અત્તરિયાને – બાલમુકુન્દ દવે

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ;
દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
છોગાની ખોટ ખમી લીજીએ.

ઊભે બજાર લોક આવે હજાર, એની
ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ, ને એના
ઉરની આરતને પ્રીછીએ;
માછીડો ગલ જેમ નાખે છે જલ, એમ
નજરુંની ડૂબકી દીજીએ

આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને એવો
ફાયો સવાયો કરી દીજીએ;
રૂંવે-રૂંવે સૌરભની લેર્યું લહેરાય, એવાં
ઘટડામાં ઘેન ભરી દીજીએ.

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મળવા જેવાં માણસ : કવિ દાદ – પ્રણવ ત્રિવેદી
વાંક કોનો ? – આશીતા ઝવેરી Next »   

11 પ્રતિભાવો : અત્તરિયાને – બાલમુકુન્દ દવે

 1. PAMAKA says:

  વાહ્
  દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
  છોગાની ખોટ ખમી લીજીએ.

 2. Jignesh says:

  we had this poem in school I don’t know which class but one of best poem

  Thank you

 3. rutvi says:

  આ પણ અમને ભણવા મા આવી હતી
  આની પહેલા લેખમા કહુ એમ , આવી કવિતા ઓ જિવનઘડતર કરે છે ,
  તેનામાટે twinkle twinkle little star શીખવવાની કોઇજરુર નથી ,
  જીવનઘડતર માટે માત્રુભાષા થી વધારે સારુ બીજુ કઇ જ નહી

 4. Soham says:

  ખુબ જ સરસ.
  મને પણ યાદ છે કે અમે આ કવિતા ભણતા હતા…
  એ વખતે એટલી બધી ખબર નહોતી પડતી પણ હવે થાય છે કે એ કવિતાઓ કેટલી સુંદર અને બોધકારક હતી…

  મજા તો આવી જ જાય છે.. એ હવે કાંઈ કહેવાની જરુર નથી…

 5. nayan panchal says:

  દિલની દિલાવરીનો કરીએ વેપાર, ભલે
  છોગાની ખોટ ખમી લીજીએ.

  શાળાના દિવસોની યાદ તાજી થઈ ગઈ.

  આભાર.

  નયન

 6. Pradipsinh says:

  Maja padi

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.