સામે કિનારે – મનહર મોદી

કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ને કારણ પૂછું છું તો કપડાં નિતારે.

તમે કાલ રાત્રે જે સપનાં ઉઘાડ્યાં
એ હમણાં બતાવું કે કાલે સવારે ?

અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું
કે પડછાયો મારો છે સામે કિનારે.

ઘણી વાર એમ જ ગગનમાં જઉં છું
મને ચાંદ પોતાના ઘરમાં ઉતારે

હવે ઊંઘ આવે તો દરિયાઓ ઢોળું
ભલી આંખ મારા જ જેવું વિચારે.

અહીં રમ્ય ખુશ્બો અને કંટકો છે
એ જાણીને જે કોઈ આવે, પધારે.

સમય હોય ડંકા તો ચાલો વગાડો
અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આજે વિરામ – તંત્રી
મણ મણના ભારના… – મકરન્દ દવે Next »   

16 પ્રતિભાવો : સામે કિનારે – મનહર મોદી

 1. સમય હોય ડંકા તો ચાલો વગાડો
  અમે જોઈએ બાર વાગે છે ક્યારે ?

  આ સુંદર રચના વાંચીને ખુબ આનંદ થયો. આભાર !

 2. C’est un vrai délice de lire ce beau gazal bien rythmé
  Merci
  TRanslate
  It is true one delight to read this nice and well regulated gazal
  Thanks

 3. pragnaju says:

  અહીં ક્યારનો એમ બેસી રહ્યો છું
  કે પડછાયો મારો છે સામે કિનારે.
  વાહ્
  હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળે પડછાયો !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.