હરિવર તમને – અશોક ચાવડા
હરિવર તમને તમારી આણ.
રોજ રોજ હું ઝંખું તમને કેમ કશી નહીં જાણ !
એક રીતે તો રંગબેરંગી પહેરણ કેવળ ડાઘા,
પ્હેરી પ્હેરી થાકી ગ્યો ચામડિયુંના વાઘા,
સમજણ આવી ત્યારે સમજ્યા સમજણવાળા બાઘા.
એક તમે છો જેની સામે ખુલ્લું કર્યું રમખાણ;
હરિવર તમને તમારી આણ.
માયાનાં પડ એવાં બાઝ્યાં, ખુલ્લી આંખથી અંધ,
આંખો ખોલી આપો : કહું છું આંખ કરીને બંધ,
દૂર કરી દો મારામાંથી શ્વાસોની આ ગંધ.
વજ્ર જેવાં આવરણોને વીંધો મારી બાણ;
હરિવર તમને તમારી આણ.
Print This Article
·
Save this article As PDF
સરસ રચના
સુંદર ગીત માણવા નિ મજા આવિ.
સુન્દર કાવ્ય. સવાર સુધરિ ગૈ.
માયાનાં પડ એવાં બાઝ્યાં, ખુલ્લી આંખથી અંધ,
આંખો ખોલી આપો : કહું છું આંખ કરીને બંધ,
સુંદર રચના.
નયન
“દૂર કરી દો મારામાંથી શ્વાસોની આ ગંધ.”
એક જ લાઇનમા બધુ કઈ દિધુ.
વાહ વાહ કવિ સરસ હરિગીત.. મઝા આવી..