યાયાવર ગાન – ધ્રુવ ભટ્ટ

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું
યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેના સરનામાં હોય
એવા વણજાણ્યા નામ છીએ આપણે

હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત
જેમ ધરતીને સાંપડી સુગંધ
આપણો તો કલબલનો એવો પ્રવાસ
જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય
એમ આપણો મુકામ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે….

પાંખમાં ભરીને ચલો આખું આકાશ
કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત
એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાનો હોય નહીં આપણને સાદ
સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભદ્રંભદ્ર : નાતનો જમણવાર – રમણભાઈ નીલકંઠ
એટલામાં રાજી – રમણીક સોમેશ્વર Next »   

14 પ્રતિભાવો : યાયાવર ગાન – ધ્રુવ ભટ્ટ

 1. Kanchanamrut Hingrajia says:

  “માળાનો હોય નહીં આપણને સાદ”સુંદર અભિવ્યક્તિ.

 2. Ambaram K Sanghani says:

  આ કવિતા, અદભુત નવલકથા “તત્વમસિ” ના લેખક ધ્રુવ ભટ્ટ સાહેબની તો નથીને? ધ્રુવ ભટ્ટ સાહેબને સમજવા હોય તો દિલથી વાંચવા પડે.

 3. nayan panchal says:

  એક ફિલ્મગીતની લાઈન યાદ આવી ગઈઃ

  “સૂરજ કો મેં નિગલ ગયા…”

  સુંદર રચના.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.