એટલામાં રાજી – રમણીક સોમેશ્વર

આપણે તો એટલામાં રાજી
આખાયે જંગલમાં રોજ રોજ ફૂટે છે
ક્યાંક એક કૂંપળ તો તાજી
આપણે તો એટલામાં રાજી

એકાદુ પંખી જો ડાળ ઉપર બેસે,
તો થાય, મળ્યું આખું આકાશ
એકાદું ગીત કોઈ મોસમનું ગાય
તો ય રોમ રોમ ઊણી પલાશ
એકાદી લહેરખી જ્યાં પવનની સ્પર્શે
ત્યાં રણઝણતી ઝાલરી વાગી
આપણે તો એટલામાં રાજી

પાણીની એકાદી છાલકમાં હોય કદી
રીમઝીમ રેલાતો મલ્હાર
છાતીમાં નાંગરેલ સપનામાં હોય
કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર
એક એક કૂંપળમાં જંગલ ઊભરાયા
કોઈ પૂછે તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous યાયાવર ગાન – ધ્રુવ ભટ્ટ
વાચકોની કલમે – સંકલિત Next »   

12 પ્રતિભાવો : એટલામાં રાજી – રમણીક સોમેશ્વર

 1. dr sudhakar hathi says:

  to day humanbeing is not setisfied with huge gift s from god but here kavi is happy withaatalama raji

 2. આપણે તો ReadGujarati માં રાજી 🙂

 3. સંતોષી જીવ સદા સુખી…

 4. kumar says:

  there are always two sides,
  as Mr. Vinay mentioned, સંતોષી જીવ સદા સુખી… another one is , If you get satisfied then your progress stops.

  but after all as above said.

  આપણે તો ReadGujarati માં રાજી 🙂

 5. Ambaram K Sanghani says:

  બહુ જ સરસ અને સરળ અર્થવાળી કવિતા.
  જ્યારે આપણે કુદરતના સાનિધ્યમાં હોઇએ ત્યારે મનને કોઇ ઉહાપોહ નથી હોતો. સવાલ સંતોષ કરતાં કુદરત સાથેના સહજીવનનાં આનંદનો છે. કે નહીં?

 6. nayan panchal says:

  સંતોષી નર સદા સુખી.

  સુખતો આપણી ક્ષમતા પર નિર્ભર છે.

  સુંદર રચના.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.