ગઝલ – ખલીલ ધનતેજવી

[1] હું જીવી ગયો !

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો.

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?
એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
.

[2] આવડી ગ્યું છે

હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,
મને ખુશબૂની દુખતી રગ પકડતાં આવડી ગ્યું છે.

બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતાં આવડી ગ્યું છે !

હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી ?
મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે !

હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતાં આવડી ગ્યું છે !

ખલીલ, અશ્રુ હવે મારા ગણાશે હર્ષનાં અશ્રુ,
મને પણ હોઠ મલકાવીને રડતાં આવડી ગ્યું છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચિત્રકૂટ કે ઘાટ પર – ભોળાભાઈ પટેલ
જીવન-નિર્વાહનો સમાન અધિકાર – વિનોબા ભાવે Next »   

23 પ્રતિભાવો : ગઝલ – ખલીલ ધનતેજવી

 1. Nilesh says:

  Khub sundar.

 2. ખૂબ સરસ રચના…….

  ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
  મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો

  અને હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી ?
  મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે !

  વાહ …..

 3. dineshtilva says:

  ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
  આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

  aam aapne pan jivta hoie chhijne!!!!

 4. Mayur says:

  સુન્દર ખુબ્બજ

 5. PARTH says:

  From Start To End it is MIND BLOWING.

 6. Ramesh Patel says:

  ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
  આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

  હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,
  તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

  કેટલી સુંદર અભિવ્યક્તિ.

  રમેશ પટેલ(આકાશદીપ)ક્

 7. Kanchanamrut Hingrajia says:

  “………હું સરકી ગતયો”

  ખૂબજ હૃદયસ્પર્શી રચના

 8. JAWAHARLAL NANDA says:

  KHUBAJ SUNDAR RACHNA ! ADBHUT KAVITA !! HRIDAY- MAN NI GEHRAIO NE HALAVI NE AAR-PAAR CHIRI NE ASANKHYA TUKDAO MA FERVI NAKHTI HRIDAY-GAM KAVYA ! KAVI NE GHANI GHANI KHAMMA, SAURASTRA NI BHASHA MA ! DHANYAVAD !!!!

 9. Amol says:

  wah wah !!!!!!!!!!

 10. naresh badlani says:

  khub saras,,,,,,,,,,,,,,realy,its fantastice,,,,,,,,,true,,,,,,,,,,,,,,,,,,,,,,,,very true…….kadva sach,,,,,,,

 11. Jayprakash Vyas says:

  કેમ_નૉ આપું હું પ્રતિભાવ ? …..

  ને ખલીલ,
  હવે તો ગઝલૉનેય હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,
  વિચારને વાતોમાં વળગાડીને આ નવું સર્જન (ગઝલ) કૉણ રચી ગયો ? ………..

  આવડી ગ્યું છે !…… માટૅ જ તો …… હું જીવી ગયો !
  ————————————————–
  હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
  મદારીને હવે માણસ પકડતાં આવડી ગ્યું છે !

  ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
  આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !…………………

  હવાનો હાથ ઝાલીને રખડતાં આવડી ગ્યું છે,
  મને ખુશબૂની દુખતી રગ પકડતાં આવડી ગ્યું છે.

  હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,
  તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો. ……………….

  હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી ?
  મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે !

  ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
  મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો _________________
  .

 12. Dholakia Angel says:

  ખુબ્બ જ સરસ. પ્રથમ વાર જ વાચિને મિત્ર ને mail કરવાનિ ભાવનાને દબાવિ ન શકિ.
  “હવે આનાથી નાજુક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી ?
  મને પાણીના પરપોટાને અડતાં આવડી ગ્યું છે !”

  copy કરવા બેસુ તો દરેક પન્ક્તિ copy થઈ જાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.