બે બાળવાર્તાઓ – સંકલિત
[1] પક્ષીની કુરબાની – યશવંત કડીકર
એક નદી હતી. નદીકિનારે એક ઝાડ હતું. ઝાડ ખૂબ જ મોટું અને ઘટાદાર હતું. ઝાડ પર ઘણાં પક્ષીઓએ પોતાના માળા બનાવ્યા હતા. માળાઓમાં બધાં પક્ષીઓનાં નાનાં-નાનાં બચ્ચાં હતાં, જે હમણાં જ ઈંડામાંથી બહાર આવ્યાં હતાં. હજુ એમને પાંખો પણ ફૂટી ન હતી. આ નાનાં બચ્ચાં ચૂં-ચૂં કરતાં રહેતાં કે સૂતાં રહેતાં. ક્યારેક ટ્રક કે કારનો અવાજ સાંભળીને નાનાં બચ્ચાં ડરી જતાં ત્યારે એમની માતા એમને પોતાની પાંખો નીચે સંતાડી દેતી, જેથી એમને ડર ના લાગે અને મજાથી સૂતાં રહી શકે.
આ પક્ષી માતાઓને દાણા ચણવા માટે નદીકિનારે વસેલી કોલોનીઓના ઘરના છાપરા પર કે આંગણામાં જવું પડતું. હવે નદીના કિનારે રમતનાં મેદાનો તો રહ્યાં ન હતાં. ખેડૂતોની જમીન સરકારે ખરીદી લીધી હતી અને નદીકિનારા પરની જમીન પર કૉલોનીઓ બની ગઈ હતી. નદીનું પાણી તો લોકોએ એમાં કચરો ફેંકીને ગંદું કરી નાખ્યું હતું. એટલે પક્ષી માતા પોતાનાં બચ્ચાંને સુવડાવીને ખોરાકની શોધમાં ઊડતી હતી.
અચાનક એક દિવસ ક્યાંકથી એક સાપ આવી ગયો. તે ઝાડ પર ચઢીને પક્ષીઓનાં સૂતેલાં બચ્ચાંને ખાઈ ગયો. પક્ષીઓ બિચારાં ખૂબ રડ્યાં. બીજા દિવસે જ્યારે બધાં પક્ષીઓ દાણાની શોધમાં ગયાં હતાં ત્યારે સાપ બીજા એક પક્ષીનાં બચ્ચાં ખાઈ ગયો. સાપ રોજ આવું કરવા લાગ્યો. પક્ષીઓ રોતાં-કકળતાં રહેતાં. પક્ષીઓની રાણીએ કહ્યું, ‘જો આમ જ બનતું રહેશે તો આપણે આપણાં બચ્ચાં ગુમાવી બેસીશું. બચ્ચાંને ઊડવાનો સમય આવી રહ્યો છે.’
‘પણ આપણે શું કરી શકીએ અને સાપ આવે છે પણ ત્યારે જ્યારે આપણે બધાં દાણાની શોધમાં ગયાં હોઈએ છીએ.’ એક પક્ષીએ કહ્યું.
‘બહેનો, આમ બેસી રહેવાથી શું થશે. આપણે આપણાં બચ્ચાંને હોશિયાર બનાવવા પડશે.’ એક બીજા પક્ષીએ સૂચન કર્યું.
‘પણ બહેનો, બચ્ચાં હજુ નાનાં છે. ઊડવાનું પણ નથી શીખ્યાં.’ રાણી પક્ષીએ જવાબ આપ્યો. તે ઉદાસ બનીને બેસી ગઈ. બધાં ખૂબ જ ચિંતાતુર હતાં. સાપનો સામનો તો થાય એમ નથી અને ખોરાકની શોધમાં તો જવું પડે છે.
બીજે દિવસે સવારે બધાં પક્ષીઓ ખોરાકની શોધમાં ઊપડી ગયાં, પરંતુ સોનું નામનું પક્ષી ના ગયું. તે પોતાના માળામાં બેસીને કંઈક વિચારી રહ્યું હતું. એનાં બચ્ચાં તો સાપ સૌથી પહેલાં ખાઈ ગયો હતો. તે ચુપચાપ માળામાં બેસી રડી રહ્યું હતું, પરંતુ આજ એના મગજમાં કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. થોડી વાર પછી સાપ ઝાડ પર ચઢવા લાગ્યો. સોનું એને જોઈને પોતાના માળામાંથી નીકળી અને સૌથી નીચી ડાળી પર બેસીને એણે ‘ચી-ચી’ કરવા માંડ્યું. સાપ એ ડાળી પર આવી ગયો. સોનું એના પર આગળ સરકી ગઈ. સરકતાં સરકતાં સોનું ડાળીના કિનારા પર શાંત બેસી ગઈ. સાપે જેવું એને ખાવા માટે મોં ખોલ્યું, સોનું નદીમાં કૂદી પડી. સાપ પણ પોતાની જાતને સાચવી ના શક્યો અને નદીમાં જઈ પડ્યો. બન્ને નદીના ઝડપી પ્રવાહમાં વહી ગયાં.
આ રીતે સોનુંએ પોતાનો જીવ આપીને પોતાના સાથી પક્ષીઓનાં બચ્ચાંને બચાવી લીધાં.
.
[2] પારધીનું હૃદયપરિવર્તન – મુંજાલ સોની
દૂરના એક જંગલમાં એક પારધી રહેતો હતો. પ્રાણીઓનો શિકાર કરીને એ પોતાનું અને પોતાના બાળકોનું પેટ ભરતો. એક દિવસ પારધી શિકારની શોધમાં થોડો દૂર નીકળી ગયો અને રાત પડી ગઈ. આજે શિકારના તેના પ્રયાસ સફળ થયા નહોતા. ચપળ પ્રાણીઓ તેને થાપ આપી દેતા હતા. એ આમતેમ ભટકતો હતો ત્યાં તળાવના કિનારે એક સુંદર હરણ પર તેની નજર પડી. વાહ ! આ તો બહુ ફક્ક્ડ શિકાર છે. એ તરત ઝાડ પાછળ છૂપાઈ છૂપાઈને આગળ વધવા લાગ્યો અને થોડીવારમાં તો હરણની સામે આવીને ઊભો રહ્યો. પોતાનું તીર-કામઠું તો તૈયાર જ રાખ્યું હતું.
હરણ તો ગભરાઈ ગયું. એને થયું કે બસ હવે એક ક્ષણમાં મોત આવી જશે. એને પોતાનું બચ્ચું યાદ આવ્યું. એણે કહ્યું : ‘શિકારી, જરા થોભી જા. મને મારા ઘરે જઈને બચ્ચાંને મળવાની છૂટ આપ. હું તેને મારા મિત્રને ત્યાં મૂકીને થોડીવારમાં પાછો આવીશ. પારધી હસવા લાગ્યો : ‘હું તને છોડું તો મોતના મુખમાં તું પાછો આવે ?’
‘હા, હું તને વચન આપું છું.’
પારધીને રસ પડ્યો. એણે કહ્યું : ‘ભલે, તું જઈને આવ હું અહીં જ તારી રાહ જોઉં છું.’
હરણ તો ઘરે પહોંચ્યું ને પોતાના બચ્ચાને ખૂબ વ્હાલ કર્યું. બધી વાત કહી એટલે બચ્ચાએ કહ્યું : ‘હવે પાછા જવાય નહીં.’ હરણે કહ્યું : ‘ના, મેં તેને વચન આપ્યું છે. પાછા તો જવું જ પડશે.’ બન્ને રડ્યા પછી હરણ પોતાના બચ્ચાને એક મિત્રને ત્યાં મૂકી આવ્યું અને તરત પારધી પાસે આવીને ઊભું. પારધીને તો વિશ્વાસ ન આવ્યો કે હરણ મરવા માટે પાછું આવ્યું. તેણે કહ્યું, ‘તું ગજબ છે. તારી પાસે તક હતી પણ તું પાછો આવ્યો.’
‘હા, તમે મારા પર વિશ્વાસ રાખીને મને છોડ્યો હતો અને મેં પાછા આવવાનું વચન આપ્યું હતું.’
હરણનું વચનપાલન જોઈને પારધીની તો આંખ ઉઘડી ગઈ. એણે કહ્યું : ‘હું તારાથી બહુ પ્રભાવિત થયો છું. જા, હું તને છોડી મૂકું છું.’
હરણે કહ્યું : ‘આજે મને છોડશો પણ કાલે ફરી બીજાને શિકાર બનાવશો.’
પારધીએ કહ્યું : ‘ના, હવેથી હું કોઈનો શિકાર કરીશ નહીં. હું શાકાહારી બની જઈશ અને બીજું કામ કરીશ.’
હરણ તો ખુશ થઈને ચાલ્યું ગયું.
Print This Article
·
Save this article As PDF
ખુબ સરસ … બાળપણ ની યાદ આવી ગઈ 🙂
Thanks a lot!
બાલ વાર્તા ફક્ત બાલકો માતે જ નાથિ
બાળપણ યાદ આવી ગયુ.
પારધીનું હૃદયપરિવર્તન વારતા “સાચાબોલા હરણા” શિર્ષક હેઠળ હજી પણ પાઠ્ય પુસ્તકોમાં ચાલે છે.
ખુબ સરસ લેખ વાચિ ને અનાન્દ થયો
ખૂબ સરસ. પર્યાવરણમાં માનવસર્જીત પ્રદૂષણ અને તેને લીધે માનવેત્તર જીવોને કેવી તકલીફ પડે છે તેને આ રીતે બાળવાર્તામાં વણી લેવામાં આવે તો આવતી પેઢી કદાચ પર્યાવરણનું સારી રીતે જતન કરી શકશે. બાળવાર્તાઓનો મુખ્ય હેતુ જ સમજણ સાથે ગમ્મતનો છે. આભાર
good!!!!!!!!
thank for posting bal-varta………
બંન્ને વાર્તા ખુબ સરસ છે.
પક્ષીની કુરબાની – nice story … but just want to know -સોનું નદીમાં કૂદી પડી. સાપ પણ પોતાની જાતને સાચવી ના શક્યો અને નદીમાં જઈ પડ્યો. બન્ને નદીના ઝડપી પ્રવાહમાં વહી ગયાં.
but જયારે સાપ નદિ મા પદિ ગયૉ તો સૉનૂ તો પક્ષી હતુ. ઉડિ કેમ ના ગયૂ? ??
બાળ વાર્તાઓ વાંચવાની મજા તો જ આવે જો બાળકો જેવા થઈને વાંચીએ તો. ભાવિનભાઈએ પૂછેલો બાળસહજ પ્રશ્ન મને પણ થયો પરંતુ આ પ્રશ્ન ઉઠતાં જ વાર્તાના મર્મની મજા ઓછી થઈ ગઈ.
ખૂબ જ સરસ લેખ.
bOTH STORY VERY NICE
both stories are good and informative for childrens.
બધી જ વ્યક્તિ સબ કોન્શિયસ લેવલ પર બાળકો જ હો છે તેથી હંમેશા બાળવાર્તા વાચવાની ખૂબ જ મજા આવે છે.સરસ વાર્તાઓ !
બોધ આપતી સરસ વારતા. આભાર્.
સરસ વારતા. આભાર.
Both stories are very nice!!!!!!
Thank you!
બહુ સુંદર બાળવાર્તાઓ. હાર્દીક ધન્યવાદ.
બન્ને વાર્તાઓ ખૂબ જ બોધદાયક છે.
ભાવિન અને અંબારામભાઇ,
આ સવાલ આપણને મોટા થયા પછી થાય છે. નાના હોઇએ ત્યારે કદાચ આપણે દરેક વસ્તુને તર્કથી નથી જોતા. શુ લાગે છે?
કલ્પેશભાઈ,
મોટા થયા પછી બાળક જેવું રહેવુ કદાચ શક્ય નથી; એવો મારો અનુભવ છે.બાળક અને મોટેરાઓ વચ્ચે ફરક હોય તો એ છે અહં (EGO) નો. તમારી સાથે સહમત છું.
In a way, children trust everything (OR not distrust things) & when we grow up, we don’t accept new things as it is (without questioning it)
Although, we don’t question our beliefs that we have with us (taught by parents in the childhood). The irony is that we can’t question things when we are children & when we grow/learn, we don’t question things.
Both stories are very nice!!!!!!!!!!!!
nana thi mandi mota tamam ne varta vanchvi khub game 6
અતિ સુન્દર
વાર્તાઓ સારી છે પણ અમુક શબ્દો બાળક માટે અઘરા છે. હ્ર્દયપરિવર્તન જેવા.બાળવાર્તા સરળ હોવી જોઇયે.
નીતિન ભટટ
બન્ને વાર્તાઓ વાંચી. આનંદ થયો અને રસ જાગ્યો એટલે અભીનંદન માટે આ પ્રતીભાવ આપેલ છે.
વાર્તાઓની નીચે થોડાક સવાલ કે પ્રશ્નો હોવા જોઈએ જેથી ઓર વધુ મજા આવે.