ચાલ ઝાડની ખબર કાઢવા – મુકેશ જોષી
કાલે કોઈ ડાળ તૂટી છે
ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે
ચાલ ઝાડની ખબર કાઢવા
પાનખરે ને પંખીઓએ
ઝાડને હિંમત આપી’તી
એ પંખીઓની હામ ખુટી છે
ચાલ ઝાડની ખબર કાઢવા
ડાળ તૂટી કાંઈ કેટલાયે ઘર
પંખીઓના તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે
ચાલ ઝાડની ખબર કાઢવા
ઝાડ કુહાડી લાયક હો તો
માણસ શેને લાયક
તરણાઓમાં વાત ફૂટી છે
ચાલ ઝાડની ખબર કાઢવા
Print This Article
·
Save this article As PDF
ખુબ સરસ … આભાર
હ્રદયસ્પર્ષી અને અર્થસભર … આભાર મુકેશભાઇ
awesome…so candid feeling..
અતિ સરસ્
સુંદર રચના.
નયન
પાનખરે ને પંખીઓએ
ઝાડને હિંમત આપી’તી
એ પંખીઓની હામ ખુટી છે
ચાલ ઝાડની ખબર કાઢવા
સરસિ …….આભાર
સંવેદના ની ધાર ને ધીરે થી તીક્ષ્ણ ઘસરકો કરી જાય એવી તરણાની વાત પહોંચાડવા માટે અભિનન્દન !
હ્રદયસ્પર્શી કાવ્ય
“ઝાડ કુહાડી લાયક હો તો
માણસ શેને લાયક”
સરસ મર્મ !