ફરસી પૂરી
સામગ્રી :
250 ગ્રામ રવો
250 ગ્રામ મેદો
મોણ માટે ઘી.
હળદર, જીરૂ, મીઠું અને મરી.
તળવા માટે તેલ.
રીત :
સૌ પ્રથમ રવો અને મેદો બંને ભેગા કરવા. થોડું આગળ પડતું ઘીનું મોણ નાખી ને લોટ બરાબર મીક્સ કરવો. હવે તમાં આખું જીરૂ , મીઠું, મરી અને સામાન્ય હળદર નાખવી. આ બધું બરાબર મેળવીને પૂરી જેવો લોટ બાંધવો. આ લોટને બરાબર કેળવવો. લોટના પૂરી જેવા લૂઆ બનાવીને તેની જાડી પૂરી વણવી. આ પૂરી કડક રહે તે માટે તેમાં ચમચી થી કાપા પાડવા. આ રીતે બધી પૂરી વણી લેવી. આ રીતે વણેલી પૂરીને મધ્યમ તાપે તેલમાં તળી આછી ગુલાબી રંગની થાય ત્યારે કાઢી લેવી. આ પૂરી નાસ્તામાં ચા તેમજ કોફી સાથે સરસ લાગે છે. 15 દિવસ સુધી આ પૂરી સારી રહે છે.
Print This Article
·
Save this article As PDF
if possible please give some nice recipies for preparing healthy food with the help of microwave.
koi instant recipies aapso, koi mehmaan achanak aave
tyare banavava. aevo nasto je bahargaam lai java mate je suko na lage pan thodo bhino lage thepala siy no bjo.
Exmo. Sr. Mruguesh Shah
E com mui respeito escrevo esta mensagem para pedir se digne me enviar a receita de preparacao de SOANPAPDI Antecipadamente gratos
de C.Tanna
mozambique
please send biji vangio moklone????ame mokliya to swikarsho?????????
આવી પુરી મને બહુ જ ભાવે છે.
હુ પણ મારી સુરતી વાનગી લખુ છુ ૂ સુરત નો HOT FAVRIOUT
લોચો.
૨ કપ ચણા ની દાળ
૧ કપ અડદ ની દાળ
૧ પૌઆ (બટાકા પૌઆ જેમા થી બને તે)
બને દાળ ૪ કલાક કે તેથી વધુ કલાક આગળ પલાળવી. ત્યાર બાદ બને દાળ crush કરવી medium crush કરવી તેની સાથે ૧ કલાક પલાળેલા પૌઆ સાથે જ crusH કરવા.પછી તૈયાર mixure ને આથો લાવવા મુકવુ. ત્યાર બાદ ઢોકળા ની થાળી મુકવા મા આવે તેવી રીતે તૈયાર mixure મા મીઠુ,આદુ મરચા ની પેસ્ટ નાખવી સ્વાદ મુજબ.પછી થાળી મા mixure વરાળૅ મુકવુ ૧૦ મિનિટ. ત્યારબાદ તેને ગરમા ગરમ પલેટ મા કાઢી તેના પર તેલ અને સહેજ ગરમ મસાલો અને સન્ચળ છાન્ટી સર્વ કરો. તૈયાર છે સુરતી લોચો.
મારી વાનગી મા કઈ ભુલ હોય તો મને મારા e-mail id par kahi shakso.
mari recipie kevi lagi te achuk janav sooo….
shrutimaru1991@rediff.com