આવ, ભાણા, આવ ! – શાહબુદ્દીન રાઠોડ

મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું : ‘પપ્પા, મારે બૂટ લેવા છે.’
મેં કહ્યું : ‘બૂટની શું કિંમત છે ?’
અફઝલ કહે : ‘બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાનાં.’
મેં તેને બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું, ‘લઈ લેજે બૂટ-મોજા અને વધે તે રાખજે.’ એક કલાકમાં એ બૂટ-મોજા લઈ પાછો આવ્યો. તેના ચહેરા પર આનંદ હતો. આંખોમાં ઉલ્લાસ. તરત નવાં બૂટ-મોજા પહેરી તે સ્કૂલે જવા રવાના થયો… એ સ્કૂલે ગયો અને હું શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર. એ અમારા ગામની નાનકડી મોચી બજાર – પાંચ-છ દુકાનો, તેમાં કામ કરતા જેઠામામા, દુદામામા, ભગતમામા – બધા મોચીને અમે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુ:ખો વેઠ્યાં છે તેનાં સ્મૃતિમાં સંઘરાઈને પડેલાં ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યાં.

સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધીસર ડિમાન્ડ રજૂ કરવી પડતી. પ્રથમ ભાઈને – છોટુભાઈને, પછી અમીનાબહેનને, પછી મારી બા સમક્ષ હું રજૂઆત કરતો, પછી મારા બાપુજીને જણાવતો. પરિવાર સામેના અસ્તિત્વને ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી, એટલે કોઈ લક્ષ આપતું નહીં. સાતમ-આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશોત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે પ્રસંગો બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. દિવાળી, બેસતું વર્ષ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા થતી અને અવારનવાર માગણી નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર પ્રયાસો ચાલુ રાખતો.

આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે એક જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના સમગ્ર સભ્યોની મિટિંગ મળતી. બૂટ કરતા કઈ-કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી. બૂટ મને અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો, પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાળે સર્વાનુમતે નક્કી થતું, ‘જૂના બૂટને રીપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીંગડાં મરાવી, નવી સગથળી નખાવી, પોલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા, નવા જેવા બનાવી દેવા.’ મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. નિર્દોષ છૂટવાને બદલે પાંચ વર્ષની સાદી કેદની સજા સાંભળે એમ હું પરિવારનો નિર્ણય સાંભળતો.

‘મારા કરમે લખ્યું કથીર’ એમ વિચારી જૂના જોડા રીપેર કરાવી લેતો. પછી તો રીપેર કરાવી-કરાવી આડાંઅવળાં થીંગડાં માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હતો. છેલ્લે પિતાની પરવાનગીથી મેં સોમલને જોડા આપી દીધા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ, પરીક્ષણ કરી, અમને પગે લાગી, વિનયપૂર્વક પાછા મૂકી દીધા, ત્યારે મારી નવા બૂટ માટેની માગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી, ‘દુદામામાને ત્યાં જઈ પરમાણું નાખી આવજે.’ એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો.

ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદામામાની દુકાને પહોંચ્યો અને કહ્યું : ‘દુદામામા, મારા બૂટ સીવવાના છે. મારા બાપુજીએ કહ્યું છે. મારે લાલ બૂટ સીવડાવવા છે.’ એકીશ્વાસે હું ઘણું બોલી જતો. દુદામામા મને ‘આવ, ભાણા, આવ’ કહી ચામડાં દૂર કરી બેસવાની જગ્યા કરી આપતા. પછી પિતાના, માતાના, ભાઈના – બધાના સમાચાર પૂછતા. હું કહેતો, ‘પણ પરમાણું (માપ) પહેલા લઈ લ્યોને !’ દુદામામા ટાઈફોઈડના દર્દીની ઝીણી-ઝીણી વિગતો ડૉક્ટર કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીપૂછીને ધ્યાનમાં રાખતા. લાલ કે કાળા, વાઘરીવાળા કે વાઘરી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછી દુદામામા રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢતા અને મને કહેતા, ‘લે મૂક, ભાણા, પગ’ હું પગ મૂકતો અને જાડી પેન્સિલથી દુદામામા પરમાણું લીટી દોરીને લઈ લેતાં. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો.
હું પૂછતો : ‘હું બૂટ ક્યારે લઈ જાઉં ?’
તે કહેતા : ‘જો ને, ભાણા, આજે જાણે શનિવાર થયો. રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જાવા દે. એ ગુરુવારે લઈ જજે. વાર પણ સારો ગણાય.’

એ પાંચ દિવસ પસાર કરવા મારે માટે અસહ્ય થઈ પડતાં. વળી ગુરુવારની કલ્પના કરતાં આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે – હું બૂટ લઈ આવીશ નવાનકોર, લાલ વાઘરીવાળા… પહેરીને હું નિશાળે જઈશ, છોકરા-છોકરીઓ જોઈ રહેશે… પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદામામાની દુકાને પહોંચતો અને કહેતો, ‘મારા બૂટ ? લાવો, મારા બૂટ જલદી આપી દો.’ પરંતુ મારી આવી ઉત્કંઠાની દુદામામા માથે કોઈ અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, ‘આવ, ભાણા, આવ, છોટુમિયાં ક્યાં છે ?’
હું કહેતો : ‘દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે ત્યાં સ્ટેશનમાસ્તર છે.’
‘હાં, તો બરાબર…’ દુદામામાની લાંબી વાત શરૂ થતી : ‘અરે, ભાણા, હું તને કહેતા ભૂલી ગયો. અમે જાણે આખું કુટુંબ દ્વારકા જાત્રાએ ગયા’તા, એમાં દ્વારકામાં આવતાંકને છોટુભાઈ ભેગો થઈ ગયો. અરે, પણ અમને જોઈને શું ખુશ થયો છે ! મને કહે, ‘મામા, તમે આંઈ ક્યાંથી ?’ મેં કહ્યું, ‘આખું ઘર જાત્રાએ નીકળ્યા છીએ. હજી આ ગાડીમાંથી ઊતર્યાં જ છીએ.’ સાથે ગરમ ચા પી પછી મંદિરે દ્વારકાધીશનાં દર્શન કરાવ્યાં. આખું દ્વારકા ફેરવ્યાં અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધાં તે અમે સીધા આવતાં રિયાં, કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો !’

દાદુમામા એવી લાંબી રસપૂર્વક વાત કરતા કે મને બૂટ ભૂલવી દેતા, પણ હું કહેતો, ‘પણ મારા બૂટનું શું ? બૂટ ઝટ આપોને !’
‘અરે ભાણા, ઈ જ તો તને કહું છું. આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો, ભાણા, આખી જિંદગી કરવું જ છે ને ? પણ જો શુક્ર, શનિ, રવિ – એ સોમવારે લઈ જજે, બસ ?’ હું રોવા જેવો થઈ જતો. ‘તમે ખોટેખોટા ધક્કા ખવરાવો છો ! બૂટ સીવતા નથી !’ આવો બબડાટ કરી ભગ્યહૃદયે દરવાજો વટી જતો, ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયત્ન કરતો : ‘આટલા દિવસ ગયા, ત્રણ દિવસ વધુ, એમાં શું ?’ પાછો હું દાદુમામાની દુકાને જતો.
‘તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું. આજે સોમવાર છે.’
દુદામામા કહેતા : ‘અરે ભાણા, બેસ તો ખરો ! હં…. આ તારાથી મોટો શું કરે ?’
હું કહેતો, ‘અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે.’
બસ, આટલું સાંભળતાં દુદામામાની વાત શરૂ થતી : ‘અરે ભાણા, કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે… બધાં જૂનાં ભજન – ગંગાસતી અને પાનબાઈનાં, રવિસાહેબ અને ખીમસાહેબનાં ! મોટો ભજન ગાય છે એ મને ખબર નહિ. મેં તો હમણાં અસ્થળની જગ્યામાં સાંભળ્યાં.’ હું અધીરો થઈ દાદુમામાને વચ્ચે અટકાવી કહેતો :
‘અરે, પણ મારા બૂટ આપી દો ને !’
‘હવે ભાણા, તારુંય રિયું ને મારુંય રિયું. એ શુક્રવાર પાકો. જા, હવે વેણ ફરે તો કેજે. બસ ?’ આમ મને ફરી વાયદો આપવામાં આવતો. હું આક્રોશ ઠાલવતો : ‘જોજો, હું બૂટ લીધા વગર જાવાનો નથી. ન સીવવા હોય તો ના પાડી દ્યો, પણ ધક્કા ખવરાવી-ખવરાવી તોડી નાખો મા ?’
દુદામામા કહેતા, ‘તું નારાજ થા મા, ભાણા, હવે શુક્રવારનો શનિવાર ન થાય, બસ !’ આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં ‘એ ભાણા’ એમ હાંક મારી દુદામામા મને પાછો બોલાવતા, ગંભીર થઈ મને કહેતા, ‘જો ભાણા, ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે.’ આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘરીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે ‘છ મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ !’

શુક્રવારે દુદામામા હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને, માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચ્યો. એ કાંઈ કહે તે પહેલાં મેં કહ્યું, ‘લાવો બૂટ.’
દુદામામા કહે, ‘ભાણા, કાળા કરવા છે કે લાલ ?’
હું ક્રોધમાં ધ્રૂજવા માંડતો : ‘અરે તમને દસ વાર કીધું છે લાલ કરવાના છે ! પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો કે લાલ કરવા છે કે કાળા ?’
દુદામામા કહે : ‘હું તો લાલ કરતો’તો, પણ પછી થયું : ફેશન કાળાની છે એટલે થયું : ભાણાને પૂછી પછી આગળ વધવું.’
‘અરે લાલ….લાલ….લાલ… હવે કાંઈ’ હું બોલીને ભાગતો અને ‘ભાણા, સોમવારે લઈ જજે.’ એવી સૂચના સાંભળતો ઘેર આવતો.

વળી સોમવારે પહોંચીને હું કહેતો, ‘લાવો બૂટ.’
દુદામામા સામે દીવાલ પર ઓઠામાં રાખેલ જોડ બતાવી કહેતા, ‘જો રહ્યા.’
હું જોઈ રહેતો…. લાલ, ચમકતા, અણીવાળા, વાઘરીવાળા… હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો, ત્યાં દુદામામા કહેતા, ‘ભાણા, બે દિવસ ઓઠામાં રાખવા પડશે, નહિતર શું થશે – તને ડંખ પડશે સમજ્યો ?’ મને તેમની વાત વાજબી લાગી. મેં કહ્યું, ‘રાખો ઓઠામાં, બસ ? બે દિવસ પછી આવીને હું લઈ જઈશ.’ બે દિવસ પછી હું ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહિ. મેં કહ્યું :
‘ક્યાં છે મારા બૂટ ?’
‘અરે, ભાણા ! કહી દુદામામાએ શરૂ કર્યું : ‘વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો’તો, ઈ આ બૂટ જોઈ ગયો. બસ, સુરેશે હઠ લીધી, ‘મારે તો આ જ બૂટ જોઈએ.’ તે શેઠ ફુલજીભાઈને મોકલ્યા. સુરેશ હારે આવ્યો ને બૂટ લઈ ગયો. મને થયું કે ભાણાને આથી સારા બનાવી દઈશ. હવે તો જો, પરમ દિવસે મંગળવારે લઈ જજે. બે દિવસ આમ કે આમ….’

વળી દુકાને હાજર થયો ત્યારે દુદામામાએ એ જ સ્વસ્થતાથી, એ જ શાંતિથી મેડામાંથી ચોપડો ઉતાર્યો, ખોલ્યો, મારી સામે મૂકી કહે : ‘મૂક, ભાણ, પગ.’ હું અવાચક થઈ ગયો. આંખે અંધારા આવી ગયા. મારો અવાજ ફાટી ગયો : ‘શા માટે ?’ એટલું જ બોલી શક્યો.
‘એ આગલું પરમાણું (માપ) હાથવગું નથી રિયું. મૂળ વાત આમ હતી. હું તને કહી નો’તો શકતો. મને એમ કે ભાણો ખિજાશે.’ આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે આઠ મહિને મને બૂટ મળતા. મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો. દુદામામા સાચે જ મને બૂટ આપતા. વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ એક આંગળ મોટા સિવાતા, જેથી બે વર્ષ ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ થતો. એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. જો કે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના શુભ પ્રસંગો તો વીતી જતા, પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો.

તદ્દન સાધારણ વસ્તુ હોય, પણ તે મેળવવી જો અશક્ય બની જાય તો તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. મોટી ઉંમરે પરણનારના લગ્નજીવન સફળ નીવડે છે. તેમના પ્રસન્ન દાંપત્યનું રહસ્ય કદાચ આ પણ હોઈ શકે. શ્રીમંતોના બાળકોના જીવન નીરસ બની જાય છે, કારણ, બધું સહેલાઈથી તેમને મળી જાય છે. એટલે જ જાનકીનાથ બોઝ – સુભાષચંદ્ર બોઝના પિતા સુભાષબાબુને કહેતા : ‘બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકેય નથી.’

(‘સજ્જન મિત્રોના સંગાથે’માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બોરડી-ધોલવડનો સુંદર દરિયાકિનારો – હેતલ દવે
ખીંટી માણસને ગમે છે – રીના મહેતા Next »   

52 પ્રતિભાવો : આવ, ભાણા, આવ ! – શાહબુદ્દીન રાઠોડ

 1. કેતન રૈયાણી says:

  વાહ, ભાઈ વાહ !!!!

  ઘણા દિવસો પછી આજે શાહબુદ્દીનભાઈનો લેખ વાંચવા મળ્યો, બહુ મજા પડી. આ લેખનો “પાઠ” તરીકે ગુજરાત શિક્ષણ બૉર્ડ દ્વારા કોઈ એક ધોરણમાં સમાવેશ પણ કરવામા આવ્યો છે.

 2. C’est tout à fait vrai, les jeunes actuellement non seulement obtiennent
  tout ce qu’ils veulent mais ils ont en plus la frénésie d’avoir le dernier modèle
  Hi-tech
  Translate
  It is wholly true, the young persons nowadays not only acquire all that they want but they have frenzy on top of that to have the last model Hi-tech.

  i agree with SHUBASHBABU:
  સુભાષબાબુને કહેતા : ‘બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકેય નથી.’

 3. Soham says:

  શાહબુદ્દીન રાઠોડ ને ઘણી જ વાર સાંભળવાનો લ્હાવો મળ્યો છે..

  એમના લેખમાં કદી કહેવું ન પડે… દરેક વખતે અંતે એક તો સુંદર વાત એ આપણ ને કહી જ જાય્.

  સાધારણ વસ્તુ હોય, પણ તે મેળવવી જો અશક્ય બની જાય તો તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે અને સહેલાઈથી મળી જાય તો જીવન નીરસ બની જાય છે.

 4. Moxesh Shah says:

  શ્રીમંતોના બાળકોના જીવન નીરસ બની જાય છે, કારણ, બધું સહેલાઈથી તેમને મળી જાય છે.

  પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકેય નથી.

  વાહ, કેટલી સરળ રીતે ગહન વાત સમજાવી દીધી.

  Hats off to Shri Shahbuddinsir.

 5. Paresh says:

  મુ. શ્રી શાહબુદ્દીનભાઈની વાતો હંમેશ હાસ્યની સાથોસાથ સુંદર વિચાર પણ પ્રગટ કરે છે. આભાર

  વાંચી મને પણ નાનપણનો પ્રસંગ યાદ આવ્યો. નાના હતાં ત્યારે પિતાજી વાળ કપાવવા લઈ જાય ત્યારે મને કટીંગ સલૂનમાં બેસાડી પોતે બજારમાં આંટો મારવા જતા રહેતાં અને પછી વાળંદકાકા જે વાળ કાપતા, હું બસબસ કરી રડતો જ રહુ અને તે લગભગ ટકો જ કરી નાખે. પાછા કહેતા જાય કે “માસ્તર કહીને ગયા છે સમજ્યો?”

 6. Vishal Jani says:

  રાઠોડસાહેબ , બહુ મજા પડી ઘણા સમય પછી.

 7. Amol says:

  વાહ ભાઈ વાહ…….!!!!
  ખૂબ જ સરસ….

  આભાર…..

  અમોલ…..

 8. dineshtilva says:

  શાહબુદ્દીન રાઠોડ લગભગ ૧૫ વર્શ પહેલા મારી ઓફિસે આવેલ તેમનિ દિકરીની કકોત્રિ માટે….tyare me temne besava plastic ni chair aapi. teni sathe temna shreemati pan aavela e khub Fat (jada) hata to jyare aamaru kankotri babte kam puru thayu to aavjo kaheta hata to temna shreemati fat hova ne karne plastic ni chair sathe ubha thya… TO RATHOD SAHEB BOLYA “AA BESAVA JA AAPE CHHE SATHE LAY NE JAVANI NATHI” te vat haju pan aame yad karie chhie…. aavi vat te sahjik riete boli shake chhe… eni to maja chhe marawal…

 9. Maharshi says:

  ખુબ મજા આવી.. ખરેખર કંઇક આવા જ પ્રયત્નો મેં પણ કરેલા બૂટ માટે ઃ-)

 10. kantibhai kallaiwalla says:

  Very nice.

 11. pragnaju says:

  ખૂબ રમુજી
  મઝા પડી ગઈ

 12. NamiAnami says:

  I still remember how I had to present my case to prove the need and feasibility for getting my very first own bicycle. One thing for sure, those skills acquired in childhood are the base to build my career in IT.

 13. Rajani Mehta says:

  Gamada ma ucharel Balko no lagabhag aavoj anubhav hoi che pan aatlo sunder rite ane e vakhate parmanu kevi rite levatu tenu hub hu chitra to Shabuddinbhai j kari shake.

  Biji khas vat chelle je kahi te aaje badhane lagu pade tevi che. Jyare mangelu badhu j mali jatu hoi tyare e balko ne ‘ABHAV’ shu chij che te kem khabar pade. Karu kahyu ” એટલે જ જાનકીનાથ બોઝ – સુભાષચંદ્ર બોઝના પિતા સુભાષબાબુને કહેતા : ‘બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકેય નથી.’
  Great.

 14. DP says:

  As always Shabuddin Rathod is great !!!
  Mrugeshbhai,
  Can’t we have a series of Shabuddin Rathod special…
  The readers will never get bored of this searies, I bet…

 15. ઈન્દ્રેશ વદન says:

  ઘણો ઉત્તમ લેખ.
  શાહબુદ્દીન રાઠોડ આપણા સમયના [contemporary] શ્રેષ્ઠ હાસ્ય લેખક છે.

  He blends philosophy seamlessly in his humor.

 16. Hetal says:

  ખુબ જ સરસ્. મજા આવી.

 17. Kanchanamrut Hingrajia says:

  શ્રી શાહબુધ્ધિન રાઠોદડ સહેબની એ તો ખુબી છે કે ભરેખમ વાત પણ સરળ અને સહજ રીતે કહી જાય છે.
  “પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકેય નથી.’
  કેટલી હળવાશથી ભરેખમ વાત કહી દીધી ! વાહ !

 18. rutvi says:

  મને યાદ છે ત્યા સુધી , આ વાર્તા અમારે ગુજરાતી મા ધોરણ ૭ મા બીજા નંબર નો પાઠ હતો ,
  તે દિવસો ની યાદ અપાવી દીધી ,

 19. પિતાની શ્રીમંતાઈ જેવી ઝેરી ગરીબાઈ આ જગતમાં બીજી એકેય નથી.’ વાહ ! શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય લેખ એટલે જ્ઞાન સાથે ગમ્મત.

 20. Veena Dave,USA. says:

  philosophy behind his humor… always. Great Haasya Kalakar.

 21. JALPA says:

  same thing happened with me whn i was in 2nd standard……

 22. gopal says:

  પિતાની શ્રીમઁતાઈ જેવી.. … આ વાક્ય ખૂબ જ સ્પર્શી ગયુઁ

 23. Vikas Belani says:

  એમની ભાષા ને ગામઠી જ રાખો તો ખરેખર મજા આવશે

 24. girish valand. u.k says:

  ખુબજ સરસ મજા આવિ.

 25. Viren Shah says:

  Advantage of being Adult is that you can get everything you want in life, you have control over your life compared to kids.

 26. shruti maru says:

  Shabuddinbhai is good philosofher. i am always read it’s artical.

 27. Nilesh says:

  સરસ લેખ પણ “મોટી ઉંમરે પરણનારના લગ્નજીવન સફળ નીવડે છે.” – આ વાત જચી નહીં.

  લગ્નજીવન સફળ થવા માટે ઘણાં પરિબળો જવાબદાર છે પણ જેમ ઉમંર મોટી તેમ વ્યક્તિનાં વિચારો, ગમા / અણગમા વધુ જડ થઈ જાય એટલે યુવાન વયે લગ્ન થાય એ ઉત્તમ.

 28. Nirlep Bhatt says:

  Shahbuddinbhai, hats off to unice article…..at last, catchy quote made it more meaningful…

 29. Chirag Thakkar says:

  ખૂબ સરસ.

 30. shivani pathak says:

  great article!Sahbuddin Rathod is thats why great because he has reality hidden behind his humour and he always presents a messege through his story.I feel so happy to read this article .I also thank my parents who has taught me to be happy to see whatever life provides.

 31. ckpatel says:

  આ લેખનો “પાઠ” તરીકે ગુજરાત શિક્ષણ બૉર્ડ દ્વારા કોઈ એક ધોરણમાં સમાવેશ પણ કરવામા આવ્યો છે.

  to aava article ne ahiya mukvani koi jarur nathi
  aava mahan lokoni vartao game tyathi pustak ne rupe pan mali ave chhe ahiya to navodito ne j tak malvi joie….

 32. kamal dasondi says:

  rathodsaheb = laughter

 33. dr.anil raval says:

  enjoyed.in vadhvan at mochishal i have experinced the delay. you always tell the facts of life in an humours style. the tragedy of havenots is experincend by me. but it gave me the courage to face the reality.

 34. gohil shaktisinh says:

  i m a great fan of sahabbudin rathod …..and because of such great narration
  may god bless him and give him good health so he can write more and more….

 35. Amit says:

  વાહ રાઠોડ સાહેબ, વાહ ! HATS OFF to you ! ! !

 36. Johnson Christian says:

  મે આજ સુધિ શહ્બુદ્દિન સાહેબના ફક્ત હાસ્યરસ નો જ લહાવો લિધો હોવાથિ તેમના આ લેખમા ચ્હ્હુપાએલ કરુણ રસ ખુબ પ્રભાવશારિ રહ્યો, વાચિને વધુ પ્રભવિત થયો, વદોદરામા પ્રોગ્રામ આપવા આવ્યા હતા ત્યારે હુ તેમનો ઓતોગ્રાફ લેતો હતો તે પ્રસન્ગ્ નજર સમક્શ આવિ ગયો, એ પાસ્ મે હજુ સુધિ સાચવિ રાખેલ છે.

  આભાર સહ્
  જ્હોન્સન ક્રિશ્ચિયન્

 37. nayan panchal says:

  તદ્દન સાધારણ વસ્તુ હોય, પણ તે મેળવવી જો અશક્ય બની જાય તો તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

  એકદમ સાચી વાત છે. એટલે જ તો ક્યારેક કકડીને ભૂખ લાગી હોય ત્યારે ગમે તે ભોજન પણ પકવાન લાગે છે.

  આભાર્,

  નયન

 38. sachin says:

  greattttttttttt…………………..

 39. viral says:

  વાહ શાહ્બુદ્દિનભાઇ મોજ આવી ગઇ

 40. Bhargav says:

  words r not enough to describe how claverly the truth of life has been told.

 41. rajnish says:

  વાહ શાહ્બુદ્દિનભાઇ મોજ આવી ગઇ આવા જ લેખ મોકલતા રહેસો.

 42. Vishal Jani says:

  વાહ મામા વાહ –

 43. Bihag Raval says:

  વાહ રાઠોડ સાહેબ … મજા આવિ ગઈ …

 44. Harshad Patel says:

  Enjoyed the article. Very nice!

 45. વહ સહ્બુદ્દિન ભૈ વહવજ બોધ્દયક લેખ અપત રહેશો અજ્ન બચ્હઓનિ ઘનિ જરુરત ચે નહિતો તેઓ પોતનિ ગિદ્ગિમ કૈ પન નહિબનવિ સકે અત્લેઅસ્ત તેઓ ને ખયલ અવસે કે બપએ કેત્લિ મહેનત લિદિચે અને તેઓ સોચે અને બે પૈસ તેનિ ઓવલદ મતે બનવે સક્સે ખુદ તમને તન્દુરસ્તિ અપે અને અમે તમર લેખો વન્ચ્ત રહિએ મરિ મુલકત પચેક વર્સ પહેલ દેલ્લસ તેક્ષસ મ એક સન્દર ઇસ્મૈલિ સમરન્ભ મ થએલિ લખૈ

 46. mukesh Thakkar says:

  very nice article

 47. ખૂબ જ સરસ. આ પાઠ ધોરણ ૭ ના ગુજરાતી ના પાઠ્યપુસ્તકમાં આવતો.

 48. deven patel says:

  દુદામામાનુ પાત્ર સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.