- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ફરસી પૂરી

સામગ્રી :

250 ગ્રામ રવો
250 ગ્રામ મેદો
મોણ માટે ઘી.
હળદર, જીરૂ, મીઠું અને મરી.
તળવા માટે તેલ.

રીત :

          સૌ પ્રથમ રવો અને મેદો બંને ભેગા કરવા. થોડું આગળ પડતું ઘીનું  મોણ નાખી ને લોટ બરાબર મીક્સ કરવો. હવે તમાં આખું જીરૂ , મીઠું, મરી અને સામાન્ય હળદર નાખવી. આ બધું બરાબર મેળવીને પૂરી જેવો લોટ બાંધવો. આ લોટને બરાબર કેળવવો. લોટના પૂરી જેવા લૂઆ બનાવીને તેની જાડી પૂરી વણવી. આ પૂરી કડક રહે તે માટે તેમાં ચમચી થી કાપા પાડવા. આ રીતે બધી પૂરી વણી લેવી. આ રીતે વણેલી પૂરીને મધ્યમ તાપે તેલમાં તળી આછી ગુલાબી રંગની થાય ત્યારે કાઢી લેવી. આ પૂરી નાસ્તામાં ચા તેમજ કોફી સાથે સરસ લાગે છે. 15 દિવસ સુધી આ પૂરી સારી રહે છે.