રંગોત્સવ-2009 – સંકલિત
[ રીડગુજરાતીના સર્વ વાચકમિત્રોને હોળી-ધૂળેટીના તહેવારની શુભકામનાઓ. આનંદ-ઉત્સવ, ધમાલ-મસ્તીના આ પર્વમાં ચલો થોડું હાસ્યના રંગે રંગાઈ લઈએ….]
બાપુએ છાપામાં વાંચ્યું : ‘કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…’
આ વાંચીને બાપુ બોલ્યા : ‘ઈ બાઈ બવ જબરી લાગે છે !’
*********
ભિખારી : બેન, ખાવાનું આલો !
મણિબેન : આ બાજુવાળા બેને તો કંઈ આપ્યુંને ?
ભિખારી : હા, બુન
મણિબેન : તો લે આ દવા. એમની રસોઈ ખાઈને લઈ જજે.
*********
કાકા : ડૉક્ટરસાહેબ, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરે છે.
ડૉક્ટર : એ વહેમ નથી, તમારું આગલું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉન્ડર તમારો પીછો કરે છે !
*********
એક ભિખારી એક કાકા પાસે આવીને કહે છે : કાકા, કાકા, બસ એક રૂપિયાનો સવાલ છે….
કાકા કહે છે : ‘જા પેલા ગણિતના સરને પૂછ !’
*********
રંગે કાળા અને વાળે ધોળા એવા બિરજુ પ્રસાદ યાદવ પશુપાલન ખાતાના મંત્રી થયા એની ખુશીમાં પોતે અડધો ડઝન ભેંસો વચ્ચે ઊભા રહીને ફોટો પડાવ્યો.
બીજે દિવસે છાપામાં ફોટો છપાયો. નીચે લખેલું : ‘નવા પશુપાલન મંત્રી, તસ્વીરમાં ડાબેથી ચોથા !’
**********
સંતા : વકીલસાહેબ, તમારી ફી કેટલી છે ?’
વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000/-
સંતા : સાહેબ, બહુ ન કહેવાય ?
વકીલ : હા, હવે છેલ્લો પ્રશ્ન પૂછી લો !
*********
ડૉક્ટર અને વકીલ બંને એક છોકરીને પ્રેમ કરતા હતા. વકીલે છોકરીને રોજ સફરજન આપવાનું શરૂ કર્યું. ડૉક્ટરે પૂછ્યું : ‘કેમ રોજ સફરજન આપો છો ?’
વકીલ : ‘એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે !’
*********
સવાલ : દુનિયામાં પ્રથમ વાર પ્રેમની શોધ ક્યા દેશમાં થઈ હશે ?
જવાબ : ચીનમાં. કારણ કે એટલે જ તો પ્રેમમાં વોરંટી જેવું કશું હોતું નથી !
*********
વકીલ : ‘તલ્લાક કરવાના રૂ. 10,000 થશે.’
પતિ : ‘પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 જ થયેલા અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : ‘જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?’
*********
પિતા (ગુસ્સે થઈને) : ‘કાલે રાત્રે તુ ક્યાં હતો ?’
પુત્ર : ‘થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.’
પિતા : ‘ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !’
*********
શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કે જેમાં અઠવાડિયાના દરેક વાર વિશે થોડું લખજે.
રમેશે લખ્યું : ‘સોમવારે મા મામાને ઘેર ગઈ હતી ત્યારે પિતાથી એટલો શીરો બનાવાઈ ગયો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ સુધી ચાલ્યો !’
*********
એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું: ‘યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે, છતાં તમે મને લેટર કેમ મોકલ્યો ?’
સંતા કહે છે: ‘યાર ક્યા કરું ? મૈંને આપ કો ફોન લગાયા તો અંદર સે કીસીને બોલા, પ્લીઝ ટ્રાય લેટર !’
********
શેઠ : ‘તમે કોઈને કોઈ બહાનું બતાવી રજાઓ લીધા કરો છો. પહેલાં તમારાં સાસુ મરી ગયાં, પછી દીકરી માંદી પડી, એ પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી… બોલો, હવે શાને માટે રજા જોઈએ છે ?’
કર્મચારી : ‘સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.’
********
મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ થયા કરો છો તેમ જીવનમાં નિષ્ફળ છો જ નહિ.
દર્દી : ‘સાચું કહો છો સાહેબ, તમારી ફી ભરી શકનાર નિષ્ફળ હોય જ ક્યાંથી ?’
********
‘તુ મને ચાહે છે ?’
‘ખૂબ જ.’
‘મારે માટે જિંદગી પણ કુરબાન કરી દઈશ ?’
‘હા જરૂર. પણ પછી તને ચાહશે કોણ ?’
*********
ધીરુભાઈ : હેલો હું ધીરું બોલું છું…ધીરુ…
કાકા : કોણ બોલે છે ? કાંઈ સંભળાતું નથી…
ધીરુભાઈ : હું ધીરુ બોલું છું…ધીરુ…ધીરુ….
કાકા : જખ મારવાને ધીરુ બોલે છે. જરા જોરથી બોલને….
**********
ગટ્ટુ પોલીસસ્ટેશન ગયો ફરિયાદ નોંધાવા માટે.
ગટ્ટુ : કોઈ મને ફોન પર ધમકાવે છે.
પોલીસ : કોણ ?
ગટ્ટુ : ટેલીફોન વાળા. મને કહે છે કે બિલ ના ભર્યું ને તો કાપી નાખીશું.
**********
મગન એના મિત્રનો નંબર મોબાઈલમાં સેવ કરતો હતો. વજેસિંગબાપુ જોતા હતા.
વજેસિંગબાપુ : અલ્યા શું કરે છે ?
મગન : સેવ કરું છું
વજેસિંગબાપુ : અઢીસો ગ્રામ મારીય કરજે ભેગાભેગી.
***********
મનુએ પોતાના મિત્ર રાહુલને કહ્યું : રાહુલ, મારા મામા મોટા ચિત્રકાર છે. એ ફક્ત પોતાના બ્રશને એક ઈશારો કરે તો હસતા માણસનું ચિત્ર રડતા માણસમાં ફેરવાઈ જાય છે.
રાહુલે કહ્યું : એ કંઈ ખાસ ખૂબી ન કહેવાય ! મારી મમ્મી આવું કામ એક ઝાડુ વડે પણ કરી શકે છે.
**********
એક દિવસ એક ભિખારીએ ગેંડાલાલ સામે બે વાડકા મૂકી દીધા. ગેંડાલાલે વાડકામાં સિક્કો નાખતાં ભિખારીને પૂછ્યું, ‘બીજો વાડકો શું કામ મૂક્યો છે ?’
‘આ મારી કંપનીની બીજી બ્રાન્ચ છે !’ ભિખારીએ ખુલાસો કર્યો.
***********
Print This Article
·
Save this article As PDF
આ મણિબેને તો ભારે કરી..
મને તો..મણિબેન અમદાવાદી હોવાનો વ્હેમ પડે છે.
વાહ! બાપુ, વાહ! બાપુએ તો ભારે કરી, કમળાને કમળાબેન સમજી બેઠા!
સરસ જોક્સ. મજા પડી.
સર્વેને હોળી-ધૂળેટીની શુભેચ્છા…
ખૂબ સરસ….
ઘણા વખતે ખૂબ હસ્યા …..
હોળી મુબારક ….
ખૂબ સરસ હોળી સ્પેશિયલ છે.
Tuchakaae rang raakhyo! Happy Holi.
હાસ્યમેવ જયતે!!
સર્વ મિત્રોને રંગોની રેલમ છેલમ મુબારક!!
સર્વના જીવનમાં હાસ્યના રંગો છલકતા રહે એવી શુભકામનાઓ….
Aap sau ne holi mubarak….
Wish you all a happy and colorful HOLI……
યા દેવિ સર્વભૂતેષુ હાસ્ય રુપેણ સંસ્મિતા….!
ખુબ મઝા આવિ.
really very good jokes. high appreciation for readgujarati organisers . thanks . upendra.
સવારમા મજા આવી ગઈ.
thnks kinjal shah u have a happy holly too…..
આ જોકેસ વન્ચિ ને મજા આવિ ગયિ હો, સરસ્
અભિનન્દન્ ખુબ સરસ બ્લોગ લોન્ચ કરવા બાબત,
હોલિ મુબારક!!!!!!!!!!!!!……
😀 😀 વાહ .. મજાના ટૂચકાઓ.. !!
બધાં ને હોળી-ધૂળેટીની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ…
ટૂચકા વાંચીને મઝા પડી ગઈ. શ્રી મૃગેશભાઈ, તમામ સાહિત્યકારો અને તમામ વંચકમિત્રોને હોળીની રંગીન શુભેચ્છાઓ.
મજા આવી ગઈ.
નયન
બવ માઝા આઈવી હો કે! 😀 😀 happy be-lated Holiii to everyoneee 🙂 😀
મજા આવિ….ફ્રેશ જોકસ…તાજઆ….હસગુલા…..
મજા આવી ગયી.
વિજય્
ઃ)
આ જોકસ પહેલિ વખત સામ્ભર્યા… મજા આવિ…
બાપુ એ તો ભાર્યે કરી હો !!!! સૌરાષ્ટ્રના બાપુઓના પણ આવા ઘણા જોક્સ છે ક્યાંય થી મેળ પડે તો ગોતીને છાપજો, મજો આવી જાહે !!
When I give my “PRATIBHAV” I write in detail.I see a list of “PRATIBHAVAK”and no,of PRATIBHAV.In the list MR.NAYAN PANCHAL stands no.1.Congratulation to him for that but is it worthwhile to write “BAHU MAJA AVI GAI.?Don’t think I am concerned about you being no.1 and not against you not envy of you but give some constructive comments and acceptable suggestion alongwith your PRATIBHAV.In the past you might have given good comments but please dont try to remain no.1 just commenting as above.MARA SAHEB MANE PET MA NATHI DUKHTU but I appreciate your profound love for GUJARATI LANGUAGE as you spare so much time to read and write comment.I don’t know your age can you tell me?or we can chat also.My e-mail ID sureshptrivedi@yahoo.com
વાહ ખુબ સરસ જોક્શ વાચવા નિ મઝા પદિ
બાપુ જલ્સો પદેી ગયો.
wah bahu j maja aavi jok vachi ne bas aava ne aava nava jok madta rahe to savare chah pivani moj padi jay ………hu rah jois nava nava jokni…..aabhar mara parivar taraf thi….hu ne mara pati bhuj hasiya aabhar amne hasava mate…..
very good
Having fun full day…
ખૂબ મજા આવી.
ek vakhat ek Gujarati ane ek American bew ek khetar ma gaya pachi Gujarati bolyo:aa juo talv to
american bolyo:wow gujarati:wow nahi talav very nice especially new
આભાર !
ખરેખર આપે અને આપની ટીમે સારી મહેનત કરી છે.
અભિન્દ્ન
ઈક્બાલ ધાનાણી-સુરત.
મજા પડી ગઇ.
વાહ વાહ્…..
too good, keep it up
ARE VAH MAJA PADI HAI
અરે વાહ શુ જોક છે! બહુ જ મઝા આવિ ગઇ….
બહુ ટાઇમ બાદ નવા જોકસ વાન્ચયા અને ખુબ હસ્યોૂ
MAJJJJJJJJJJJJA AAAAAAAAVVVVVVVVVVI GAYYYYYYYYYYIIIIIII
just excellent
nothing else
સવાલ : દુનિયામાં પ્રથમ વાર પ્રેમની શોધ ક્યા દેશમાં થઈ હશે ?
જવાબ :ચીનમાં. કારણ કે એટલે જ તો પ્રેમમાં વોરંટી જેવું કશું હોતું નથી !
સરસ જોક્સ
very good
just loved it.
keep it up