કાવ્ય-રમૂજ – નિર્મિશ ઠાકર

[ ‘એ જ લિખિતંગ…’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com સંપર્ક કરી શકો છો.]

[1] મુગ્ધકો !

[સાભાર પરત]
લાગણીના સાગરે મસ્તી હતી !
હા, કવિ ને કાવ્યની કસ્તી હતી !
લ્યો ‘પરત સાભાર’ થૈ આવી ઘરે !
શું કિલોના ભાવની પસ્તી હતી ?

[રવાડે ચડેલા કવિને !]
કાવ્યને ઘૂંટી ઘણું કાવો કીધો
શબ્દને લૂંટ્યો અરે બાવો કીધો
અર્થનાં વસ્ત્રોય ના છોડ્યાં તમે
ને કવિ હોવા વિશે દાવો કીધો !

[કાવ્ય-સર્જન પ્રક્રિયા]
રચું છું શબ્દનાં જાળાં, વળી તોડ્યા કરું છું હું !
કવિ છું, કાવ્યમાં હાંફ્યો છતાં દોડ્યા કરું છું હું !
નવું કૈં આપવાના કેફમાં છું કોણ જાણે…ને….
કવિતાની હજારો ખાંભીઓ ખોડ્યા કરું છું હું !

[મહાભિનિષ્ક્રમણ]
વિચારોથી લડીને એટલો ત્રાસી ગયો છું હું !
મગજના બારણાંઓ એટલે વાસી ગયો છું હું !
નથી રહેતો હું મારી જાતની સાથેય સંપીને
હવે મારા મહીંથી એટલે નાસી ગયો છું હું !

[કાવ્યપઠન વેળાએ…]
ભરેલી મ્હેફિલોના ખ્યાલમાં છલકાઈ જાઉં છું !
થશે શું હારતોરા ! હોંશથી હરખાઈ જાઉં છું !
કે સાંભળનારને સ્થાને દીસે જ્યાં ખાલી પાથરણાં
રચેલા કાવ્યમાં પાછો ફરી દફનાઈ જાઉં છું !

[મારી કારકિર્દી વિશે !]
લખું છું કેટલું તોયે પુરસ્કૃત હું નથી હોતો !
કરેલાં સર્જનોમાંયે ચમત્કૃત હું નથી હોતો !
બહુ છે ભાંડનારાઓ, અમારા ચાહકો ક્યાં છે ?
અડિખમ છું હજી એથી બહિષ્કૃત હું નથી હોતો !

[વાચકોને]
કહ્યું કોણે ? અરે સાહિત્યથી હું ક્યાં પ્રભાવિત છું ?
ઉછીનાં તેજ ના માગો ! અરે હું ક્યાં પ્રકાશિત છું ?
કે ખડિયામાં રહ્યો છું, તરફડ્યો છું, લડખડ્યો છું હું !
કલમ દ્વારા પરાણે બ્હાર આવ્યો, તો નિરાશ્રિત છું !

[એ જ અભ્યર્થના…]

કાવ્ય દ્વારા જેટલી મસ્તી વધે,
એટલી સાહિત્યમાં પસ્તી વધે !
સૌ કવિ ના થાય એ અભ્યર્થના,
દેશમાં બેફામ છો વસ્તી વધે !
.

[2] મ્હારાં High-કુ

[મુઝવણ]
પહેલવાન
પાડોશી ! કોણ કહે…
‘છાપાં દે પાછાં !’

[શિખામણ]
ઘરે હો નાર
તો હે નર ! ફરજે
તું ઘર બ્હાર !

[સરકાર]
‘સર’ ને ‘કાર’
વડે રે કેવી શોભે
આ સરકાર !

[હાઉસિંગ બોર્ડનાં ફલેટ]
ઉપરવાળાં
ખાંડે મરચાં, નીચે
ખરતો ચૂનો

[પેચ લેતાં પહેલાં]
પ્રેમ-પતંગ
બહુ આકાશે, અલ્યા…
કયો છે મારો ?

[ચેતવણી]
કહે છે કાળ
નાર એક, બે બાળ
પછી જંજાળ !
.

[3] જૂના જોડકણાં-નવો ઘાટ

અધમૂઓ છું, ક્યારેક પૂરો મારજો,
મ્હેમાનો ઓ વ્હાલાં પુન: પધારજો !
******

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી અરે !
છે મુરતિયો કોઈ ? ક્યાં જૈને હવે પધરાવવી ?
******

માંડ છૂટેલો અરે ભૂગોળથી
ને…ચરણ ચોંટી ગયા ઈતિહાસમાં !
******

કહી દો નેતાઓને ઓટ થઈ ભાગીશ હું
કે મારો વોટ જોઈને કિનારે ઘર બનાવે છે !
******

’લ્યા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી ! એમાં ડૂબકી દઈને રોજ ખેલ્યા કરો છો ?
******

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જો હું એમની આંખો બનું તો… ? – અવંતિકા ગુણવંત
રંગોત્સવ-2009 – સંકલિત Next »   

24 પ્રતિભાવો : કાવ્ય-રમૂજ – નિર્મિશ ઠાકર

  1. Soham says:

    હા હા હા હા
    નિર્મિશભાઈ નું કહેવુ જ ન પડે…. એકદમ ઉત્તમ રચના.. અને હાસ્ય સભર્.. સવાર સવાર માં મજા પડી ગઈ…

    અધમૂઓ છું, ક્યારેક પૂરો મારજો,
    મ્હેમાનો ઓ વ્હાલાં પુન: પધારજો !

    ઘણી વાર અવા મહેમાનો આપણ ને ખરેખર અધમઆ કરી નાખે છે…..

    મજા પડી ગઈ….

  2. નિર્મિશભાઈ ની રચના હોય અને વાંચવાની મજા ન પડે એવું તો ન જ બને….

    ખૂબ સરસ, એકે એક રચના સુંદર અને મજેદાર…..

  3. Parul T says:

    મજા પડી

  4. Maharshi says:

    નિર્મિશભઇની શૌલિે એકદમ નિરાળી છે… ખુબ સરસ….

  5. Kanchanamrut Hingrajia says:

    ખરેખર આજના બન્ને લેખોએ હોળીને હળવીફુલ બનાવી દીધી !
    સૌ રસોમાં હાસ્યરસ શ્રેશ્ઠરસ. જેણે માણ્યો તેણે ભવને ઉજાળ્યો.

  6. Veena Dave,USA. says:

    good.

  7. khyati says:

    ખુબ જ સરસ! મજા આવી ગઇ.

  8. Paresh says:

    નિર્મિશભાઈ બહુમુખી પ્રતિભા છે. તમામ પાસાઓમાં ખીલવાની શક્તિ છે. આભાર

  9. કુણાલ says:

    😀 . મજાનું … !!

  10. nayan panchal says:

    Tu mere dil mein aise samaayi hai
    Jaise baajre ke khet mein bhains ghus aayi hai …

    Lohe ko Loha kat ta hai …
    Sone Ko Sona Kat ta hai…
    Jaher ko Jaher kat ta hai…
    Isliye apko Kutta katega

    મજા આવી ગઈ, આભાર.

  11. ankit desai says:

    વાહ વાહ…….

  12. piyush pandhi says:

    ખુબજ મઝાા આવ્ી ગઇ.

  13. મયુર says:

    વાહ વાહ…….
    ખુબ જ સરસ! મજા આવી ગઇ.

  14. Dholakia Angel says:

    Nirmishbhai…!!!????
    Aatlu saras lakhay?
    really its my pleasure to read your creation.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.