ઈશ્વરને તેનું કામ કરવા દો – ગોવિંદ શાહ

[ અભ્યાસે વકીલ તેમજ વ્યવસાયે ઉદ્યોગપતિ એવા શ્રી ગોવિંદભાઈનો (વલ્લભવિદ્યાનગર) આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.]

એક મોટા શહેરની ઝૂંપડપટ્ટીમાં એક નાનો અપંગ છોકરો તેની વૃદ્ધ માતા સાથે રહેતો હતો. ઘરમાં મા દીકરો બે જ રહેતા હતા. ગરીબીને લીધે છોકરો બુટપોલીશ કરવા વહેલો ઘરેથી નીકળી જતો અને સાંજે પાછો ફરતો. સાંજે પાછા ફરતાં ઘણીવાર તેને મોડું થઈ જતું અને વૃદ્ધ માતા કાગના ડોળે તેની આવવાની રાહ જોઈને ખાધાપીધા વગર બેસી રહેતી. અપંગ છોકરો રોજ બસ સ્ટેન્ડ, સ્ટેશન કે મોટી હૉસ્પિટલમાં જતો અને ચંપલ-બૂટની પોલિશનું કામ કરતો.

રોજના ક્રમ અનુસાર એક દિવસ તે હૉસ્પિટલમાં જઈ ચઢ્યો. પ્રતિક્ષાખંડમાં ઘણા દર્દીઓ અને સગાંઓ રાહ જોતા બેઠેલા હતા. છોકરાને આવેલો જોઈ ત્યાં બેઠેલી રિસેપ્નીસ્ટને તે ગમ્યું નહીં. તેણે મોટા અવાજે છોકરાને કહ્યું : ‘હજુ ગઈકાલે તો તને આવવાની ના પાડી હતી, આજે ફરી કેમ આવ્યો ? ઘણીવાર વોચમેનને તે બોલાવતી અને વોચમેન ઘણીવાર તેને મારીને કાઢી મૂકતો. છોકરાને આ અનુભવ રોજનો હતો. છતાં કોઈ રાહ જોતા દર્દીઓના સગા ઘણીવાર સમય પસાર કરવા કે વાતો કરવા છોકરાને બૂટપોલિશનું કામ આપતા. છોકરો વોચમેન કાઢી મૂકે ત્યારે જતો રહે અને બીજે દિવસે ફરી આવે.

આજે એક ભાઈ ગંભીર માંદગીમાં પટકાયેલા પોતાના દીકરાને લઈને આવેલા. પોતાનો આ દીકરો અસાધ્ય રોગમાંથી બચશે કે નહીં તેની ચિંતા પતિ-પત્નીના ચહેરા પર દેખાતી હતી. તેઓ ખૂબ ઉદાસીન લાગતા હતા. અગાઉ પણ તેમણે આ છોકરાને અહીં ઘણીવાર જોયેલો એટલે તેઓ છોકરા સાથે વાતોએ વળગ્યા અને સ્વાભાવિક રીતે એને પૂછ્યું કે આ લોકો તને હડધૂત અને અપમાન કરીને કાઢી મૂકે છે તો તું કેમ આવે છે ? જવાબમાં છોકરાએ કહ્યું કે : ‘સાહેબ, આ લોકો એમનું કામ કરે છે અને ફરજ બજાવે છે; તેવી રીતે હું મારું કામ કરું છું. તેમાં મને કંઈ ખોટું લાગતું નથી. જેનું કામ જે હોય તે કરવા દો.’ છોકરો આગળ કહેવા લાગ્યો કે ‘ગઈકાલે હું ઘેર મોડો પહોંચેલ તેથી મારી મા ચિંતા કરીને અડધી થઈ ગઈ હતી કે મારા દીકરાને પાછા આવતા રસ્તામાં કોઈ અકસ્માત તો નહીં થયો હોય ને ? આજુબાજુવાળાને પણ પૂછી આવી. મેં તેને કહ્યું કે જેનું કામ જે કરે છે તેને કરવા દો. તું ઘરે ખાવાનું બનાવે છે, જો હું તે કરું તો તને સહેજ પણ ગમે ? તું મને કરવા દે ખરી ? જેમ હું તને કરું તે તને ગમે નહીં તેમ મારું ધ્યાન-ચિંતા કરવાનું કામ ઈશ્વરનું છે, તે કામ તું કરવા જઈશ તો શું ભગવાનને તે ગમશે ?’
એક નાના બૂટ-પોલિશવાળા છોકરાની જીવન પ્રત્યેની આ ગૂઢ ફિલસૂફી સાંભળી ભાઈને ઝબકારો થયો કે એ એક નાનો સરખો છોકરો આ વાત સારી રીતે સમજી શકતો હોય તો મારા જેવા ભણેલાએ પણ મારા છોકરાની ચિંતા કરવાનો કોઈ અર્થ નથી. ત્યારથી નક્કી કર્યું કે મારે મારું કામ-ફરજ અદા કરવી કે છોકરાને સારામાં સારી સારવાર અપાવવી. બીજું કામ ઈશ્વરનું છે. તે તેને જ કરવા દઈએ તે જ ઈશ્વરને ગમશે. આ વિચાર મારો જીવનમંત્ર બની ગયો અને જીવનમાં ઈશ્વરનું કામ ઈશ્વરને સોંપીને હવે હું તનાવ-ચિંતા મુક્ત થઈ ગયો. ઈશ્વરની જવાબદારી ઈશ્વરને સંભાળવા દો.

(આપણે આ સૃષ્ટિના જનરલ મેનેજર નથી તેનું ધ્યાન રાખવાનું કામ ઈશ્વરનું છે એટલે તેની ચિંતા તેને કરવા દો.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આટલું જરી ભૂલશો નહીં – ઉમાશંકર જોશી
નાગાટોળી – કિરીટ ગોસ્વામી Next »   

37 પ્રતિભાવો : ઈશ્વરને તેનું કામ કરવા દો – ગોવિંદ શાહ

 1. mausami says:

  very true

 2. Veena Dave,USA. says:

  ખુબ સરસ.

 3. Chetan says:

  very true !

 4. shruti suthar says:

  great when we all belive this, there will be no worry.

 5. KRISHNAKUMAR says:

  DEAR SIR,

  VERY GOOD & INSPRING ARTICLE WORTH READING

  K.J.THAKER

 6. pramod desai says:

  ખુબ સરસ અનુભવ થયો આવો જ અનુભવ કરાવતા રહેજો.

 7. Dhaval says:

  બહુ સરસ જયારે માણસ વ્યથામા હોય ત્યારે આવી વાતો પણ સાતવના આપે છે.
  ખુબ જ સરસ……….

 8. Hiral Thaker "Vasantiful" says:

  ખુબ જ સાચી વાત. પ્રયત્નો કરવા આપણા હાથમાં છે તે કરવુ પછી પરિણામ ઇશ્વર પર છોડી દેવું

 9. Gargi says:

  GOD is always with us……..a younger boy understands it.

 10. Jaydev says:

  ધન્યવાદ Mrugesh bhai.

 11. Rajni Gohil says:

  જીવનમાં ઈશ્વરનું કામ ઈશ્વરને સોંપીને તનાવ-ચિંતા મુક્ત થઈ જવાની ગૂઢ ફિલસૂફી ગોવિંદભઇ શાહે સુંદર રીતે રજુ કરી છે. ચિંતા કરવાથી તો કામ બગડતું હોય છે. કરણ કે જેવું વિચારીએ તેમ જ બનતું હોય છે. અને ચિંતા કરવી એટલે ભગવાન પર અવિશ્વાસ રાખવા બરાબર છે. ચિંતા તો ચિતા જ ઉભી કરે છે એ આપણને ક્યાં ખબર નથી!

 12. priti shah says:

  જાણતા અજાણતા એ નાનુ અબુધ બાળક ભગવત ગેીતનો સાર કહિ ગયો, તુ તારુ કર્મ કર અને બાકેી એને એનુ કામ કરવાદે!

 13. upendra parikh says:

  very very short but very very appealing . thanks to writer & also to read gujarati website . upendra.

 14. Soham says:

  To say in computer language, it was compressed dose.. It expands once you take it. Very nice thing said in few words!! Too good.. Nothing new but the method and the way is simply amazing..

  સાદગી એ અત્યંત પ્રભાવક હોય છે….

  just too good..

  -Soham

 15. Ravi , japan says:

  very true and inspirational !!

 16. shashikala says:

  very nice inspiring article.it’s true, જે ભગવાન્ કરે તે સારા માતે, he is the one who look after e’one.

 17. kumar says:

  ખુબ સરસ….
  જીંદગી પ્રત્યે જોવનો એક હકારાત્મક અભિગમ

 18. Jagdip says:

  શ્રી ગોવિંદભાઈ,

  હવે ચિન્તા ઓચ્હિ કરિને મરુ કર્ય કર કરિશ – ભગવાનને બધુ સોપિ દૈશુ.
  ઘનો ઘનો આભાર — જગદિપ

 19. ketan says:

  સાચે જ ખુબ સુન્દર વાર્તા.

 20. JAWAHARLAL NANDA says:

  અદ્ભુત ! આખો ગિતાસાર ના ૧૮ અદ્યાય આ એક વાક્ય મા સમાય્ જાય ચ્હે !

 21. nitin.more says:

  હવે ચિન્તા ઓચ્હિ કરિને મરુ કર્ય કર કરિશ – ભગવાનને બધુ સોપિ દૈશુ.
  ઘનો ઘનો આભાર

 22. MAHENDRA says:

  મજઆ આવિ દઈ

 23. aesha says:

  nice inspiration………………….:)

 24. naresh badlani says:

  its so amazing.i beleive its so true………

 25. Paresh says:

  ખુબ સુઁદર

 26. anju says:

  બહવ સરસ- વેલ ઙણ.

 27. pravin&bhanu says:

  very very good thought and thank u for publishing

 28. Rakesh says:

  ખુબજ સરણ અને સુન્દર……..

 29. pragnesh patel says:

  વાહ વાહ બહ સરસ , we have to trust in god and like our oldies said whtvr happnds in life its happns for good so yea……

 30. sanjay says:

  very good………..
  thank to good suggeation to me ……….
  and thank to do our work

 31. HARSH says:

  KHUB J SARAS MANE AA VAT ETLA MATE SARI LAGI KE AAPANE LOKO ISHWAR SATHE LADTA HOY CHE KE MARU DHARUY KEM N THAYU PARANTU AAKHRE TO DHARYU ISHWAR NU J THAY CHE TE AAPNE JETLU VEHLU SAMAJIYE TE AAPNA LABH MA CHE

 32. Hiren says:

  ખુબ ગમ્યુ. બહુ સરસ…..

  હિરેન બી. ટેલર, ટોરોન્ટો, કેનેડા.

 33. mukesh thakkar says:

  very true and very nice

 34. Vaishali Maheshwari says:

  “ઈશ્વરની જવાબદારી ઈશ્વરને સંભાળવા દો.”

  Inspiring short story.
  In Shrimad Bhagwad Gita also it is said that, “કર્મ કરતા જા, ફલ કી ચિંતા મત કર”
  Do your deeds and do not worry about the results.

  Each of have some tasks assigned to do or complete in life. We should do our own businesses and not interrupt in others duties. This will help us in leaving a peaceful and a happy life.

  It was nice to read and understand this very short story.
  Thank you Mr. Govind Shah.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.