ઈશારે એ નચાવે છે… – એન. જે. ગોલીબાર
નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.
ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે,
ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે.
લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો,
હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે.
હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું છું,
નથી કોઈ પ્રેમનો દર્દી, પરંતુ ઘરમાં મચ્છર છે.
ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,
ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે.
તિજોરી તર ભરી છે ત્યાં નથી ખાનાર કો’ બચ્ચું,
ગરીબોના ઘરે ખાનાર બચ્ચાંઓનું લશ્કર છે.
તમે માનો ન માનો એ બધાં છે મન તણાં કારણ,
શ્રદ્ધાથી જો ભજો તો દેવ, નહિતર એક પથ્થર છે.
જીવન છે આમ તો શાયરનું, પણ કડકાઈ નાણાંની,
હકીકત છે કે, બેકારી જીવનમાં એક ફાચર છે.
કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.
Print This Article
·
Save this article As PDF
આ વી હ સા વ વા ની ગોળી ઓ ની જ આ વ ખ ત માં જ્ રૂ ર છે.
પચાવો તો ગોલિ નહિ તો જમાલ ગોતા
તિજોરી તર ભરી છે ત્યાં નથી ખાનાર કો’ બચ્ચું,
ગરીબોના ઘરે ખાનાર બચ્ચાંઓનું લશ્કર છે.
વાહ !
ખુબ જ સરસ
તમે માનો ન માનો એ બધાં છે મન તણાં કારણ,
શ્રદ્ધાથી જો ભજો તો દેવ, નહિતર એક પથ્થર છે.
શ્રદ્ધા વગર કોઇ કાર્યમાં સફળતા ન મળે આ વાત અહીં સમજાવી છે. મન જેવું વિચારે છે તેવું જ બનતું હોય છે. માટે મનને કેળવીને દરેક બાબતમાં ફક્ત
Positive Attitude
અપનાવવામાં આવે તો સફળતા સાંપડે જ એમાં શંકાને સ્થાન નથી. જીવનમા ઉપયોગી વાતો કહેવા બદલ આભાર.
મન ચંગા તો કથરોટ મે ગંગા….
હાસ્ય સાથે જીવની સત્ય વાતો… એક શાહબુદ્દીન સાહેબ આટલી સરસ રીતે વાત કરી શકે છે…
ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,
ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે.
તિજોરી તર ભરી છે ત્યાં નથી ખાનાર કો’ બચ્ચું,
ગરીબોના ઘરે ખાનાર બચ્ચાંઓનું લશ્કર છે.
આ વાતો તો સીધી હ્રદય સોંસરવી ઊતરી ગઈ..
કોઇએ કહ્યું છે ને.. ગરીબો ન ઘર માં ખાવા તેલ નથી ને અમીરો ની કબરો પર ઘી ના દીવા થાય છે…..
-સોહમ્.
શું તમે એ જ છો જે ચક્રમ સામયિકમાં ‘અજબ સવાલો ના ગજબ જવાબો’ આપતા હતા?
એવું કંઈક લખવાને નમ્ર વિનંતી. ઘણાં વર્ષો થયાં એ વાંચે. I hope, બીજા વાંચકોની પણ એ જ ઈચ્છા હશે.
VERY VERY VERY NICE.
દરેક ગ્રુહસ્થ male તમારિ વાત જોડૅ સમ્મત થશે.
ખુબ જ સરસ & જરુરિ રચના.
ઘણુ સરસ