કે સાંજે છ વાગ્તા પહેલાં પાછો આવી જજે. તો એ આપણી આજ્ઞાને આયોજનપૂર્વક અનુસરી શકે અને બિનજરૂરી ઘર્ષણમાંથી આપણે ઊગરી જઈએ.

[8] તમારા જૂના દિવસોને યાદ કરો : તમારા બાળપણમાં તમને તમારા માબાપનો માર પડતો એ તમને ગમતું ? માર ખાતી વખતે તમારા મનમાં શી લાગણી ઊઠતી ? તમારા સ્વમાન અને આત્મગૌરવ પર ઘા થતો એ તમને પસંદ હતો ? તમને પસંદગી આપવામાં આવે તો તમે તમારા બાળપણમાં તમારા માબાપનો પ્રેમ પસંદ કર્યો હોત કે માર ? આજે તમને તમારી ભૂલ બદલ કોઈ મારે એ ગમે ખરું ? તમે આજે કદી કોઈ ભૂલ કરતા જ નથી ? તમારી ભૂલનો અહેસાસ તમને કોઈ અપમાનિત કરીને કે બધાંની વચ્ચે મારીને કરાવે એ તમને ગમે ખરું ? બાળકને મારીને તમે તમારા નાનપણમાં ખાધેલા મારનો બદલો લો છો કે પછી તમારા માબાપ પાસેથી મળેલા આ ખોટા શિક્ષણનો તદ્દન લાચારીથી કે અવશપણે અમલ કરી રહ્યા છો ? આ સઘળા પ્રશ્નોના ઉત્તર તમને તમારું આજનું વર્તન ઘડવામાં ચોક્કસપણે ઉપયોગી થશે.

[9] પોતાની જાત માટે થોડો સમય કાઢો : જે માબાપ જીવનમાં રઘવાયાં થયાં હોય, શાંતિનો અભાવ અનુભવતા હોય, હતાશામાં જીવતાં હોય, જીવનશક્તિનો અભાવ અનુભવતા હોય એ એમના બાળક સાથેના વર્તનમાં પોતાનો કાબૂ ગુમાવી બેસે એવો પૂરેપૂરો સંભવ છે. પોતાની હતાશા બાળક પર કઢાય નહીં. પોતાના મનોરંજનનો ખ્યાલ રાખો. નિયમિત કસરત કરો. ઈતર વાંચન કરો. પોતાના શોખની કે રુચિની પ્રવૃત્તિ માટે નિયમિત થોડો સમય કાઢો. કામમાંથી રજા પાડો. હળવાશનો સમય કાઢો. પોતાના દિલનો ઊભરો કોઈની આગળ વ્યક્ત કરી કાઢો. મન જો હળવું હશે તો પોતાના વર્તન પરનો કાબૂ અકબંધ રહેશે એ નક્કી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારો સાહેબ – રક્ષા દવે
ફૂલપંખ – સંકલિત Next »   

28 પ્રતિભાવો : બાળકને મારશો નહીં – કિરણ ન. શીંગ્લોત

 1. Viren Shah says:

  I agree.
  There are some fundamental differences in cultures.
  I recall sayings like

  Soti Vage Cham Cham
  Vidya aave Dham Dham

  The culture has embedded the concept of beating to children.

 2. Nikita says:

  વિરેનભાઈ,
  તુલસીદાસની રામચરિત માનસની પ્ર્ખ્યાત કડી – ઢોલ, ગંવાર, શુદ્ર,પશુ ઔર નારી
  યે સબ તાડન કે અધિકારી જ્યારે ભરત મંથરાને કહે છે ત્યારે રામ અયોધ્યા છોડી રહ્યા હોય છે. ઘણા લોકો હવે આને પણ તિરસ્ક્રુત કરતા થયા છે પણ જપાન જેવા દેશની શિસ્તપ્રિયતા બાળકો પ્રત્યે દાખલારુપ છે. બાળકે માથું નમાવીને માફી માંગવી પડે છે, જો એ માત્ર બે મિનિટ પણ મોડું હોય. મતલબ કે માર મારવા સિવાય ઘણાં રસ્તા છે, સંપુર્ણ માનવી બનાવવાના.

 3. Balkrishna Shah,Vile Parle says:

  ઘણા બધા પ્રકાશનોમાં પ્રસિધ્ધ કરી બહોળો પ્રચાર થવાની જરુર છે. નવા વિચારોને અપનાવવામાં સમય
  જરુર લાગશે અને ધાર્યુ પરિણામ ન પણ આવે તો નાસિપાસ થયા સિવાય પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ.
  આતો સતત ચાલતી પ્રક્રિયા છે.

 4. santhosh says:

  hi..it is nice to go through your blog…keep writing the good one..
  by the way, when i was searching for the user friendly and easy Indian Language typing tool (including Gujarati)..found..”quillpad” http://www.quillpad.in

  are u using the same…?

  Expressing one’s inner feelings in his/her own mother tongue is such a wonderful experience….

  popularize and protect the Native Language…

  Maa Tuje Salaam…

 5. shruti maru says:

  very nice artical.

 6. Ravi , japan says:

  Very nice …
  if all the parents become a friends of their children,
  then i think this problem will almost solve !!

 7. reenadesai says:

  Its really appreciate this article. Its true that a child cannot learn by corporal punishment. Kind and affectionate words may bring the solutions but parents should have passions.

 8. Hiren Shah says:

  મૃગેશભાઇ, બાલમૂર્તિ માસિકના લવાજમ વિષયક માહિતી આપી શકો તો સારું.

 9. Editor says:

  નમસ્તે હિરેનભાઈ,

  બાલમૂર્તિ સામાયિક દર મહિનાની પાંચમી તારીખે પ્રકાશિત થાય છે. તેનું લવાજમ રૂ. 30 થી 50 (સ્વૈચ્છિક) છે, આજીવન અનામત રૂ. 300 થી 500 અને વિદેશમાં એરમેલ દ્વારા વાર્ષિક રૂ. 300 છે. પ્રત્યેક અંકની છૂટક કિંમત રૂ. 4 છે. ‘બાલમૂર્તિ પ્રકાશન’ નામે ડ્રાફટ કે મનીઑર્ડરથી લવાજમ મોકલી શકાય.

  વધુ માહિતી માટે આ સરનામે અથવા ફોન નંબર પર સંપર્ક કરશો :
  શ્રી જયંતભાઈ શિવશંકર શુક્લ,
  c/o લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય,
  હરણી રોડ, વડોદરા-390022.
  ફોન : 0265-2464451.

 10. shruti says:

  Its really very useful artical..

 11. Vijay says:

  તુલસીદાસની રામચરિત માનસની પ્ર્ખ્યાત કડી – ઢોલ, ગંવાર, શુદ્ર,પશુ ઔર નારી
  યે સબ તાડન કે અધિકારી >>>

  This kind of the people who did more damage to the human. How does તુલસીદાસ knows about the above divine formula?

  Wake up…..Be human and follow humanity.

 12. rekhasindhal says:

  બાળકને ધાકથી મળે છે એ શિક્ષણ પ્રેમથી મળવુ જોઈએ. એમાં બે મત હોઈ શકે જ નહી.

 13. Rajni Gohil says:

  વાવીએ તેવું જ લણીએ. બાળકને પ્રેમ આપીએ તો પ્રેમ મળે. બાળકો તો ભવિષ્યના ઘડવૈયા છે, એમનું જતન કરવું જ રહ્યું. નીચેની વાતો લેખકે સુંદર રીતે સમજાવી છે. Thanks

  If a child lives with criticism, he learns to condemn.
  If a child lives with hostility, she learns to fight.
  If a child lives with ridicule, he learns to be shy.
  If a child lives with shame, she learns to feel guilty.
  If a child lives with tolerance, he learns to be patient.
  If a child lives with encouragement, she learns confidence.
  If a child lives with praise, he learns to appreciate.
  If a child lives with fairness, she learns justice.
  If a child lives with security, he learns to have faith.
  If a child lives with approval, she learns to like herself.
  If a child lives with acceptance and friendship, he learns to find love in the world

 14. alka says:

  Jane ajane baadko bhodh bane che.. ma baap ma parivartan ni jarurr che je aava article thi jaruur shkya banshe.

  khub aabhar..

 15. Vinod Patel says:

  Heavy discipline, of any kind, upsets a child deeply, and if it escalates — as punishments often do — there may be grave consequences. Parents shouldn’t try to correct more than one problem a week — rather than all of them at once — because the less you fuss, the more effective you’ll be. Above all, parents should treat children with kindness and respect because the best discipline is born of love and encouragement, not threats and punishments. Parenting classes shall bring behavior changes into parents.

  Vinod Patel, USA

 16. ઈન્દ્રેશ વદન says:

  લેખ માં જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં બાળકોને મારવામાં નથી આવતાં,
  છતાં ત્યાં જ ટીનેજરર્સ છોકરાઓ એ અંધાધૂધ ગોળીબાર કરી ને કંઈ કેટલાય ને જાનથી મારી નાંખ્યા છે. સૌથી વધુ ટીન પ્રેગનન્સીની ઘટનાઓ પણ અમેરિકામાં જ બને છે. અને સૌથી વધુ સ્કૂલ-ડ્રોપઆઊટ્સ પણ ત્યાં જ જોવા મળે છે.

  બાળકો ઘણી બધી વસ્તુઓ ધાક-ધમકી થી જ શીખે છે. એમાં કેટલાક બાળકો (બધા નહી) માર ખાઈને જ શીખે છે.

 17. Hiral says:

  A poem for those parents who really need to understand parenthood rather than suppressing their child with hate and power:

  If I had my child to raise all over again,
  I’d finger-paint more, and point the fingers less.
  I would do less correcting and more connecting.
  I’d take my eyes off my watch, and watch with my eyes.
  .
  I would care to know less and know to care more.
  I’d take more hikes and fly more kites.
  I’d stop playing serious, and seriously play.
  I would run through more fields and gaze at more stars.
  .
  I’d do more hugging and less tugging.
  I’d build self-esteem first, and the house later.
  I would be firm less often, and affirm much more.
  I’d teach less about the love of power, And more about the power of love.

 18. Hiral says:

  Indreshbhai
  I would not agree with you… I believe child learns good or bed things from the home environment, home culture. In usa there is nothing like culture, and parents leave their child on his own from childhood…When child has not seen love and care he will turn into careless action.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.