આટલું જરી ભૂલશો નહીં – ઉમાશંકર જોશી

તમે આગળ ઉપર હાઈકોર્ટ ધ્રુજાવો
કે યુનિવર્સિટીના શિખર પર કળશ થઈને દીપી રહો,
ધારાસભા ગજવો કે મોટી મોટી મેદની ડોલાવો,
ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ,
પણ ત્યારે આટલું કદી ભૂલશો નહીં કે –
તમે અહીં અત્યારે ભણો છો, એ એક અકસ્માત જ છે.
તમે અહીં ભણો છો….. ને તમારી ઉંમરના ગોઠિયાઓ
ખેતરે માળા પર ચડી પંખીડાં ઉડાડે છે,
શહેરનાં કારખાનાંમાં બેવડ વળી જાય છે,
વીશીઓના અંગીઠા આગળ શેકાય છે,
અથવા તો મુંબઈની ચોપાટી પર પગચંપી કરે છે.
કોઈ અકસ્માતથી તમે એને ઠેકાણે હોત,
એ તમારે ઠેકાણે હોત…તો ?
આગળ ઉપર જ્યારે તમે મોટા તિસ મારખાં બની જાઓ,
ત્યારે પણ આટલું આ જરી ભૂલશો નહીં.
અનેક લાલચો અને પ્રલોભનો હોય,
પણ પેલા વાંદરાએ મગરને કહેલું તેમ કહેજો કે,
મારું કાળજું તો, અરે ત્યાં રહી ગયું –
જ્યાં પેલાં કુમળાં બાળકો ટોયાં બની પંખી ઉડાડે છે,
છાપાં વેચવા ફૂટપાથ પર દોડે છે,
કપરી મજૂરીમાં ઘસાઈ જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈશારે એ નચાવે છે… – એન. જે. ગોલીબાર
ઈશ્વરને તેનું કામ કરવા દો – ગોવિંદ શાહ Next »   

18 પ્રતિભાવો : આટલું જરી ભૂલશો નહીં – ઉમાશંકર જોશી

 1. Trupti Trivedi says:

  એક્દમ સાચુ!!!! મારા માટે , બધા માટે યાદ રાખવા જેવી વાત. (આજે ગુજરાતી મા ટાઈપ કરતા આવડી ગયુ. અનુસ્વાર ન થઇ શક્યો.

 2. Nim says:

  Dharmik granth ke ved naa samaj pade to
  Umashankar bhai ni aa kavita aapne jivan
  thi Moksh taraf layi jashe.

  Printout kadhi ne jivan ma vaarmvaar yaad rakhvi.

  Nim

 3. pinaben gowadia says:

  આજ ના જમાના ના માટે શું આ વાત સાચી છે?

  બાકી, કવિતા નો અર્થ ખુબ સાચો છે.

 4. Rajni Gohil says:

  ભૂતકાળને ભૂલીને અને ભવિષ્યની ચિંતા કરવાનું છોડીને વર્તમાનનો સદુપયોગ કરવાની વાત ઉમાશંકરભઇ જોષીએ સરસ સમજાવી છે. તેઓ જીવનમાં પોઝીટીવ એટીટ્યુડ રાખવાની વાત પણ કરે છે. સમજવા લાયક કાવ્ય છે.

 5. Raulji Haridatt says:

  This poem teach us to controlled our ego, & to love the people which are less capable than you. I like the thought of poem.

 6. pragnaju says:

  આગળ ઉપર જ્યારે તમે મોટા તિસ મારખાં બની જાઓ,
  ત્યારે પણ આટલું આ જરી ભૂલશો નહીં…
  પ્રેરણાદાયી રોજ યાદ અપાવવા જેવી વાત્

 7. akbar says:

  this is beautiful thought of poet. every one must read this poem

 8. BINDI says:

  એક્દમ સાચુ!!!!! પણ દુઃખદ!!!
  ખબર નથી આ બધા માંથી ક્યારે છુટશે આપનો દેશ!!!!!
  પન જાવન માં દરેક જને ઊતરવ જેવું!!!!

  I am a big fan of joshibhai,i like his every poem!!!!
  જેટલી સીધી ને સરળ એટલી જ ગહન!!!!!!!

 9. rahul says:

  ભૂતકાળને ભૂલીને અને ભવિષ્યની ચિંતા કરવાનું છોડીને વર્તમાનનો સદુપયોગ કરવાની વાત ઉમાશંકરભઇ જોષીએ સરસ સમજાવી છે.

  આ વાત જોષીઓ જ સમજાવિ શકે………

 10. Vaishali Maheshwari says:

  Very true and good to implement in life.

  No matter how much rich we become or how far we reach professionally or financially, we should not show pride and should always remember our journey from scratch to present.

  We should be kind and humble enough for the needy. Being helpful to the persons who really are in trouble (emotionally, financially or in any other way) will give us deep satisfaction and immense pleasure deep inside our heart.

  Thank you Author for giving wonderful tips to lead a good life.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.