મેરે ઘર આયી એક નન્હીં પરી ! – હરિશ્ચંદ્ર
‘નાની, બુલબુલ છુપાઈ ગઈ, શોધી કાઢો !’
મેં આંખ પરથી હાથ ઉપાડી લઈને લાડથી કહ્યું, ‘ક્યાં છુપાઈ છે મારી બુલબુલ ? હસવાનો અવાજ તો આવે છે, પણ દેખાતી નથી !’ પછી અહીં-તહીં શોધવાનું નાટક કર્યું. ‘ક્યાં છે બુલબુલ ? નાનીને તો નથી મળતી. નાની હારી ગઈ.’ અને બુલબુલ ખૂણામાંથી ખિલખિલાટ કરતી આવીને મને વળગી પડી.
‘હવે મારો વારો. હું છુપાઈ જાઉં ? તું મને શોધી કાઢશે ?’
‘હા.’ કહીને એ આંખ ઉપર હાથ રાખીને ઊભી રહી ગઈ. દરવાજા પાછળ હું છુપાઈ ગઈ. બુલબુલ અહીં-તહીં જોઈ વળી. પણ હું મળી નહીં તેથી નિરાશ થઈ ગઈ. એટલે મેં જરીક અવાજ કર્યો. એ દોડતી આવી અને ‘નાની પકડાઈ ગઈ….!’ કહેતા નાચવા લાગી.
બે વરસની થઈ. ભારે નટખટ બની ગઈ છે ! એકાદ વરસ પહેલાંથી બોલવાનું શરૂ કરી દીધું હતું. ધીરે ધીરે નાના નાના શબ્દો બોલતી, ત્યારે એના મોંમાંથી જાણે પહેલા વરસાદથી ભીની થયેલ માટીની સુગંધ આવતી ! હવે તો બક બક ઘણું બોલતી થઈ ગઈ છે. એની પ્રિય રમત છે, સુતેલા માણસના પેટ પર ઊભા થઈ જઈ નાચવું. જરીક હાથ પકડી રાખીએ તો ખિલખિલાટ કરતી પેટ ઉપર એવું નાચે !
થોડા દિવસ પહેલાંની વાત છે. અમે એક કાર્યક્રમમાં ગયા હતા. પાછા ફરતાં એનાં મમ્મી-પપ્પાને એમને ઘેર ઉતાર્યાં. પણ બુલબુલ ઊતરવા તૈયાર નહીં. ‘હું નાનીને ઘેર જઈશ.’ મેં દીકરીને કહ્યું, ‘એક રાઉન્ડ લઈને પછી મૂકી જાઉં છું.’ પણ રાઉન્ડ લઈને ફરી એના ઘર તરફ વળ્યા કે બુલબુલ હાથ-પગ પછાડવા લાગી, ‘નહીં, ત્યાં નહીં; નાનીને ઘરે.’ મને એના ભૂગોળના જ્ઞાન પર આશ્ચર્ય થયું. મેં કહ્યું : ‘અરે, તારાં કપડાં તો લેવાં પડશે ને !’ – ત્યારે ચૂપ થઈ. એની મમ્મીએ એને બહુ સમજાવી, પણ માનવા તૈયાર નહીં. મમ્મીને ભારે ચિંતા કે માને હેરાન કરશે, રાતે મમ્મીને યાદ કરશે, તો મા શું કરશે ? મમ્મી થોડી વિહ્વળ પણ હતી. પહેલી વાર આને આમ છુટ્ટી મૂકવી પડી હતી !
ત્યારથી મારી સાથે બહુ જ હળી ગઈ છે. રાતે વાર્તા સાંભળતી મારા ગળે હાથ મૂકી સૂઈ ગઈ. સવારથી આખા ઘરમાં મને એની પાછળ દોડાવતી રહી. સાંજે એને ગાર્ડનમાં ફરવા લઈ ગયાં. ત્યાં તો લપસણી ને હિંચકા ને રેતીમાં રમવું. એને તો મજા પડી ગઈ. એની મમ્મીને ચિંતા. એટલે બે-ચાર વાર ફોન કરીને પૂછ્યું : ‘હેરાન તો નથી કરતી ને ?’ પણ બુલબુલે મમ્મીને એકેય વાર યાદ નહોતી કરી. પણ ગાર્ડનમાંથી પાછાં આવ્યાં, ત્યારે ખૂબ થાકેલી, ગુમસુમ બેઠી હતી. ધીરેથી બોલી : ‘મમ્મી પાસે જવું છે.’ ત્યાં જ બેલ વાગી, અને સામે એની મમ્મી. દોડીને મમ્મીને વળગી જ પડી. જાણે ઘણાં વરસે મળી ! બુલબુલ ચાલી ગઈ. તે રાતે જાણે એનો હાથ મારા ગળે છે, એવો ભાસ મને થતો રહ્યો.
એક ઘટના એની બહાદુરીની યાદ આવી રહી છે. હજી સાત-આઠ મહિનાની હશે. બેસતાં શીખી ગઈ હતી. ચટાઈ ઉપર રમી રહી હતી. બાજુમાં સોફા હતો. રમકડાં પરથી હઠીને એનું ધ્યાન સોફા ઉપર કેન્દ્રિત થઈ ગયું. ઊંચી થતી-થતી સોફાને પકડવા લાગી. બસ, ચાલુ થઈ ગયું. સોફાને પકડવા પ્રયત્ન કરવો અને ધપ્પ દઈને નીચે પડી જવું. એક વાર હાથ સોફાની કૉરને અડક્યોયે ખરો, પણ પાછી પડી ગઈ. રડવા લાગી. પણ થોડી વારમાં ફરી એની કોશિશ ચાલુ. અમે પાતળી ગોદડી નીચે બિછાવી દીધી, જેથી પડે તો વાગે નહીં. એનું ઊઠવું-પડવું ચાલતું રહ્યું. અમે હસતાં-હસતાં તાળી વગાડતાં રહ્યાં. અને એકાદ કલાકની સખત મહેનત પછી બુલબુલ સોફાને પકડીને ઊભી થઈ ગઈ અને વિજયી મુદ્રામાં બધાં તરફ જોવા લાગી. એના ચહેરા પર ચમક હતી. અમે સહુ તાળી પાડી ઊઠ્યાં. થોડા દિવસ બાદ સોફાને પકડીને બે ડગલાં ચાલવા લાગી. પછી સોફાને છોડીને ઊભી થઈ, બે ડગલાં ચાલી, અને પછી તો ખબર નહીં, બુલબુલ ક્યારે બે પગે દોડવા લાગી ! અમે જીવનને પાંગરતું જોતાં રહ્યાં.
એક વાર દીવાલ પરના ગુરુ નાનકના મોટા ફોટાને જોઈ રહી હતી. એકદમ બોલી : ‘નાની, બાબાજી થપ્પડ મારે છે !’ ક્ષણભર હું આશ્ચર્યમાં પડી ગઈ. આશીર્વાદમાં ઊંચા થયેલા હાથનો આવોયે અર્થ થઈ શકે છે, તે મેં પહેલીવાર જાણ્યું ! મેં મારો હાથ ઊંચો કર્યો અને એના માથે-ગાલે પ્યારથી ફેરવ્યો. કહ્યું, ‘બાબાજીનો હાથ તો આવી રીતે પ્યાર કરે છે. બાબાજીને બાળકો બહુ વહાલાં છે.’ ઘડીક એ મૂંઝાઈ ગઈ. બોલી, ‘મમ્મી-પપ્પા હાથ ઊંચો કરીને મને ડરાવે છે.’ ત્યારે મારા મનમાં એકદમ ઝબકારો થયો. મેં એને પંપાળતાં કહ્યું, ‘વારંવાર કહેવા છતાં તું ન માને, ત્યારે આમ કરવું પડે. પાણી સાથે રમત કરે, કપડાં ભીંજવી નાખે, ગંદી જગ્યામાં રમવા જાય, ત્યારે મમ્મીએ કહેવું પડે ને કે નહીં માને તો થપ્પડ મારીશ !’
બાળક કેટલી ઝીણવટથી બધું જોયા કરતું હોય છે ! એના મનમાં ઘડભાંજ ચાલ્યા જ કરતી હોય. હમણાં એક વાર કહે : ‘મારે બસમાં બેસવું છે.’ એને લઈ ગઈ. બસ ડબલ ડૅકર હતી. અમે ચઢ્યાં. કહે, ‘ઉપર ચાલો !’ મેં કહ્યું, ‘નાનીથી દાદરો ચઢાશે નહીં, નાની પડી જશે. માટે આપણે નીચે જ બેસીશું.’ પછી બસમાંથી ઊતરી અમારે એક રેલવે લાઈન ઓળંગી આગળ જવાનું હતું. રેલવે લાઈન ઉપરનો પુલ આવ્યો. બુલબુલે એક નજર પુલની ઉપર સુધી નાખી. બાપ રે ! બસના દાદર કરતાં કેવડો મોટો ! ગંભીર બનીને બોલી, ‘નાની હવે કેમ ચઢશો ?’ બે મિનિટ વિચાર્યું, આને શું જવાબ આપું ? પછી પ્રેમથી માથે હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, બસ તો હાલકડોલક થાય ને ! આ પુલ હલતો નથી, એટલે ધીરે-ધીરે ચઢી જઈશું.’
ખરે જ, બાળકની બુદ્ધિ મોટાંને તાવે છે. મારી આ નાનકડી પરીની સાથે સાથે હું પણ મોટી થતી જાઉં છું.
(કમલેશ બક્ષીની હિંદી વાર્તાને આધારે.)
Print This Article
·
Save this article As PDF
એની પ્રિય રમત છે, સુતેલા માણસના પેટ પર ઊભા થઈ જઈ નાચવું. જરીક હાથ પકડી રાખીએ તો ખિલખિલાટ કરતી પેટ ઉપર એવું નાચે !
‘નાની પકડાઈ ગઈ….!’ કહેતા નાચવા લાગી
ખરે જ, બાળકની બુદ્ધિ મોટાંને તાવે છે. મારી આ નાનકડી પરીની સાથે સાથે હું પણ મોટી થતી જાઉં છું
bal manas ni sundar abhivyakti
After reading this I remembered my old times with my sister when she was about this age….
those were the golden times!!! she was bit bulky and couldn’t stand on her own for a while. The sofa scene had happened so many times!
મૃગેશ ભાઈ, હરિશ્ચંદ્ર અને કમલેશ બક્ષી નો ખુબ ખુબ આભાર….
ખૂબ સરસ વાત અને ભાવાત્મક ભાષાંતર
VERY NICE STORY
Reminds me of my daughter Shiva. When she leared how to walk, it was the best – my parents would sit about five feet arport from each other and they would make my daughter walk – the first time she made it from one point to the other – it was a day of celebration – She started clapping and laughing – and even now – she does something good – she will look at us all as she has done something super and we would all calp and say “Vaah Vaah”… so she satarted saying…”vaa vaa” – She is only 16 months but can put entire ABCD puzzle and 1 to 9 (including 0) puzzle by her self… They are simply amazing…
Thank you,
Chirag Patel
વાર્તા વાંચતા ઘરમાં આપણી નજર સામે મોટા થયેલા દેવદૂતોનું બાળપણ દેખાય છે.
ખરેખર બાળકોતો દેવદૂત હોય છે કાશ જો આપણે તેના મનોભાવ વાંચી શક્તા હોત તો !
આ ક્રુતિ વાંચતાં મારી દોઢ વર્ષની પૌત્રી માયા સાથેના પ્રસંગો યાદ આવ્યા.મારું નીચેનું જોડકણું આપને ગમશે.
માયા ભગત છે મારું નામ …
(માયા મારી દોઢ વર્ષની (જન્મ તરીખઃ ઓગસ્ટ ૧૨, ૨૦૦૭) પૌત્રી (મારી નાની દીકરી શેતલની પુત્રી) છે. એને એનું પોતાનું નામ તથા નજીકનાં સગાંઓનાં નામો ગુજરાતી દ્વારા શીખવવા માટે મેં નીચેના જોડકણાની રચના કરી છે. (ઓળખાણો આપતા જોડકણા માટે મેં નવો શબ્દ “ઓળખાણું” (બહુ વચનઃ “ઓળખાણાં”) નક્કી કર્યો છે.
તમે પણ ઘરનાં બાળકો માટે ઓળખાણાં રચશો તો સૌને આનંદ આવશે.
અલબત્ત ઓળખાણાંનું અંગ્રેજીમાં ભાષાંતર કરી કે કરાવી બાળકોને એ સમજાવજો કે સમજાવવાની ગોઠવણ કરજો.)
માયા ભગત છે મારું નામ
શું છે કહો તમારું નામ
શેતલ છે મમ્મીનું નામ
વિપુલ છે ડેડીનું નામ
હસુ મારાં બાનું નામ
મમ્મીનાં મમ્મીનું નામ
ગિરીશ છે દાદાનું નામ
મમ્મીના ડેડીનું નામ
ઉર્મિલા છે બાનું નામ
ડેડીનાં મમ્મીનું નામ
શાંતિભાઈ દાદાનું નામ
ડેડીના ડેડીનું નામ
સંગીતા છે ફોઈનું નામ
એ ડેડીનાં બહેનનું નામ
શર્મિલા માસીનું નામ
એ મમ્મીનાં બહેનનું નામ
મેગન મારાં બહેનનું નામ
માસીની દીકરીનું નામ
માઈકલ મારા ભાઈનું નામ
માસીના દીકરાનું નામ
અર્લ હાઉક માસાનું નામ
મેગન-માઈકલના ડેડીનું નામ
ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા
nice .
સરસ. મજા આવી.
i m also missing my child hood with my dadi. Very nice and i m very thankful of yours. My dadi was expired long back but still i m remembering that little moment with her.
fantastic!!!!!!!!
એમનેમ થોડું કહેવાય છે કે, બાળકો તો ભગવાનના રૂપ હોય છે.
આભાર,
નયન
આ વાર્તા વાન્ચિ ને મરુ બાલ્પન યાદ આવિ ગયુ ………આભાર્…..
પ્રેરક વારતા મઝા પડિ ગઈ
સુંદર, બાળકને કેમ સમજાવવા તે સરસ વણૅન કયુ છે. ને બાળક સાથે કેમ આનંદ લુટવો તે પણ …..
Very simple and a touchy story Mr. Harishchandra.
You have done a wonderful job of depicting Bulbul – little girl’s little incidences so well. Very good narration made the story lively.
Sometimes little kids question so innocently and intelligently that in order to answer their cute little questions, we all have to think for a while and be smart enough to make them understand.
Thanks to you for this wonderful narration.