સંપૂર્ણ સમર્પણ – હર્ષ ઠક્કર

[રીડગુજરાતીને આવી સુંદર કૃતિ મોકલવા માટે શ્રી હર્ષભાઈનો (નોઈડા, યુ.પી.) ખૂબ ખૂબ આભાર.]

જ્યારે હું મારા બાળક – પરમ – સાથે સમય વિતાવું ત્યારે મને ઘણા રસપ્રદ અનુભવો થાય છે. એમ લાગે છે કે અમુક પિતા-પુત્રના કિસ્સા ને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અવલોકીએ તો ક્યારેક સુક્ષ્મ સંદેશ પામવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થાય. આપણા પરમ પિતા પરમેશ્વર આપણી સાથે કેવો વ્યવહાર કરે એ વાતની અને તેના કારણની સમજ પણ પ્રાપ્ત થઈ શકે.

હમણાનાં જ એક કિસ્સાની વાત કરું…. એક દિવસ પરમ કાન સાફ કરવાની સળી (ear bud)ની ડબ્બી સાથે રમતો હતો. (બાળકોને પોતાના રમકડા સિવાય દરેક વસ્તુ સાથે રમવામાં વધારે મઝા પડતી હોય છે , ખરું ને ?) થોડીકવાર મથ્યા પછી એ છેવટે ડબ્બીમાંથી ૧૦૦ સળીઓને મુક્ત કરવામાં સફળ થયો. બધી સળીઓને વેર વિખેર જોઈને એના આનંદનો પાર નહોતો સમાતો.

પછી તેને એક નવી રમત સૂઝી. એને થયુ – લાવને, આ બધી સળીઓને પાછી ડબ્બીમાં બંધ કરી દઉ. પણ આ કામ પહેલાં જેટલું સહેલું ન હતુ. (કોણ નથી જાણતુ કે જોડવા કરતા તોડવું ઘણું સહેલું છે ?)

હું આ બધુ જોઇ રહ્યો હતો અને મારા માટે એને મદદ કરવાની ઈચ્છા રોકી રાખવી મુશ્કેલ હતુ. છતાય મેં એ થાકે ત્યાં સુધી રાહ જોઇ. થોડીક મથામણ પછી તેણે મારી મદદ માંગી…. અને એ પણ તેની આગવી શૈલીમાં – કારણ કે તે હજી પુરુ બોલતાં નથી શીખ્યો.

મને જેવી તેની મંજુરી મળી કે મેં તરત જ બધી સળીઓ ભેગી કરીને સહજતાથી એક જ પ્રયાસમાં ડબ્બીમાં પુરી દીધી.

પછી જ્યારે હું આ સામાન્ય લાગતો કિસ્સો વાગોળતો હતો ત્યારે મને એક સુક્ષ્મ સંદેશ તેમાં જણાયો અને અચાનક એ વાત મારા મનમાં ઝબકી કે – જ્યારે આપણે આપણી મુસીબતોને સંપૂર્ણપણે સમર્પિત કરી દઈએ ત્યારે પરમેશ્વર કેટલી સહજતાથી એનો નિકાલ લાવી શકે છે; એ ભલે ને આપણને અત્યંત મુશકેલ અને અશક્ય લાગતું હોય.

૧૦૦ એ ૧૦૦ સળીઓને એક ડબ્બીમાં પાછી ગોઠવવાનુ કાર્ય પરમ માટે કેટલુ અઘરુ (લગભગ અશક્યજ) હતું – પણ જેવી એણે સમર્પણ સાથે મદદ માંગી કે મેં એકજ ક્ષણમાંજ એ પાર પાડ્યુ (અને પરમ ને તો એ ' ચમત્કાર' જ લાગ્યો હશે ને !) આપણે બધા પરમ જેવા બાળકો છે માટે કદાચ અમુક વાતો આપણને અશક્ય લાગતી હશે, પરંતુ ‘પરમ’ માટે (પરમ તત્વ પરમાત્મા માટે) તો એ ડાબા હાથનો ખેલ છે !

જરુર છે – બીનશરતી સમર્પણની !

કોઇકે સાચુ જ કહ્યુ છે – "ઈશ્વરને ના કહેશોકે તમારી મુસીબત બહુ બળવાન છે; તમારી મુસીબતને કહો કે તમારો ઈશ્વર બહુ બળવાન છે!"

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટૂંકું અને ટચ – સંકલન
ધરતી પરનું સ્વર્ગ : કાશ્મીર – અરૂણા પરમાર Next »   

15 પ્રતિભાવો : સંપૂર્ણ સમર્પણ – હર્ષ ઠક્કર

 1. Many thanks to Mrugeshbhai for posting this article. I really like ReadGujarati a lot!

  My original article in English can be read at –> http://thakkar-h.blogspot.com

 2. અમિત પિસાવાડિયા ( ઉપલેટા) says:

  સુંદર , જીણી જીણી બાબત માં પણ ઘણુ તથ્ય રહેલુ હોય છે,ફર્ક હોય છે, તો માત્ર દર્ષ્ટિ નો …

  ખુબ જ સરસ લેખ છે ,,, હર્ષભાઇ ઠક્કર નો ખુબ ખુબ આભાર

 3. Chirag says:

  This is too good lesson, One of the best I can say.

  Thanks,
  Chirag

 4. Suhas Naik says:

  કોઇકે સાચુ જ કહ્યુ છે – “ઈશ્વરને ના કહેશોકે તમારી મુસીબત બહુ બળવાન છે; તમારી મુસીબતને કહો કે તમારો ઈશ્વર બહુ બળવાન છે!”….Very good thought…Thanks…!

 5. nayan panchal says:

  ખરેખર ઉત્તમ દ્રષ્ટિ.
  આટલી નાની અમથી વાતથી તમે પરમ સત્ય કહી દીધુ.

  નયન

  If GOD answers ur PRAYERS, HE is increasing ur FAITH.If HE delays, HE is increasing ur PATIENCE.If HE dont answers, HE knows tht YOU CAN HANDLE IT PERFECTLY WELL !!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.