કંસાર

સામગ્રી :

500 ગ્રામ ઘઉંનો કરકરો લોટ
400 ગ્રામ ઘી
400 ગ્રામ ગોળ
350 મીલી પાણી

રીત :

સૌપ્રથમ લોટમાં ઘીનું મોણ નાખી હલાવો. ત્યારબાદ ગોળનું પાણી બનાવી ને તે ઉકળતા પાણીમાં આ લોટ  નાખો. વેલણથી લોટમાં ખાડા પાડો. તાપ ધીમો રાખો. દશ મિનિટમાં લોટ બફાઈ જાય એટલે વેલણથી બધું બરાબર હલાવો. બાદ તેમાં ઘી નાખી હલાવો. હવે ગેસ પર તવી મૂકી, મધ્યમ તાપ રાખીને 10 થી 15 મિનિટ કંસાર ને બફાવા દો.

આ કંસારમાંથી 640 કેલેરી વ્યકિતદીઠ મળે છે. કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું સપ્રમાણ ઘરાવતું આ મિષ્ટાન્ન શિયાળામાં ઉપયોગી છે. શુભ પ્રસંગોમાં ખાસ બનાવવામાં આવે છે. આ માપ પાંચ થી દશ વ્યકિત માટેનું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફરસી પૂરી
જલેબી Next »   

8 પ્રતિભાવો : કંસાર

  1. અતુલ જાની (આગંતુક) says:

    કંસાર અને લાપશી એક જ કે જુદા જુદા તે કોઈ જાણકાર હોય તો કહેશો.

  2. meha says:

    કંસાર અને લાપશી એક જ, બન્ને એક જ વાનગિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.