પદ્યરચનાઓ – સંકલિત

[1] એક વાદળી પૂછે… – આશિષ ઉપાધ્યાય

[વ્યવસાયે B.S.N.L માં ફરજ બજાવતા શ્રી આશિષભાઈ (લાઠી, અમરેલી)નો આ કૃતિ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427613002 અથવા આ સરનામે ashish.upadhyay@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

એક વાદળી પૂછે આભ ને હું મન મૂકીને વરસું ?
પણ આભ કહે આ નીચે રહેલાઓનું શું કરશું ?

એને મન તો વાદળી એક અલ્લડ તરુણી ને
આભ એક સુંદર પણ જુવાન ભોળો શો.

બંનેના મિલન વિશે લોકો રાખે ધારણાઓ,
આવા તે મિલન મા હશે છાનુંછપનું શું ?

આભ કહે સારા માણસોનું તો શું કહેવું પણ…
પણ વાદળી કહે અદેખાની આંખ મા ખટકશું.

નિર્ણય તો બંને એ લીધો એવો છેલ્લે કે
ધારવું હોય એ ધારે એમાં આપણે છે શું ?

આપણે તો મન મૂકી એવા વરસશું
કે બધાને આપણા હર્ષાશ્રુમાં ભીંજવશું.
.

[2] વાત કરી લઉં છું… – જય શાહ

[અભ્યાસઅર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા 21વર્ષીય જયનો ગઝલ રચવાનો આ કંઈક પ્રયાસ છે. તેની એક રચના ‘શૂન્ય સરવાળો’ આપણે અગાઉ માણી હતી. સર્જનક્ષેત્રે જય ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે જયનો ખૂબ ખૂબ આભાર. આપ તેનો આ સરનામે સંપર્ક કરી શકો છો : jay_goodfriend@yahoo.co.in ]

તનહાઈને જીવનમાંથી બાદ કરી લઉં છું !
કોઈ નહીં તો અરીસા સાથે વાત કરી લઉં છું !

મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !

તસલ્લી તો રહે દિલ ને કોઈ ને હરાવવાની
લડું છું જાત સામે જ અને મહાત કરી લઉં છું !

ખુદા, તું પણ છેવટે તો રહ્યો આ કળયુગનો
તારી સામે પણ લાંચની રજૂઆત કરી લઉં છું !

જીવનનો જુગાર કો’ક દી તો જીતીશ એ આશથી
રોજ એક નવી શરૂઆત કરી લઉં છું !

એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહું,
હું પણ અરીસો જોવાની તાકાત કરી લઉં છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વૃત્તિઓ અને આવેશ – તન્વી બુચ
ચાલો…સમયને પેલે પાર – વિમલ શાહ Next »   

26 પ્રતિભાવો : પદ્યરચનાઓ – સંકલિત

 1. Pragnesh thakar says:

  ક્ષિતિજ ને
  આંગણે બેઠા
  બે પારેવાં
  પ્રજ્ઞેશ ઠાકર
  9429244630

 2. MANISH says:

  વાહ જય આટલુ દર્દ ક્યાથી લઇ આવો છો.

  ખુબ જ અદભુત રચના.

  “તસલ્લી તો રહે દિલ ને કોઈ ને હરાવવાની
  લડું છું જાત સામે જ અને મહાત કરી લઉં છું !”

 3. Ambaram K Sanghani says:

  જય, વાહ ભાઈ વાહ! ક્યાંથી લાવ્યો આ દર્દને?

 4. ખૂબ સરસ રચનાઓ….

  શુભેચ્છાઓ

 5. Tushar says:

  આશિશ, જ્યારે અપને નાના હ્તા ત્યારે નિયનમિત લખતા , but after draduation and Job. life becomes so busy, I saw that after all this yout mind is still so innocent n beautiful, poer is really touchable keep it up

 6. ખુબ સુંદર રચના આશિષભાઈ અને જયભાઈ…

  આપણે તો મન મૂકી એવા વરસશું
  કે બધાને આપણા હર્ષાશ્રુમાં ભીંજવશું.

  મન મુકીને વરસવાને જ કદાચ પ્રેમ કહે છે. એ હર્ષાશ્રુ શિવજીની ઉપર ચડાવેલ જળધારીના પાણીથી જરાયે ઓછા પવિત્ર નથી.

  ક્યાંક વાંચેલી એક વાર્તા યાદ આવે છે. એક રણની નાની ટેકરી પાણી વગર તરસતી હતી. એટલામા એક નાનુ વાદળ ક્યાંકથી આવી ચડ્યુ. એતો જતુ હતુ રણની પેલે પાર વરસવા. બન્ને વચ્ચે વાતો થઈ. ટેકરી વર્ષોથી પાણી માટે તરસે છે એ જાણી વાદળ ખિન્ન થઈ ગયુ.

  તેણે ટેકરીને કહ્યુ હુ તારા પર વરસુ તો ?
  ટેકરી કહ્યુ કે પછી તારુ અસ્તિત્વ નહી રહે.
  ત્યારે વાદળે કહ્યુઃ “વાદળનો તો ધર્મ જ વરસવાનો છે. અને તને મળ્યા બાદ મને પ્રેમનો અનુભવ થયો છે. અને સમર્પણ વગરનો પ્રેમ કેવો ?”

  વાદળે સ્નેહપુર્વક અમીવર્ષા કરી. જે જગ્યાએ વર્ષોથી પાણીનુ ટીપુ પણ પડ્યુ નહોતુ ત્યાં રણદ્વીપ રચાયુ જે આખા રણમાં મુસાફરોને આરામ અને છાંયો આપતુ રહ્યુ.

 7. trupti says:

  The Gazal written by Jay is really good. It is really nice to know that, inspite of studying abraod, Jay has kept relationship with his mother tongue, othrwise present generation feel ashemed of taking in Gujarati. Jay keep it up and continue to contribute to the reach litereature of our languge.
  One must proud to be Indian first, then proud to be an Gujarati.
  Yeasterday I was surfing the various channel on my t.v, where I came across the presentation cerimony on one of the Gujarati channel, where Hemraj Shah, president of Gujarati Samaj, Mumbai, was giving his speech in which he requested all Gujaratis of Mumbai to come under the one forum and should not divide the samaj based on their caste, he rightly said , ” we are gujarati first, then either patel, kapol etc.”

 8. Sweta says:

  વાહ જય,સરસ ગઝલ છે.

 9. DEVINA says:

  VERY BEAUTIFUL GAZAL JAY

 10. nayan panchal says:

  એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહું,
  હું પણ અરીસો જોવાની તાકાત કરી લઉં છું.

  જયભાઈની ગઝલ ખૂબ જ દર્દભરી…

  નથી તમે બેવફા કે નથી કરી તેણીએ બેવફાઈ,
  એ તો હતી માત્ર બેવફા સમયની આડોડાઈ

  નયન
  —————————–

  નિર્ણય તો બંને એ લીધો એવો છેલ્લે કે
  ધારવું હોય એ ધારે એમાં આપણે છે શું ?

  આપણે તો મન મૂકી એવા વરસશું
  કે બધાને આપણા હર્ષાશ્રુમાં ભીંજવશું.

  ——————————-

 11. આશિષભાઈ ખૂબ જ ઉત્તમ કૃતિ છે. આ રીતે જ કાવ્યો લખતા રહેશો એવી શુભેચ્છા સહ

 12. ઉદયભાઈ તમારો પ્રતિભાવ પણ ઘણો સુંદર છે.

 13. piyush pandhi says:

  મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
  તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !

  જય ભઈ ખુબ્જ સુન્દેર્.

 14. param sneh says:

  વાહ……વાહ ….જય…It seems like it has come streight out of your Heart…Good on you…

 15. dhara says:

  જય , ખુબ જ સુન્દર ગઝલ !!

 16. Urvish Bhavsar says:

  જય કુમાર નિ જય હો. સુન્દર ક્રુતિ.

 17. ઈન્દ્રેશ વદન says:

  જય શાહની કવિતા ખૂબ જ સુંદર છે. ‘શૂન્ય સરવાળો’ તો હીટ હતી જ, આ પણ છે.
  It has lot of depth and a wonderful structure.

 18. Pradipsinh says:

  Wah…wah….. saras 6. aage badho…..

 19. Hiren says:

  Good, Both of you are really talented Mr. Ashish and Mr. Jay. Good to know that these good people are still filling the rich pot of gujarati litereature.

 20. Deep says:

  અરે અન્ત્રો નૈ આખિ કવિતા મસ્ત છ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.