આજે વિરામ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

કેટલાક લેખોની સમીક્ષા, સંપાદન તેમજ લેખનનું કાર્ય ચાલી રહ્યું હોઈ આજે વિરામ લઈશું. આથી, આજના બે લેખો પ્રકાશિત થઈ શકશે નહિ. આવતીકાલથી રાબેતા મુજબ આપણે નવા લેખો માણીશું. ત્યાં સુધી અગાઉ પ્રકાશિત થયેલા લેખો વાંચવા માટે આપ અનુક્રમણિકા નો ઉપયોગ કરી શકો છો. સર્વ લેખક-વાચકમિત્રોના સહકાર માટે અગત્યના મુદ્દાઓ :

[1] લેખકોને નમ્ર વિનંતી કે તેઓ નવલકથા અથવા કોઈ પણ પ્રકારના સળંગ-ધારાવાહી પુસ્તકો ન મોકલે. રીડગુજરાતીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને ટૂંકી વાર્તાઓ, પ્રવાસવર્ણનો, બાળવાર્તાઓ કે સંક્ષિપ્ત ગદ્ય-પદ્ય સાહિત્ય મોકલવા વિનંતી. આપના પુસ્તક સાથે આપનો ફોન નંબર અને શક્ય હોય તો ઈ-મેઈલ સરનામું મોકલવા વિનંતી.

[2] વાચકોને નમ્ર વિનંતી કે પોતાનો પ્રતિભાવ લેખના સંદર્ભમાં લખવાનો આગ્રહ રાખે. કોઈ પણ લેખના પ્રત્યેક પ્રતિભાવનો વારંવાર જવાબ ન આપતાં પોતાના મૌલિક વિચારો ટૂંકમાં રજૂ કરે. લેખને અનુરૂપ માહિતી કે સંદર્ભ માટે વેબલીન્ક જરૂરથી આપે પરંતુ ફક્ત વ્યક્તિગત વેબસાઈટની જાહેરાત માટે પ્રતિભાવ વિભાગનો ઉપયોગ કૃપયા ન કરવો.

[3] આપનો પ્રતિભાવ લેખના વિષયને અનુરૂપ હોય તે ઈચ્છનિય છે. ચર્ચા, કે વિવાદના વિષયોને દૂર રાખીને આપણે આ માધ્યમનો સંવાદ માટે ઉપયોગ કરીએ.

[4] નવોદિત સર્જકો એ પોતાની કૃતિ પ્રકાશિત થયા પછી અન્ય નવી રચનાઓ આશરે એકાદ મહિનાની સમય અવધિ પછીથી મોકલવા વિનંતી. અન્ય સોફટવેરમાં ટાઈપ થયેલી કૃતિ સાથે જરૂરી ફોન્ટ એટેચમેન્ટ થી મોકલવા.

લિ.
તંત્રી, રીડગુજરાતી
મૃગેશ શાહ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક રોમાંચક સફર – મૃગેશ શાહ
સામે કિનારે – મનહર મોદી Next »   

10 પ્રતિભાવો : આજે વિરામ – તંત્રી

 1. મૃગેશભાઈ,
  ગિરના પ્રવાસ પછી આપને ખરેખર આરામની / વિરામની જરૂર હતી!
  આપને આ વિરામ મુબારક. આયુર્વેદમાં પણ કહેવાયુ છે કે આરામ ક્યારેક દવાનું કામ કરે છે.
  તો મળીએ પાછા આવતી કાલે.

 2. VANLILA says:

  MRUGESHBHAI

  IF SOME ONE LIKE TO WRITE SOMETHING HOW THEY CAN SEND YOU .PLESE ADVICE ME MY E-MAIL ADDRESS IS
  vchauhan@gmail.com

  THANKS
  LAST THING I WAS UNABLE TO WRITE IN GUJARATI.
  SORRY THIS IS NOT COMENTS
  VANLILA

 3. Editor says:

  લેખો મોકલવા માટે કૃપયા આ વિભાગમાં અપાયેલી માહિતી જોઈ જવા વિનંતી :

  http://www.readgujarati.com/support

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.