મણ મણના ભારના… – મકરન્દ દવે

મણ મણના ભારના મણિકા બનાવું
ને પહેરી લઉં ફૂલ જેમ માળા.
તનના બોજા ને કાંઈ મનના સોજા ને
કાંઈ કેટલાય ગાંસડા બાંધ્યા
પળમાં એ પરપોટા થઈને તરે જો
ભાઈ, સુરતાના તાર જરા સાંધ્યા
દુનિયાના ખેલ બધા ખાલી લાગે ને
માંહી જામે હરિની રંગશાળા…. મણ મણના…

ક્યાં રે જવું ને હવે કેમ જવું છૂટ્યું
ને મોકળી દિશાઓ ગઈ ખૂલી,
શું રે થાશે ને શું નંઈ એમાં ચોકડીને,
એકડાને પારણે ઝૂલી,
રથમાં ચડીને જાઉં રણઝણતા મારગે
કે રણમાં સિધાવું પગપાળા…. મણ મણના….

મારું ન કાંઈ એની મોજ કેવી મોટી ?
ને રાખ્યું ન કાંઈ એ જ મૂડી,
આ રે મારગડે ચેત્યા એણે તો બધે
જંજાળો નાખી સહુ ઝૂડી,
સાચો આ રંગ અને સાચો આ સંગ
બાકી બીજા ઉચાટના ઉચાળા.. મણ મણના…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સામે કિનારે – મનહર મોદી
જીવન પર પ્રભાવ પાડનારાં – મધુસૂદન કાપડિયા Next »   

8 પ્રતિભાવો : મણ મણના ભારના… – મકરન્દ દવે

 1. ક્યાં રે જવું ને હવે કેમ જવું છૂટ્યું
  ને મોકળી દિશાઓ ગઈ ખૂલી,….

  મકરંદ દવેની રચના એટલે આગળ કંઈ કહેવાનું રહે જ ક્યાંથી? આભાર મૃગેશભાઈ !

 2. Paresh says:

  મારું ન કાંઈ એની મોજ કેવી મોટી ? ને રાખ્યું ન કાંઈ એ જ મૂડી,
  આ રે મારગડે ચેત્યા એણે તો બધે જંજાળો નાખી સહુ ઝૂડી,
  સાચો આ રંગ અને સાચો આ સંગ બાકી બીજા ઉચાટના ઉચાળા..

  ખૂબ જ સુંદર. જંજાળોને ઝૂડી નાખવાની જ જરૂર છે, ખરુ ને? આભાર

 3. kishore k Maniyar says:

  Makrandbhai ,is a great..great philopher we have ever seen to have lived on our Bhomka after a Narsinh Mehta, the capacity he has , mauj , he has to visulisethat nothing or to keeping nothing or expecting nothing is the only stage where we enjoy more and more as there are no boundries of what is and what not , at this level of thinking he has moved himself to vaikuth only that’s why he says he does not mind wether he goes on Rath or Ran but the Marag che ranzanto .. thanks Makrandbhai ..thanks Read Gujarati ..

 4. pragnaju says:

  આ રે મારગડે ચેત્યા એણે તો બધે
  જંજાળો નાખી સહુ ઝૂડી,
  સાચો આ રંગ અને સાચો આ સંગ
  બાકી બીજા ઉચાટના ઉચાળા.. મણ મણના…
  ખુબ સુંદર

 5. Uday Kapasi says:

  મકરન્દ્ મામા મારા રાહબર અને સહુના રાહબરે જિવન જિવવાનિ અને જિન્દગિ વિશે વિચારવાનિ જે લાક્શણઈકતાથિ અને માર્મિકતાથિ વાત લખિ અને કરિ છે તે પ્રત્યેક માણસે જરુર વિચારવા સમજવા અને આચરણ મા મુકવા જેવિ છે.

 6. ભાવના શુક્લ says:

  સાંઇજીની વાતો જ નિરાળી..

 7. nayan panchal says:

  દુનિયાના ખેલ બધા ખાલી લાગે ને
  માંહી જામે હરિની રંગશાળા..

  મારું ન કાંઈ એની મોજ કેવી મોટી ?
  ને રાખ્યું ન કાંઈ એ જ મૂડી,
  આ રે મારગડે ચેત્યા એણે તો બધે
  જંજાળો નાખી સહુ ઝૂડી,
  સાચો આ રંગ અને સાચો આ સંગ
  બાકી બીજા ઉચાટના ઉચાળા…

  આભાર.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.