વાચકોની કલમે – સંકલિત

[1] ગુજરાતી – કીર્તિકાન્ત પુરોહિત (વડોદરા)

બર્ફ જેવો કઠણ, વહી શકે છે
હો પવન સામે તો સહી શકે છે
સાત દરિયાના જળ પી જનારો
તું મને ગુજરાતી કહી શકે છે.

[2] ઈશ ક્યાં તું ? – ડૉ. પ્રવિણા પંડ્યા

[ ડૉ. પ્રવિણાબેન જૂનાગઢ ખાતે ઈકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસરની ફરજ બજાવે છે. કાવ્ય સર્જનનો આ તેમનો ઘણા લાંબા સમય બાદનો પ્રથમ પ્રયત્ન છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો pandyapravina@yahoo.com પર સંપર્ક કરી શકો છો.]

મન મારું મુંઝાય અને સામે દેખાયે તું,
લીલા બતાવે તું, પણ હાથ ન આવે કાં ?
દિશા જરૂર દેખાડે પણ પગથી જણાયે ન કાં ?
મનના ઓ મસ્ત જોગિ નજીક આવું ને દૂર જાય કાં ?

હા, જરૂર એવું લાગે છે હવે તારી નજરે ચડે બધું,
દિવસ હવે દૂર નથી તારી કૃપા પ્રસાદના કાં ?
દિવા જેવું દીસવા લાગે નયન બિડાયે ત્યાં.

‘નાની’ હવે નથી ઈશ દૂર જરા તુજ થકી,
દિશા નક્કી નથી, અણસાર જરૂર છે જ,
વાટ જોઈ, રસ્તો કર્યો સાફ, નિજ અશ્રુ થકી,
બસ હવે ઘડી અબઘડી હશે જ અહીં-તહીં.

રહેજે ઊભી દ્વારમાંહી જ, થાકી ના જાતી વળી,
જોજે પાછી પલકો ના બીડી દેતી,
ઈશ તારો નવરો નથી, ટહૂકો દેવા જરી.

[3] ના જડ્યું – રમેશ પટેલ ‘આકાશદીપ’

[રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા માટે શ્રી રમેશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rjpsmv@yahoo.com સંપર્ક કરી શકો છો.]

આભ જેવું ઊંચેરું કોઈ ના મળ્યું
મન જેવું ઊંડેરું કોઈ ના જડ્યું

પુષ્પ જેવું રુપાળું કોઈ ના મળ્યું
હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું

વૃક્ષ જેવા દાતા કોઈ ના મળ્યા
પંચેન્દ્રીય જેવું રત્ન કોઈ ના જડ્યું

જળ જેવું ઝીલનારું કોઈ ના મળ્યું
માત જેવું મોંઘેરું કોઈ ના જડ્યું

પવન જેવું પાતળું કોઈ ના મળ્યું
પ્રેમ જેવું સુંવાળું કોઈ ના જડ્યું

કૂંપળો જેવું નાજુક કોઈ ના મળ્યું
દરિયા જેવું દિલદાર કોઈ ના જડ્યું

જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો
સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એટલામાં રાજી – રમણીક સોમેશ્વર
ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી Next »   

9 પ્રતિભાવો : વાચકોની કલમે – સંકલિત

 1. Chirag Patel says:

  અરે વાહ! મજાની રીતે કહી મોટી વાત.

  રમેશ પટેલ(આકાશદીપ)ની કૃતિઓ સદા ટમટમતી લાગી.

  ચીરાગ પટેલ

 2. nayan panchal says:

  ગુજરાતીની વ્યાખ્યા ખૂબ ગમી.

  સુંદર રચનાઓ.

  નયન

 3. Manhar Sutaria says:

  આજ રીતે આવકારતા રહેજો વાચકોને, મ્રુગેશભાઈ ખૂબ ખૂબ આભાર.

 4. Dheemahi says:

  પ્રવિણાબેન,
  તમારો કવિતા નો નવેસરનો પ્રયત્ન અભિનન્દનને પાત્ર .

 5. vital Patel says:

  જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો
  સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું

  આકાશદીપની ગઝલ ,ખૂબીથી મેજીક દર્પણ ધરી દિધું.

  વિતલ પટેલ

 6. Kanchanamrut Hingrajia says:

  મૃગેશભાઈ,
  નવોદિતોને પણ મેદાન આપો છો,ખૂબ સરસ.

 7. Sweta Patel says:

  રમેશ પટેલ(આકાશદીપ)ની આ મનનીય ગઝલ
  રીડ ગુજરાતીમાંથી મોતી જડ્યું એવી લાગી.

  સ્વેતા પટેલ
  પુષ્પ જેવું રુપાળું કોઈ ના મળ્યું
  હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું

  વૃક્ષ જેવા દાતા કોઈ ના મળ્યા
  પંચેન્દ્રીય જેવું રત્ન કોઈ ના જડ્યું

  કેટલી સુંદરવાત

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.