લાફટર કલબ – તારક મહેતા

પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય. લેખો લખ્યા, નાટકો લખીને ભજવ્યાં, આકાશવાણી-દૂરદર્શન, ચલચિત્રો અને બાકી રહ્યું હતું તે કૉમિક ભાષણો કર્યાં. ટૂંકમાં લોકોને હસાવ્યા અને થોડું કમાયા પણ ખરા.

હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી. ટુચકાઓ વાંચું, હાસ્યવક્તાઓને, મિમિક્રી કલાકારોને સાંભળું, ટી.વી ઉપર કૉમિક સિરિયલો જોઉં, અરે, ચાર્લી ચેપ્લિન જેવા હાસ્યનટોનાં ચલચિત્રો જોઉં છું તો પણ હસવું આવતું નથી. વિવેક ખાતર મલકાઈએ કે થોડું હસીએ તે જુદી વાત છે. એમ જ લાગતું, મારી અંદરનું હાસ્ય હવે ખતમ થઈ ગયું છે. હાસ્યનો કાર્યક્રમ હોય કે કોઈ ઊઠમણું, મને કશો ફરક પડતો નથી. મારામાં આવેલું આ ડિપ્રેશન શ્રીમતીજીએ નોંધવા માંડ્યું હતું. એક્વાર એમના એક કઝિન અમને મળવા આવેલા. મને જોઈને એમની હાસ્યવૃત્તિ ઉત્તેજિત થઈ જાય છે અને ઉપરાછાપરી રમૂજી ટુચકાનો મારો ચલાવે છે. એ પ્રમાણે એક કલાક એમણે મને ટુચકાનાં તીર માર્યાં અને એ હાંફી ગયા. નાસીપાસ થઈને એ જતા રહ્યા. શ્રીમતીજી પણ અસ્વસ્થ થઈ ગયાં.

‘તમને થયું છે શું ?’ એમણે સીધો સવાલ કર્યો.
‘કેમ એવું પૂછે છે?’
‘પેલા બિચારાએ તમને હસાવવાની કેટલી મહેનત કરી પણ તમે તો શોકસભામાં બેઠા હો એવું ડાચું કરીને બેસી રહ્યા. બચુભાઈ કેટલા ભોંઠા પડી ગયા ! આમાં મારું કેટલું ખરાબ દેખાય !’
‘હા, પણ તારો એ બચુ મને જુએ છે ને ટુચકા સંભળાવવા તલપાપડ થઈ જાય છે. મારા વાંચેલા-સાંભળેલા ટુચકાઓ સાંભળીને હું કેટલી વાર હસું ? ટી.વી. ઉપર ખોટું ખોટું હસવાના શેખર સુમનને પૈસા મળે છે. આજે કે.લાલ પાસે જઈને કોઈ જાદુના ખેલ દેખાડે કે, મોરારિ બાપુ પાસે જઈને રામકથા સંભળાવવા બેસે તો એ લોકો મારી પેઠે સહન કરે કે ? અરે, મને તો રડવું આવે છે.’
‘તમને ડિપ્રેશનનો ઍટેક આવ્યો છે. ડાઘુ જેવું ડાચું લઈને ફર્યા કરો છો તેમાં મને કંઈ કંઈ થઈ જાય છે. ઘરમાં બે જણમાંથી એક જણ તંબૂરા જેવું ફર્યા કરે તો વાતાવરણ પ્રદુષિત થઈ જાય. ડિસેમ્બરમાં દીકરી છોકરાઓને લઈને આવે એ પહેલાં સાજા થઈ જાઓ. હું ડૉકટરની ઍપોઈન્ટમેન્ટ લઈ લઉં છું, ખોટી દલીલબાજી ન કરતા.’

ડૉકટર મેઘાંશુ બૂચ મિત્રતુલ્ય છે. ફીમાં ડિસ્કાઉન્ટ આપે છે, સાચી સલાહ આપે છે અને આવશ્યક રમૂજવૃત્તિ ધરાવે છે.
શ્રીમતીજીએ એમને ફોન ઉપર મારાં લક્ષણો વર્ણવ્યાં હશે એટલે માનસિક રીતે તૈયાર હતા. પેશન્ટો અને એમનાં સગાંઓ જોડે રોજેરોજ કામ પાડીને ડૉકટરો મનોચિકિત્સકો થઈ ગયા હોય છે.

‘આવો, આવો, પ્લીઝ કમ ઈન.’ એમણે હસતાં હસતાં એમને આવકાર્યાં. એમણે તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી.
‘એક સરદારજી ચેસ રમતા હતા.’ તે બોલ્યા.
સરદારજી ચેસ રમે એને જૉક ગણવામાં સાંભળનાર એ વાક્ય ઉપર ધ્યાનથી વિચાર્યા પછી હસે છે. હું ન હસ્યો.
‘એક સરદારજી હેલિકૉપ્ટર શીખવા ગયા. હેલિકૉપ્ટર ઉપર પંખો શરૂ થયો. થોડું ઊઠયું ત્યાં પંખો બંધ થઈ ગયો અને હેલિકૉપ્ટર પછડાયું. સરદારજી બચી ગયા. ભેગા થઈ ગયેલા લોકોએ પૂછયું, ‘સરદારજી ક્યા હુઆ ?’
‘અરે ભાઈ, પંખા ચાલુ હુઆ તો બહોત ઠંડી લગી તો હમને પંખા બંધ કર દિયા.’

ડૉ. બૂચે મલકાતાં મલકાતાં મારી સામે જોયું પણ મને હસવું ન આવ્યું. ડૉકટરે પ્રયત્ન ચાલુ રાખ્યા પણ મને હસાવી ન શક્યા. પછી મારું બી.પી. તપાસ્યું.

‘તમારી વાત સાચી છે ઈન્દુબહેન, તારકભાઈને ડિપ્રેશનની અસર છે. અત્યારે એન્ટિડિપ્રેસન્ટ ટેબ્લેટ્સ લખી આપું છું પણ મારી સલાહ છે કે તમે કોઈ લાફિંગ કલબ જોઈન્ટ કરો. હવે તો ઘણી કલબો શરૂ થઈ ગઈ. લાફટર ઈઝ ગુડ ફૉર યૉર હેલ્થ. ઘરમાં એકલા બેસીને હસવાથી બોર થઈ જવાય પણ સવારે ગ્રુપમાં મોટેથી ખડખડાટ હસવાની મજા આવે અને ફાયદો થાય. ખુલ્લામાં ખડખડાટ હસવાથી આઠ ગણો ઑક્સિજન લંગ્ઝમાં જાય છે. કાર્બનડાયોકસાઈડ પૂરેપૂરો બહાર આવે એટલે ફેફસાં મજબૂત થાય. લોહી ઝડપથી ફરવા માંડે તેની સાથે હાર્ટ મજબૂત થાય, બી.પી નૉર્મલ રહે….’ બૂચે લાફટર ઉપર લેકચર આપ્યું.

પ્રહસનો ભજવતી વખતે કે રમૂજી ભાષણો વખતે કદી કલ્પના પણ નહોતી કરી કે આપણે લોકોનું આરોગ્ય સુધારી રહ્યા છે. મને હાસ્યયોગ સામે વાંધો નહોતો પણ વહેલા ઊઠવાનો હું કાયર છું. કાચી ઊંઘમાંથી ઊઠીને કોઈ પાર્કમાં જઈને ટોળામાં મોટેથી હસવું – તે સોસાયટીનાં કૂતરાંઓ સાથે કોરસમાં ભસતા હોઈએ એવું લાગે, મને મુક્ત હાસ્ય કરતાં નિદ્રાંની વધારે જરૂર હતી. પણ ડિસેમ્બરમાં અમેરિકાથી પુત્રી પરિવાર સાથે આવે તે પહેલાં મને હસતો કરવાનો ઈન્દુગૌરીએ સંકલ્પ કર્યો હતો. જોતજોતામાં એમનો પ્લાન મજબૂત થઈ ગયો.

અમારા પાડોશી દલીચંદને રોજ અટ્ટહાસ્યની એકસરસાઈઝ કરવાથી ડાયાબિટીઝ દબાઈ ગયો છે. દલીચંદ દંપતી સાથે રોજ એમની ગાડીમાં સાત વાગ્યે ‘સનરાઈઝ પાર્ક’ સામૂહિક લાફિંગ કરવાનું નક્કી થયું. સુસ્ત ફેફસાંઓમાં શુદ્ધ પ્રાણવાયુ ઠાંસ્યા પછી પાર્કનો એક રાઉન્ડ મારવાનો હતો. છત્રીઓ ગાડીમાં રાખવાની હતી એટલે વરસાદનું બહાનું ચાલે તેમ નહોતું.

‘ખુલ્લમ ખુલ્લા હાસ્ય કરેંગે હમ દોનોં’ એવા પ્રેમભીના પ્રભાતિયા સાથે પત્નીએ બીજે દિવસે સવારે સાડા છએ જગાડ્યો અને રિહર્સલ કરતાં હોય તેમ (ક્રૂર) અટ્ટહાસ્ય કર્યું. દવાનો વેપારી દલીચંદ સજોડે હસું હસું થતો તેમને લાફટરથી થતા લાભ ગણાવતો અમને હંકારી ગયો. ઊલટા, વહેલા ઊઠવાથી મારું ડિપ્રેશન વધી ગયું હતું.

પાર્કમાં લાફિંગ કલબના સભ્ય પ્રાણીઓ એકઠાં થઈ રહ્યાં હતાં અને પૂર્વતૈયારીરૂપે ગળાં ખોંખારી રહ્યાં હતાં. વાતાવરણ હરિયાળું અને હાસ્યપ્રવૃત્તિ માટે અનુકૂળ હતું. દલીચંદે અમારો પરિચય કરાવ્યો. હાસ્યપ્રેમીઓએ અમને આવકાર્યાં.

અચાનક એક ટીશર્ટ અને ટૂંકી ચડ્ડીવાળો અને બિહામણી મૂછોવાળો ખડતલ, રાક્ષસી કૂતરા સાથે આવી પહોંચ્યો અને રાક્ષસી અવાજે બોલ્યો :
‘તુમ લોગોં કો બોલા હૈને ? ઈધર શોર નહિ મચાનેકા ? ફિર ભી તુમ લોગ ઈધર આકે હાહા-હૂહૂ કરકે હમારી સોસાયટી કી નીંદ ખરાબ કરતા હૈ.’
‘ભગા દો સાલોં કો, કેપ્ટન.’ ખડતલની પાછળ પાછળ આવેલા ચારમાંથી એક જણે એને પાનો ચઢાવ્યો.

આજુબાજુનાં બે-ચાર મકાનોમાંથી વિરોધી ઘાંટાઘાંટ થઈ.
‘યૈ પબ્લિક પાર્ક હૈ. હમ કો એક્સરસાઈઝ કરને કા રાઈટ હૈ’ દલીચંદે બહાદુરી દેખાડી. બીજા સભ્યોએ ટેકો આપ્યો. જવાબમાં રાક્ષસી કૂતરો ભસ્યો.

ત્યાં તો એક પોલીસવાન આવી. ડાન્સબાર ઉપર રેડ પાડવા નીકળ્યા હોય તેમ એક ઈન્સ્પેકટર અને પરચૂરણ હવલદારો ફૂટી નીકળ્યા.
‘તુમ લોગો કે અગેન્સ્ટમેં બહોત કમ્પ્લેન્ટ્સ મિલા હૈ.’
‘સાહેબ, હમ લોગ લાફિંગ કા –’
‘લાફિંગ-બાફિંગ સબ પબ્લિક ન્યુસન્સ હૈ. સબકો ડિસ્ટર્બ હોતા હૈ, લાફિંગ ઘર પે કરો, ઈધર કરના હૈ તો ગવર્મેન્ટ કા પરમિશન લેના પડેગા.’
કૂતરો ભસ્યો. ખડતલ ઘૂરક્યો. એના માણસોએ ટેકો આપ્યો.
‘હમ કોર્ટમેં જાયેંગે.’ દલીચંદે લૂલી ધમકી આપી.
‘તો જાવ. ઈધર ગડબડ મત કરો.’

પોલીસવાળા ગયા. અમે લાફટર વગર લીલા તોરણે પાછા ફર્યા. કૂતરો ભસ્યો. ભસવાનું એલાઉડ છે, હસવાનું એલાઉડ નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ડાયેટ શાહી હૈદ્રાબાદી બિરીયાની – નીલા કડકિયા
પચ્ચીસ લાખનો વીમો (ડિટેક્ટીવ વાર્તા) – વિનોદકુમાર દિક્ષીત Next »   

21 પ્રતિભાવો : લાફટર કલબ – તારક મહેતા

 1. સુરેશ જાની says:

  ઘણા વખત પછી તારક મહેતાને વાંચ્યા.

 2. શું તારક મેહતા વિશે ની વાત સાચી છે? જો હોય તો બહુ ખરાબ થયું !

 3. mehulo says:

  haa haa haa haa hee hee hee hoo hoo hoo hu hu hu hu haa haa chhella vakya ni to bahu j maja aavi yaar shun lakho chho tame, marta pehla y biji baavis chopdi o lakhi ne jajo, bhagwan kare tame soo varas jivo, pan koik vaar bahu dar laage chhe, ke Tarak Mehta nahi lakhe to hun vaanchish shun???
  No Offence, pleeeease.

 4. Atri Patel says:

  I Agree with mehulo kharekhar Tarak Maheta nahi lakhta hoy to vanchicu chun ? e mane pan satave chhe.

  Any way Tarak Uncle keep writting , jab tak Aap likhte rahenge hum aapko padhte rahenge.Agar likhna bandh bi
  kardonge to aapke old Issues padhke gujara kar lenge.

 5. Dipti says:

  Tarak Mehta?

 6. Dipti says:

  Tarak Mehta?

  Kya the?

 7. geeta says:

  I regularly read tarak mehta in chitralekha kharekhar atla varso pachi pan tapu,jethalal,champakdada,ranjan,…………. bhadhama navinta chai,bhadha patra sajivan lage chai! pls.mrugeshbhai send this message to tarakmehta & confrom me on mail.pls i request you.

 8. tarakmehta khre khar tame to rang rakho chho nagaro ni to jod na male. hu pan nagar r chhu. ane niyamit vachak chitrlekhani tethi vadhu maaza avi mrugesh bhai please send to TARAK BHAI this e.mail and give his e.mailin this page.thank u

 9. sanj says:

  This comment is not for this article , but for those who have put kind of hostile and rude opinion about the author here. i am not advocating on behalf of this author. My only point is that this website is very good and clean, so i would request not to put such personal comments here. If we do not have anything good to say, better to keep our mouth shut.

 10. […] #  રચનાઓ :     –  1  –      :    –   2   – […]

 11. Meridia….

  Vestigial meridia. Meridia….

 12. nayan panchal says:

  આ સાહિત્ય લેખ છે કે હાસ્ય લેખ, તે ખબર ન પડી. પણ, લેખ સરસ છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.